જૈન મરણ

ઝાલાવાડી વિશા સ્થા. જૈન
પીપળી હાલ ઘાટકોપર નાનુભાઇ રતીલાલ સંઘવીના ધર્મપત્ની રસીલાબેન (ઉં. વ. ૮૦) તા. ૨-૯-૨૨ શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે હેમા, કેતન, પરેશના માતુશ્રી. જાગૃતિ, સોનલ, જયેશભાઇ દોશીના સાસુ. રમણીકભાઇ, જયંતીભાઇ, સુરેશભાઇ, સ્વ. હસુભાઇ, સ્વ. લલિતાબેન દેવચંદભાઇ સંઘવી, પુષ્પા (સુશીલાબેન) નૌતમભાઇ દોશીના ભાભી. પિયર પક્ષે સ્વ. દેવશીભાઇ લક્ષ્મીચંદ સંઘવીના દીકરી. પ્રાર્થનાસભા તા. ૪-૯-૨૨ રવિવારે સવારના ૧૦થી ૧૧.૩૦. ઠે. ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, રાષ્ટ્રીય શાળા હિંગવાલા લેન, ઘાટકોપર (ઇસ્ટ).
મારવાડના વિશા પોરવાલ જૈન
લુણાવા (રાજ) કુર્લા મુંબઇ વાલા શા. સ્વ. રતનબેન અસનરાજજી હિંમતમલજી અને શકુંતલાબેન સ્વ. શુકનરાજજીના પુત્રવધૂ. ધીરજકુમાર પાલ, જયશ્રી, ઉષા હેમા ડીમ્પલ, રજનીના ભાભી. મોનીક, વીજીત, વીહાન, પ્રક્ષાલ, પ્રાચીના માતુશ્રી. સેજલની સાસુ. પ્રવીણકુમારના ધર્મપત્ની હેમલતાબેન પ્રવીણકુમાર (ઉં. વ. ૫૩)નું અવસાન ગુરુવાર, તા. ૧-૯-૨૨ના દિવસે થયું છે. ઉઠમણું શનિવાર તા. ૩-૯-૨૨ સાંજે ૪થી ૫.૩૦. ઠે. લુણાવા ભવન, રાણીબાગ પાસે, ભાયખલા-મુંબઇ. સાસરા પક્ષ: બીજાપુર (રાજસ્થાન) નિવાસી સ્વ. હસ્તીમલજી ભલાજીની સુપુત્રી.
ઘોઘાર વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા હાલ મુંબઇ પ્રવીણચંદ્ર શાહ (ઉં. વ. ૮૦) તે સ્વ. રસીલાબેન વનમાળીદાસ શાહના સુપુત્ર તા. ૩૦-૮-૨૨ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે અમિતના પિતા. ચિંતલના સસરા. યુગના દાદા તથા સ્વ. મંજુલાબેન, સ્વ. નિર્મળાબેન, અરુણાબેન, સુરેશભાઇ, મહેશભાઇ તથા ભરતભાઇના મોટા ભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન : ૨૦૪, ડોમન વિલા, એન. પી. ઠક્કર માર્ગ, રાજપુરીયા બાગની સામે, વિલેપાર્લે (ઇસ્ટ).
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
ભાવનગર હાલ ડોમ્બિવલી સ્વ. રસિકલાલ કુંવરજી વોરાના ધર્મપત્ની મીતાબેન (ઉં. વ. ૯૧) તે તા. ૧-૯-૨૨ ગુુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે રશ્મીબેન, દિલીપભાઇ, નિખીલભાઇના માતુશ્રી. તે જિતેન્દ્રકુમાર, છાયાબેન, નયનાબેનના સાસુ. પિયર પક્ષે કુંવરજી ત્રિભુવનદાસ ઠાર (ઘોઘાવાળા)ના દીકરી. તે હાર્દિક, પ્રિયંક,પરીન, મનાલી, દિપેશકુમારના દાદી. મેઘા-કેતનકુમાર, ખુશબુ-ગિરીશકુમાર, શ્રેણીકના નાની. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
