Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
કાંડાગરાના અ.સૌ. સરલાબેન સતીષ છેડા (ઉં.વ. ૬૬), તા. ૨૧-૧૨-૨૨ના અવસાન પામ્યા છે. જખીબેન, દેવકાંબેન શામજીના પુત્રવધૂ. સતીષના પત્ની. દીના, જીગર, પ્રિયાંકના માતા. પાનબાઇ ખીમજી મામણીયાના પુત્રી. જયંતિલાલ, રમેશચંદ્ર, નગીન, વિરેન્દ્રના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦ નિ. સતીષ શામજી છેડા, ૧૦૧, માધુરી બિલ્ડીંગ, પ્લોટ નં. ૧૨૦/ડી, ચેંબુર ગાંવઠણ, ચેંબુર દેરાસરની પાછળ, મું. ૭૧.
ફરાદીના ગુણવંતી નાનજી ગાલા (ઉં.વ. ૭૯) તા. ૨૧-૧૨-૨૨ના દેહપરિવર્તન થયેલ છે. લક્ષ્મીબેન નરશી ગોસર ગાલાના પુત્રવધૂ. સ્વ. નાનજી નરશી ગોસરના પત્ની. જીતેન્દ્ર, ચંદ્રવદન, ભરત, દિપક, મુકેશ, નિર્મળા, તરૂણાના માતાજી. નાના ભાડીયા હીરબાઇ ઠાકરશી દેવજીના પુત્રી. વસંત, રમેશ, મનસુખ, મહેન્દ્ર, વેલબાઇ, જયાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દિપક ગાલા, એ, ૪૦૩, સાઇનાથ પાર્ક, સ્પંદન હોસ્પિટલની બાજુમાં, મુલુંડ (ઇ.).
ઝાલાવાડ દશા સ્થા જૈન
અમદાવાદ નિવાસી સ્વ. દિનેશચંદ્ર પ્રેમચંદ શાહના ધર્મપત્ની હંસાબેન (ઉં.વ. ૭૫) તે ૧૭/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. જીગ્નેશ, દેવલ કલ્પેશ અજમેરાના માતા. સ્વ. કાંતિભાઈ, મનહરભાઈ, સ્વ. વિમળાબેન, સ્વ. સુભદ્રાબેનના ભાભી. સુદામડા નિવાસી સ્વ. મંગળાબેન નગીનદાસ તુરખિયા તથા સ્વ. હીરાબેન નંદલાલ તુરખિયાના દીકરી. વિપિનભાઈ, ગુણવંતભાઈ, દીપકભાઈ, અશોકભાઈ, ચંદ્રકાન્તભાઈ તથા ચંદ્રાબેન જે વોરા, કનકબેન જી શાહ, સ્વ. ઉર્મિલાબેન, રાજુલબેન પી શાહ તથા જાગૃતિ આર કોઠારીના બહેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. મધુકાંતા હિંમતલાલ શાહના પુત્રવધૂ જયશ્રીબેન નિલેશ શાહ (ઉં.વ. ૫૬) તે મિલનના માતા તથા સ્વ. હિતેશના ભાભી. પિયર પક્ષે ગં. સ્વ. કમળાબેન હરગોવિંદદાસ શાહ બાવળાવાળા હાલ ડોમ્બિવલીની પુત્રી. હંસાબેન, અશોકભાઈ, હીનાબેનના બેન. તા. ૧૫-૧૨-૨૨ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક-વ્યવહાર બંધ રાખેલ છે. ૨૫-૧૨-૨૨ રવિવારે શ્રી શેત્રુંજય ભાવયાત્રા રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા હાલ ભાયંદર રસીકભાઇ દામોદરદાસ હેમાણીના ધર્મપત્ની અં. સૌ. સંધ્યા તે અં. સૌ. બીના મનોજકુમાર વ્યાસ તથા પ્રિતીના માતુશ્રી. તથા સ્વ. ત્રંબકલાલ મુળજીભાઇ ભાયાણી (લાઠી)ની સુપુત્રી સ્વ. મહેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ, હંસાબેન મુકુંદરાય તેજાણી. સ્વ. નયનાબેન પ્રફૂલચંદ્ર પારેખ, નિરૂપાબેન સુરેશકુમાર દોશીની બહેન તા. ૨૩-૧૨-૨૨ના સ્વર્ગવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ચંદ્રલોક, બી-વિંગ, શિવસેનાની ગલી, ભાયંદર (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભારોલી હાલ કાંદિવલી સ્વ. ગીરધરલાલ દેવચંદ મહેતાના સુપુત્ર કિશોરભાઇ (ઉં. વ. ૭૬) મંગળવાર, તા. ૨૦-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે અનસુયાબેનના પતિ. તે આશિષ, પલ્લવી, ડિમ્પલના પિતા. તે તૃપ્તી, અભયકુમાર, રીતેશકુમારના સસરા. તે સ્વ. મણીભાઇ, સ્વ. દલીચંદભાઇ, કાંતાબેન તથા ગજરાબેનના ભાઇ. પિયર પક્ષે: રાળગોન નિવાસી : સ્વ. બાબુલાલ ફૂલચંદ શાહના જમાઇ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૫-૧૨-૨૨ સવારના ૧૦થી ૧૨. ઠે. વૃંદાવન ગાર્ડન હોલ, (સૌભાગ્ય પાર્ક), સિનેમેક્સ સિનેમાની બાજુમાં, સ્ટેશનની પાસે, કાંદિવલી (વેસ્ટ).
