જૈન મરણ
ઘોઘારી દશાશ્રીમાળી મુંબઈગરા જ્ઞાતિ જૈન
કુક્કડ (બુધેલ) નિવાસી હાલ ઘાટકોપર ગં. સ્વ. વિમળાબેન ચીમનલાલ ત્રિકમલાલ શાહ (બદડુક)ના સુપુત્ર ચિ. ચેતન (ઉં. વ. ૫૨) શનિવાર, તા. ૭.૧.૨૦૨૩ના રોજ અરિહંતશરણ પામ્યા છે. અલકાબેનના પતિ. મીત અને બંસરીબેનના પિતા. ભાવેશભાઈ અને ભાવનાબેન યોગેશકુમાર ફાફડીયા (મહેતા), શોભનાબેન શૈલેષકુમાર શાહના ભાઈ, અ.સૌ. પારુલબેનના દિયર. શ્ર્વસુર પક્ષે મહુવા નિવાસી ગં. સ્વ. મંદાકિનીબેન હિંમતલાલ મોહનલાલ પારેખના જમાઈ. તેમની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૯.૧.૨૦૨૩ના સાંજે ૪થી ૬ કલાક. સ્થળ : પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વે).
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોટી કુકાવાવ નિવાસી હાલ મલાડ સ્વ. બાપાલાલ પરમાણંદદાસ કામદારના સુપુત્ર જયંતિભાઈ (ઉં. વ. ૮૯) તે શોભાબેનના પતિ. વિશાલ, મેહુલ તથા નયનાના પિતાશ્રી. શીતલ, હેમા તથા રાજનભાઈ શાહના સસરા. તે સ્વ. મનસુખભાઈ, સ્વ. છોટુભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. મંજુલાબેન તથા સ્વ. વિલાસબેનના ભાઈ. તે સ્વ. માધવજી જનાર્દન શાહ (ઈન્દોર)ના જમાઈ. તા. ૫.૧.૨૩ના ગુરુવારના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ક્ચ્છી વિશા ઓશવાળ જૈન
કચ્છ માંડવી હાલે વાપીના રાજેન્દ્ર ભગવાનજી લાલન (ઉ.વ. ૭૩) તા. ૫/૧/૨૦૨૩ના ટુંકી માંદગીથી અવસાન પામેલ છે. સુરજબેન ભગવાનજીના સુપુત્ર. નયના બેનના પતિ. કેતન, ગૌરવના પિતાજી. તલવાણાના દેવકાંબેન ખીમજી લાલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રાજેન્દ્ર લાલન, ૩૦૨, તપોવન ૧, પોસ્ટ ઓફિસની બાજુમાં, કચીગામ રોડ, વાપી.
ગઢસીસાના માતુશ્રી લક્ષ્મીબેન મોરારજી દેઢિયા (ઉં.વ. ૯૨) તા. ૬.૧.૨૦૨૩ના અવસાન પામ્યા છે. મોરારજી હીરજીના ધર્મપત્ની. દેવકાબેન હીરજી લાલજીના પુત્રવધુ. પ્રફુલ્લ, જીતેન્દ્ર, ઇંદિરા, ચંદ્રીકા, દક્ષાના માતુશ્રી. કોટડા – રોહા હીરબાઇ વેલજી પુંજાના સુપુત્રી. શામજી, નવિન, ધનજી, વસંત, મુલચંદ, દેવપુર ખેતબાઇ ખેરાજ, પાનબાઇ ઠાકરશી, સં.પ. જયધર્માશ્રીજી મ.ના. બેન. પ્રા. લાયન્સ કમ્યુનીટી હોલ, ગરોડીયા નગર, ઘાટકોપર-ઇ. ટા. ૩ થી ૪.૩૦ (પ્રાર્થના બાદ શ્રધ્ધાંજલી સભા)
મોટી ખાખરના માતુશ્રી દિવાળીબેન ગંગર ઉં.વ. ૭૦નો સંથારો તા. ૬/૧/૨૦૨૩ શુક્રવારે ૩૫માં ઉપવાસે સીજી ગયેલ છે. હીરબાઇ લાલજી ભીમશી ગંગરના પુત્રવધુ. સ્વ. પ્રેમજીના પત્ની. ભાવના (સીમા), વર્ષા, ચેતનાના માતુશ્રી. મુન્દ્રાના લક્ષ્મીબેન વસનજી હીરજી વોરાની સુપુત્રી. બેરાજાના સ્વ. ઝવેર વસનજી, રાયણના સ્વ. ઇંદિરા નેમચંદ, ભુજપુરના ભાવના વિનોદના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. એડ્રેસ : વર્ષા નીતિન લક્ષ્મીચંદ સંગોઇ, એ/૬૦૧, આદિત્ય હાઇટ્સ, શાંતી નગર, પાંડુરંગ વાડી, જૈન દેરાસરની પાછળ, ડોમ્બિવલી (ઇસ્ટ).
