જૈન મરણ

મરણ નોંધ

જૈન પાટણ વિશાશ્રીમાળી
કુંભારીયાપાડાના હાલ વાલકેશ્ર્વર, સ્વ. લીલાવતીબેન પોપટલાલ વાડીલાલના સુપુત્ર સ્વ. મહેન્દ્રભાઈ શાહ (ઉં.વ. ૮૭) શનિવાર, તા. ૨૭-૮-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. સૌ. સાધનાબેનના પતિ. સમીરભાઈ-ચૈતાલીબેન, નિખિલભાઈ-ડૉ. દિપ્તીબેનના પિતાશ્રી. સ્વ. પ્રમોદભાઈ, સ્વ. ઈન્દુબેન, સ્વ. દિવ્યાબેન, મૃદુલાબેન, સ્વ. ઉષાબેન, વીણાબેન, જ્યોતિબેનના ભાઈ. સ્વ. શાંતાબેન મણીલાલ પટણી (માલેગાંવ)ના જમાઈ. તેમની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૪-૯-૨૨ના રોજ ૧૦:૩૦થી ૧૨:૩૦, રમા ઍન્ડ સુંદરી વાટુમલ ઓડિટોરિયમ, કે. સી. કૉલેજ, ચર્ચગેટમાં રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સામખીયારીના રમેશ છાડવા (ઉં.વ. ૫૯), તા. ૨૮-૮-૨૨ના રવિવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. જીવાબેન મોતીલાલ છાડવાના સુપુત્ર. શાંતિબેનના પતિ. પ્રેમ, રોનકના પિતાશ્રી. ચંદુલાલ, પ્રવિણ, કેસર, મંજુબેન, ચંપાબેન, ગુણીબેનના ભાઈ. કોરઈબેન પોપટ ચરલાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૩૦-૮-૨૨ મંગળવાર, સમય: બપોરના ૨.૦૦થી ૩.૩૦ પ્રાર્થના સ્થળ: ખાર એજ્યુકેશન સોસાયટી, ખાર પીપલ્સ સ્કુલ, એસ.વી. રોડ, ખાર-વેસ્ટ.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
બરવાળા બાવીસી હાલ ઘાટકોપર સ્વ. મનસુખલાલ વીરચંદ દોશીના ધર્મપત્ની સરલાબેન (સવિતાબેન) મનસુખલાલ દોશી (ઉં. વ. ૯૫) તે સ્વ. બિપીનભાઈ, રજનીભાઈ, યોગેશભાઈ, ઈલાબેન શરદભાઈ મહેતા, વાસંતીબેન ચંદ્રકાંત મડિયા, કિરણબેન બંકિમભાઈ શેઠના માતુશ્રી. દિવ્યાબેન, જ્યોત્સનાબેન, હીનાબેનના સાસુ. ફોરમ નિમેષ લાખાણી, કિંજલ, નેહા અરની અધિકારી, હેમાલી પ્રતીક દોશીના દાદી. મેંદરડા નિવાસી સ્વ. તુલસીદાસ વલ્લભજી કામાણીના દીકરી તા. ૨૯-૮-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા લાયજાના વિપુલ શાંતીલાલ ગડા (ઉં.વ. ૪૯), તા. ૨૮-૮-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી કંકુબેન ધનજીના પૌત્ર. સુશીલાબેન શાંતીલાલના પુત્ર. પારુલના ભાઇ. બાડાના વેજબાઇ અરજણ જેઠાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. એડ્રસ: શાંતીલાલ ગડા, ૧૪ શકર છાયા, એમ.જી. રોડ, ઘાટકોપર (ઇ.).
નવિનારના ઝવેરબેન વસનજી દેઢીયા (ઉં.વ. ૭૧) ૨૭/૮/૨૨ના અવસાન પામેલ છે. સ્વ. દેવકાબેન મોણસી કરમણના પુત્રવધૂ. સ્વ. વસનજીના ધર્મપત્ની. સ્વ. દેવેન્દ્ર, મનિષ હીનાના માતુશ્રી. મોટી ખાખરના રતનબાઇ નેણશી માલશી માણેકના પુત્રી. સ્વ. મુલચંદ, ચુનીલાલ, સ્વ. સુશીલા દેશલપુરના ગં.સ્વ. હંસા રતિલાલ ગજોડના સ્વ. વનિતા, ગાંગજી, રત્નાગીરીના સરોજ અરવિંદ, ઇડરના નીતા વિજયના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મનિષ દેઢિયા, રૂમ નં. ૪, મોહનસીંગ ચાલ, દત્ત મંદિર રોડ, બાણ ડોંગરી, મલાડ (ઇ.).
કારાઘોઘાના અ.સૌ. ગીતા વિનોદ છેડા (ઉં.વ. ૬૨) તા. ૨૭/૮/૨૨ના અરિહંતશરણ પામ્યા છે. માતુશ્રી મણીબેન / કાંતાબેન કુંવરજી ખીમજી છેડાના પુત્રવધૂ. વિનોદના ધર્મપત્ની. મિલન, ધવલ, મનીષાના માતુશ્રી. માતુશ્રી પુતળીબાઇ તેજબહાદુર સોનાર (નેપાળ)ના સુપુત્રી. સુશીલાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિનોદ છેડા, બિલ્ડીંગ નં. ૯, બ્લોક નં. બી /૨૦૨, ગણેશ મંદિરની પાસે, પંતનગર, ઘાટકોપર (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૭૫.
શ્રી મચ્છુકાંઠા વિસાશ્રી માળી જૈન
વાંકાનેર નિવાસી સ્વ. વલ્લભદાસ છબિલદાસ મહેતાના પુત્રવધૂ, સ્વ. મધુકાંત મહેતાના પત્ની માલિનીબેન (મધુબેન) તેમજ સ્વ. રાજેશ, નીપા કમલ વોરા, તેમજ રૂપાના માતુશ્રી તથા પિયર પક્ષે મોરબી નિવાસી સાકરચંદ ચાપસી મહેતાના સુપુત્રી તા. ૨૯-૮-૨૨ સોમવારના પુણે મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા હાલ બોરીવલી અંજવાળીબેન નેમચંદ શાહના સુપુત્ર બચુભાઇ (ઉં.વ. ૯૧) તે અનંતરાય, સ્વ. કાંતિલાલના ભાઇ. સ્વ. યશોમતીબેનના જેઠ. ઇંદીરાબેન, સ્વ. વિનુભાઇ, હીનાબેન, સ્વ. પંકજભાઇ, તેજલ-મનીષ, પૂૂર્વી-પિયુષ, કૃતિ-રિયાંશના કાકા. મોસાળ પક્ષે તલકચંદ જગજીવન શાહ મહુવાવાળાના ભાણેજ તા. ૨૯-૮-૨૨ના સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩-૯-૨૨ના આંગન કલાસીક, બેંકવેટ હોલ, કેન્ટ ગાર્ડન, એપાર્ટમેન્ટ, ટી. પી. એસ. રોડ, બોરીવલી (વેસ્ટ), સાંજે ૪થી ૬ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.