જૈન મરણ
સોરઠ વિશા શ્રીમાળી જૈન
જામ મેવાસા (તોરી)ના હાલ ઘાટકોપર અનિલભાઈ નાથાલાલ મહેતા (ઉં. વ. ૮૬) તેઓ અ. સૌ. સ્વ. ઈન્દુમતી મહેતાના પતિ. ધર્મેન્દ્રભાઈ તથા શૈલેષભાઈના પિતા. રૂપાબેન તથા શોભનાબેનના સસરા. મિહીર-ક્રિષ્ના, શ્ર્વેતા-ધવલ શાહ, દિશા, સલોનીના દાદા. શ્ર્વસુર પક્ષે શ્રી ન્યાલચંદ વિરચંદ મહેતાના જમાઈ મંગળવાર, ૧૦-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બીદડા (ઓતરો ફળીયો)ના સૌ. અરૂણા દિલીપ ફુરીયા (ઉં.વ. ૪૭) તા. ૧૧/૧/૨૩ના અવસાન પામેલ છે. જયવંતી હરખચંદના પુત્રવધૂ. રૂષભ, મમતાના માતુશ્રી. મણીબેન સોમાભાઇની પુત્રી. સુરેશ, લક્ષ્મી દિપકની બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ધીરજ ફુરીયા, રૂમ નં. ૨, બીસમીલા ચાલ, નાયતોડી ગાવઠણ, એકસર રોડ, બોરીવલી (વે.).
મોટી ઊનડોઠના હીરજી ગોવિંદજી નાગડા (ઉં.વ. ૭૦) તા. ૧૧/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. હાંસબાઈ ગોવિંદજીના પુત્ર. ઊર્મીલાના પતિ. મયુર, કાજલના પિતા. ભોજાય હેમલતા ઝવેરચંદ, વરંડી નવલ ચુનીલાલ, સાભરાઇ રંજન નરેન્દ્ર, ભાઈલાલ, ઉતમના ભાઇ. બાડા કેશરબાઇ કુંવરજી દેવરાજના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મયુર નાગડા, એ/૨૦૨, ઓમ શિવ દર્શન, દાતાર કોલોની, ભાંડુપ (ઈ)-૪૨.
મોટી ખાખરના હેમલતા કોરશી દેઢીયાનો (ઉં.વ. ૭૯) ૧૦/૧/૨૩ના ત્રણ ઉપવાસે કચ્છમાં સંથારો સીજેલ છે. પનઇબાઇ કરમશી સોમાના પુત્રવધૂ. કોરશીના પત્ની. કાંડાગરા ભચ્ચીબેન કેશવજી ગણપતના પુત્રી. પ્રેમજી, પોપટ, તુંબડી કસ્તુર મણીલાલ, ભુજપુર જયવંતી દામજીના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. હેમલતા દેઢીયા મોટી ખાખર, કચ્છ.
ગઢસીસાના લક્ષ્મીચંદ લાલજી સાવલા (ઉં.વ. ૭૯), તા. ૧૧/૧/૨૩ના અવસાન પામેલ છે. પાનબાઇ લાલજીના પુત્ર. હેમલતા / વિજયાબેનના પતિ. કેતન, વંદના, સંધ્યાના પિતા. દામજી, મુલચંદ, દેવચંદ, પ્રવિણ, જયશ્રી, જવેરીના ભાઇ. શેરડી ખેતબાઇ પાલણ, નરેડી લક્ષ્મીબેન તેજપારના જમાઇ. પ્રા. સફાયર બેન્કવેટ, પી.પી. ચેમ્બર્સ, કે.ડી. એમ.સી. ઓફિસની બાજુમાં, ડોંબિવલી (ઇ.). સમય : ૨.૦૦ થી ૩.૩૦. નિ. ૫, ન્યુ સિધ્ધિવિનાયક દર્શન કો.ઓ.હા. સો., ફડકે ક્રોસ રોડ, ડોંબિવલી (ઇ.)
ગુંદાલાના માતુશ્રી ગુણવંતીબેન વસનજી (મગનભાઈ) રાંભીયા (ઉં.વ. ૮૨) તા. ૧૧-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. મમીબેન ભવાનજી નાંગશીના પુત્રવધૂ. વસનજી (મગનભાઈ)ના ધર્મપત્ની. વિપુલ, મનીષા, મીના, લીનાના માતુશ્રી. નાની તુંબડી કસ્તુરબેન વલ્લભજી નેણશી બૌઆના પુત્રી. પ્રાણજીવન, પ્રેમચંદ, ધીરજ, મુલચંદ, નરેન્દ્ર, મંજુલા, પ્રફુલ્લાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ગુણવંતીબેન રાંભીયા. ૬૦૧, માતૃ આશિષ બિલ્ડીંગ, યુ.યુ. ભટ્ટ રોડ, માટુંગા (સે.રે.), મું -૧૯.