તલવાણાના અ.સૌ. લક્ષ્મીબેન મનસુખલાલ દેઢીયા (ઉં.વ. ૮૨) ૭-૧ના દેવલોક થયા છે. પાનબાઇ ઉમરશી ચાંપશીના પુત્રવધુ. મનસુખલાલના ધર્મપત્ની. પ્રેમીલા, નુતન, દિનેશ, સંગીતા, હિતેન્દ્રના માતુશ્રી. લાયજાના ખેતબાઇ જખુભાઇ હંસરાજ વીરાના દિકરી. નેમચંદ, શાંતા, મનોરમા, લક્ષ્મીચંદ, કાંતા, આશાના મોટાબેન. પ્રાર્થના : સંવેદના : નિરવ શાહ (બોરીવલી) પંચસૂત્રની ભાવયાત્રા તા. ૯-૧ સોમવાર બપોરે ૩ થી ૪.૩૦ સ્થળ : શ્રી સુવિધિનાથ જૈન દેરાસર, માનપાડા રોડ, ડોંબીવલી (ઇ.) ઠે. નિર્મળા નિવાસ, રૂમ – ૧૬, બીજે માળે, ઉગઈ સ્કુલની પાછળ, ડોંબીવલી (ઇ.)
રતાડીયા (ગણેશ) ના ધનગૌરીબેન મોરારજી રામજી વિસરીઆ ઉ. ૮૩ (કચ્છમાં) તા. ૬/૧ના અવસાન પામેલ છે. માતુશ્રી લધીબાઇ રામજી અને મઠાબેન મેઘજીના પુત્રવધુ. મોરારજીભાઇના ધર્મપત્ની. જયશ્રી, ગીતા, સંધ્યા, ગીરીશ, છાયાના માતુશ્રી. વડાલા લક્ષ્મીબેન રવજી શામજીના પુત્રી. રૂક્ષ્મણી, મણીલાલ, નરેન્દ્ર, ચંદનના બેન. પ્રા. વર્ધમાન સ્થા. જૈન સંઘ સંચાલિત સર્વોદય હોલ, એલ.ટી. રોડ, બોરીવલી (વે.) ટા.૩ થી ૪.૩૦ નિ. ગિરીશ વિસરીઆ : ૬૦૧, ઋષભ હાઇટ્સ, એક્સર રોડ, બોરીવલી (વે.)
દશા શ્રીમાળી સ્થા જૈન
જેતપુર નિવાસી હાલ ભાયંદર સ્વ. હરિલાલ ગોકળદાસ દલાલ ના પુત્ર સુરેશ (ઉમર:૬૭) તે ૭/૧/૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સરોજબેન ના પતિ, દિવ્યેશ, ચિરાગ ભાવિનના પિતા, લાઠી નિવાસી સ્વ. છોટાલાલ કમળશી ભાયાણીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૯/૧/૨૩ ના રોજ ૪ થી ૬ મેક્સેસ બેન્કવેટ હોલ મેક્સેસ મોલ પાસે ૧૫૦ ફિટ રોડ ભાયંદર વેસ્ટ.
વિશા શ્રીમાળી પાટણ જૈન
પાટણ ઢંઢેરવાડો હાલ મુંબઇ સ્વ. ભીખીબેન ડાહ્યાભાઇ શાહના પુત્ર અશોકભાઇ (ઉં. વ. ૬૮) તા. ૭-૧-૨૩ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે નયનાબેનના પતિ. જયંતિલાલ લહેરચંદ શાહ વખતજીની શેરીના જમાઇ. ચાર્મી, કિંજલ, નિરવીના પિતા. જયેશભાઇ, જયનેશભાઇ, હર્ષીશભાઇના સસરા. કાવ્યા, નિવ, ધૈર્યના નાના. તે દીપકભાઇના ભાઇ. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૦-૧-૨૩ના સવારે ૧૦થી ૧૨. ઠે. સૂરજવાડી, સૂર્યનારાયણ મંદિર, ૧૫૨, પાંજરાપોળ રોડ, ગુલાલવાડી સર્કલ પાસે, મુંબઇ-૪૦૦૦૦૪.