જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

વિરનગર હાલ મુંબઈ રોહીતભાઈ તે પ્રમોદભાઈ વીરચંદ પાનાચંદના પુત્ર (ઉં. વ. ૭૫) તે ભારતીબેનના પતિ. વીરાગ, પ્રિયાના પિતાશ્રી. નીતા- સૌમીલના સસરા. તારાચંદ ધનજી મહેતાના જમાઈ ૧૩-૯-૨૨ના અવસાન પામેલ છે. પ્રાર્થના તથા લૌ. વે.
બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ગાધકડા (મહુવા) હાલ બોરીવલી લીલાવંતીબેન શાંતિલાલ મહેતાના સુપુત્ર ચિ. પ્રદીપભાઈ, (ઉં.વ. ૬૯), તા. ૧૩-૯-૨૨ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે, તે સરોજબેનના પતિ, ચિ. વિક્રાંત તથા ચિ. શ્રદ્ધાના પિતાશ્રી, રોહિતભાઈ (ડીસા), પરેશભાઈ, નિતીનભાઈ તથા કવિતા રાજુભાઈના ભાઈ. શેઠશ્રી શાંતિલાલ જગજીવનદાસ શાહ (પાલીતાણા)ના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૬-૯-૨૦૨૨, શુક્રવારના રોજ, સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. સ્થળ- શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી.રોડ, ડાયમંડ ટોકીઝ સામે, બોરીવલી વેસ્ટ.
વિશા નીમા દેરાવાસી જૈન
કપડવંજ હાલ મરીન ડ્રાઈવ મુંબઈ, અ. સૌ. જ્યોતિ બેન (ઉં. વ. ૭૦), સ્વ. મહેન્દ્રભાઇ અને સ્વ. કલાવતબેનની સુપુત્રી, તે શ્રી સચ્ચિદાનંદભાઈના ધર્મપત્ની, ચિ. અનુશ્રીનાં મમ્મી, મીરાબેન, નયનાબેન, જયપાલભાઈ અને શેફાલીબેન, કવિતાબેન, મમતાબેનના ભાભી તથા શ્રી હેમંતભાઇ, શરદભાઇ, ઇલાબેન અને અર્ચનાબેનનાં મોટાં બહેન તા. ૧૨-૯-૨૨ સોમવાર નાં અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સભા – ૧૫-૯-૨૨, ગુરુવાર, સાંજે ૪.૩૦ થી ૬.૩૦, તારાબાઇ હોલ, ૯૭, મરીન ડ્રાઈવ, મુંબઈ.
શ્રી જામનગર અને હાલારી વિશા શ્રીમાળી જૈન
સ્વ. શ્રી છબીલદાસ જેસંગલાલ શેઠના પુત્રવધૂ અ.સૌ. ભારતીબેન હર્ષદરાય શેઠ (ઉં.વ. ૮૨), તે અમી શીતલકુમાર શાહના માતુશ્રી, ચૈત્ય અને નિયતિના નાની, અમરેલી નિવાસી સ્વ. શ્રી ભાઈચંદ મૂળચંદ મહેતાના સુપુત્રી, સ્વ. હરસુખભાઈ, સ્વ. જ્યોતીન્દ્રભાઈ, સ્વ. વિનોદભાઈ, શ્રી જશવંતભાઈ, સ્વ. હરીષભાઈ, સ્વ. મુક્તાબેનના બેન, મંગળવાર તા. ૧૩-૯-૨૨ના રોજ અરિહંતશરણ પાએલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણીના મણીલાલ ઉમરશી દેઢીયા (ઉં.વ. ૬૩), તા. ૧૨-૯-૨૨ના અવસાન પામેલ છે. રતનબેન ઉમરશી મોનાના પુત્ર. પુષ્પાના પતિ. ભાવિન, ધવલના પિતા. દામજી, મનસુખ, કસ્તુર, સાકર, કેસર, વનિતા, શાંતા, હેમલતા, વડાલા કેસરના ભાઇ. ઝવેરબેન માવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મણીલાલ દેઢીયા, ૩/૬, ઉપાધ્યાય ચાલ, કાજુપાડા, બોરીવલી (ઇ.).
ભીંસરાના સુંદરજી ભારમલ સાવલા (ઉં.વ. ૬૬) તા. ૧૨-૯-૨૨ના દેહપરિવર્તન કરેલ છે. ભાણબાઇ લધાના પૌત્ર. નેણબાઇ ભારમલના સુપુત્ર. દેવચંદ, લક્ષ્મીચંદ, પાનાચંદ, કાંતીલાલ, કેસરબેન, નિર્મળાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. લક્ષ્મીચંદ ભારમલ સાવલા, ૧૨૦૫/૨૮૩, શ્રી સાંઇ ગણેશ સોસાયટી, જવાહર નગર રોડ નં. ૩, સુવિધા હૉસ્પિટલ લેન, ગોરગામ (વેસ્ટ).
