જૈન મરણ
કચ્છી દશા શ્રીમાળી વણીક જૈન
તે માંડવી (કચ્છ) હાલે વિક્રોલી ગં.સ્વ. મંજુલાબેન (ઉં.વ. ૭૨) તે સ્વ. વિપીનભાઈ નાનાલાલ શાહના ધર્મપત્ની. તે દિપાલીબેન જીગરભાઈ વૈશાલીબેન શીતલભાઈ તથા વિશાલભાઈના માતૃશ્રી. વર્ષાબેનના સાસુ. સાચી તથા સાક્ષીના દાદી. જીનલ, સ્તુતિ તથા દિશાના નાની. તે સ્વ. કંચનબેન વેલજીભાઈ મહેતાના પુત્રી, તા. ૩૧/૧૦/૨૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારી હાલ મીરા રોડ સ્વ. ચંદુલાલ કપૂરચંદ ઝાટકીયાના ધર્મપત્ની લાભકુંવરબેન (ઉં.વ. ૯૮) તે સ્વ. મંજુબેન, વિલાસબેન હરેશકુમાર, પ્રવીણભાઈ, મનોરમાબેન દેવેન્દ્રભાઈ, ચારુલતાબેન અશોકભાઈ, દિપકભાઈ, ભાવનાબેન કિરણકુમારના માતૃશ્રી. તે રૂપાબેન તેમ જ જાગૃતિબેનના સાસુ. સ્વ. ઊજમબેન નરભેરામભાઈ દેસાઈના દીકરી. મિતેશ – જ્યોતિ, પાર્થિક, સૃષ્ટિના દાદી. મંગળવાર, તા. ૧-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સભા તેમ જ લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઠે.:- ડી ૩૭, ૧૦૩ સેક્ટર નંબર ૯, મીરા રોડ ઇસ્ટ.
શ્રી ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
મલાડ (મુંબઈ) નિવાસી, ચંદ્રપ્રભાબેન તેમજ ચંદ્રકાંતભાઇ સંઘવીના સુપુત્ર ગૌતમભાઈ (ઉં.વ. ૬૪), તે શીલાબેનના પતિ. મયુર, સિદ્ધાર્થના પિતા. દિશા, જીજ્ઞાના સસરા. વંશિકા, આદિત્ય, યુવાંશ, દિયાના દાદા. સસરા પક્ષે, ધનકુંવરબેન નટવરલાલ મહેતાના જમાઈ. ૩૧-૧૦-૨૨, સોમવારે અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા, ૩-૧૧-૨૨, ગુરુવારે, સવારના ૧૦ થી ૧૨, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, ૪થે માળે, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, કાંદિવલી વે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
જૂનાગઢ નિવાસી હાલ મુંબઈ મંજુલાબેન સંઘવી (ઉં.વ. ૭૧) તે સ્વ. હીરાબેન અમૃતલાલ તારાચંદ સંઘવીના દીકરી. સ્વ. રમેશભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, મધુબેન, સ્વ. હંસાબેન, ભારતીબેન, મીનાબેનના બહેન. જીજ્ઞાબેન તથા સ્વ. હંસાબેનના નણંદ. મોસાળપક્ષે સ્વ. વાલજી લક્ષ્મીચંદ વોરાના દોહિત્રી. ૨૯/૧૦/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પાલનપુરી જૈન
શ્રીમતી વીણાબેન જગદીશભાઈ મોદી (ઉં.વ. ૮૫) ૩૧-૧૦-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. તે અવનીશ, નિકિતાના માતુશ્રી. સંગીતા, સતીશના સાસુ. રિષભ, તારિણી, આશય, અલીશાના દાદી. સમ્યક, સ્પૃહા, આર્યમનના નાની. કબીર અને શિવના પરદાદી તેમના નિવાસસ્થાન ૨૪૨, તાહીની હાઇટ્સ, નેપિયન્સી રોડ ખાતે મળવાનો સમય: બુધવારે ૨-૧૧-૨૨ અને ગુરુવારે ૩-૧૧-૨૨ નવેમ્બરે, સવારના ૧૦.૦૦ થી ૧.૦૦ તથા સાંજે ૪.૦૦ થી ૭.૦૦ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રામાણીયાના જયવંતી કુંવરજી ધરોડ (ઉં.વ. ૭૭) ૩૦/૧૦/૨૨ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન શામજી લાલજી ધરોડના પુત્રવધૂ. સ્વ. કુંવરજીના ધર્મપત્ની. હીરેન, જયેશના માતુશ્રી. સમાઘોઘાના લક્ષ્મીબેન ટોકરશી તેજશી વોરાની પુત્રી. મંજુલા, વસંત, ખુશાલ, ચેતનાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયેશ ધરોડ, એ૩૨, સુખીજીવન, ચીતરંજન દાસ રોડ, રામનગર, ડોંબીવલી (ઇ.).
