જૈન મરણ
વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સ્વ. નીતાબેન મહેતા (ઉં. વ. ૮૪) તા. ૨૨-૧૨-૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. સુમનલાલ મહેતાના ધર્મપત્ની. નિપુણ તથા મૃદુલનાં માતુશ્રી. બેલા તથા કેતકીના સાસુ. વિવેક તથા એકતાનાં દાદી. વનીતાબેન તથા સ્વ. અમૃતલાલ શાહ, કુમુદબેન તથા પ્રવિણભાઈ મહેતા, હેમલતાબેન તથા સ્વ. પ્રવિણભાઈ શાહના ભાભી. સ્વ. કમલાબેન તથા સ્વ. મોહનલાલ કામદારના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી હાલ બોરીવલી શ્રીમતી રમાબેન (ઉં. વ. ૭૪) તે સ્વ. દિનેશચંદ્ર હેમતલાલ શેઠના પત્ની. તે સ્વ. નવલબેન હેમતલાલ વર્ધમાન શેઠના પુત્રવધૂ. ભાવેન તથા નિશા પ્રિતેશકુમાર શાહના માતુશ્રી. તારીકા અને પ્રિતેશના સાસુ. સ્વ. પ્રવિણચંદ્ર, વિનુભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, જશવંતીબેન, ભાનુબેન, સ્વ. લતાબેન, રેખાબેન તથા હીનાબેનના ભાભી. સ્વ. મોહનલાલ વખતચંદ મહેતાના પુત્રી. ગુરુવાર તા. ૧૫-૧૨-૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વહેવાર બંધ છે.
વાગડ વિ.ઓ.જૈન
ગામ ગાગોદરના અમૃતબેન લાલજી છેડા (ઉં. વ. ૬૫) તા. ૧૫.૧૨.૨૨ના અવસાન પામેલ છે. તે ભમીબેન જગશી છેડાના પુત્ર. સ્વ. નરેન્દ્ર, હિતેશ, તલ્પેશના માતુશ્રી. ગં.સ્વ. અલ્પા, લીઝા, અલ્પાના સાસુ. સૃષ્ટી, દિપ, હેલી, આર્યન, વૃધ્ધિ, કિયોશી, કિયોમી, માર્મીકના દાદી. છોટાપરના સ્વ. વેજીબેન ડાહ્યાલાલ ગાલાની પુત્રી. પ્રાર્થના રાખેલ છે. પ્રાર્થના સ્થળ. જૈન વર્ધમાન સ્થાનક, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી – વેસ્ટ.
ગામ સામખીયારીના મણીલાલ જેઠાલાલ ગડા (ઉં. વ. ૬૮) મુંબઈ મધે અવસાન પામેલ છે. સ્વ. રમાબેન શિવજી કરમણના પતિ, પ્રિતી, દિપીકા, શીતલ, કામિનીનાં પિતાશ્રી. મનસુખ, પ્રફુલ્લ, નિખિલ, હિરેનનાં સસરા. શ્રુતિ, રોનક, ન્યુષા, જૈન્યુષા, હેતાંશ, વિરના નાના. વેલજીભાઈ, પોપટભાઈ, કાંતિભાઈ અને જવેરનાં ભાઈ. આધોઈના શ્રી જખુ પુંજા ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ સ્થાન એ-૩૦૩, અરવિંદ બિલ્ડિંગ, કમલ એપાર્ટમેન્ટ, શંકરલેન, કાંદિવલી-વેસ્ટ.
વાગડ વિ.ઓ.જૈન
ગામ સુવઈના હિરજી વાઘજી છાડવા (ઉં. વ. ૭૫) દેશમાં અવસાન પામ્યા છે. દેવઈ/રખુબેન વાઘજી પુંજાના સુપુત્ર. શાંતિબેનના પતિ. મનસુખ, વનિતા, કલ્પના, ચંદ્રિકા, રીટાના પિતાશ્રી. બકુલ, રમેશ, અજીત, શાંતિલાલ, નયનના સસરા. સ્વ. રણમલ, નાનજી, મોંઘી, ડાઈ, જવેર, નીલુના ભાઈ. ગામ રવના મોંઘીબેન ભાણજી જગશીના જમાઈ. પ્રાર્થના રાખેલ છે. સમય ૧૧ થી ૧૨.૩૦. પ્રાર્થના સ્થળ જૈન સ્થાનક, તળાવપાળી, થાણા.
