જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
હળવદ હાલ મલાડ ભરતભાઇ દીપચંદભાઇ મહેતા (ઉં. વ. ૫૮) તા. ૧૦-૯-૨૨ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મુક્તાબેન દીપચંદભાઇ મુળજીભાઇ મહેતાના સુપુત્ર. તે પ્રિતીબેનના પતિ. તે ફોરમ મીતભાઇ શાહ તથા કીજલ ગોગરીના પિતા. તે સ્વ. રજનીભાઇ, ગિરીશભાઇ, પ્રશાંતભાઇ, સ્વ.જયાબેન રમણીકલાલ બાવીશી, સ્વ.ભાનુબેન કિર્તીભાઇ લાઠીયા, સ્વ. પૂનમબેન ચંદ્રકાન્તભાઇ શાહ, રક્ષાબેન યતિનભાઇ શાહના ભાઇ. તે સ્વ. ચંદ્રીકાબેન સૂર્યકાંત પાનાચંદ વોરાના જમાઇ. પ્રાર્થનાસભા બન્ને પક્ષની તા. ૧૨-૯-૨૨ સોમવારે સવારે ૧૦થી ૧૨. ઠે. સર્વોદય હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
પાટણ લીમડીનો પાડો હાલ ગોરેગાંવ ગં. સ્વ ભદ્રિકાબેન જશવંતલાલ શાહ (ઉમર:૮૩) તે ૬/૯/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જશવંતલાલ મોહનલાલ શાહના પત્ની, દીક્ષિત-પ્રીતિ, સોનલ પંકજકુમાર તથા જયશ્રી અમિતકુમાર ના માતુશ્રી, સ્વ. ભગવતીબેન ચીમનલાલ શાહના પુત્રી, ફાગુન, સલોની, ચાર્મી, મેન્સી, આશ્વીના બા, સ્વ.કલાબેન,સ્વ.ઉર્મિલાબેન, પ્રવીણભાઈ, નરેન્દ્રભાઈ, દેવિન્દ્રાબેન, સ્વ.હરનિશ અંજલીબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના વિછી ફરીયાના કિશોર રામજી વોરા (ઉ.વ. ૫૮) તા. ૮-૯-૨૨ના અવસાન પામ્યા છે. સ્વ. પાનબાઇ રામજીના પુત્ર. પુષ્પાના પતિ. સુનંદા દત્તારામ ગુરવના જમાઇ. જીતેન્દ્ર, હેમલતા, સરલા, સ્વ. કલ્પનાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જીતેન્દ્ર વોરા, ૭-૭૦૧, ઇ વીંગ, રોયલ પાર્ક, નવરે નગર, અંબરનાથ (ઇ.).

Google search engine