જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના ચુનીલાલ કુંવરજી દેઢિયા (ઉં.વ. ૮૫) તા. ૩-૧-૨૩ના અવસાન પામ્યા છે. ભાણબાઈ કુંવરજી ખીમરાજના સુપુત્ર. મંજુલાબેનના પતિ. નયના, દિલીપ, કિરણના પિતાશ્રી. બિદડા કલ્યાણજી કુંવરજી, નાનબાઈ, રામાણીયા રતનબેન કાંતિલાલ, નાના આસંબીયા મણીબેન મણીલાલ, બિદડાના પ્રભાબેન નેમચંદ, છસરા રમિલા જયસુખના ભાઈ. બિદડાના ચંપાબેન કાનજી જેવતના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, દાદર. ટા. ૪ થી ૫.૩૦. નિ. ચુનીલાલ કુંવરજી, મુકુંદ ભવન, ગામદેવી રોડ, મું-૭.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઉગામેડી હાલ મુલુંડ સ્વ. હિરાબેન કાંતિલાલ ગાંડાણીના પુત્રવધૂ. નરેન્દ્રભાઈના ધર્મપત્ની અ. સૌ. આશાબેન (ઉં.વ. ૬૦) તા. ૩૧-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે બોની, ચિંતનના માતુશ્રી. કિશોરભાઈ, અશ્ર્વિનભાઈ, ભાવેશભાઈ, અ. સૌ. ચંદ્રિકાબેન જયંતીલાલ વોરા, અ. સૌ. નિતાબેન અનિલભાઈ શાહના ભાભી. ઉમરાળાવાળા શાંતિલાલ ફુલચંદ પારેખના દિકરી. ભરતભાઈ, દિલીપભાઈ, કિરણબેન, સ્મિતાબેન, હિનાબેનના બેન. પ્રાર્થનાસભા તા. ૬-૧-૨૩, શુક્રવારના બપોરે ૩થી ૫ ગોપુરમ હોલ, પુરષોત્તમ ખેરાજ એસ્ટેટ, આર. પી. રોડ, જ્ઞાન સરિતાની બાજુમાં, મુલુન્ડ વેસ્ટ.
ઝાલાવાડી દેરાવાસી દશા શ્રીમાળી જૈન
લીંબડી નિવાસી હાલ સાંતાક્રુઝના મનહરલાલ ચુનીલાલ શાહ (ઉં.વ. ૮૬) સ્વ. છબીલદાસ શાહના જમાઈ. જયોત્સનાબેનના પતિ તા. ૩-૧-૨૩, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે મોનાબેન, મનીષભાઈના પિતાશ્રી. રાજેશભાઈ મહેતા, સોનાલીના સસરા. માનસી, ઊર્વી, પૂરવના દાદા. અમોલા, સૌરભ, તન્વીના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
જુના ઘાટીલા નિવાસી હાલ બોરીવલી સ્વ. નવીનભાઈ નીમચંદ લોદરીયાના ધર્મપત્ની મંજુલાબેન (ઉં.વ. ૮૪) તા. ૨-૧-૨૩, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે અશ્ર્વિન-કેજલના માતુશ્રી. રીકીન-રીદ્ધીના દાદી. સ્વ. રજનીભાઈ, જગદીશભાઈ, બીપીનભાઈ, સ્વ. રાજેશભાઈ, નીલમબેન ધીરેન્દ્ર સંઘવી, રેખાબેન નરેન્દ્ર શેઠના ભાભી. પારેખ સોમચંદ જસરાજના દીકરી. સ્વ. કનકભાઈ, નાનુભાઈ, નલીનભાઈ, પ્રદીપભાઈ, વસુબેન, રસીલાબેન, ભદ્રાબેનના બેન. લૌકિક વહેવાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થા. જૈન
જેતપુર નિવાસી હાલ (અંધેરી), હરકિસનભાઈ શામળજી પારેખના ધર્મપત્ની જયશ્રીબેન પારેખ (ઉં.વ. ૯૧) તા. ૩-૧-૨૩, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિનયચંદ્ર દામોદરદાસ અજમેરા (દામનગર)ના પુત્રી. તે મુકુલ, હિતેન, ભવિતના માતુશ્રી. તે સ્વ. નલિનકાંત, નીખીલચંદ્ર, નીરૂબેનના મોટા બહેન. તે કુમુદબેન દોષિત, સ્વ. ઉર્મિલાબેન આપ્ટે, ગુણવંતીબેન દેસાઇ, નીતાબેન કામદાર, સ્વ. સુરેશભાઈ, રશ્મિકાંતભાઈના ભાભી. ઉન્નતીબેન, અંજનબેન, ધરાબેનના સાસુ. લૌકીક વ્યવહાર બંધ છે. પ્રાર્થના સભા રાખેલ નથી.