જૈન મરણ
કચ્છી દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ જૈન
કચ્છ મુન્દ્રાના હાલે ઘાટકોપર લીનાબેન (ઉં. વ. ૬૩) તે પ્રકાશચંદ્ર શંભુલાલ મહેતાના ધર્મપત્ની. ચિ. કીંજલ મિહીર પટવા તથા ચિ. ઝીલના માતુશ્રી. સ્વ. હિરાબેન શંભુલાલ માનસંગ મહેતાના પુત્રવધૂ. નવીનભાઈ, મનોરમાબેન તથા મૃદુલાબહેનના ભાભી. સ્વ. કંચનબેન જમનાદાસ મહેતા (અંજારવાલા)ની સુપુત્રી. ચિ. દીપક, ભારતી, સ્વ. કામિની તથા અલકાના બહેન તા. ૧૧-૧૨-૨૨ રવિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૨-૧૨-૨૨ સોમવારના સાંજે ૪ થી ૫.૩૦ સુધી જીરાવાલા પાર્શ્ર્વનાથ દેરાસર, ગ્રાઉન્ડ ફ્લોર, દેરાસર લેન, ઘાટકોપર (ઈસ્ટ).
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી હાલ ડોમ્બીવલી ગં. સ્વ. નિર્મળાબેન કુમુદચંદ્ર પારેખના પુત્રવધૂ. અને કમલેશ કુમુદચંદ્ર પારેખના ધર્મપત્ની સોનલ (ઉં. વ. ૫૬) તે પ્રતિભા બકુલભાઈ શેઠ, ભાવના મુકેશભાઈ મહેતા અને સ્વ. બીના, અજય કુમુદચંદ્ર પારેખના ભાભી. તે જયાબેન જયંતીભાઈ દોશીની પુત્રી. તથા દીનાબેન સુરેન્દ્રભાઈ શેઠ, સ્વ. મીનાબેન કમલેશભાઈ સંઘાણી, દેવયાનીબેન લલીતભાઈ દેસાઈના બહેન તા. ૯-૧૨-૨૨ને શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે. નિવાસસ્થાન: એ-૧૦૩, હરેકૃષ્ના એપાર્ટમેન્ટ, માનપાડા રોડ, પાંડુરંગ સ્કૂલની બાજુમાં, ડોંબીવલી (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
હાથસણી નિવાસી (બોરીવલી) શાંતાબા (ઉં. વ. ૯૨) ગુરુવાર, તા. ૮-૧૨-૨૨ના રોજ અરિહંતશરણ થયેલ છે. તે વિનોદ, હસમુખ, ભરત, દિનેશ, મંજુલાબેન નવિનચંદ્ર પારેખ, ગુણવંતીબેન મુકેશકુમાર ગાંધી, પ્રવીણા (પ્રિયંકા) દિપક શાહ, ચેતના વિપુલ શાહના માતુશ્રી. અ.સૌ. ચંદ્રિકા, અ.સૌ. ઈલા, અ.સૌ. મિનલના સાસુ. ચિ. પરિતા સિતાંશુ દોશી, રૂચિતા રચિત મહેતા, ધાર્મિત ધ્રુવીશા, જેનીશા, કેલી, અ.સૌ. ખુશ્બુ અંકિત મહેતા, અ.સૌ. દિશા આકાશ મહેતાના દાદીમા. પિયર પક્ષે – દોશી જુઠાભાઈ જીણાભાઈના દીકરી તેમની માનો ગુણવૈભવ તા. ૧૩-૧૨-૨૨ મંગળવાર સવારે ૧૦ કલાકે લોટસ રઘુલીલા મોલ, ચોથે માળે, પોઈસર, કાંદિવલી (વેસ્ટ) મધ્યે રાખેલ છે.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
સમાઘોઘાના હર્ષા (હેમલતા) રમેશ રામજી સંગોઇ (ઉં.વ. ૬૯) તા. ૯-૧૨-૨૨ના અવસાન પામ્યા છે. માતુશ્રી સુંદરબેન રામજી વેલજી સંગોઇના પુત્રવધુ. રમેશ (બટુકભાઇ)ના ધર્મપત્ની. રાહુલ, મેહુલના માતુશ્રી. પત્રીના નાનબાઇ હીરજી ગેલા ધરોડ, બિદડાના મણીબેન નાનજી કચુ વીરાના સુપુત્રી. પ્રવિણ, ધીરજ, દિનેશ, રતાડીયા (ગ.) દીના કીર્તી છેડાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રમેશ સંગોઇ, બી-૬૦૧, ભુમી એંક્લેવ, મહાવીરનગર, કાંદીવલી (વે.), મુંબઇ-૪૦૦૦૬૭.