રાજકોટ હાલ મીરા રોડ દેવેન્દ્રભાઈ (ઉં.વ. ૫૮) તે સ્વ. નલીનીબેન નવનીતલાલ શાહના પુત્ર ૧/૯/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે દિપ્તીબેનના પતિ. મિતના પિતા. ભાવનાબેન ભરતકુમાર મેઘાણી, ધારણીબેન રાજેશકુમાર પારેખ, પરેશભાઈ તથા કિરણભાઈના ભાઈ. બીલીમોરા નિવાસી સ્વ. પદમાબેન બળવંતરાય મોદીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશાશ્રીમાળી. સ્થાનકવાસી જૈન
ભાવનગર હાલ મુંબઈ બીપીનચંદ્ર કાનજીભાઈ ગાંધી (ઉં.વ. ૭૯) તા. ૩૧/૮/૨૨ના અરિહંતશરણ પામ્યા છે. વર્ષાના પતિ. સ્વ. જયંતિલાલ ગોકળદાસ દોશીના જમાઈ. નીરવ, મિનળના પિતા. ભાવિષા, મોહનિશ વણજારાના સસરા. સ્વ. અરવિંદભાઈ, નિર્મળાબેન ગંગાદાસ મોદી, જશુબેન મનહરલાલ મહેતા, દમુબેન અનંતરાય દેસાઈના ભાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મોરબી હાલ ઘાટકોપર સ્વ. મંજુલાબેન ચંદુલાલ અમરચંદ મહેતાના સુપુત્ર શ્રી ભરતભાઈ (ઉં.વ. ૫૭) તા. ૧/૯/૨૨ ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ ચેતનાબેનના પતિ. ચી. અક્ષય, ઋષભના પિતાશ્રી. જીતેન્દ્ર તથા પ્રદીપના ભાઈ. હીરાભાઈ મોહનભાઈ પાડલીયાના જમાઈ. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે). નિવાસ સ્થાનનું એડ્રેસ:- ૨૦૨, આહના સોસાયટી, પીએનબી બેંકની સામે, કામા લેન, કિરોલ રોડ જંકશન, ઘાટકોપર (વેસ્ટ).
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલડી – સિહોર હાલ મુલુંડ માતુશ્રી જયાલક્ષ્મીબેન રમણીકલાલ રતિલાલ જસાણીના સુપુત્ર હિતેન્દ્ર (ઉં.વ. ૬૨), તે હીનાબેનના પતિ. ચિ. ખંજનના પિતા. ગીરીશભાઈ, દિવ્યાબેન પ્રકાશકુમાર શાહ, રીટાબેન રાજુકુમાર સંઘવી અને પ્રજ્ઞાબેનના ભાઈ તથા શ્ર્વસુરપક્ષે પાલીતાણાવાળા અનીલાબેન રમણીકલાલ પરમાનંદદાસ શેઠના જમાઈ, રવિવાર, તા. ૨૮/૮/૨૨ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના રવિવાર, તા. ૪/૯/૨૨ના સાંજે ૪.૦૦ થી ૫.૩૦ કલાકે રાખેલ છે. સ્થળ: શ્રી જીવરાજ ભાણજી શાહ સ્મારક ટ્રસ્ટ, (અશોક હોલ) અશોક નગર, મેહુલ થીએટર પાસે, મુલુંડ (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના મોણશી અરજણ દેઢિયા (ઉં.વ. ૮૫), તા. ૧/૯/૨૨ અવસાન પામ્યા છે. સ્વ. કેશરબાઇ અરજણ લખમશીના પુત્ર. સ્વ. હંસાબેનના પતિ. પરેશ, હીના, સંગીતા, આશીષના પિતા. દેવશી, ના. ભાડિયા પ્રભાબેન (તેજબાઇ)ના ભાઇ. નાંગલપુર સ્વ. મણીબેન ખુશાલચંદ (ઝવેરી)ના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મોણશી દેઢીયા, ૫૦૧, સુવર્ણહંસ, બાબઇ નાકા, બોરીવલી (વે.), મું. ૯૧.
દેશલપુર કંઠીના જેઠાલાલ પાસુભાઇ સાવલા (ઉં.વ. ૬૭) તા. ૨૯/૮/૨૨ના અવસાન પામ્યા છે. મણીબેન પાસુ રામજીના પુત્ર. જયવંતીના પતિ. વિનય, નેહાલીના પિતા. દમયંતીબેનના ભાઇ. બેરાજા રતનબાઇ હીરજી વજપારના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન સંઘ: કરશન લધુ હોલ, (દાદર) ટા. ૨ થી ૩.૩૦.
તલવાણાના ખુશાલચંદ (મંગલ) જેઠાભાઇ ફુરીયા (ઉં.વ. ૮૩), તા. ૩૦-૮-૨૨ના અવસાન પામેલ છે. લાછબાઇ જેઠાભાઇ ઉમરશીના પુત્ર. વેજબાઇ (વિજયા)ના પતિ. ભાવના, પ્રફુલ્લા, પ્રિતિ, છાયાના પિતા. ટેકચંદ, ડોણના વાલબાઇ જેવત, મેરાઉના લક્ષ્મી ઉમરશી, ના. ભાડીયાના ઝવેર મુલચંદ, બીદડાના રંજન તલકશી, મો. ખાખરના પ્રતિભા દેવચંદ, મો. આસંબીયાના પ્રજ્ઞા પ્રફુલના ભાઇ. ના. આસંબીયાના ઉમરબાઇ ધારશી જેસંગના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયેશ નંદુ, ૐ નીલકંઠ દર્શન, જીજાઇ નગર, સંત નામદેવ પથ, ડોંબીવલી (ઇસ્ટ).
ગુંદાલા (હાલે નાગપુર)ના માતુશ્રી હેમલતા દેવજી સતરા (ઉં.વ. ૮૦) તા. ૩૦/૮/૨૨ના અવસાન પામેલ છે. સ્વ. ગંગાબાઈ ઠાકરશીના પુત્રવધૂ. સ્વ. દેવજીભાઈના ધર્મપત્ની. ચેતન, જ્યોતિના માતુશ્રી. સ્વ. ખીમઈબાઈ દેવશી ચાંપશીના પુત્રી. કપાયાના સ્વ. લાલજી, સ્વ. ડુંગરશી, પ્રેમજી, ભોરારાના સ્વ. કેસરબેન મેઘજી, તુંબડીના અમૃતબેન મુલચંદ, રતાડીયા ગ. ચંચળબેન ચુનીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચેતન દેવજી, કલ્પતરૂ અપાર્ટમેન્ટ, ફ્લેટ નં.૩૦૧, લક્કડગંજ બગીચાની બાજુમાં, નાગપુર, પી. ૪૪૦૦૦૮.
વડાલા હાલે કોલ્હાપુરના હરખચંદભાઇ (ઉં.વ. ૭૦), તા. ૧-૯-૨૨ના અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી વિમળાબેન પોપટલાલ ઉર્ફેે પ્રેમજી હીરજી ગાલા (ઇસરાણી)ના પુત્ર. ભારતીબેનના પતિ. સ્વ. પુર્વેશ, ધવલના પિતાશ્રી. ભાવનાબેન જવાહર સોનાણી નવીનાળ, હંસાબેન હરીશ નિસર વડાલા, સ્વ. રેખા તથા સ્વાતિબેન શાંતીલાલ કેનીયા બારોઇ, હસમુખ પોપટલાલ ગાલાના ભાઇ. માતુશ્રી કસ્તુરબેન કેશવજી રાંભિયા ગુંદાલાના જમાઇ. પ્રાર્થના યોગી સભાગૃહ, દાદર. ટાઇમ ૨.૩૦ થી ૪.૦૦.
મોટા કપાયાના ઝવેરબેન રામજી કોરાણી (ઉં.વ. ૯૪) તા. ૩૦-૮-૨૨ના દેવલોક પામ્યા છે. મેઘબાઇ રામજી રવજી કોરાણીના સુપુત્રી. ગામ કપાયાના રતનશી દેવજીના પત્ની. કપાયાના કસ્તુરબેન કલ્યાણજી, વડાલાના અમૃતબેન તલકશી, બ્રા.બ્ર. ચંચળબેન, રમણીકના બેન. પ્રાર્થના ગુણાનુવાદ રાખેલ નથી. ઠે. ચંચળબેન કોરાણી, મોટા કપાયા, જીનામ બિલ્ડીંગ, તા. મુન્દ્રા-૩૭૦૪૧૫.
ભોજાયના પ્રેમજી ઘેલાભાઇ ગાલા (ઉં.વ. ૮૧), તા. ૨૮/૮/૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી પુરબાઇ ઘેલાભાઇ સામતના સુપુત્ર. ધનબાઇના પતિ. સ્વ. ધીરેન, મનીષ, અમીત, પિયુષના પિતા. મગનલાલ, મણીબેનના ભાઇ. કોટડી મહા. માતુશ્રી પાનબાઇ હિરજી રતનશીના જમાઇ. પ્રાર્થના: શ્રી વ.સ્થા. જૈ. શ્રા.સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે.), તા. ૩/૯/૨૨, ટા. ૪ થી ૫.૩૦.
હાલાપુરના અંજુ નરેન્દ્ર મારૂ (ઉં.વ. ૫૮) ૧/૯/૨૨ના અવસાન પામેલ છે. મણીબાઇ વીરજીના પુત્રવધૂ. નરેન્દ્રના પત્ની. પ્રિયા, કેવલ, શ્ર્વેતાના માતુશ્રી. પુનડીના માતુશ્રી પાનબાઇ મેઘજી પદમશીના પુત્રી. યશવંતી, રંજન, ધનસુખ, કુસુમ, ઇંદીરાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. નરેન્દ્ર મારૂ, એ-૪૦૧, અક્ષત એપા., મુલુંડ (વે.) – ૮૦.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ (બોરીવલી) સ્વ. જિગ્નેશકુમાર વાડીલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ. રંજનબેન (ઉં.વ. ૭૯) તે તા. ૩૧-૦૮-૨૨ બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે રક્ષા, હેતલ, વિમલના માતુશ્રી. તે દિપકભાઈ, ક્રિષ્ટોફર, ભૂમિકાના સાસુ. તે વિભૂતી, ક્રિષ્ટીન, ક્રિસેનના બા. તે શૈલેષભાઈના ભાભી. લખતર નિવાસી ચંચળબેન હરીલાલ તુરખીયાના દિકરી. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ હાલ ઘાટકોપર (એડનવાળા) નિરંજનાબેન મોદી (ઉં.વ. ૮૯) તા. ૧-૯-૨૨ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. સ્વ. મનહરલાલ ક્રીપાશંકર મોદીના પત્ની. દિપક, અ.સૌ. રૂપાબેન દિપકકુમાર શેઠ, અ.સૌ. રાજશ્રીબેન પરેશકુમાર શેઠ તથા અ.સૌ. જીજ્ઞાબેન આશિતકુમાર શાહના માતુશ્રી. તથા અ.સૌ. નીનાના સાસુ. હિરલના દાદી. સ્વ. મગનભાઈ ત્રંબકલાલ શાહના પુત્રી. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દિગંબર મુમુક્ષુ જૈન
પાળીયાદ (હા. બોરીવલી) સ્વ. રતિલાલ સુખલાલ જાંબાલીયાના સુપુત્ર શશીકાંતભાઈ (ઉં.વ. ૭૮) તા. ૨૭-૮-૨૨ના સોનગઢ મુકામે દેહપરિવર્તન કરેલ છે. તે ધર્મિષ્ઠાબેનના પતિ. ભાવિકભાઈ, જિગ્નેશ (રવિ), મિતેશના પિતા. પ્રિતિબેન, ઉર્વીબેન, શીતલબેનના સસરા. સ્વ. છબિલદાસભાઈ, ગં.સ્વ. રંજનબેન અરવિંદભાઈ, જ્યોતિબેન જિતેન્દ્રભાઈ દોશી, મધુબેન નરેન્દ્રભાઈ શાહ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. ભૂપેન્દ્રભાઈના ભાઈ. સ્વ. નંદલાલ દામોદર ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૨-૮-૨૨ સોમવારના બપોરે ૩.૩૦ થી ૫.૩૦ પાવનધામ, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ).
વાગડ વિ.ઓ. જૈન
ગામ લાકડીયાના પોપટલાલ મેઘજી છેડા (ઉં.વ. ૭૭) તા. ૩૧-૮-૨૨ના રોજ મુંબઈમાં અવસાન પામેલ છે. લીલાબેન મેઘજી પાલણ છેડાના સુપુત્ર. તે પાર્વતીબેનના પતિ. જીગર, રેખા, તૃપ્તીના પિતાશ્રી. રૂપલ, પ્રવિણ શંભુલાલ નંદુ, ધર્મેશ, ગુણશી શાહના સસરા. પદમશીભાઈ, સ્વ. પાનુબેનના ભાઈ. ગામ લાકડીયાના માનુબેન/ભાનુબેન વિજપાર રાઘવજી ખીરાણીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે.એ. નિશર ભુવન, ૫મે માળે, બ્લોક નં. ૧૨, સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ (વે).
કાળધર્મ
પ.પૂ. ઉપાધ્યાય ગચ્છવરિષ્ઠ ભુવનચંદ્રજી મ.સા.ના આજ્ઞાવર્તિ પૂ. સાધ્વીશ્રી પદ્મપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્ય પૂ. સાધ્વી શ્રી મરૂતપ્રભાશ્રીજી મ.સા. બિકાનેર તા. ૩૦-૮-૨૨ના સવારે પાંચ વાગે સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે. દીક્ષા પર્યાય ૪૧ વર્ષ તથા ઉંમર ૫૮ વર્ષ. લિ. શ્રી પાર્શ્ર્વચંદ્રગચ્છ જૈન સંઘ, શ્રી પાર્શ્ર્વચંદ્રસૂરિજ્ઞાન મંદિર, ચેમ્બુર.

Google search engine