જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખીચા નિવાસી હાલ પનવેલ, નવી મુંબઈ, શેઠ રમણીકલાલ ભગવાનજી ગોહેલ, (ઉં. વ. ૮૯) તે સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. ધીરજલાલભાઈ, સ્વ. મનસુખલાલભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. રસિકભાઈના ભાઈ, સ્વ. હંસાબેન ગોહેલના પતિ, સ્વ. મોહનલાલ રાયચંદ ધુંધીયા (વડીયા નિવાસી)ના જમાઈ, સ્વ. પ્રકાશભાઈ, વિરેન્દ્રભાઈ, મયુરભાઈ, સૌ. ભાવનાબેન કલ્પેશભાઈ શેઠ, ગં. સ્વ. સંગીતાબેન ધર્મેશભાઈ પારેખના પિતા, ગં. સ્વ. નીતાબેન, અ. સૌ. નિરાલીબેન, અ. સૌ. બિજલબેનના સસરા, ૧૩/૧/૨૩ના પનવેલ ખાતે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૫/૧/૨૩ના સવારે ૧૦થી ૧૨ લોહાણા મહાજન વાડી, મિર્ચી ગલી, પનવેલ ખાતે રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
સામખીયારીના સ્વ. જવેરબેન દેવરાજ રીટા (ઉં. વ. ૬૮) ૧૨-૦૧-૨૩ ને ગુરુવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. વેજીબેન નારણ માંઈયા રીટાના પુત્રવધૂ. સ્વ. દેવરાજના ધર્મપત્ની. સ્વ. નેણશી, મનસુખ, અશ્ર્વિનના માતુશ્રી. રંજન, વનિતા, વિજયાના સાસુ. જીતેશ, અંકિત, ખુશ્બુ, હર્ષ, પાર્થના દાદી. મુરઈબેન પાંચાલાલ પેથા નિસરના દીકરી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસસ્થાન: અશ્ર્વિન રીટા, સી/૪૦૩, બિલ્ડીંગ નં. ૧૧, હાર્મોની સોસાયટી, ઓવરીપાડા, દહીંસર (ઈ).
જામનગર હાલાર વિશાશ્રીમાળી જૈન
જામનગરના હાલ મુંબઈ સ્વ. ચંદનબેન તથા સ્વ. ધરમદાસભાઈ શાહના પુત્ર જિતેન્દ્ર (જિતુભાઈ) (ઉં. વ. ૭૪) તે મીનલબેનના પતિ. બીજલ, વૈભવ તથા અંકીતાના પિતાશ્રી. તે નીનાબેન સુધીરભાઈ વોરાના ભાઈ. તે ચિરાગભાઈ નાઈક, નમ્રતા તથા નીલભાઈ સોનાવાલાના સસરા. તે કોલકતાના હાલ મુંબઈ સ્વ. દૌલતરાય હિંમતલાલ મહેતાના જમાઈ ૧૨-૧-૨૩,ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સભા યશવંતરાવ ચવાણ સેન્ટર, જન. જગન્નાથરાવ ભોસલે માર્ગ, નરીમાન પોઈન્ટ, મુંબઈ-૨૧ સોમવાર, ૧૬-૧-૨૩ના ૪ થી ૫.૩૦.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ભંડારીયા (કામળીયા) હાલ મુલુંડ સ્વ. સુશીલાબેન કેશવલાલ મહેતાના પુત્ર ભાવેશના ધર્મપત્ની રૂપલબેન શુક્રવાર, ૧૩-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ચેતના જીતેશકુમાર તથા મિતેશના ભાભી. અલ્પાના જેઠાણી. પ્રશમ અને ઋત્વીના ભાભુ. પિયર પક્ષે કૈલાશબેન કિશોરભાઈ કાંતિલાલ દિહોરવાલા (હાલ મલાડ)ના દીકરી. તે મિતેશ તથા ભાવેશના બેન. પ્રાર્થના સોમવાર, ૧૬-૧-૨૩ના સવારે ૯-૩૦ થી ૧૧.૩૦. સ્થળ: કાલિદાસ ઓડિટોરીયમ, પી. કે. રોડ, મુલુંડ (વે.).
હાલારી વિશા ઓશવાલ જૈન
નવીહરીપરના સ્વ. મુકતાબેન પૂંજા રામજી ગલૈયાના પુત્ર ગુલાબચંદ પૂંજાભાઈ ગલૈયા (વસઈ) (ઉં. વ. ૭૨) ૧૨-૧-૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વાલી પ્રેમચંદ પૂંજા સાવલા (નવાગામ)ના જમાઈ. તે જયવંતી (જ્યોતીબેન)ના પતિ. હર્ષ, હેમલના પિતા. પૂજા- દિવ્યાના સસરા. તે અ. સૌ. મંજુબેન, અ. સૌ. જયા, સ્વ. ઈંદુબેન. અ. સૌ. દિનાના ભાઈ. પ્રાર્થનાસભા શ્રી હાલારી વિશા ઓશવાળ મહાજન વાડી, દાદર મધ્યે ૧૬-૧-૨૩ના સમય ૪ થી ૫.૩૦.
