જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર હાલ બોરીવલી મધુબેન કિશોરચંદ્ર શેઠ (ઉં.વ.૮૩) તે તા.૨૯/૮/૨૨ ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કિશોરચંદ્ર અમૂમલાલ શેઠના ધર્મપત્ની, ચેતન તથા અર્ચનાના માતુશ્રી. મનીષા તથા મુકેશકુમારના સાસુ. શ્રધ્ધા, ક્રિષ્નાકુમાર, રાજવી, આત્મન, મીરાના બા. પિયરપક્ષે પાશવીર પાનાચંદ પટેલના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મલાડ શેઠ શ્રી રમેશભાઈ હરગોવિંદદાસ શેઠના ધર્મપત્ની અ.સો. ગીતાબેન (ઉં.વ.૭૨) તા.૨/૯/૨૨ સ્વર્ગવાસ પામેલ છે. તે પ્રતિક, પારસ, નીપા અમિત કુમાર, નેહા ભવ્યેશકુમારના માતુશ્રી. ખુશ્બુના સાસૂ . હેમેન્દ્રના ભાભી. તે પિયર પક્ષે જીવણલાલ વશરામ વોરા મજેવડી વાળાની પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: ૨૦૬ શ્રીજી પેરેડાઇઝ ટાવર, ખજુરિયા ટાંકી રોડ, એસવી રોડ પાછળ, મારુતિ શોરૂમની બાજુમાં, મિલાપ સિનેમા પાસે, એસવી રોડ કાંદિવલી (વેસ્ટ).
શ્રી કચ્છી વિશા ઓશવાળ મહાજન
કપાયાના કીંજલ નીતેશ શાહ (દેઢીયા) (ઉં.વ. ૫૧) તા. ૨-૯-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. શાંતાબેન ડુંગરશી લાલજી દેઢીયાના પુત્રવધુ. નીતેશના ધર્મપત્ની. અવિમન, યશવિકા અને ગરીનના માતુશ્રી. ગુંદાલાના શાંતાબેન પોપટભાઇ રામજી ગાલા સુપુત્રી. અવની હેમાંગ શાહના બેન. પ્રાર્થના : સોમવાર, તા. ૫.૯.૨૨, ટા. ૩.૩૦ થી ૪.૩૦ સ્થળ : યોગી સભાગૃહ, ૧લે માળે, દાદર (ઇસ્ટ), મુંબઇ- ૧૪. નિ. નીતેશ ડુંગરશી શાહ, ૧/૧૪૫, સંનીધાન એપાર્ટમેન્ટ, ૩જે માળે, રોડ નં. ૧૦, વડાલા, મુંબઇ-૩૧.
ડોણ હાલે અમદાવાદ નવિનચંદ્ર રામજી સતરા (શાહ) (ઉં. વ. ૭૫), તા. ૩૦-૮-૨૨ના અવસાન પામેલ છે. કુંવરબાઇ રામજીના પુત્ર. કિરણના પતિ. અભય, કવિતા, કેતનના પિતાશ્રી. ઉર્વશી જશુભાઇના ભાઇ. બિદડાના ખેતબાઇ ડુંગરશી ઠાકરશી નાગડાના જમાઇ. પ્રાર્થના (અમદાવાદ) : ૬-૯-૨૨ મંગળવાર, સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ રાખેલ છે. શ્રી કચ્છી જૈન સેવા સમાજ, જલારામ મંદિરની બાજુમાં, નવચેતન સ્કુલની સામે, પાલડી.
બાયઠ હાલે મો. લાયજાના વિમળાબેન રામજી છેડા (ઉ.વ. ૮૦) તા. ૨૯/૮/૨૨ના બાડા ગામે અવસાન પામેલ છે. સ્વ. પુરબાઇ ઘેલા જેવતના પુત્રવધુ. સ્વ. રામજી ઘેલાના ધર્મપત્ની. સ્વ. જેઠીબાઇ મોણશીના સુપુત્રી. સ્વ. શાંતીલાલ, દિનેશ, પુષ્પા, જયા, ચંદ્રિકાના બેન. પ્રાર્થના રાખેલ નથી. એ. દિનેશ ગાલા, છાડવા ફરીયો, ગામ બાડા, તા. માંડવી, કચ્છ – ૩૭૦૪૭૫.
ટુન્ડા હાલે કાંડાગરાના મુલચંદ લખમશી ગોગરી (ઉ.વર્ષ ૮૩), તા. ૩૧/૮/૨૨ના અરિહંત શરણ થયેલ છે. દેવકાબેન લખમશીના સુપુત્ર. લક્ષ્મીબેનના પતિ. દિનેશ, જસ્મીન, રેખા, કેકીનના પિતાજી. ટુંડાના મેઘજી, મોરારજી બીદડાના પુરબાઇ ખેતસી, કાંડાગરાના રતનબાઇ લાલજી, રામાણીયાના નેણબાઇ (રતન) ખીમજી, બેરાજાના કંકુબાઇ પાસુ, ભુજપુરના જેવરબાઇ મુરજીના ભાઇ. કાંડાગરાના સોનબાઇ રતનશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કેકીન ગોગરી, બિલ્ડીંગ નં. ૬, સાઇનાથ નગર, નાલાસોપારા-ઇસ્ટ.
