દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લોધિકા (રાજકોટ) નિવાસી હાલ બોરીવલી સ્વ. કનકલતાબેન વસંતલાલ લીલાધર ખીમાણીના સુપુત્ર ચિતરંજનભાઇ (ઉં.વ. ૬૪) તા. ૧૮-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે કલાબેનના પતિ. રિદ્ધિના પિતા. તે પ્રેરણાબેન કીર્તિકુમાર દોશી, ભાવનાબેન ભરતકુમાર દેસાઇ, આરતીબેન કીર્તિકુમાર કામાણીના ભાઇ. તે સ્વ. મંજુલાબેન નગીનદાસ બોરડીયા (જોરાવરનગર-અંધેરી)ના જમાઇ. તે જિતેન્દ્રભાઇ, સંજયભાઇ, નયનાબેન જયેશકુમાર ડગલી, અલકાબેન, સ્વ. દીનાબેનના બનેવી. પ્રાર્થનાસભા તા. ૨૨-૧૨-૨૨ના ગુરુવારે બપોરે ૩.૩૦થી ૫. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ મુલુંડ રમણીકલાલ બાવચંદ ગાંધી (ઉં. વ. ૮૦) તા. ૧૯-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ચારુબહેનના પતિ. તે કવિતાબેન-ભાવેશના પિતા. તે સ્વ. શાંતિભાઇ, ગંભીરભાઇ, દલીચંદભાઇ, જયસુખભાઇ ગાંધી, સ્વ. વિમળાબેન, કોકિલાબેન, ચંદ્રિકાબેન, જયોતિબેનના ભાઇ. તે સ્વ. શાહ ધીરજલાલ પ્રભુદાસ વરતેજવાળાના જમાઇ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ.ઓ. જૈન
ગામ ભચાઉ નવાગામના મનસુખ ગડા (ઉં.વ. ૪૭) તા. ૧૭.૧૨.૨૦૨૨ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. ડાઈબેન તેજશી લખમણ ગડાનાં પૌત્ર. સ્વ. અમૃતબેન અને ડુંગરશી ગડાના સુપુત્ર. મંજુના પતિ. રિયાના પિતા. દિલીપ, શારદાના ભાઈ. ખુશ્બુના જેઠ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રસ: ૩૭૨/૪, નુતન સોસાયટી, સેક્ટર નં. ૩, ચારકોપ, કાંદિવલી વેસ્ટ.
ગામ મનફરાના દિવાળીબેન સાવલા (ઉં.વ. ૮૩) (પાર્લા) મધ્યે તા. ૧૯-૧૨-૨૦૨૨, સોમવારના અવસાન પામ્યા છે. તે સ્વ. ડાઈબેન જેઠા સાવલાના પુત્રવધૂ. તે વેલજીભાઈના ધર્મપત્ની. સ્વ. મનસુખ, મુકેશ, પુષ્પા, કસ્તુર, ઉષા, નિર્મળા, કલ્પનાના માતુશ્રી. લીના, શિલ્પા, સ્વ. મેપશી, બાબુભાઈ, સ્વ. વિનોદ, મણીલાલ, સ્વ. લખમશીના સાસુ. વિનસ, પારસ, મીમાંસા, અનાહત, દેવાર્યના દાદી. કકરવાના સ્વ. અરધાબેન રાયશી ખીમજી નંદુના દિકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસસ્થાન ૩૦૨, લક્ષ્મીકુંજ, મહંત રોડ, પાર્લા-ઈસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પ્રતાપરના રાજેન્દ્ર કેનીયા (ઉં.વ. ૫૮) તા. ૧૧/૧૨/૨૨ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. તે લક્ષ્મીબેન હીરજી પુનશીના સુપુત્ર. સ્વ. દિનેશ, સ્વ. કિરીટ, કિશોર ભાનુમતીના ભાઇ. ભુજપુરના ગગુ વેલજીના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. સરનામું: કિશોર હિરજી કેનીયા, ૧/૨૨ જોન ડોમનીક ચાલ, હનુમાન નગર, કુરાર, મલાડ (પૂર્વ).
રાયણ હાલે અમદાવાદ શ્રી શાંતિભાઇ રામજી ગાલા (ઉં.વ. ૮૦) તા. ૧૯-૧૨-૨૨ના દેહત્યાગ કરેલ છે. લાખણીબાઇ રામજી તેજશી ગાલાના સુપુત્ર. વિમળાબેનના પતિ. સંદીપ, અનામિકા, રૂપલના પિતા. લાલજીભાઇ, ડો. ધનજીભાઇ, અમરચંદભાઇ, ડુંગરશીભાઇ, હરખચંદભાઇ, કોડાયના હેમલત્તાબેન (ટબીબાઇ) તેજશી ગોગરીના ભાઇ. નાની ખાખર હાલે કલકત્તાના લીલાવંતીબેન લાલજી દેવરાજ વિરાના જમાઇ. મુંબઇમાં પ્રાર્થના રાખેલ નથી. નિ. રેસીડેન્સ: સંદીપ ગાલા ૩૨, ડી, બસંત, બહાર-૧ ગાલા જીમખાના રોડ, બોપાલ અમદાવાદ.
મુંદ્રાના રમણીકલાલ પ્રેમજી ધનજી તેજાણી (ઉં.વ. ૮૮) તા. ૧૭/૧૨/૨૨ના અવસાન પામેલ છે. સાકરબેન પ્રેમજીના સુપુત્ર. રેણુબેનના પતિ. બિજલ, મનિષ, કૈલેશના પિતાજી. સાગર, બારોઇના નિર્મલા નેમજી, ઇંદિરાબેન નલિન, નવાવાસના ચંદનબેન નવિન, દુલ્હારીબેન મુલચંદ, નાની ખાખરના કમલબેન કિશોર, બિના, મહેન્દ્રના ભાઇ. નાની ખાખરના કેસરબેન પ્રાગજી શામજી મેકોનીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મનિષ તેજાણી, હોટેલ ડ્રીમલેન્ડ, નીયર એસ.ટી. બસ સ્ટેન્ડ, મહાબળેશ્ર્વર.
ગુંદાલાના નાનજી કરમશી સતરા (ઉં.વ. ૯૧) તા. ૧૯-૧૨-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. વેલબાઇ કરમશી ધારસીના પુત્ર. મણીબેનના પતિ. લીં.અ.સં.ના પૂ. સૌમ્યમૂનિ, વિનોદ, સુશીલાના પિતા. દામજી, વેજબાઇ, વિમળાબાઇ, રતનબાઇ, જાદવજી, રૂક્ષ્મણીના ભાઇ. ટોડાના નાનબાઇ નાનજી મુરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિનોદ સતરા: ૨/૨૪, મિશ્રા હાઉસ-૧, નેતાજી સુભાષ રોડ, મુલુંડ-વે.