લાયજાના ધનજી કુંવરજી છેડા (ઉં.વ. ૭૯) તા. ૩૧-૧૦-૨૨ના અવસાન પામેલ છે. લીલબાઇ કુંવરજી ડુંગરશીના સુપુત્ર. હંસાબેનના પતિ. કમલેશ, રોહિત, જ્યોતિના પિતાશ્રી. ખીંયશી, વશનજી, રામજી, ગોધરા ગાંગબાઇ દેવજી, મેરાઉના કેસરબેન નાનજી, કોડાય મંજુલાબેન રામજીના ભાઇ. ડુમરા લીલબાઇ રવજી દેવજી ગાલાના જમાઇ. પ્રા. હિરાવતી હોલ, પોદાર સ્કૂલની બાજુમાં, ટાગોર રોડ, સાંતાક્રુઝ-વેસ્ટ. ટા. ૩.૩૦ થી ૫.૦૦.
કોડાયના મધુરીબેન હેમચંદ ગાલા (ઉં.વ. ૮૩), તા. ૩૦-૧૦-૨૨ના અવસાન પામેલ છે. નેણબાઇ શીવજીના પુત્રવધૂ. હેમચંદના પત્ની. રેખા, નીલમ, છાયા, ભાવના, જાગૃતિ, દીપાના માતુશ્રી. લક્ષ્મીબેન લખમશી લાલનના સુપુત્રી. નેમચંદ, જયંતિલાલ, જયેશ, ધીરજ, મીઠાબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. નીલમ વીરા, એ-૧૦૧, ઇડનપાર્ક કો.ઓ.સો., સેક્ટર -૮, ઐરોલી, નવી મુંબઇ-૪૦૦૭૦૮.
છસરાના ભાણજી રવજી પાસુ (ઉં.વ. ૮૮) તા. ૩૦-૧૦-૨૨ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. મોંઘીબેન રવજીના પુત્ર. સ્વ. મણીબેનના પતિ. લતા, રમેશ, રીટા, કીરણના પિતાજી. ઝવેર, સ્વ. શાંતીલાલ, જયંતીલાલ, ભવાનજીના ભાઇ. બગડા સ્વ. ભાણબાઇ રતનશી ખેરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભાણજી રવજી ફુરીયા, ૧/૨૧, સુરજ બીલ્ડીંગ, એલ્ફીન્સ્ટન રોડ, મું. ૧૩.
રાયધણજરના હેમરાજ ભાણજી ગડા (ઉં.વ. ૮૮), તા. ૩૧-૧૦-૨૨ના દેહ પરિવર્તન કરેલ છે. રતનબાઇ ભાણજી સામતના સુપુત્ર. પુરબાઇના પતિ. રમણીક, અમરચંદ, સાકર, નવીન, મુલચંદના પિતાશ્રી. રાયશી, ગાંગજી, જગદીશ, દામજી, મુલચંદ, કોટડી મહા. હીરબાઇ મગનલાલ વેલજી, નરેડીના મણીબાઇ મોરારજી ધરમશી, ચીયાસરના વાલબાઇ ગાંગજી રવજીના ભાઇ. કોટડી મહા. ના કંકુબાઇ સોજપાર લાલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મુલચંદ ગડા, એ/૮-૧૦૨, શાંતિનગર સેક્ટર નં. ૨, મીરા રોડ (ઇ).