બેરાજાના વ્રજલાલ મોણશી ભેદા (ઉં.વ. ૮૦) તા. ૧૩-૯-૨૨ના અવસાન પામેલ છે. સાકરબેન મોણશી લાધાના પુત્ર. ચંદ્રાવતીના પતિ. કાશ્મીરાના પિતા. દેશલપુરના હેમલતા શામજી, સ્વ. શાંતાબેન મોણશી, નાના આસંબિયાના મંજુ રવિલાલ, દેશલપુરના ઉષા નરેશના ભાઇ. કોડાયના સાકરબેન રવજી લાલનના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વ્રજલાલ ભેદા, ૩, મધુકુંજ, નૂતન લક્ષ્મી સોસાયટી, રોડ નં. ૧૦, જુહુ સ્કીમ, વિલેપાર્લા (ઇ).
ઝાલાવાડી વિશા શ્ર્વે. મૂ.પૂ. જૈન
ભાડલા હાલ કલ્યાણ સ્વ. કાંતાબેન હરગોવિંદદાસ ઉજમશી શાહના સુપુત્ર જયસુખ ભાઈ (ઉં.વ. ૮૩) તે બુધવારે તા. ૭-૯-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. સરોજબેનના પતિ. તે અમિત-કલ્યાણી, પારસ-નેહલ, મીના જયેશકુમાર વોરા, મીતાબેન દિલીપકુમાર શાહ, જાગૃતિબેન પરેશકુમાર શાહ, બકુલાબેન નિલેશકુમાર શાહના પિતાશ્રી. તે સ્વ. રસિકભાઈ, સ્વ. અરવિંદભાઈ, કિશોરભાઈ, દિનેશભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ, સ્વ. નિર્મલાબેન ચંદુલાલ બગડીયા, સ્વ. ઈન્દુબેન ભોગીલાલ દેસાઈ, રંજનબેન દિનેશકુમાર કોઠારીના ભાઈ. તે ગઢડા નિવાસી સ્વ. પ્રવિણચંદ્ર વાડીલાલ કાંઠા વાળાના બનેવી. ભાવયાત્રા શનિવાર, તા. ૧૭-૯-૨૨ના સવારે ૧૦થી ૧૨, મહાવીર હોલ, આગ્રા રોડ, કલ્યાણ (પ.).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા (હાલ ડોંબીવલી) સ્વ. દેવકુંવરબેન ડાહ્યાલાલ દોશીના પુત્ર બિપીનભાઈ (ઉં. વ. ૫૭) તે નીતાબેનના પતિ. રુચિના પિતા. અતુલ, શૈલેષ તથા ભાવનાબેન હરેશકુમાર સંઘવી (પાલીતાણાવાળા)ના ભાઈ. સ્વ. ભોગીલાલ બાવચંદ ગાંધી ઠવી વીરડીવાળાના જમાઈ હાલ સુરત ૧૨-૯-૨૨ને સોમવારના સ્વર્ગસ્થ થયેલ છે. બહેનોની પૂજા ૧૬-૯-૨૨ને શુક્રવારના સવારે ૧૦ કલાકે શ્રી સુવિધીનાથ ગૃહ જિનાલય, રાજાજી ક્રોસ રોડ નં. ૪, ડોંબીવલી (ઈ).
મોણપર (મહુવા) હાલ મુલુંડ મોહનલાલ આણંદજી ગાંધીના પુત્ર શાંતિભાઈ (ઉં. વ. ૮૭) તે ખાન્તિભાઈ, પ્રતાપભાઈ, શશીભાઈ, સ્વ. રંભાબેન મનસુખલાલ, સ્વ. હીરાબેન લહેરચંદ, સ્વ. ગજરાબેન લહેરચંદના ભાઈ. તે ધીરેન્દ્રભાઈ, હિતેન્દ્રભાઈ તથા રાજેન્દ્રભાઈના પિતાશ્રી. વર્ષાબેન, ઈલાબેન, નિમિષાબેનના સસરા. હાલ ભાવનગર નરોત્તમદાસ છગનલાલ દોશીના જમાઈ ૧૩-૯-૨૨ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી ૧૫-૯-૨૨ને ગુરુવારના ૪ થી ૭. એડ્રેસ: ૧૦૩, નીલકંઠ તીર્થ બિલ્ડીંગ, ઝવેર રોડ, પીએનબી બેન્કની સામે, મુલુંડ (વે.).