ભુજપુરના દિનેશ કરમશી શાહ/દેઢીયા (ઉ.વ. ૭૨) તા. ૧૦-૧૨-૨૦૨૨ના અરિહંત શરણ પામ્યા છે. લક્ષ્મીબેન કરમશી લખમશીના સુપુત્ર. હંસાના પતિ. જીતેન, દર્શીના પિતાશ્રી. ખેતશી, નવિન, મોટી ખાખરના મંજુલા મનસુખલાલ લક્ષ્મીચંદ, નાના ભાડીયાના જયશ્રી ચંદ્રકાંત મેઘજી, હાલાપરના ચંદ્રીકા ડો. પંકજ નાનજીના ભાઇ. લુણીના જવેરબેન કલ્યાણજી કરમશી છેડાના જમાઇ. પ્રા. યોગી સભાગૃહ (દાદર) ટા. ૨ થી ૩.૩૦. ચક્ષુદાન કરેલ છે.
ગોધરાના માવજી જેઠાલાલ છેડા, (ઉં.વ. ૮૦), ૯/૧૨ના અવસાન પામેલ છે. માતુશ્રી મેઘબાઇ જેઠાલાલ છેડાના પુત્ર. મણીબેનના પતિ. મોહન, વસંત, રિટાના પિતાશ્રી. ગાંગજી, ખેતશી, પોપટ, ગોવીંદ, પ્રેમચંદ, મુલબાઇ, લક્ષ્મી, હેમલતા, મંજુલાના ભાઇ. ભીંસરા પુનઇબાઇ જેઠાલાલ સાવલાના જમાઇ. પ્રાર્થનાસભા બપોરે ૨ થી ૩.૩૦, સ્થળ: શ્રી વર્ધમાન સ્થા. જૈ. શ્રાવક સં. સં. કરસન લઘુ નીસર હોલ, દાદર (વે), મું.૨૮.
દશા શ્રીમાળી શ્ર્વે. મુ.પૂ જૈન
જૂનાગઢ હાલ બોરીવલી (વેસ્ટ) અ.સૌ. પ્રજ્ઞાબેન વિપુલભાઈ દડીયા (ઉં.વ.૬૬) તે વિપુલભાઈ અમૃતલાલ દડીયાના ધર્મપત્ની. નિશા આશિષ સલોતના માતુશ્રી, સ્વ જયેન્દ્રાબેન અમૃતલાલ છોટાલાલ દડીયાના પુત્રવધુ, સ્વ. વનેચંદ રતનશી સંઘવીની સુપુત્રી તથા રમેશભાઈ, હરેશભાઈ અને નિતેશભાઈ સંઘવીના બહેન તા. ૧૦.૧૨.૨૦૨૨ શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિજાપુર સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન
ગવાડા (હાલ અંધેરી) સ્વ. નાથાલાલ મોતીલાલના પુત્ર પ્રમોદભાઈ (ઉં. વ. ૭૪) તા. ૧૦-૧૨-૨૨ના અરિહંતશરણ થયેલ છે. તે સ્નેહલતાબેનના પતિ. નરેન્દ્રભાઈ, સદગુણાબેન, સ્વ. ઉષાબેન, રીટાબેનના ભાઈ. મયુરી, સોનલ, હેતલ, નિકીતા, કિરણના પિતાશ્રી. રવિકુમાર, પિનાકિનકુમાર, સમીરકુમાર, મેહુલકુમાર, સપનકુમારના સસરા. શ્ર્વસુર પક્ષ મણીલાલ સાંકળચંદ શાહ (કુકરવાડા). બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૨-૧૨-૨૨ને સોમવારના સાંજના ૭ થી ૮-૩૦ રાખેલ છે. પ્રાર્થનાસભા સ્થળ: ચતવાણી હોલ, સિટી પોઈન્ટ બિલ્ડિંગ, રાજર્ષિ શાહ મહારાજ રોડ, તેલીગલી, અંધેરી (પૂર્વ).