વિસા ઓસવાલ વેરાવળ જૈન
વેરાવળ નિવાસી ધીરેન્દ્ર ભોગીલાલ જેચંદ શાહના ધર્મપત્ની અ.સો. કુમુદબેન (ઉં. વ. ૭૨), વિશાલના માતુશ્રી. પ્રભાસ પાટણ નિવાસી સ્વ. વિજીયાબેન વન્દ્રાવન રતનજીની દીકરી. સ્વ.ચંપકભાઈ, રમેશભાઈ, મહેન્દ્રભાઈ તથા સ્વ.રસીલાબેનની બેન તા. ૨૩/૧૨/૨૦૨૨ ને દિવસે અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ધીરેન્દ્ર ભોગીલાલ શાહ માત્રે ચાલ નં.૨, રૂમ. નં. ૨૦, કાંદરપાડા, તળાવ પાસે, દહિસર વેસ્ટ.
શ્રી ઝાલાવાડ વિશા શ્રીમાળી મૂ.પુ. જૈન સંઘ
રાણપુર નિવાસી હાલ બોરીવલી સ્વ. શાંતિલાલ હીરાચંદ શાહના પુત્રવધૂ અ.સૌ. મીનાબેન (ઉં. વ. ૫૮) તથા તપન અને ફોરમના માતુશ્રી. તુષારકુમારના સાસુ. પરેશભાઈ, ભરતભાઈ, રંજનબેન , નયનાબેન તથા સ્વ. આશાબેનના ભાભી. કોંઢ નિવાસી સ્વ. જયંતીલાલ દીપચંદ શાહના પુત્રી. દિલીપભાઈ, વિજયભાઈ, રેણુકાબેન, તથા સ્વ. સ્નેહલતાબેનના બેન ગુરુવાર ૨૨/૧૨/૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે . તેમની પ્રાર્થનાસભા રવિવાર તા ૨૫/૧૨/૨૦૨૨ ના ૧૦ થી ૧૨ . સ્થળ શ્રી લુહાર સુથારની જ્ઞાતિની વાડી વિશ્ર્વકર્મા ચોક અંબાજી માતાના મંદિર પાસે, દત્તપાડા મેઈન રોડ, કાર્ટર રોડ નં. ૩, બોરીવલી (ઈસ્ટ), (લૌકિક વ્યવહાર બંધ છે)
શ્રી કચ્છી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ જૈન
કચ્છ ભુજના હાલે મુંબઈ કુસુમબેન (ઉં. વ. ૮૯) તે વાડીલાલ કરશનજી મેહતાના ધર્મપત્ની રાજુલા, જતીન, રાજેન્દ્ર, મનોજ, તથા પારૂલના માતુશ્રી. જયશ્રી, નિમીષા, શ્રેયાના સાસુ. સ્વ. જયાલક્ષ્મીબેન તથા ઝવેરીલાલ શંભુલાલ શાહના સુપુત્રી. રસિકચંદ્ર, રમેશભાઈ, સ્વ.ચંદ્રકાન્તભાઈ, ચન્દ્રકુમારભાઈ, મૂળરાજભાઈ, નરેન્દ્રભાઈ, ધનલક્ષ્મીબેન દેસાઈ, હર્ષદાબેન દોશીના મોટા બહેન તા ૨૩-૧૨-૨૦૨૨ શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ બોરીવલી ઇન્દુબેન રસિકલાલ લાડુ (ઉં. વ. ૮૭) સ્વ. કંચનબેન બાપુલાલ ભેમાણીના સુપુત્રી. સ્વ.રસિકલાલ ચીમનલાલ લાડુના પત્ની. સતીષ, સ્વ.રીટા, ભાવના, મેહુલ, આશિષના માતુશ્રી. શિલ્પા, જયેશકુમાર, જીગ્ના, મેઘનાના સાસુ. મલય, મોક્ષા, હેત, કાવ્યાના દાદી. પ્રણય, મોક્ષેશના નાની તા ૨૩-૧૨-૨૨ના સ્વર્ગવાસ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું : એ-૭૦૪ , સુમેર નગર, એસ .વી . રોડ, બોરીવલી (વે).