પત્રી હાલે મદુરાઇના માતુશ્રી ભાનુમતીબેન (લક્ષ્મીબેન) સુરજી ધરોડ (ઉં.વ. ૮૯), તા. ૨૯/૧૦/૨૨ના મદુરાઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. સુંદરબેન ડો. ખીમજી જેવત ધરોડના પુત્રવધૂ. સ્વ. સુરજીભાઇના ધર્મપત્ની. સમાઘોઘાના સ્વ. સુંદરબેન ઠાકરશી વોરાના સુપુત્રી. રસીલાબેન તથા નરેન્દ્રભાઇના માતુશ્રી. શાંતાબેન, વિશનજીભાઇ, કાંતિલાલ, વ્રજલાલ, અમૃતલાલના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રસિલા ધીરેન ગંગર, એ /૭૬, શાંતિ નીકેતન એપાર્ટમેન્ટ, અન્ના નગર, મદુરાઇ-૬૨૫૦૨૦.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
માણાવદર નિવાસી હાલ બોરીવલી સ્વ. ચંપાબેન વૃજલાલ મોદીના પુત્ર કિશોરભાઈ મોદી (ઉં. વ. ૮૧) તે વસંતબેનના પતિ. સ્વ. બટુકભાઈ, સ્વ. બિમલભાઈ, પ્રદિપભાઈ, સુરેશભાઈના મોટાભાઈ. તેમજ કુસુમબેન, સરલાબેન, ગુણવંતીબેનના ભાઈ. સ્વ. નાનાલાલ મણિલાલ સંઘવી (વિસાવદર)નાં જમાઈ. તે હસમુખભાઈ, સ્વ. જીતુભાઈ, કિશોરભાઈ, ડો. મહેન્દ્રભાઈ, કમલેશભાઈ, સંજયભાઈ, અમિતભાઈ તથા જયોત્યનાબેનના બનેવી ૩૦-૧૦-૨૨, રવિવારનાં અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૩-૧૧-૨૨ ને ગુરુવારના સવારે ૧૦.૦૦ કલાકે વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, સર્વોદય હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
કાંઠા સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન
આગલોડ નિવાસી હાલ મુલુંડ ચંદ્રકાંત અમૃતલાલ શાહના ધર્મપત્ની અશ્ર્વિનાબેન ચંદ્રકાંત શાહ (ઉં. વ. ૭૨) ૩૧-૧૦-૧૨ના અરિહંતશરણ થયેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
મનફરાના વિનોદ કારીયા (ઉં. વ. ૫૮) મુંબઈ મધ્યે રવિવાર, ૩૦-૧૦-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી રાજીબેન દેવશી જગશી કારીયાના પુત્ર. કસ્તુરબેનના પતિ. દિપ અને જીજ્ઞાના પિતાશ્રી. હર્ષાગી અને જયના સસરા. હસમુખ, વિમળા, કંચનના ભાઈ. ગામ ભચાઉના હાંસઈબેન થાવર શીવજી નીસરના જમાઈ. લૌકિક વહેવાર બંધ છે. ઠે. શ્રી યોગ ટાવર, જયરાજ નગર, બોરીવલી (વે).
મારવાડના વીશા પોરવાડ જૈન
નાણા (રાજ.)વાલા શા. સ્વ. તીલોકચંદજી સંતોકચંદજીના ધર્મપત્ની સ્વ. કુંદનમલ, સ્વ. મોહનલાલ, સ્વ. લુબચંદ, સ્વ. હસ્તીમલ, ફેન્સીબેન, કમલાબેનના ભાભી. સુરેશ, અનીલ, અતુલ, મુકેશ, સ્વ. ગીરીશ, કિશોર, રાજેશ, દિલીપ મહેન્દ્રના કાકી. અવિવન, દિપેશ, હેમલતા, જીનેસીતાશ્રીજી મ.સા. (સાંસારીક પુત્રી). ધ્રુવના માતુશ્રી. શ્રીમતી લીલાવતીબેન તીલોકચંદજી (ઉં. વ. ૮૨)નું અવસાન રવિવાર, ૩૦-૧૦-૨૨ના મુંબઈમાં થયું છે. ભાવયાત્રા બુધવાર, ૨-૧૧-૨૨ના બપોરે ૩ થી ૫. ઠેકાણું શા. ક્ષેત્રપાલ ભવન, નવીવાડી, ઠાકુરદ્વાર, મુંબઈ-૨. પીઅર પક્ષ (બેડા (રાજ.) નિવાસી શા હજારીમલજી ભેરાજી.
