જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
અમદાવાદના સ્વ. વસ્તુપાલ બાલાભાઈ શાહના ધર્મપત્ની તેમ જ સ્વ. કાંતિલાલ લાલભાઈ શેઠના સુપુત્રી સ્વ. હંસાબેન (ઉં. વ. ૮૦) તા. ૨૪-૬-૨૨ને શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે રૂપલ રૂપેશ શ્રોફ, જીજ્ઞા દેવલ, આનલ જૈનલના માતા. સ્વ. ચંદ્રકાન્તભાઈ કાંતિલાલ, સ્વ. રજનીભાઈ કાંતિલાલ, સ્વ. લીલાવતીબેન ગુણવંતભાઈ, સ્વ. ધનલક્ષ્મીબેન નવીનચંદ્ર, સ્વ. સુનંદાબેન દિલીપભાઈ, સ્વ. પ્રેમિલાબેન રશ્મિકાન્ત, તેજપાલ ભાઈના ભાભી ૨૪-૬-૨૨ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧/૭/૨૨ શુક્રવારે, આજીવસન – એલિગન્ટ હોલ, એસ.એન.ડી.ટી. કોલેજની બાજુમાં, જુહુ તારા રોડ, સાંતાક્રુઝ – પશ્ર્ચિમ. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
કોઠ ગાંગડ હાલ વિલેપારલે સ્વ. કાંતિલાલ નાગરદાસ શાહના સુપુત્ર સૂર્યકાંતભાઈ (ઉં. વ. ૮૨) મંગળવાર તારીખ ૨૮-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રતિભાબેનના પતિ. મનીષ અને અમીના પિતાશ્રી. સ્વ. રીન્કુ અને ભાવેશભાઈના સસરા. શ્ર્વસુર પક્ષે શેઠ સૌભાગચંદભાઇ હરગોવિંદદાસના જમાઈ. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
શ્રી સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
નલિયા હાલ વિક્રોલી સ્વ. કેશવલાલ રતિલાલ શાહના ધર્મપત્ની મંગળાબેન (ઉં. વ. ૯૦) તા ૨૯/૬/૨૨ બુધવારના અરિહંતશરણ પામેલ છે. ભાઈલાલ ભાઈ, જયાબેન, નવીનભાઈ, જયેશભાઇ, સ્વ. ચંદ્રિકાબેનના માતુશ્રી. મીનાબેન, પલ્લવીબેન, કૈલાશબેન, બિપિનચંદ્ર પાળીયાદ, બિપીનચંદ્ર વસઈના સાસુજી. નેહલ, ખુશ્બૂ, જીનલના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
શ્રી કચ્છી વિશા ઓશવાળ મહાજન જૈન
ગુંદાલાના જાદવજી વેલજી વોરા (ઉં. વ. ૭૬) તા. ૨૮/૬/૨૨ના અરિહંતશરણ પામ્યા છે. કેસરબેન વેલજીના પુત્ર. નયનાના પતિ. રાહુલ, રાજુલના પિતા. ગુંદાલા કુંવરબેન અરજણના જમાઇ. રાયણ રંજનબેન બીપીન, વાંઢ દમાબેન નરેન્દ્રના ભાઇ. પ્રા. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ સંચાલિત સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ), મું. ૯૨. ટા. ૨ થી ૩.૩૦ ઠે. જાદવજી વોરા-એ /૬૦૧-૬૦૨, દર્શન કો.ઓ. સોસાયટી, સોનીવાડીની સામે, ચીકનવીલા રોડ, બોરીવલી (વેસ્ટ).
સાભરાઇના રાજેશ ખીમજી ગોસર (ઉં.વ. ૪૨), તા. ૨૭/૬/૨૨ના અવસાન પામેલ છે. તે સ્વ. હાંસબાઇ વીરજી નરશીના પૌત્ર. સ્વ. કેસરબાઇ ખીમજીના સુપુત્ર. ભરત, શાંતિલાલ, પ્રેમચંદ, સ્વ. જ્યોતિના ભાઇ. માપરના સ્વ. જેતબાઇ ખીમજી છેડાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભરત ખીમજી ગોસર, ૬૦૪, સાગર સોસાયટી, સમતા કોલોની, પંતનગર, ઘાટકોપર (ઇ.).
