જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

રાધનપુર તીર્થ જૈન
અ. સૌ. દેવયાનીબેન (ઉં.વ. ૮૬) તે અશોકભાઈ ચંપકલાલ શાહના ધર્મપત્ની. પ્રીતિ, તેજલ, સલોમીના માતુશ્રી. સ્વ. તરૂણભાઈ, સોમેનભાઈના સાસુ. પૂજા શાર્દુલ, શ્રેયના નાનીમા. રસિલાબેન શ્રોફના ભાભી. સ્વ. શકુંતલાબેન કાંતિલાલ ઈશ્ર્વરલાલના પુત્રી તા. ૭-૯-૨૨ના અરિહંતશરણ પામેલ છે. નિવાસસ્થાન: ફલેટ નં. ૧૪, ૧લે માળે, ‘મોન્ટ બ્લેન્ક’, પેટિટ હોલની સામે, નેપિયન્સી રોડ, મુંબઈ-૬.
વાગડ વિ. ઓ. જૈન
લાકડીયાના પાલણ વેલજી ગાલા (કાચ્છી) (ઉં.વ. ૭૪) તા. ૬-૯-૨૨ના અવસાન પામેલ છે. તે સ્વ. વિશાબેન વેલજી જીવરાજ ગાલા (કાચ્છી)ના પુત્ર. ગોમતીબેનના પતિ. ચેતના, વનિતા, કાન્તી, લીલાવંતી, સુશીલા, કિર્તીના પિતા. લખમી, ઠાકરશી, સ્વ. નાનજી, ભાણી, શાંતિલાલ અમરશીના ભાઈ. નીશી, આશ્ર્વીના દાદા. ગામ લાકડીયાના સ્વ. ગોરીબેન પુંજા ગોપાળ નિસરના જમાઈ. પ્રાર્થના
રાખેલ નથી.
ઘોઘારી દશા શ્રીમાળી જૈન
તળાજા હાલ ઉરણ સ્વ. છગનલાલ કક્કલ સરવૈયાના પુત્ર ભગવાનદાસ સરવૈયા (ઉં.વ. ૯૩) તે સ્વ. કાંતીલાલ, શાંતિલાલ, સ્વ. વિજયાબેન રતિલાલ શાહ, સ્વ. જેકુંવરબેન રમણીકલાલ શેઠ, ગં. સ્વ. વિમળાબેન ચીમનલાલ શાહના ભાઈ. વિપુુલ, હિનાના પિતાશ્રી. કેવલ, રાજના દાદા. બિના વિપુલ સરવૈયા, ચંદ્રેશ અનંતરાય મેહતાના શ્ર્વસુર તા. ૬-૯-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શ્રી દશા શ્રીમાળી કોમ્પલેકસ, ઉરણ ખાતે ગુરુવાર, તા. ૮-૯-૨૨ના સાંજે ૩.૩૦ થી ૫ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગોધરાના જીગર શાંતિલાલ સાવલા (ઉં.વ. ૨૬), તા. ૧૬-૮-૨૨ના અવસાન પામેલ છે. જ્યોતિબેન શાંતિલાલ સાવલાનો સુપુત્ર. બીનાનો ભાઇ. સ્વ. લક્ષ્મીબેન આશકનો પૌત્ર. વલસાડ કાંતાબેન નરોતમનો દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શાંતિલાલ સાવલા, દેરાસરની બાજુમાં, વીઢ ફળિયો, ગોધરા, માંડવી કચ્છ-૩૭૦૪૫૦.
બિદડાના હીરબાઇ કુંવરજી કરમણ શાહ (ગોગરી)ની પુત્રી. સુરતના પ્રતીમા (બબુ) શિરીષ જયંતિલાલ ઠાકોર (ઉં.વ. ૬૬) તા. ૩-૯-૨૨ના મૃત્યુ પામેલ છે. અયનના માતુશ્રી. રેખા, અશોકના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ સ્થાન: રેખાબહેન શાહ, અભિષેક, પહેલે માળે, ગોપીપુરા, સુરત : ૩૯૫૦૦૧.
ભુજપુરના અ.સૌ. નીલમબેન રમણીકલાલ દેઢીયા (ઉં.વ. ૭૩), તા. ૬-૯-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. લક્ષ્મીબેન છગનલાલના પુત્રવધૂ. રમણીકલાલના ધર્મપત્ની. જયેશ, છાયા, પ્રીતી, મીતાના માતુશ્રી. ભાણબાઇ વીરજીના પુત્રી. નાગજી, કાંતીલાલ, મુલબાઇ, લક્ષ્મીબેન, હંસાબેન, નિર્મળાબેન, મણીબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયેશ દેઢીયા, બી-૨૦૧, પ્રતાપ હેરીટેજ, એલ.ટી. રોડ, બોરીવલી (વે.).
ઝાલાવાડી દશા શ્રીમાળી મુ. જૈન
ઝીંઝુવાડા હાલ કાંદિવલી સ્વ. લીલાવતી ભુરાલાલ વોરાના પુત્ર કિરીટભાઈ (ઉં.વ. ૭૦) તે પારૂલબેનના પતિ, ૬/૯/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે હર્ષિતના પિતા. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, ભાનુબેન હસમુખલાલ શેઠ, આરતીબેન નીની મહેન્દ્રકુમાર ડગલી, પ્રફુલાબેન હેમેન્દ્રકુમાર શાહના ભાઈ. સ્વ. રમણીકલાલ મોહનલાલ અજમેરાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન
વંથલી હાલ ગોરેગામ સ્વ.શ્રી લક્ષ્મીચંદ પ્રેમચંદ મહેતાના પુત્ર અનીલભાઈ (ઉં.વ. ૭૭) તે સોમવાર, તા. ૫/૯/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોત્સનાબેનના પતિ. શિતલ સંજીવ મહેતા તથા અંકીતના પિતાશ્રી. નિકીતાના સસરા. સ્વ. રસીકભાઈ, સ્વ. વિમળાબેન રમણીકભાઈ રામાણી, તરુલતાબેન પ્રવિણચંદ્ર શેઠ, મધુબેન પોપટલાલ છેડાના ભાઈ. સસુર પક્ષે વૃંદાવનદાસ મોતીચંદ શેઠના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.