જૈન મરણ
પ્રભાસ પાટણ નિવાસી (હાલ મુંબઈ) સ્વ. અમૃતલાલ કરશનજી શાહના ધર્મપત્ની ગં. સ્વ. વિમળાબેન અમૃતલાલ શાહ (ઉં. વ. ૮૫) ૫-૧-૨૩ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. અમીતાબેન, વર્ષાબેન, અંજુબેન તથા જીજ્ઞેશભાઈના માતુશ્રી. દિલીપભાઈ, બિપીનભાઈ, અતુલભાઈ તથા સ્વાતિ અને સ્વ. નેહલના સાસુ. ગં. સ્વ. ગુલાબબેન શેષકરણ શાહના દીકરી. હરીલાલભાઈ તથા ચંદ્રકાંતભાઈના ભાભી. રીયા, જેનીલ અને હનિશીના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ચલાણા વતની હાલ પ્રભાદેવીના મનસુખભાઈ ચુનીલાલ ઝવેરચંદ મહેતા (ઉં. વ. ૮૭) બુધવાર, ૪-૧.૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે મૃદુલાબેન મહેતાના પતિ. સ્વ. જયંતિભાઈ, સ્વ. બાબુભાઈ, રસિકભાઈ, સ્વ. કંચનબેન, સ્વ. હિરાબેન, સ્વ. વિમળાબેન, સ્વ. હંસાબેનના ભાઈ. સ્વ. ઝવેરચંદ ત્રિભોવનદાસ ભિમાણીના જમાઈ તેમજ પૌલા સંજયકુમાર દોશી અને નિકિતા અસીમકુમાર પરીખના પિતાશ્રી. નંદિત-પૌલોમી, નતાશા-જેસી અને નિહારના નાનાજી. સાદડી તથા બેઠક વ્યવહાર બંધ
રાખ્યો છે.
પ્રભાસ પાટણ વિસા ઓસવાલ જૈન
મુલુંડ નિવાસી સ્વ. કલાવંતી દેવીદાસ શાહના પુત્રવધૂ પ્રવિણાબેન (ઉં. વ. ૬૯) ૩-૧-૨૩, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે વિજયભાઈના ધર્મપત્ની. મોસમી, સાગર, હિરલના માતા. બ્રિજેષ, હેમલ, રિધ્ધીના સાસુ. આરવના દાદી. વેરાવળ નિવાસી સ્વ. જવલબેન બાબુલાલ શાહની પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૧, લક્ષ્મીનિવાસ, પાંચ રસ્તા પાસે, એમ. જી. રોડ, મુલુંડ (વેસ્ટ).
પાટણ સાલવી જૈન
અ. સૌ. જસવંતીબેન ચન્દ્રકાન્તભાઈ શાહ (જશોદાબેન) (ઉં. વ. ૮૩) પાટણ નિવાસી હાલ ભાંડુપ સ્વ. વિમળાબેન અમથાલાલ શાહના પુત્રવધૂ. ચંદ્રકાંતભાઈના ધર્મપત્ની ૪-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પુત્ર નિમિષ. પુત્રવધૂ દક્ષાબેન. શિલ્પા, સોનલના સાસુ. નિષાના માતુશ્રી. ઉદયભાઈ, રાજેશભાઈ, નિરંજનભાઈના સાસુ. રીયા તથા પ્રિતના દાદી. રુચી, હિતેશી, આયુષ, પ્રેક્ષા, હેતવી, મૈત્રી, તનવીના નાની. લૌકીક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઝાલાવાડી સ્થા. જૈન
બોટાદના હાલ વસઈ સ્વ. હીરાબેન દામોદરદાસ ગોપાણીના પુત્ર બકુલભાઈ (ઉં. વ. ૬૯) તે મીનાબેનના પતિ. દેવાંગ તથા ખુશ્બુના પિતા. અ. સૌ. ઉર્વિબેન તથા ચિનલકુમારના સસરા. સ્વ. ગુણવંતભાઈ, બીપીનભાઈ, પ્રવિણભાઈ, અરવિંદભાઈ, દીપકભાઈ તથા ગીતાબેન કાંતિલાલના ભાઈ. તે સ્વ. પોપટલાલ મગનલાલ દોશીના જમાઈ ૪-૧-૨૩ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ નૂતન ત્રંબોના શામજીભાઇ ગાલા (ઉં. વ. ૭૩), તા. ૩-૧-૨૩ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. માનુબેન કરમણ મોમાયા ગાલાના સુપુત્ર. શાંતાબેનના પતિ. ઇશ્ર્વર, અલ્પા, કિરીટ, મનિષના પિતા. હંસા, હસમુખ, વનિતા, રક્ષાના સસરા. સ્વ. પાર્વતી, નરશી, ગં.સ્વ. મણીબેન, દિવાળી, જવેર, અમૃત, પ્રવિણના ભાઇ. સુવઇના સ્વ. કામલબેન ઉગમશી સતરાના જમાઇ. પ્રાર્થના તા. ૬-૧-૨૩ના શુક્રવાર, સમય: ૩થી ૪.૩૦. ઠે. યોગી સભાગૃહ, દાદર (ઇસ્ટ).
કચ્છ વાગડ સાત ચોવીસી જૈન
ગામ શિકારપુરના હાલ ઘાટકોપર વસંતલાલ સંઘવી (ઉં. વ. ૬૯) તા. ૪-૧-૨૩ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. લવજી શંભુલાલ સંઘવીના સુપુત્ર. તે જયાબેનના પતિ. નિલેશ, કિરણના પિતા. દર્શના તથા કાજલના સસરા. સ્વ. શાંતિલાલ, ચંદુલાલ, પ્રભુલાલ, સ્વ. અંબાબેન ચંચળબેન, ઉજીબેન તથા રંજનબેનના ભાઇ. ગામ રવના શેઠ વાઘજી જેચંદના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૬-૧-૨૩ના શુક્રવારના ૩થી ૪.૩૦. ઠે. કે. વી. કે. હાઇ સ્કૂલ, સંઘાણી દેરાસરની બાજુમાં, સાઇનાથ નગર, ઘાટકોપર (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
માનગઢ હાલ ભાયદંર સ્વ. સૌભાગ્યચંદ બેન હરિચંદ શાહના સુપુત્ર પ્રકાશભાઇ (ઉં. વ. ૬૭) તા. ૪-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે છાયાબેનના પતિ. કેયુર, દીપ્તી (પીન્કી)ના પિતા. કવિતા, ભાવેશકુમારના સસરા. સ્વ. નંદાભાઇ, સ્વ. મનહરભાઇ, પ્રવીણભાઇ, સ્વ. બાબુલાલભાઇ, સ્વ. રજનીભાઇ, વિમળાબેન, સ્વ. જયોતિબેનના ભાઇ. સ્વ. શાંતિલાલ ભીમજી શાહના જમાઇ (દેવગાણા). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ક. વિ. ઓ. જૈન
ડેપા હાલ સફાલાના રમેશ તેજશી મારૂ (ઉં. વ. ૬૬) તા. ૪-૧-૨૩ના અવસાન પામેલ છે. ખેતબાઇ તેજશીના પુત્ર. મંજુલાના પતિ. વીનીલ, મેહુલના પિતા. કોડાય ઉષા, ભરત, વાંકી હર્ષાના ભાઇ. મોખા લક્ષ્મી વેલજી હધુના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. રમેશ મારૂ, ૬ તેજકુંજ, આનંદનગર, કર્દલ, સફાલે-૪૦૧૧૦૨.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રંઘોળા નિવાસી યશવંતભાઈ રાયચંદ શાહના ધર્મપત્ની જયાબેન શાહ (ઉં. વ. ૭૬) (હાલ બેંગલોર) ૩/૧/૨૩ ના મંગળવારના અવસાન થયેલ છે. તે હિંમતભાઈ, અમુલખભાઇ, અનંતરાય, કાંતિભાઈ, લીલીબેન, નેમીબેન તથા કમળાબેનના ભાઈના પત્ની. તે કિરણભાઈ, હેમેન્દ્રભાઈ, નીલાબેન જયેશકુમાર કનાડિયા, તથા શીલાબેન પરાગકુમાર સંઘવીના માતુશ્રી. તે પ્રીતિબેન તથા પિન્કીબેનના સાસુ. તે મિત, હિત, નીશીત, દર્શિલના દાદી પિયર પક્ષે જેસર નિવાસી દલિચંદ દેવચંદ શાહના દીકરી. લૌકીક વ્યવહાર રાખેલ નથી)
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ બોરીવલી ભાવનાબેન ઇન્દ્રવદન પાનાચંદ દોશીના સુપુત્ર તેજસ (ઉં. વ. ૪૨) તા. ૦૩/૦૧/૨૩ના અરિહંત શરણ પામેલ છે. તોરલના પતિ અને હિયાંશના પિતાશ્રી તથા અમી અમિતકુમાર સરવૈયા, સલોનીબેન મોનાંગ દોશીના જેઠ. સાસરા પક્ષે ભરતભાઈ સૌભાગ્યચંદ દોશી મહુવાવાળાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન ૪૦૪, ૯૨ બેલેવ્યું એપાર્ટમેન્ટ, સોડાવાલા લેન, બોરીવલી (વેસ્ટ).
કચ્છી દશા ઓશવાળ જૈન
કચ્છ સાંધાણના સ્વ. ચંપાબેન કલ્યાણજી શાહના સુપુત્ર સુભાષ શાહ (ઉં.વ. ૬૨) તા. ૫-૧-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. સ્વ. વીરભદ્ર, સૂર્યા અને હીના, ભોગીલાલ, રાજેશ, સ્વ. દીનેશના ભાઈ. નવાવાસના સ્વ. કાંતિલાલ ભેદા, મુન્દ્રાના નીલેશ શેઠના સાળા. સ્વ. બુદ્ધિસાગર, સ્વ. ધીરજલાલ, તલકચંદના ભત્રીજા. રીતેશ, ચંદ્રેશ, સપના, કોમલ, પાર્થના મામા. ભાવીનના બાપા. લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ: એ-૧૫, પેમા નિવાસ, શાીનગર, ભાંડુપ (વેસ્ટ).
શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
અમદાવાદ નિવાસી હાલ સાયન ગં. સ્વ. હેમલતાબેન (ઉં. વ. ૯૨), તે વીનુભાઈ ચીમનલાલ શાહના ધર્મપત્ની. તે જીગરભાઈ, શેખરભાઈ, રૂપાબેન, સોનલબેન તથા મોનાબેનના માતુશ્રી. તે ડેબીબેન, યોગીબેન, સ્વ. પરેશભાઈ તથા જયદીપભાઈના સાસુ. તે ડૉ. ચીમનભાઈ શાહના સુપુત્રી તથા રૂષભ, રોનક, તેજસ, અવની, પલક, મિલોની, રોહન, સનમ તથા શૈલીના દાદી-નાની બુધવાર તા. ૪-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૬-૧-૨૦૨૩ના ૪.૩૦ થી ૬.૩૦, માનવ સેવા સંઘ, ૩જે માળે, સાયન મેઈન રોડ, સાયન, મુંબઈ-૨૨ લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.