સાભરાઇના દેવાંબેન ખીમજી દેવજી હરિયા (ઉ.વ. ૮૫) તા. ૨૯/૬/૨૨ના અવસાન પામેલ છે. કુંવરબાઇ દેવજી પદમશીના પુત્રવધૂ. ખીમજી દેવજીના પત્ની. ધનવંતી, સુરેશ, હંસા, મહેશ, મનીષના માતુશ્રી. ભોજાય દેવકાંબેન લાલજી રતનશીના પુત્રી. હંસરાજ, ડુંગરશી, ખુશાલ, લક્ષ્મીચંદ, ઉત્તમચંદના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.: ખીમજી દેવજી, બી/૧૬, આદિત્ય, ગુણસાગર નગર, કલવા (વે.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સરસઇ હાલ આકોલા સ્વ. શાંતાબેન નંદલાલ પંચમીયાના સુપુત્ર જગદીશભાઇ (ઉં. વ. ૮૨) તે ઉષાબેનના પતિ. તથા સમીરભાઇ, રાકેશભાઇ, અંકિતભાઇ અને આશીતાબેનના પિતા. તથા સૌ. રુપાલી, સૌ. જીજ્ઞા, સૌ. અલ્પના અને સુનીલભાઇ કામદારના સસરા. તે બગસરા નિવાસી માણેકલાલ દયાળજી ઝાટકીયાના જમાઇ. તેમ જ કૃતિકા, કૃણાલ, ધ્રુમીલ, જૈનમ, રીશિત, ઝલકના દાદા તા. ૨૯-૬-૨૨ના આકોલા મુકામે અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા આકોલા મુકામે તા. ૧-૭-૨૨ સવારના ૧૦-૦૦ વાગે. ઠે. સંઘવી વાડી.
ઝા. શ્ર્વે. મૂ. જૈન
લીંબડી હાલ મુંબઇ ભૂપતલાલ જીવણલાલ શેઠના ધર્મપત્ની અ. સૌ. રસિલાબેન તા. ૨૯-૬-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. હિતેન, રેણુના માતુશ્રી. રૂપાના સાસુ. રિયાના દાદી. જયંતિભાઇ, પુષ્પાબેનના ભાભી. સુરેન્દ્રનગર પાનાચંદ વ્રજલાલ જાંબુવાલાની દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
વઢવાણ હાલ મુંબઇ ગુણવંતીબેન આનંદકુમાર દોશી (ઉં. વ. ૮૦) તા. ૨૯-૬-૨૨ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે આશીષભાઇ-પારુલબેન, દિપ્તીબેન-પ્રેમલભાઇના માતુશ્રી. સમર્થ-વિધિ, ધ્રુમી-પ્રણય, અરૂશીના દાદી. મંજુલાબેન -ચંદ્રકુમાર, હંસાબેન-અભયકુમાર, ચંદ્રાબેન, પન્નાબેન, નયનાબેન, દેવીબેન તથા પ્રવીણાબેનના ભાભી. ધીરજલાલ મણીલાલ શાહના સુપુત્રી. રમેશભાઇ ધીરજલાલ શાહ તથા રંજનબેન ભરતભાઇ વોરાના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મારવાડના વિશા પોરવાલ જૈન
ગામ વાડીવ હાલ ગોરેગામવાલા શા. સંઘવી ચુનીલાલજી ભિકાજીના સુપુત્ર. તારાબેનના પતિ. સ્વ. મુલચંદજી, હીરાચંદજી અમૃતલાલ, સવીતા, સ્વ. કલાના ભાઇ. સુરેશ, સીમા, શીલુ, પૂર્વી, નેહલના પિતા. કાર્તિક, રાસુમીના દાદા સંઘવી ઉત્તમચંદજી ચુનીલાલજી (ઉં. વ. ૭૯) અવસાન મંગળવાર, તા. ૨૮-૬-૨૨ના દિવસે મુંબઇમા થયું છે. તેમનું ઉઠમણું ગુરુવાર તા. ૩૦-૬-૨૨ના સવારના ૧૧થી ૧. ઠે. જવાહર નગર રોડ નં. ૪, એસ. વી. રોડ., ગોરેગાંવ (વેસ્ટ), મુંબઇ. સાસરા પક્ષ પાડીવ નિવાસી શા. પારસમલજી જવાનમલજી પેરાજજી પરિવાર.
મારવાડના ગોલવાડ ઓશવાલ જૈન
ગામ શિવગંજ (રાજ.) હાલ મુંબઇવાલા શા. લાલચંદ ચેનમલ સોલંકીના ધર્મપત્ની અ. સૌ. વિદ્યાદેવી લાલચંદજી સોલંકી (ઉં. વ. ૮૦)નું અવસાન સોમવાર તા. ૨૭-૬-૨૨ના મુંબઇમાં થયું છે. શત્રુંજય ભાવયાત્રા ગુરુવાર તા. ૩૦-૬-૨૨ના સવારના ૧૧થી ૧. ઠે. ગોડવાલ ઓશવાલ જૈન અતિથી ભવન, ગુલાલ વાડી, મુંબઇ-૪૦૦૦૦૨, ઓપો, સૂર્યનારાયણ વાડીની સામે. સાસરા પક્ષ: લાલચંદ ચેનમલજી સોલંકી, પુત્ર-સુભાષભાઇ, પુત્રવધૂ-મધુબેન. પીયરપક્ષ: સ્વ. અકકલકંવર પ્રતાપસિંહસા ઢઢ્ઢા, અકકલકંવર સ્વ. ગોરધનસિંહના ઢઢ્ઢા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.