ઘોઘારી દશાશ્રીમાળી દેરાવાસી જૈન
મોટા સમઢીયાળા હાલ મુંબઈ તારદેવ સ્વ. નિર્મળાબેનના પતિ. રતિલાલ વીરજી દેસાઈ (ઉં. વ. ૯૮) ૧૩-૧-૨૩ના શુક્રવારના અરિહંતચરણ પામેલ છે. અમીતભાઈ વિરાજબેન (કોમળબેન) પૈલોમીબેન, સ્વાતીબેનના બાપુજી. સ્વ. કેતનભાઈ મહેતા, કેતનભાઈ દોશી, લીનાબેનના સસરા. ત્રિશલા, દૃષ્ટીના દાદા. રેખા સુધીરભાઈ, ભાવના આશિતભાઈના બાપુજી. ભાવનગર નિવાસી સ્વ. તીલકરાયના જમાઈ. (લૌકીક વ્યવહાર બંધ છે.)
કચ્છી વિશા ઓશવાળ જૈન
ઉનડોઠના અ.સૌ. શિલ્પા ગડા (ઉં. વ. ૪૫) તા. ૧૩-૧ના અવસાન પામેલ છે. મુલબાઈ મેઘજીના પુત્રવધૂ. અજીતના પત્ની. ભવ્યના માતુશ્રી. વીણાબેન દિનેશની સુપુત્રી. રચના ભાવેશ, નરેડી રીના હિતેન્દ્રના બેન. પ્રા. : શ્રી વર્ધમાન સ્થા. જૈ.શ્રા.સં.સં. કરસન લધુ નિશર હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦.
બાડાના કસ્તુર (સ્વ. નિર્મળા) સાવલા (ઉં. વ. ૬૨) તા. ૧૧.૧.૨૩ના અવસાન પામેલ છે. લીલબાઇ ઠાકરશી લખધીરના પુત્રવધૂ. શામજીના પત્ની. દિપક, પંકજ, હરનીષ, બીના, કુંદન, સોનલના માતુશ્રી. દેવપુર હીરબાઇ રતનશી (બાબુભાઇ સરપંચ) કો. મહાદેવપુરી ભાણબાઇ લખમશી ગોસરના પુત્રી. દેવપુર ચંદ્રકાંત વલ્લભજી, ખેમરાજ, ભાગ્યવંત, સ્વ. હેમલતા, દેવપુર રમીલા લાલજી, શેરડી ધનવંતી ઠાકરશી, નાંગલપુર હંસા દીલીપના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શામજી ઠાકરશી સાવલા, બી-૨૦૬, નીલકંઠ શીવધામ કોમ્પલેક્ષ, અંબરનાથ (પૂર્વ).
મંજલ રેલડીયાના લાલજી ખીંયશી ગડા (ઉં. વ. ૮૬) તા. ૧૨-૧ ના અવસાન પામ્યા છે. વાલબાઇ ખીંયશીના પુત્ર. પુરબાઇ (દેવકાંબેન)ના પતિ. કાંતિ, રાજેશ, ભરત, પ્રીતીના પિતા. હાલાપુરના કુંવરબાઇ ખેરાજ હરીઆ અને મોથારાના મેઘબાઈ શામજી નાગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. (ત્વચાદાન, ચક્ષુદાન કરેલ છે.) ઠે. લાલજી ખીંયશી, સી/૩, હંસા સાગર, એલબીએસ માર્ગ, મુલુંડ (વે).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ત્રાપજ નિવાસી હાલ બોરીવલી વોરા દલિચંદ ભગવાનદાસ વોરાના પુત્ર હર્ષદભાઈ (ઉં. વ. ૫૭) તે લતાબેનના પતિ. નિધિ, યશ તથા યેશાના પિતા. કિરીટ, નૂતન મુકેશકુમાર, ભાવના કલ્પેશકુમાર તથા સોનલ અલ્પેશકુમારના ભાઈ. સાસરાપક્ષે શાહ મનસુખલાલ વાલચંદ હાલ વાપી ના જમાઈ. ૧૨/૧/૨૩ના અરિહંતશરણં પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યકવહાર બંધ રાખેલ છે.
