જૈન મરણ

સાણંદ-ગોધાવી-વિરમગામ વિશાશ્રીમાળી દેરાવાસી જૈન
માંડલ હાલ મલાડ રતિલાલ વાડીલાલ વોરા તે સ્વ. મધુબેનના પતિ (ઉં. વ. ૯૫) તા. ૧૦-૯-૨૨ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. દલસુખભાઈ, સ્વ. રમીલાબેન, સ્વ. મનુભાઈ, સરોજબેનના ભાઈ. આશા રમેશકુમાર વોરા, વર્ષા ચેતનકુમાર ગોસલીયા, મીના અલ્પેશકુમાર શેઠ, જીજ્ઞા પ્રિયેશકુમાર પટેલના પિતા. જીમીત, પ્રિન્સી, પાર્શ્ર્વ અને પાર્થના નાનાજી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૧૩૦૧, ધ ગ્રેટ ઈસ્ટર્ન કાઈટ્સ, માર્વે રોડ, મલાડ (વે.).
દશાશ્રીમાળી દેરાવાસી જૈન
વવાણિયા હાલ ઘાટકોપર, મુંબઈ મીનાબેન ઝવેરી (ઉં.વ. ૭૯) તા. ૧૧-૯-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. દિલિપભાઈ શાંતિલાલ ઝવેરીના ધર્મપત્ની. રાજીવ અને મેઘના (મોના)ના માતુશ્રી. પારીલ તથા જયકુમારના સાસુ. આશ્મી, શૈલી, શોર્યના દાદી. તે સ્વ. સુશીલાબેન હિરાલાલ દેસાઈના દિકરી. જ્યોતિ કિર્તીભાઈ ઝવેરી, ઈલાબેન સુધીરભાઈ શાહ, ઉર્વશી નરેશભાઈ વોરાના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
શેરડીના નીલમબેન ભવાનજી દેઢીયા (ઉં.વ. ૭૬), તા. ૬-૯-૨૨ના અવસાન પામેલ છે. મણીબેન લખમશી ભાણજી હાલે સુજાલપુરના પુત્રવધૂ. ધીરેન, સુરેનના માતુશ્રી. રામાણીયા લક્ષ્મીબેન રતનશી ઉમરશીના દીકરી. સુરેશ, નરેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. ઠે. નીલમ ભવાનજી, બી- ૨૦૨, અલય એપાર્ટમેન્ટ, ગોગટે વાડી, ગોરેગાવ (ઇ.).
વડાલા હાલે લાખાપરના મોહનલાલ વેલજી ગાલા (ઉં.વ. ૭૯) તા. ૧૧-૯-૨૨ના મુંબઇમાં અવસાન પામેલ છે. કુંવરબાઇ વેલજીના સુપુત્ર. પ્રભાવંતીના પતિ. ડો. દિલીપ, સંજય, દીના, ધનલક્ષ્મીના પિતા. વાંકીના સુંદરબેન ગોસર દેવશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સંજય ગાલા: ૨૭/૫૯, દિવ્ય દર્શન, જગડુશા નગર, ઘાટકોપર (વે.).
બિદડા (ઓતરો ફરિયો)ના માતુશ્રી મણીબેન જેઠાલાલ દેવશી ફુરિયા (ઉં.વ. ૮૩) તા. ૧૦/૯/૨૨ના અવસાન પામ્યા છે. મકાબાઇ દેવશી પાસુના પુત્રવધૂ. નાંગલપુર સુંદરબાઇ હંસરાજ માંડણ રાંભિયાના સુપુત્રી. જેઠાલાલ દેવશીના ધર્મપત્ની. સ્વ. કિરણ, મનોજ, નયના, મીના, જ્યોતિના માતુશ્રી. નાંગલપુર લક્ષ્મીચંદ, મોતીલાલ, નાનાલાલ, વિજયાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મનોજ જેઠાલાલ ફુરીયા, ૨/૬, શૈફાલી સોસાયટી, ફિરોઝશાહ રોડ, સાંતાક્રુઝ (વે.).
કાળધર્મ પામ્યા
શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તિની મ.સ. શ્રી શીલપ્રભાજી આર્યાજીના સંઘાડાના મ.સ. શ્રી વિદ્યુત્પ્રભાજી આર્યાજીના સુશિષ્યા મ.સ. શ્રી મલયકુમારી આર્યાજી (ઉં.વ. ૬૨, દિક્ષા પર્યાય ૩૪ વર્ષ) તા. ૧૧/૯/૨૨ રવિવારના શ્રી અજરામર સ્થા. જૈન સંઘ, કુર્લા-ઇ (મુંબઇ) મધ્યે કાળધર્મ પામ્યા છે. સંસાર પક્ષે ગુંદાલાના સ્વ. જેઠીબેન મુરજીના પૌત્રી. સ્વ. મંજુલાબેન પોપટલાલ મુરજી વિજપાર સંગોઇના પુત્રી. ભોરારાના સ્વ. જેઠીબેન લાલજી (ઝંડુભાઇ) પાસુ દેઢિયાના દોહિત્રી તથા સંસારપક્ષે શ્રી હંસાબાઇ મ.સ.ના ભાણેજી. સંસારપક્ષે શ્રી અર્પિતાજી મ.સ., રામાણીયાના દર્શના પ્રવીણ રાંભિયા, મુંદ્રાના છાયા મનોજ ગાલાના બહેન. શ્રી આશાકુમારી મ.સ.ના મામાઇબેન, કૃતિ, મિહિર, રાજવી, કેવલ, દર્શિલના માસી મહારાજ.

Google search engine