ડેપાના ઉમરશી દેવજી સાવલા (ઉં.વ. ૮૩) તા. ૧૦-૧-૨૩ના અવસાન પામ્યા છે. માતુશ્રી કેસરબેન દેવજી વીરજીના સુપુત્ર. ઉષાબેનના પતિ. નિતેશ, પરેશ, ભાવનાના પિતાશ્રી. પાનબાઈ લખમશી દેવજી, મોખાના હેમકુંવર હરીલાલ વીરજી, બેરાજાના કસ્તુર પ્રેમજી ઠાકરશીના ભાઈ. બિદડાના માતુશ્રી રતનબેન પાલણ માણેક મારૂના જમાઈ. પ્રા. માટુંગા ક.મૂ.શ્ર્વે. સંધની નારાણજી શામજી વાડી. ટા. ૪ થી ૫.૩૦. નિ. ઉમરશી દેવજી: ખીમીયા કુંજ, ૩જે માળે, પ્લોટ નં. ૪૨/એ, સાયન સર્કલ, મું-૨૨.
નવાવાસના શ્રી ઝવેરચંદ મેઘજી ગાલા (ઉં.વ. ૮૮), તા. ૧૧/૧/૨૩ના મુંબઇમાં અવસાન પામેલ છે. મેઘબાઇ મેઘજી રતનશીના પુત્ર. લક્ષ્મીબેનના પતિ. મહેશ, હિના, હસમુખના પિતાશ્રી. રવજી, દેવજી, ભવાનજી, નાંગલપુરના બાંયાબાઇ કુંવરજી, કોડાયના હીરબાઇ જેઠાલાલ, લાયજાના વેલબાઇ દેવજી અને મંજુ સીંગના ભાઇ. ડેપાના પાંચીબાઇ ખીમજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. લિ. મહેશ ઝવેરચંદ ગાલા, રશ્મિ નગર, વિરાર (વેસ્ટ).
દશાશ્રીમાળી સ્થા. જૈન
મરમઠ (વેકરી) નિવાસી હાલ ઘાટકોપર સ્વ. હીરાબેન પ્રભુદાસભાઈ શેઠના દીકરા દિલીપભાઈ શેઠ (ઉં.વ. ૭૧) તે સ્વ. શોભનાબેનના પતિ. સિદ્ધિ હાર્દિક કારિયાના પિતાશ્રી. તે હરિતભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, દિવ્યાંશુભાઈ, જયેશભાઈ, નીરૂબેન કિરીટભાઈ દોશી, આરાધનાબેન અશ્ર્વિનભાઈ દેસાઈના ભાઈ. સરલાબેનના દિયર. જેતપુર નિવાસી લીલાવંતીબેન રમણીકલાલ દોશીના જમાઈ. પારસ, રોહન, પિનલના મામા તા. ૧૦/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા રાખેલ નથી.
મુંબઇ બત્રીસી સમાજ જૈન
વહેલાલ નિવાસી હાલ મુંબઇ સુરેશભાઇ કાંતિલાલ તારાચંદ શાહ (ઉં.વ. ૭૯) તે ઇન્દુબેનના પતિ. પરાગ, સેજલ, બિજલના પિતા. જયંત કાંતિલાલ શાહ, મીનાબેન, દેવિકાબેન, પીનાબેનના ભાઇ. ગાંડાભાઇ મલીનચંદના જમાઇ. તે બિપીન વસંતલાલ મહેતાના વેવાઇ. તા. ૧૧-૧-૨૩ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૨૩ના શુક્રવારના સવારે ૧૦થી ૧૨. ઠે. સ્વામીનારાયણ મંદિર, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, યોગી નગર, બોરીવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
નૈપ: મહુવા હાલ સુરત શેઠ મંગળદાસ ઠાકરસીના સુપુત્ર સંજયકુમાર શાહ (ઉં. વ. ૫૭) સુરત મુકામે તા. ૧૧-૧-૨૩ બુધવારના અવસાન પામ્યા છે. તૈ વૈશાલીબેનના પતિ. તે શ્ર્વસુર પક્ષે સ્વ. હસુમતિબેન મનસુખલાલ ફતેચંદ દોશી (મોટા ખુંટવાડાવાળા)ના જમાઇ. તે યોગેશ, અક્ષય, સેજલ, અમિતા. તેમ જ કાજલ સમીરકુમાર જેસરવાળાના બનેવી. સાદડી તા. ૧૪-૧-૨૩ના શનિવારના ૩થી ૫. ઠે. બી-૫૦૨, હર્ષાલી એપાર્ટમેન્ટ, એમ.જી. રોડ, સ્વામિનારાયણ મંદિરની પાછળ, કાંદિવલી (વેસ્ટ).