જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના હરીશ રામજી દેઢિયા (ઉં.વ. ૫૮) તા. ૮/૧૨/૨૨ના અવસાન પામેલ છે. સ્વ. પુરબાઇ ધનજી (પટેલ)ના પૌત્ર. મણીબેન રામજીના પુત્ર. (સંસાર પક્ષે) પ.પુ.મુ. શ્રી ભદ્રંકરસાગરજી મ.સા., દિનેશ, હંસા, હિતેન, પારૂલના ભાઇ. મોટી ખાખરના સ્વ. હાંસબાઇ ઉમરશી તાલાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મણીબેન રામજી દેઢિયા, ૧૬૦૫/ ૧૬૦૬, રૂસ્તમજી પીનાકલ, રાજેન્દ્ર્રનગર, દત્તપાડા રોડ, બોરીવલી (ઇસ્ટ).
મોટી રાયણના મીઠાબેન હંસરાજ કોરશી પુનશી ગોસરના જમાઇ મુંબઇ નિવાસી શ્રી વિજય શંકર વાડકર (ઉં.વ. ૬૮) તા. ૮-૧૨-૨૨ના અવસાન પામેલ છે. કમલબેન શંકર વાડકરના સુપુત્ર. પ્રભાબેનના પતિ. નિખીલ અને ચૈતન્યના પિતાશ્રી. મુંબઇ નિવાસી પ્રવિણભાઇ, સારીકાબેન તથા જ્યોતીબેનના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિજય વાડકર – ૬૦૨, આકૃતિ એરિકા, છઠ્ઠે માળે, શ્રધ્ધાનંદ રોડ, નવીનભાઇ ઠક્કર હોલના બાજુમાં, વિલેપાર્લે (ઇસ્ટ).
કોટડી (મહા.)ના મણીબેન કુંવરજી ગોસર (ઉં.વ. ૭૭), તા. ૭-૧૨-૨૨ના અવસાન પામેલ છે. પાનબાઇ હીરજી રતનશીના પુત્રવધૂ. કુંવરજીના પત્ની. કલ્પના, વર્ષા, કેતનના માતુશ્રી. ભોજાય પુરબાઇ ગેલા સામતની પુત્રી. મગનલાલ, પ્રેમજીના બેન. પ્રા. વર્ધમાન સ્થાનક જૈન શ્રાવક સંઘ, કરસન લધુ નિસર હોલ, દાદર (વે.). ટા. ૪ થી ૫.૩૦. નિ. કલ્પના દિનેશ, સંદીપ-૧૭, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (સે.રે.) ૧૯.
ગેલડાના વિસનજી વોરા (ઉં.વ. ૮૨), તા. ૮/૧૨/૨૨ના સંથારો સીજ્યો છે. દેમુબેન રવજીના પુત્ર. વાસંતીના પતિ. મનોજ, સંજયના પિતા. ચંચળ, હરીલાલ, હરખચંદ, પ્રભાવંતી, રંજનબાળા, કુ. નિર્મળા, હેમંતના ભાઇ. લાખાપુર ઉમરબાઇ કુંવરજી લાલજી સાવલાના જમાઇ. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. વાસંતી વોરા, બી-૧૦૦૨, લક્ષ્મીછાયા, એલ.ટી. રોડ, બોરીવલી (વે.).
બેરાજાના બા.બ. વિઠ્ઠલભાઇ ધનાણી (ઉં.વ. ૮૫), તા. ૭-૧૨-૨૨ના દેશમાં અવસાન પામ્યા છે. માતુશ્રી સ્વ. પાચીબાઇ, સ્વ. લાછબાઇ સ્વ. કેશવજી લખમશી ધનાણીના સુપુત્ર. સ્વ. છગનભાઇ, સ્વ. વસનજીભાઇ, સ્વ. ઉમરશીભાઇ, સ્વ. મણીલાલભાઇ, સ્વ. જેઠાભાઇ, સ્વ. છોટાલાલભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, ગામ: બેરાજાના સ્વ. મણીબેન હીરજી શીવજી, ગામ: લાખાપુરના સ્વ. પ્રભાબેન પ્રાગજી શામજીના ભાઇ. સાદડી રાખેલ નથી. વિઠ્ઠલ કેશવજી ધનાણી, નવાવાસ-ગામ: બેરાજા, તા. મુન્દ્રા, કચ્છ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના મેઘજી નાંઈયા રીટા (ઉં.વ. ૭૬) તા. ૫-૧૨-૨૨, સોમવારના અવસાન પામેલ છે. તે જવેરબેનના પતિ. મંજુલા, રસીલા, હર્ષા, ધર્મેશ, રક્ષા, પ્રફુલના પિતાજી. અમૃતલાલ, અમરીશ, પ્રવિણ, નિતેશ, દર્શના, જીગ્નાના સસરા. સ્વ. મેરઈબેનના દેર. મંજુલા, જરશી, ભાનુના જેઠ. મહેક, હિર, દેવ્યમના દાદા. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૩/એ, ૮૩/૮૪, કલ્પતરૂ ઓરા, ઘાટકોપર વેસ્ટ.