ગુંદાલાના માતુશ્રી નાનકુંવરબેન રામજી દેઢીયા (ઉ.વ. ૯૩) તા. ૨-૯-૨૨ના સમાધિમરણ પામ્યા છે. રામજી લખમશીના ધર્મપત્ની. લક્ષ્મીબેન/કુંવરબાઇ લખમશીના પુત્રવધુ. વસંત, શરદ, ગીતા, રેખા, નીતાના માતુશ્રી. વડાલા લધીબાઇ/મણીબેન પ્રેમજી લાલજીના સુપુત્રી. રમણીક, હસમુખ, અનીલ, દેવપુર કલ્પના જયંત ધનાણીના બેન. પ્રાર્થના : શ્રી વ.સ્થા.જૈન સંઘ કરસન લધુ હોલ, દાદર. ટા. ૪ થી ૫.૩૦. નિ. રામજી લખમશી, ૯૦૨, બ્લીસ, દેવધર રોડ, માટુંગા, મુંબઇ-૪૦૦૦૧૯.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ હાલ કાંદિવલી તે સ્વ.પુષ્પાબેન રજનીકાંત કાંતિલાલ લહેરીના સુપુત્ર સમીરભાઈ લહેરી (ઉં.વર્ષ ૬૦) તે પ્રીતિબેનના પતિ, જીનલ અક્ષય શાહના પપ્પા. સ્મિતા અજય શાહના ભાઈ, દિલીપભાઈ કાંતિલાલ પારેખ ના જમાઈ તા. ૦૪.૦૯.૨૦૨૨ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસ સ્થાન: સી -૩૯, ગૌતમ જ્ઞાન, અશોક રોડ, દામોદર વાડી પાસે, કાંદિવલી (ઈસ્ટ).
શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
શિહોર નિવાસી હાલ અંધેરી સ્વ.નગીનભાઈ પ્રાગજીભાઈ શાહના ધર્મપત્ની સવિતાબેન (ઉમર વર્ષ ૮૨), તે જયેન્દ્ર, કલ્પેશ, હિનાબેન દિલીપકુમાર તથા આરતીબેન કમલેશકુમારના માતુશ્રી. નીતા તથા બીનીતાના સાસુ, મહાસુખભાઈ, વસંતભાઈ, ધનસુખભાઈ, પ્રભાબેન નવનીતભાઈ તથા રસિકભાઈ જાદવજીભાઈના ભાભી. પિયર પક્ષે (હાલ મદ્રાસ) હરજીવનદાસ રાયચંદ શાહની દીકરી શનિવાર તા. ૩.૯.૨૦૨૨ના રોજ અરિહંત શરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
મતિરાળા નિવાસી હાલ પૂના સ્વ. સમરતબેન જગજીવનદાસ સંઘવીના પુત્ર રસિકલાલ સંઘવી તે પદમાબેનના પતિ. સંજય, ભાવના તથા કેતનના પિતા. જુલી, રાખી તથા અતુલકુમારના સસરા. સ્વ. શારદાબેન તથા સ્વ. જયંતિલાલ કુરજી મહેતાના જમાઈ, સ્વ. શાંતિભાઈ, મહેન્દ્રભાઈ, તારાબેન, જસવંતીબેન તથા વિમુબેનના ભાઈ. તા. ૩૦-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તેમના આત્મશ્રેયાર્થે ૧૪ રાજલોક તીર્થવંદના, પાવનધામ મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ), તા. ૬-૯-૨૨ (મંગળવાર)ના સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મારવાડના વીશા પોરવાળ જૈન
ગામ ચામુંડેરી વાલા શા. સ્વ. પાનીબેન સાગરમલજી બભુતમલજીના સુપુત્ર એવમ લલિતા બેનના પતિ. ચંપાલાલ, ભવરલાલ, અરવિંદકુમાર, પારસમલના ભાઇ. તથા દિશાંગ અને જીનલના પિતા. અશોકકુમાર સાગરમલજી મુથલીયા (ઉં. વ. ૬૩)નું અવસાન મંગળવાર, તા. ૩૦-૮-૨૨ના ગામ ચામુંડેરીમાં થયું છે. ઉઠમણું સોમવાર તા. ૫-૯-૨૨ સાંજે ૩થી ૫. ઠે. ક્ષેત્રપાલ ભવન, નવી વાડી, દાદી શેઠ અગ્યારી લેન, ચીરાબજાર, મુંબઇ-૪૦૦૦૦૨. સાસરા પક્ષ: ચામુંડેરી સ્વ. જુહારમલ વનેચંદજીના જમાઇ.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.