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી સમાજ જૈન
પાલીતાણા (મુંબઈ) નિવાસી હાલ અબુધાબી(યુ.એ.ઈ.) સ્વ. માતુશ્રી લીલાવતી લક્ષ્મીચંદ શાહના પુત્ર શ્રી હમુખરાય લક્ષ્મીચંદ શાહ, જયશ્રી એચ. શાહના પતિ. હેતલ, મંગેશ અને પ્રિયંકાના પિતા. વિપુલ, શિલ્પા અને સ્વ.દેવકુમારના સસરા. સ્વ. અનંતરાય, સ્વ. મહિપતરાય અને તારા (રેખા)બેન શાંતિલાલ ભીમાણીના ભાઈ. સ્વ. વસંતબેન લલિતભાઈ જસાણીના જમાઈ.૧૧-૦૧-૨૩ ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્થાનકવાસી જૈન
ધ્રોલ હાલ મુંબઈ તારદેવ સ્વ. મૃદુલા સાકરલાલ મહેતાના સુપુત્ર રાજેશભાઈના ધર્મપત્ની મધુબેન (ઉં. વ. ૬૮), તે રાહુલ-કિંજલના મમ્મી. ઋષિ, અંકીતના સાસુ. તે તરૂ-અશ્ર્વીન મહેતા, સોનલ-પંકજ મહેતા, અમીતા-હરેશ મહેતાના ભાભી. તે પિયરપક્ષે સ્વ. તારાબેન મનસુખલાલ લાખાણીની સુપુત્રી તા. ૧૪-૧-૨૦૨૩, શનિવારના અરિહંતશરણ પામેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા હાલ કાંદિવલી કાળીદાસ ગુલાબચંદ શેઠના સુપુત્ર જયસુખલાલ (ઉં. વ. ૮૬) શનિવાર, તા. ૧૪-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે વિલાસબેનના પતિ. મીના દિલીપ સખપરા, મિતા સંજય શાહ, વિભા ફેનીલ શાહ, મલયના પિતા. સ્વ. રસિકભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. ખાંતીભાઇ, કિર્તીભાઇ, સ્વ. હંસાબેન શશીકાંત તથા દક્ષાબેન કિર્તીકુમારના ભાઇ. સ્વ. શાહ ગીરધરલાલ ફૂલચંદના જમાઇ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૫-૧-૨૩ના સવારના ૧૧થી ૧૨.૩૦. ઠે. વર્ધમાન સ્થાનકવાસી સર્વોદય હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).
વિશા શ્રીમાળી જૈન
ખંભાત નિવાસી હાલ મુંબઇ વિજયકુમાર શાંતિલાલ શ્રોફ (ઉં. વ. ૭૭) તે મેણાબેન શાંતિલાલ શ્રોફના સુપુત્ર. છાયાબેનના પતિ. અંકુર, કવિતાના પિતા. ફેની, અપૂર્વભાઇના સસરા. તારાબેન રસિકલાલ વિરવાડિયાના જમાઇ. શુક્રવાર તા. ૧૩-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. મળવાનો સમય સોમવાર, તા. ૧૬-૧-૨૩ના ૧૦થી ૧. ૪થી ૭. ઠે. ગિરીછાયા બિલ્ડિંગ, ૨જે માળે, ફલેટ નં.૮. દાદીશેઠ લેન, લોયલકા કમ્પાઉન્ડ, ચોપાટી, મુંબઇ-૪૦૦૦૦૬.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા હાલ મલાડ સ્વ. કમળાબેન હરગોવિંદદાસ નાનચંદ શેઠના સુપુત્ર હેમેેન્દ્રભાઇ (ઉં. વ. ૬૮) ગુરુવાર તા. ૧૨-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. પરાગભાઇ, મિતુલભાઇના પિતા. ડોલી, ઉર્વીના સસરાજી. સ્વ. ધનવંતભાઇ, રમેશભાઇ, અનસુયાબેન રમેશકુમાર, વાસંતીબેન હસમુખરાય પારેખ, પ્રજ્ઞાબેન રસિકલાલ સંઘવી, વીણાબેન નીતિનકુમાર મહેતાના ભાઇ. તેઓ શ્ર્વસુર પક્ષે શિવેન્દ્ર નગર નિવાસી હાલ ભાયંદર સ્વ. અમૃતલાલ મગનલાલ પારેખના જમાઇ. પિતૃ વંદના તા. ૧૭-૧-૨૩ના મંગળવારે સવારે ૧૦થી ૧૨. ઠે. સ્વામિનારાયણ હોલ, ઓડિટોરિયમ ચોથે માળે, દત્ત મંદિર રોડ, મલાડ (ઇસ્ટ).
ઝાલા વિ. શ્રી. મૂ. પૂ. જૈન
સુરેન્દ્રનગર હાલ કાંદિવલી સ્વ.ગુલાબચંદ શીવલાલ શાહના સુપુત્ર રમેશચંદ્ર (ઉં.વ. ૮૨) શનિવાર તા. ૧૪-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સુલોચના બેનના પતિ. અમીત, ભાવીન, તથા તેજસનાં પિતા. તે ચુનીલાલ ઠાકરસી મહેતાનાં જમાઇ. તે પુષ્પાબેન, સાધ્વીજી મ. ચારુ લક્ષણાશ્રીજી, કલ્પનાબેન, સુરેખાબેન, ઉષાબેન, અશોકભાઇ તથા મીનાબેનના ભાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સવારે ૧૦થી ૧૧.૩૦. તા. ૧૫-૧-૨૩ના પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ).