દીગંબર મુમુક્ષુ જૈન
રાજકોટ સ્વ. રસીકલાલ ફૂલચંદ મહેતાનાં પુત્રવધૂ નીરૂપમા અશોક મહેતા (ઉં. વ. ૮૦) હાલ દહીંસરનું દેહપરિવર્તન તા. ૩૦-૮-૨૨ના થયેલ છે. તે સ્વ. વ્રજલાલ નાગરદાસ મોદીનાં પુત્રી. તે તેજલ અનીશ મહેતાના સાસુજી. સેજલ આશીષ કામદારના માતુશ્રી. તે નીલના દાદી. પલક, રુષભના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા.જૈન
ટીકર (રણની) હાલ ઘાટકોપરના ચંદ્રવદનભાઇ (ઉં.વ. ૭૬) તે સ્વ. શાંતાબેન વલ્લભદાસ મહેતાના સુપુત્ર તા. ૨૭-૮-૨૨ને શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે પદ્માબેનના પતિ. અમર, જતીન, અ. સૌ. મેઘા મયંકકુમાર લાખાણીના પિતા. અ. સૌ. કિરણ અને અ. સૌ. અલ્પાના સસરાજી. શ્ર્વસુર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. લીલમબેન મણીલાલ ગાંધીના જમાઇ. સ્વ. નલીનીબેન બળવંતરાય વોરા અને સ્વ. કિર્તીબેન રમણીકલાલ મહેતાના નાનાભાઇ. (ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે). પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ નુતન ત્રંબોના નિધી મોનીલ શાહ (ઉં. વ. ૩૧) તા. ૨૮-૮-૨૨ના અવસાન પામેલ છે. ગં. સ્વ. કેસરબેન મુકેશના પુત્રવધૂ. મોનીલ મુકેશ શાહના પત્ની. મિરાંશના મમ્મી. રિંકીતના ભાભી. ગામ ત્રંબુના કલ્પના નેમચંદ રામજી બૌવાની સુુપુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. મુકેશ વેલજી શાહ, ૧૦૩, એવરેસ્ટ એપાર્ટમેન્ટ, ચરઇ, થાણા-વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ હૈદરાબાદ, સ્વ. ધનસુખલાલ શિવલાલ કામદારના ધર્મપત્ની શ્રીમતી ઈંદીરાબેન કામદાર (ઉં.વ. ૮૦), તા. ૨૯-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. ભોગીલાલભાઈ (જેઠ), સ્વ. રમણીકલાલભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. મુકુન્દભાઈ તથા સ્વ. સુશીલાબેન ભાઈલાલભાઈ દેસાઈના ભાભી. હિતેન, ભાવેશ તથા શિલ્પાના માતુશ્રી. શીતલ, નમ્રતા તેમજ સંજય પ્રવિણભાઈ પારેખના સાસુ. સ્વ. રમાકાન્તભાઈ, પ્રફુલભાઈ તથા પ્રકાશભાઈ ચીમનલાલ ખંડેરીયાના બેન. પ્રાર્થનાસભા તા. ૧-૯-૨૨ને ગુરૂવારના, જૈન ભવન, રામકોટ, હૈદ્રાબાદ મુકામે, સાંજના ૪.૩૦ વાગે રાખેલ છે.
પાટણ જૈન
પાટણ નિવાસી ક્સુંબીયા વાડો હાલ મુંબઈ, સ્વ. શ્રીમતીબેન મનહરલાલ નાગરદાસ શાહના સુપુત્ર સુવ્રતભાઈ (ઉં.વ. ૭૪), તે નયનબેનના પતિ. વિકાસ-નિલયના પિતા. સૌ. ટીટુલ-દેવલના સસરા. તેમજ આરવ-આરૂષ, આશી અને આન્યાના દાદા. સ્વ. સરસ્વતીબેન રતિલાલ લોધાના જમાઈ, મંગળવાર, તા. ૩૦-૮-૨૨ રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. એડ્રેસ: ૨૧-૧૨, ગંગાસાગર બિલ્ડીંગ, એસ.વી. રોડ, ગોરેગામ-વેસ્ટ.
સ્થાનકવાસી જૈન
ગોંડલના હાલ ઘાટકોપર વિનોદ પ્રભાશંકર કોઠારી (ઉં. વ. ૮૧) સોમવાર, ૨૯-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ અ. સૌ. ઉષાબેનના પતિ. સ્વ. સરોજબેન, સ્વ. લતાબેન, પ્રદિપભાઈના ભાઈ તથા આશાબેનના જેઠ. રૂપા વિપુલ દફતરી અને મીલનના પિતા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના ખેતબાઇ ભવાનજી હરશી પાસુ વીરા (ઉં.વ. ૮૭), તા. ૨૮-૮-૨૨ રવિવારના અવસાન પામેલ છે. હીરબાઇ હરશીના પુત્રવધૂ. અનીલ, મીનાના માતાજી. ભુજપુરના હાંસબાઇ ગણપત રતનશીના સુપુત્રી. ધારશી, મોરારજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. અનિલ ભવાનજી વીરા, બ્લોક નં. ૮, બીજે માળે, પ્રેમસાગર, નીસલીન રોડ, સેલ્સ ટેક્સ ઓફિસની બાજુમાં, મઝગામ, મુંબઇ-૪૦૦૦૧૦.
કોટાડા (રોહા)ના નેણબાઇ લખમશી ગાલા (ઉં.વ. ૯૨), તા. ૨૮-૮-૨૨ના અવસાન પામેલ છે. તેજબાઇ હીરજીના પુત્રવધૂ. સ્વ. લખમશીના પત્ની. મુલબાઇ, સુંદરબેન, વેલજી, વિનોદ, ભરત, વસંતના માતાજી. ગઢ રાજબાઇ માવજી શીવજી ગડાના પુત્રી. લાલજી, મોથારા ખેતબાઇ કેશવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભરત ગાલા, દેવરામ સદન, દત્તમંદિર રોડ, ડોંબીવલી (ઇ.).
કપાયાના કાંતીલાલ હંસરાજ ગોગરી (ઉં.વ. ૭૮), તા. ૨૮-૮-૨૨ના અવસાન પામેલ છે. ખેતબાઇ હંસરાજ ભચુના સુપુત્ર. દમયંતીના પતિ. ચેતના, સંગીતા, લીરેનના બાપુજી. શાંતીલાલ, જયંતીલાલ, હરીશ, સમાઘોઘાના પાનબાઇ શાંતીલાલ, બેરાજાના ઝવેર જાદવજીના ભાઇ. બિદડાના લક્ષ્મીબેન શામજી (બાબુભાઇ) હંસરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૧૦૧, રાધે શ્યામ, વિષ્ણુનગર, નૌપાડા, થાણા (વે.).

Google search engine