સ્થાનકવાસી જૈન
બાલંભા નિવાસી હાલ ભાયંદર સ્વ. હરિલાલ હેમચંદ ઉદાણીના સુપુત્ર મહેશકુમાર હરિલાલ ઉદાણી (ઉં. વ. ૮૮) તા. ૨૩/૧૨/૨૦૨૨ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. સંજીવભાઈ, જયેનભાઈ તથા સોનલબેનના પિતા. પંકજભાઈ, સુજાતાબેન તથા દિપાબેનના સસરા. સાસરાપક્ષે મોરબી નિવાસી સ્વ. જયસુખભાઈ કેશવજી મહેતાના જમાઈ. તે સ્વ. કાંતિભાઈ, સ્વ. પ્રાણલાલભાઈ, બળવંતરાઈ, સ્વ. ચંપાબેન, સ્વ. લલીતાબેન, સ્વ. જશવંતીબેન તથા ચંદ્રીકાબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણીના શ્રી નવીન કરમશી છેડા (ઉં.વ. ૭૪) તા. ૨૨-૧૨-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. મકાંબેન અને શ્રી કરમશી દેવજી છેડાના પુત્ર. ભાનુબેનના પતિ. ચંદા, જેનીશના પિતાશ્રી. કલ્યાણજી, ધનજી, ભવાનજી, લક્ષ્મીચંદ, લક્ષ્મીબેનના ભાઇ. પ્રતાપુરના અમૃતબેન અને કુંવરજી મોણશી ગાલાના જમાઇ. પ્રા. યોગી સભાગૃહ, ગ્રાઉન્ડ ફ્લોર, સ્વામી નારાયણ મંદિરની પાસે, દાદર (સે.રે.), સ્ટેશનની સામે, ટા. ૪ થી ૫.૩૦ નિવાસ: નવીન છેડા: પ્લોટ નં. ૪૨૫, ૧૩૦૧, વ્યુવીલા, શ્રદ્ધાનંદ રોડ, માટુંગા (સે.રે.), મુંબઇ- ૪૦૦૦૧૯.
ડોણ/નાલાસોપારાના પ્રવિણાબેન હરખચંદ ફુરિયા (ઉં.વ. ૮૪), તા. ૨૩/૧૨/૨૨ના અવસાન પામેલ છે. મણીબેન લાલજી કરમશીના પુત્રવધૂ. સ્વ. હરખચંદના પત્ની. જયેશ, મીના, સ્વ. મુકેશના માતુશ્રી. નવાવાસના સુંદરબેન બેચરભાઈ શીવજીના સુપુત્રી. ડો. અમૃતલાલ, ડો. જીતેન્દ્ર, ડો. ધરણેન્દ્ર, મેરાઉના લક્ષ્મી પ્રેમજી નાનજી, નાગલપુરના ચંપા એડ. સુરજી શીવજી, દેશલપુર- કંઠી ક્રિષ્ના શાંતિલાલ હીરજી, નવાવાસ પ્રફુલ્લા શાંતિલાલ રામજીના બેન. પ્રાર્થના રાખેલ નથી.
પુનડીના બા.બ્ર. બેનશ્રી ઝવેરબેન ભીમશી છેડા (એસપીએમ પરિવાર) (ઉં.વ. ૭૯), તા.૨૩/૧૨/૨૨ના દેવલોક પામ્યા છે. માતુશ્રી મકાંબાઈ ભીમશી ખીંયશીના સુપુત્રી. ગાંગબાઈ, માવજી, શાંતિલાલ, પ્રવિણ છેડાના બહેન. રામાણીયાના જેઠીબાઈ માલસી ભારમલના દોહીત્રી. સ્મરણાંજલી સભા: આજે રવિવારના સવારના ૧૦ થી ૧૧.૩૦. યોગી સભાગૃહ, દાદર. નિ. પ્રવિણ છેડા, ૧૩૦૧, માઉન્ટ પ્લેઝન્ટ, ફાઈવ ગાર્ડન, માટુંગા (સે.રે.), મુંબઈ-૪૦૦૦૧૯.
અમદાવાદ દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મુંબઇ મરીન ડ્રાઇવ નિવાસી ગં. સ્વ. પદમાબેન (ઉં. વ. ૯૧) તે સ્વ. નવીનચંદ્ર હીરાલાલ શાહના ધર્મપત્ની. તે વીજીબેન ઉત્તમલાલ પરીખ (મહેસાણા)ના સુપુત્રી. જમનાદાસ ઉત્તમલાલ પરીખ તથા નલીનીબેન (વસુમતી) વિનોદકુમાર ભાખરીયાના બહેન. તે મનોજ, જયશ્રી, સુનીતાના માતુશ્રી. તથા સુવર્ણા અને સંજયભાઇના સાસુ. તે રોહન કેજલ, કોમલ જીમીત, રાહીલ-નેહા, તનીષ્કા, હીદાન, રૂહીના દાદી. તા. ૨૩-૧૨-૨૨ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.