સોરઠ વિશા શ્રીમાળી જૈન
સરદાર ગઢ હાલ ભાયંદર સ્વર્ગસ્થ લીલાવંતીબેન દીપચંદ પારેખના પુત્ર. શોભનાબહેનના પતિ. પ્રવીણકુમાર (ઉં.વ.૬૬) શુક્રવાર, તા. ૨૩-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ખ્યાતી, ભવ્યના પિતા. ધવલ અને શિવાનીના સસરા. રમીલાબહેન દીલીપભાઇ મહેતાના ભાઇ. સ્વ. તલકચંદ રામજી શાહના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
પાણશીલા નિવાસી હાલ વિલેપાર્લા ન્યાલચંદભાઈ નાગરદાસ શાહ (ઉં. વ. ૮૭) તા. ૨૧.૧૨.૨૨ બુધવારના અરિહંતશરણ પામ્યા છે. તે સુધાબેન (શારદાબેન)ના પતિ. સ્વ. મનસુખભાઈ, સ્વ. ભૂરીબેન, સ્વ. કંચનબેનના ભાઈ. પિયરપક્ષે બોટાદ નિવાસી સ્વ. હિંમતભાઈ, સ્વ. સુરેન્દ્રભાઈ, સ્વ. ધીરજબેન, સ્વ. શાંતાબેનના બનેવી. તે હીતેશભાઈ, હીનાબેન, અ.સૌ. નીતાબેન પરેશકુમાર, અ.સૌ. મોનિકાબેન ચેતનકુમાર, ચી. સોનલબેનના પિતાશ્રી. અ.સૌ. જીનલ જુગલ શાહ, અ.સૌ. દૃષ્ટિ ઇંદ્રીશ રાજકોટવાલા, ચિ. રિયા, રૂષભ, મોક્ષના દાદા-નાના. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫.૧૨.૨૨ના રવિવારે સાંજે ૪ થી ૬ અમૃતબાગ, બજાજ રોડ, વિલેપાર્લા (વેસ્ટ).
ઝાલાવાડી દશા સ્થા. જૈન
ચોટીલા નિવાસી હાલ અંધેરી સ્વ. બકુલાબેન મહેન્દ્રભાઈ ખંધારના પુત્ર રાજેશ (ઉં. વ. ૫૧) તે સ્વ. વિમળાબેન રમણીકલાલ ખંધારના પૌત્ર. સેજલના પતિ. દેવલના પિતા. જયેશ, હિરલ પીયૂષ કોઠારીના ભાઈ. તથા સ્વ. જયાબેન રસીકલાલ ખારાનો દોહિત્ર. તથા જયંતિભાઈ ગોસલિયાના જમાઈ તા. ૧૬.૧૨.૨૦૨૨ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
ચૂડા નિવાસી હાલ સુરત સ્વ. રંભાબહેન શાંતિલાલ કપાસીના સુપુત્ર કિરીટકુમાર (ઉં. વ. ૮૩) સ્વ. સંગીતાબહેન કપાસીના પતિ. સમીર, અંજલી દિપક શાહ, કાનન ધર્મેન્દ્ર ઝવેરી તથા જીજ્ઞા બિમલ કામદારના પિતા. તોરલબહેનના સસરા. દિશા અને મોક્ષના દાદાજી. કેયુર, કેરવી, રોનક, ધાર્મિકના નાનાજી. સાસરા પક્ષથી સ્વ. ચંપાબહેન દલીચંદ વોરાના જમાઈ બુધવાર તા. ૨૧.૧૨.૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (ચક્ષુદાન કરેલ છે.)
ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
લીંબડી હાલ વાલકેશ્ર્વર, મુંબઈ સ્વ. કમળાબેન દિપચંદ શાહના પુત્ર ચંદ્રકાન્ત શાહ (ઉં.વ. ૯૧) તે નિર્મળાબેનના પતિ. જમનાદાસભાઈ – કાન્તાબેન, હર્ષદભાઈ – રંજનબેન, પ્રવિણભાઈ – ઈલાબેનના ભાઈ. સ્મિતાબેન, અલ્કા પંકજ ખારા, તૃપ્તિ ચંદ્રકાન્ત નિર્મલના પિતાશ્રી. ગુલાબચંદ કસ્તુરચંદ શાહના જમાઈ શુક્રવાર, તા. ૨૩-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૪-૧૨-૨૨ના સાંજના ૪.૩૦ થી ૫.૩૦ ઝુમ પર રાખવામાં આવેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular