જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
ખારૂઆના ઝવેરબેન પોપટલાલ ગડા (ઉં.વ. ૮૧) હાલે વિઢ તા. ૧૧/૮/૨૨ના અવસાન પામેલ છે. હેમીબાઇ મેઘજીના પુત્રવધૂ. નારણપુરનાં પમીબાઇ મીઠુભાઇના પુત્રી. ખીમજી, હંશરાજ રતનશી, હીરબાઇ, લક્ષ્મીબાઇ, બાયાબાઇના બહેન. કમળાબહેનના માતાજી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નાનજી વીરજી ગોસર ગામ વીઢ તાલુકો માંડવી.
પૂનડીના શ્રી રવિલાલ ઠાકરશી સંગોઇ (ઉં.વ. ૮૪) તા. ૧૨/૮/૨૨ના અરિહંતશરણ પામ્યા છે. માતુશ્રી ગોમીબાઇ ઠાકરશી દેવજીના સુપુત્ર. કસ્તુરબેનના પતિ. નીતીન, રાજીવ, નીતા, નેહા, પ્રફુલ્લાના પિતાશ્રી. મોરાજીભાઇ, હીરજીભાઇ, પૂનડીના ખેતબાઇ કરમશી છેડા, બેરાજાના ભાનુમતીબેન ખીમજી વીરા, તુંબડીના કસ્તુરબેન છગનલાલ ખુથીયાના ભાઇ. નાની ખાખરના કંકુબેન શામજી રવજી દેઢીયાના જમાઇ. પ્રાર્થના: આવતીકાલે સોમવાર યોગી સભાગૃહ દાદર (ઇ.) ટા.૩ થી ૪.૩૦ (સ્મરણાંજલી સભા: ૪.૩૦ થી ૫.૩૦) નિ. રવિભાઇ સંગોઇ ૭૫૩, બોઆ વિલા, ડો. ઘંટી રોડ, પારસી કોલોની, દાદર, મુંબઇ-૧૪.
નરેડી નીરવ મહેન્દ્ર તલકશી ગાલા (ઉં.વ. ૩૫) તા. ૧૨/૮/૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી રતનબેન તલકશીના પૌત્ર. ભારતી મહેન્દ્રનો સુપુત્ર. ભાવિનનો ભાઇ. (હાલાપર) રતનબેન માવજીનો દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ.ભાવિન ગાલા, ૧૦૩, શ્રી વરદ વિનાયક સોસાયટી, પાથરલી રોડ, ગોગ્રાસવાડી, ડોંબિવલી (ઇસ્ટ) ૪૨૧૨૦૧.
કારાઘોઘાના હંસરાજ શાહ (છાડવા) (ઉં.વ. ૮૭) તા. ૧૨/૮/૨૨ના અવસાન પામેલ છે. ઉર્મિલાના પતિ. મેઘબાઇ-ઉંમરબાઇ વીજપાર પુનશીના પુત્ર. વિજય, ભાવના, મોસમી, કીરણના પિતા. વિસનજી, મુલચંદ, મનસુખ, શાંતાના ભાઇ. ગેલડા, સુંદરબેન રવજી જેઠાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હંસરાજ શાહ, બી. ૧૦૧, સુરભી કોમ્પ્લેક્સ, એમ.જી. રોડ, કાંદિવલી વે.
શેરડીના લક્ષ્મીબેન ઉમરશી વરજાંગ હરીયા (ઉં.વ. ૮૮), તા. ૧૧-૮-૨૨ના અવસાન પામેલ છે. કુંવરબાઇ વરજાંગના પુત્રવધુ. ગોવિંદજી, લહેરચંદ, ચંદન, કલ્પના, કાંતી, કિશોરના માતુશ્રી. દેવપુર વેલબાઇ ગાંગજી લીલાધરના સુપુત્રી. મો. રતાડીયા કુંવરબાઇ હંસરાજ, ગઢ મણીબેન મોરારજી, સણોસરા ઉર્મિલાબેન ભવાનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ગોવિંદજી હરીયા, સી૬૦૧ પાઇનવુડ વસંત ગાર્ડન, મુલુંડ-વે.