વાગડ વિ. ઓ. જૈન
મનફરાના સ્વ. રામુબેન પુંજા છેડા (ઉં. વ. ૯૦) દેશમાં શુક્રવારે ૯-૯-૨૨ના અવસાન પામેલ છે. તે લાખઈબેન નરપાર છેડાના પુત્રવધૂ. પુજાભાઈના ધર્મપત્ની. તે લીલા, રાયચંદ, જયંતીલાલ, મનસુખ, રાજીના માતુશ્રી. ચાંપશી, મગન, ચંપા, નાનુ, રમીલાના સાસુ. ગામ કકરવાના ભચીબેન ભચુ નંદુના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. એ-૧૦૧, ન્યુ તાસ્કંદ ટેરેસ, ચંદાવરકર રોડ, બોરીવલી (વેસ્ટ).
સામખીયારીના હાલે પનવેલના સ્વ. નામાબેન ખીમજી ગડા (ઉં. વ. ૮૧) ૧૧.૯.૨૨ના અવસાન પામેલ છે. સ્વ. પદમાબેન હિરજી ગડાના પુત્રવધૂ. સ્વ. ખીમજી હિરજી ગડાના ધર્મપત્ની. સ્વ. અરવિંદ, રમેશ, વિજય, જશુ, ચંચળના માતુશ્રી. મમતા, વીણા, શામજી, જયંતીના સાસુ. આધોઈના સ્વ. પાલઈબેન રાયશી ગીંદરાની દીકરી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસસ્થાન: ૧૦૨, ગોવિંદ એલાઈટ, એચ.ઓ.સી. કોલોની, જૂના થાણા નાકા રોડ, તહેસીલદાર ઓફિસની પાસે, પનવેલ-૪૧૦ ૨૦૬.
ધાણદાર સમાજ (પાલનપુર) જૈન
ટિંબાચૂડી (પાલનપુર) નિવાસી, હાલ ગોરેગાંવ છનાલાલ કચરાલાલ પટવા (ઉંમર ૭૭) તે ગં. પુષ્પાબેન છનાલાલ પટવા ના પતિ તા. ૧૩.૦૯.૨૦૨૨ મંગળવારના અરિહંત શરણ પામેલ છે. તે ગં. હીરાબેન ચંપકલાલ શાહના ભાઈ. તે નીનાબેન પ્રદીપભાઈ શાહ, જીજ્ઞાબેન લલિતભાઈ શાહ, કુંજનબેન બિજલભાઈ શાહ, જલ્પાબેન મનીષભાઈ શાહ, વૈશાલીબેન હિરેનભાઈ શાહ, ઋષભ છનાલાલ પટવાના પિતા. તે સ્વ. અભિષેક, ક્રીના, નિંજલ, નીલ, મોક્ષા, જીનય, રિયાનના નાના. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઠે. ૩૦૩/૩૦૪, શશીકલા સોસાયટી, પ્લોટ નં. ૯૦, રોડ ન. ૧, જવાહર નગર, ગોરેગાંવ (પશ્ર્ચિમ), મુંબઈ-૪૦૦૧૦૪.
ડીસા પોરવાળ દેરાવાસી જૈન
જૂના ડીસા હાલ ચેંબુર સ્વ. જીવરાજ પિતાંબર શાહના સુપુત્ર સેવંતીલાલ (ઉં.વ. ૯૧) તે બુધવાર, તા. ૧૪-૯-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પદમાબેનના પતિ. ભરતભાઈ, ચંદ્રેશભાઈ અને સંધ્યાબેનના પિતા. સોનલબેન, લીનાબેન અને હિતેનકુમારના સસરા. નિધી, વિધીના દાદા. સ્વ. ભોગીલાલ, સ્વ. રસિકલાલ અને રતિલાલ, શારદાબેન, વિદ્યાબેન અને સ્વ. નિરૂબેનના ભાઈ. સાદડી અને લૌકિક વ્યવહાર બંધ છે. રહે. ૭૦૧/૭૦૨, શત્રુંજ્ય એપાર્ટમેન્ટ, રોડ નં. ૧૦, ચેંબુર જૈન દેરાસરની બાજુમાં, ચેંબુર, મુંબઈ-૭૧.
મારવાડના વીશા પોરવાલ જૈન
ગામ બાંકલી (રાજ.) નિવાસી શા. સ્વ. કેવલચંદ ભુતાજીના સુપુત્ર વસ્તીમલ ભેરૂલાલ પોપટલાલ મહેન્દ્રના ભાઈ. સ્મિતાબેનના પતિ. જીગરના પિતાશ્રી. શા. કિશોરકુમાર કેવલચંદ (ઉં.વ. ૬૩)નું અવસાન બુધવાર, તા. ૧૪-૯-૨૨ના મુંબઈમાં થયું છે. ઉઠમણું ગુરુવાર, તા. ૧૫-૯-૨૨ બપોરે ૧૧ થી ૧ સુધી. ઠે. શા. ક્ષેત્રપાલ અતિથિ ભવન, નવી વાડી. સાસરા પક્ષ શીવગંજ (રાજ.) નિવાસી શા. મનોજકુમાર ગણેશમલજી અચલદાસજી પરિવાર. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.