દશા શ્રીમાળી જૈન
રાજકોટ હાલ વિલેપાર્લે સ્વ. મહેશભાઇ મેહતાના ધર્મપત્ની રેખાબેન (ઉં. વ. ૮૪) તા. ૧-૧૧-૨૨ને મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે અમિતભાઇ, મુકુુલભાઇના માતુશ્રી. તે અમીબહેન, મયુરીબેનના સાસુ. જીમિત, ક્ષિતીજ અને પૂજન તથા દેવાંશીના દાદી. પિયર પક્ષે ભગવાનજીભાઇના દીકરી. તથા સ્વ. હરિભાઇ, સ્વ. નટવરભાઇ, ભૂપેન્દ્રભાઇ પારેખ તથા સ્વ. નિર્મલાબહેનના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહારની પ્રથા બંધ રાખેલ છે.
વિશાનીમા સમાજ જૈન
કપડવંજ નિવાસી સ્વ. રાજેન્દ્રભાઇ પદ્મકાંત મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. વસુમતીબેન (ઉં. વ. ૭૮) તા. ૨૮-૧૦-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રિયદર્શનાબેન, સેફાલીબેન, નિર્મલભાઇ, ઉદયભાઇના માતુશ્રી. જીતેશભાઇ, વિલાસભાઇ, ડિમ્પલબેન, સ્વીટીબેનના સાસુ. ચૈત્યભાઇ, પ્રિયંકાબેન અને દેવના નાની-દાદીમા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક વિશા શ્રીમાળી જૈન
બજાણા હાલ વિરાર, મહેશભાઇ કાંતિલાલ વખતચંદ શાહના ધર્મપત્ની અ. સૌ. શોભનાબહેન (ઉં. વ. ૬૦) તે નેહલ પ્રણવ, હેતાલી જયના માતુશ્રી. તથા સ્વ. જયેન્દ્રભાઇ, રમેશભાઇ, દિપકભાઇ, ઉષાબેન રાજેશભાઇ વોરાના ભાઇના પત્ની. તે રસીકલાલ ચીમનલાલ કુવાડીયાના દીકરી. તે સ્વ. ભૂપેન્દ્રભાઇ, પ્રફુલાબેન અનીલભાઇ, પ્રીતીબેન મયુરભાઇના બેન. જયોતિબેન ભૂપેન્દ્રભાઇના નણંદ તા. ૧-૧૧-૨૨ને મંગળવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩-૧૧-૨૨ના ગુરુવારના બપોરે ૩થી ૫. ઠે. પદ્માવતી બેન્કવેટ હોલ, સમર્થ કોમ્પ્લેકસ રોડ, પરાગ મેડિક્લ સ્ટોર્સની ગલીમાં, અગાશી રોડ, વિરાર (વેસ્ટ). ચક્ષુદાન કરેલ છે, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી હાલ મલાડ સ્વ. ભોગીલાલ અમરચંદ ખોખાણી તથા સ્વ. ચંદનબેનના સુપુત્ર મહેન્દ્ર ખોખાણી (ઉં. વ. ૮૨) તે સ્વ. મીતાબેનના પતિ. સ્વ. બીપીનચંદ્ર, સ્વ. યશવંતભાઇ, સ્વ. હંસાબેન બળવંતરાય વોરા તથા અ. સૌ. રીટા શૈલેષ શાહના વડીલ બંધુ. તે કલ્પેશ, અ. સૌ. મીનલના પિતા. હિતેશભાઇ, અ. સૌ. પૂજાના સસરા. તે સ્વ. મુળજીભાઇ પરસોતમ સંઘવીના જમાઇ. તા. ૧-૧૧-૨૨ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.