જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સ્વ. કેશવજી ભવાનભાઈ મહેતા (સરકડિયા-નોંઘણવદરવાળા)ના પુત્ર ધનવંતરાય (ઉં.વ.૮૧) તા. ૨૧-૧૨-૨૨ને બુધવારે અવસાન પામેલ છે. તેઓ ઈન્દુબેનના પતિ. જિતેન્દ્ર-પારુલ, નિખિલ-વંદના, હિનાબેન-નિખિલકુમાર (અમદાવાદ) તથા જિગિષાબેન અલ્પેશકુમારના પિતાશ્રી તથા નગીનભાઈ પૂનમચંદભાઈ અને રસિકલાલ તથા જ્યોતિબેન ગિરિશકુમાર અને હિરાબેન ભરતકુમારના મોટાભાઈ. શ્ર્વસુરપક્ષે મૂળચંદભાઈ ભીમજીભાઈ દોશી વરલવાળાના જમાઈ. તેઓની શત્રુંજય ભાવયાત્રા તા. ૨૯-૧૨-૨૨, ગુરુવારે કેવીકે સ્કૂલ, સાંઈનાથ નગર રોડ, ભાજીગલી, ઘાટકોપર (વેસ્ટ)મુકામે સવારે નવ વાગ્યે રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા નિવાસી (હાલ મુલુંડ) સ્વ. મંજુલાબેન અનંતરાય પારેખના પુત્ર મુકેશ (ઉં. વ. ૬૪) મંગળવાર તા. ૨૭-૧૨-૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે રીટાબેનના પતિ. સ્વ. બીપીનભાઈ, સ્વ. ચંદ્રેશભાઈ તથા હીનાબેન ધીરેનભાઈ પંચમિયાના ભાઈ. સ્વ. ત્રંબકલાલ કનૈયાલાલ દાણી (ગારીયાધાર)ના જમાઈ. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની ખાખરના અનંત ટેકચંદ દેઢીયા (ઉં.વ. ૬૦), તા. ૨૭/૧૨/૨૨ના અવસાન પામેલ છે. પુષ્પા ટેકચંદના પુત્ર. સરોજના પતિ. દર્શનના પિતા. ચન્દ્રકાંત, ગીતાના ભાઇ. પદમાબેન માલશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અનંત દેઢીયા, બી-૧૦૪, સોની કુટીર, સાઇનગર, વસઇ-વેસ્ટ.
નાગલપુરના માતુશ્રી રસીલાબેન (હેમલતા) રામજી ગંગર (ઉં.વ. ૮૦) તા. ૨૭-૧૨-૨૨ના અવસાન પામેલ છે. પાનબાઇ ખીમજીના પુત્રવધૂ. સ્વ. રામજીના પત્ની. પરેશ, હરેશના માતુશ્રી. નાગલપુરના દેવકાબેન ગાંગજીના પુત્રી. કિશોર, દિનેશ, અનિલા, રૂક્ષ્મણીના બેન. પ્રા.: બપોરે ૨ થી ૩.૩૦, શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે). નિ.: પરેશ ગંગર, એફ/૬૦૩, મયુરેશ શ્રુષ્ટિ, એલ.બી.એસ. માર્ગ, ભાંડુપ (વે).
પ્રાગપુરના ભાનુબેન (લક્ષ્મી) કલ્યાણજી ગડા (ઉં.વ. ૮૦), તા. ૨૭-૧૨-૨૨ના અવસાન પામેલ છે. મુલીબાઇ મુરજીના પુત્રવધૂ. કલ્યાણજીના ધર્મપત્ની. વર્ષા, જયશ્રી, ભાવેશ, શરદના માતુશ્રી. સાડાઉના મણીબાઇ પોપટભાઇ ગાલાના સુપુત્રી. લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શરદ કલ્યાણજી ગડા, જે-૨૯-૩૦૧, ગ્લોબલ સીટી, નારંગી ફાટક રોડ, વિરાર (વે.).
અમદાવાદ જૈન વિશા ઓસવાળ સમાજ
સ્વ. કનુભાઈ લાલભાઈ ઝવેરી અને સ્વ. નીલાબેનના પુત્ર મનનભાઈ ઝવેરી (ઉં.વ. ૬૩) તે હાલ વિરાર ૨૭/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે છાયાબેનના પતિ. ચૈતલ તથા વિક્રમના પિતા. પાર્શ્ર્વ, પ્રેરણા તથા અનંતના ભાઈ. સ્વ. પ્રવિણચંદ્ર ઝવેરી, સ્વ. સદગુણાબેનના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.