મોટા લાયજાના તારાબેન મુલચંદ વોરા (ઉં.વ. ૭૮), તા. ૧૨-૮-૨૨ના અવસાન પામ્યા છે. સુંદરબેન રામજી મણશીના પુત્રવધૂ. ગોધરાના બુધીબાઇ પદમશી રતનશી, ઉનડોઠના રતનબાઇ – ખેતબાઇ ધનજી રતનશીના પુત્રી. નિલમ, જીતેન, ઉમેશના માતુશ્રી. ઉનડોઠના બાબુલાલ, ટીનુ, લાયજાના પ્રભાબેન સુંદરજી વોરા, બાયઠના નલીની દિનેશ છેડા, શેરડીના જ્યોતી જેઠાલાલ જેઠાના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. ઉમેશ મુલચંદ વોરા, એ-૧૬, તારદેવ ચેમ્બર્સ, કાશીનાથ સ્ટ્રીટ, તારદેવ, મુંબઇ- ૩૪.
નાના ભાડિયાના માતુશ્રી જવેરબેન ચાંપશી ગોગરી (ઉં.વ. ૮૫) તા. ૧૨-૮-૨૨ના અવસાન પામેલ છે. માંકબાઇ દેવજીના પુત્રવધૂ. સ્વ. ચાંપશીના પત્ની. કિર્તી, મુકેશ, હંસા, દિના, રીટાના માતુશ્રી. નાના ભાડિયાના લક્ષ્મીબેન ભવાનજીના પુત્રી. જેઠાલાલ, કલ્યાણજી, હરખચંદ, શાંતિલાલ, કોડાયના કસ્તુર લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: મુકેશ ગોગરી, અમી વૃંદાવન, બી.પી. ક્રોસ રોડ નં. ૪, મુલુંડ (વે.).
ઝાલાવાડી દશાશ્રીમાળી દેરાવાસી જૈન
પેઢડા હાલ ઘાટકોપર અ.સૌ. જયાબેન (ઉં.વ. ૯૦) તા. ૧૨-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે હીરાલાલ ડાહ્યાલાલ વોરાનાં ધર્મપત્ની. કિરચંદ લાલચંદ શાહના સુપુત્રી. તે રાજેશ, મનિષ, સ્મિતા, શૈલાના માતુશ્રી. તે પ્રકાશભાઈ, રોહિતભાઈ, સંગીતા, નીપાના સાસુની પ્રાર્થનાસભા તા. ૧૪-૮-૨૨ના રવિવારે સમય ૪ થી ૬. એડ્રેસ – જાસ્મીન હોલ, જોલી જીમખાના, વિદ્યાવિહાર (વેસ્ટ).
ક. દ. ઓ. જૈન
ગામ દલતુંગી, હાલ ચેમ્બુર-મુલુંડના પુરબાઈ લખમશી લોડાયાના પુત્ર સુરેશભાઈ (ઉં.વ. ૭૪) તા. ૧૧-૮-૨૨ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જશવંતીબેનના પતિ. અર્પણા-અમીત, ચૈતાલી-અલ્પેશના પિતાશ્રી. મેઘા, સુધા તથા વિહાનના દાદાજી. સામા પક્ષે સ્વ. ડુંગરશી ધરમશી ડાઘા દલતુંગી હાલ સિરશી વાળાના જમાઈ. પ્રાર્થનાસભા – રવિવાર, તા. ૧૪-૮-૨૨ના ૩ થી ૪.૩૦. શ્રી જીવરાજ ભાણજી હોલ, અશોક નગર, નાહૂર રોડ, મેહુલ સિનેમાની બાજુમાં, મુલુંડ (વે.).
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
પાળીયાદ હાલ અંધેરી સ્વ. હીરાબેન – સ્વ. ભીખાલાલ વ્રજલાલ શાહના સુપુત્ર મહેશભાઈ (ઉં.વ. ૭૫) શુક્રવાર, તા. ૧૨-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ભામીનીબેનના પતિ. સ્વ. લજ્જા, ધૃતિના પિતા. અશ્ર્વીનભાઈ-રંજનભાભી, કિરણભાઈ-મીનાભાભી, રાજેશભાઈ-નયનાભાભી, પરેશભાઈ-શ્ર્વેતાભાભી, આશાબેન, મીનાબેનના ભાઈ. તે પિયરપક્ષે સ્વ. કલાવતીબેન મનહરલાલના જમાઈ. શૈલેષભાઈ-નયનાભાભી, રાજેશભાઈ-હેમાભાભી, મનોજભાઈ-ફાલ્ગુનીભાભી, કેતનભાઈ-મોનિકભાભીના બનેવી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
મનફરાના હાલ વાપી સ્વ. ગોરીબેન પુનશી દેઢિયાના પુત્રવધૂ. સ્વ. દેવજી પુનશીના ધર્મપત્ની નાંગલબેન (ઉં. વ. ૯૩) તા. ૯-૮-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. દેશરીબેન રાયશી સત્રાની દીકરી. શાંતિલાલ, લક્ષ્મીચંદ, ચંદુ, મણી, હેમલતા, નિર્મળાના માતુશ્રી. ઠે. લક્ષ્મીચંદ દેવજી દેઢિયા, સી-૧૦૧, અમી સોસાયટી, છરવાડા રોડ, જી.આઇ.ડી.સી. વાપી-જિ.વલસાડ, ગુજરાત. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
લીંમડી હાલ માટુંગા સ્વ. કનૈયાલાલ માણેકચંદ પરીખના ધર્મપત્ની રંજનબેન કનૈયાલાલ પરીખ (ઉં. વ. ૯૦) મંગળવાર, તા.૯-૮-૨૨ના અવસાન પામેલ છે. તે છબીલદાસ સાકરચંદના દીકરી. મુકેશ, દીપિકા, ચેતન તથા સાધ્વીજી મુુુક્તિનિલયા શ્રીજીના માતુશ્રી. સ્મિતા, અનિલકુમાર, મનીષકુમારના સાસુ. બટુકભાઇ, મનોજભાઇ, કુમારપાળના બહેન. હીરલ જીનીત પરીખના દાદી-સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
ગોધાવી વિશાશ્રીમાળી જૈન
ગોધાવી હાલ (બોરીવલી) ચંદ્રાબેન પૂનમચંદ શાહ (ઉં.વ. ૮૩) તે સ્વ. પૂનમચંદ શાંતિલાલ શાહના ધર્મપત્ની. મયંક, પ્રિતેશ, સ્વ. બીના તથા નીતા, પ્રિતિના માતુશ્રી. રૂપા, મમતા, ગૌરાંગકુમાર, સ્વ. શૈલેષકુમાર તથા વિરલકુમારના સાસુજી. પિયરપક્ષે સાણંદનિવાસી મફતલાલ મયાભાઈ મહેતાના દિકરી. અજીતભાઈ, વનલીબેન, સ્વ. નરેશભાઈ, સ્વ. વિરબાળાબેન, રમેશભાઈ, સ્વ. ઉષાબેન, રમાબેન, સ્વ. જસવંતલાલના ભાભી તા. ૧૨-૮-૨૨ના શુક્રવારના અરીહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ગારિયાધાર હાલ બોરીવલી નીતિનકુમાર ચીમનલાલ ગાંધી (ઉં.વ.૬૧) તા. ૧૧-૮-૨૨ ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે દીનાબેનના પતિ. રૂષભ, એકતાના પિતા. ગુણવંતભાઇ, મુકુંદભાઇ, સ્વ. પ્રદીપભાઇ, ભાવનાબેન ભરતભાઇ મહેતાના ભાઇ. સ્વ. રમણીકલાલ મગનલાલ ખાટડીયાના જમાઇ. રાજેશ, દીપક, ચેતન, લીનાબેન રમેશચંદ્ર શાહ, મીનાબેન રશ્મીભાઇ શાહ, પલ્લવીબેન નરેશભાઇના વોરાના બનેવી. પ્રાર્થનાસભા તા. ૧૫-૮-૨૨ સોમવારે ૧૦થી ૧૨. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, મોટો ઉપાશ્રય, કાંદિવલી, એસ. વી. રોડ, પારેખ લેન, કાંદિવલી (વેસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.