ઝાલાવાડી સ્થા. વિ. શ્રી. જૈન
વઢવાણ હાલ ગોરેગામના સ્વ. હિંમતલાલ મોહનલાલ શાહ (નાથાભવાનવાળા) ફકીરભાઈના ધર્મપત્ની સુધાબેન (સવિતા) શાહ (ઉં.વ. ૯૫) તા. ૯-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અમરચંદ હિમચંદ સલોતના દીકરી. સ્વ. સુબોધ, રોહિણીના માતુશ્રી. સ્વ. મીતા, પ્રદીપ મહેતાના સાસુ. નિરલ, ભાવિન, તોરલ, અનિલાના દાદી. ક્રિશા, આશીના પરદાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર હાલ કાંદિવલી સ્વ. ગુણવંતરાય પ્રતાપરાય શાહના ધર્મપત્ની મૃદુલાબેન શાહ (ઉં.વ. ૮૩) તા. ૫-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પદમાબેન ભાસ્કરભાઈ, નીતાબેન શરદભાઈના મોટા ભાભી. અનિલભાઈ, રોહિતભાઈ, પ્રતિભાબેન તુષારભાઈ સંઘવી, મનીષાબેન રાજુભાઈ મહેતાના માતુશ્રી. શ્રીમતી દર્શનાબેન, પારૂલબેનના સાસુ. પિયર પક્ષે રતિલાલ ચત્રભુજ શાહ ભાવનગરવાળાના દીકરી. એશા કેયુર ધામી, કાંચી, યશ, જૈનમના દાદી. એડ્રેસ: એ/૧૦૪, શલાકા બિલ્ડીંગ, ચિલ્ડ્રન એકેડમી સ્કૂલની સામે, દેરાસર લેન, આશા નગર, ઠાકુર કોમ્પલેક્ષ, કાંદિવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ગોડવાલ ઓસવાલ જૈન
ગામ ઘણા નિવાસી હાલ બોરીવલી સ્વ. ધનરાજજી ઓટરમલજી લોઢા (ઉં.વ. ૮૫) તે ૮/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. લીલાવતીબેનના પતિ. મોહીનીબાઈ, જમકુબાઈ, મદનરાજજીના ભાઈ. વિનોદ-પ્રભા, ચંદા સ્વ. અશોકજી, સરિતા પ્રસનજી, રાકેશ-શોભા, કીર્તિ-સંગીતા, સંગીતા-ગજેન્દ્રજી, જીતેન્દ્ર-સમતા, માલા-સંજયજી, ડિમ્પલ-નીતિનજી, અજિત-શીતલના પિતા. નમ્રતા-સચીનજી, હાર્દિક-રૂચિ, પ્રણય-વર્ષા, ધ્રુવ-મૃણાલી, ભવ્યા, યાશી, સનાયા, ધ્રીતી, શર્વિલના દાદા. દુજાનાવાળા સ્વ. ચુનીલાલ કેશાજી રાણાવતના જમાઈ. ભાવયાત્રા ૧૦/૧૨/૨૨ના સમય ૧૧ થી ૧ વર્ધમાન સ્થા. જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મેંદરડા હાલ મલાડ રંજનબેન તથા વિનયચંદ્ર માવાણીના પુત્ર ધર્મેશ (ઉં.વ. ૫૨) તે ખ્યાતિના પતિ. ઉર્જા, હિૃધાનના પિતા. પદ્મિની, પારૂલના ભાઈ. દિવ્યાબેન તથા રમેશભાઈ પતીરા (બેંગલોર)ના જમાઈ. ભાવેશ, વૈશાખીના બનેવી ગુરુવાર, તા. ૮-૧૨-૨૨ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા સ્થળ: શનિવાર, તા. ૧૦-૧૨-૨૨ના સાંજે ૪ થી ૬ અલ્ટામોન્ટ ટાવર, ‘એ’, પી-૩, પાર્કીંગ લોટ, પઠાણવાડી, મલાડ ઈસ્ટ.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ બેંગ્લોર હીરાલાલ ગુલાબચંદ શાહના સુપુત્ર સ્વ. કિશોરભાઈ શાહ (ઉં.વ. ૭૫), તા. ૭/૧૨/૨૨ના અરિહંતશરણ થયા છે. ગીતાબેનના પતિ. ચિ. દેવાંગ, મનીષ, રચનાના પિતા તથા અ.સૌ. પ્રીતિ, નીકીતા, અંકિતકુમારના સસરા. સ્વ. ભૂપતભાઈ, વસંતભાઈ, વિનોદભાઈ, સુરેશભાઈ, રંજનબેન મહેંદ્રકુમાર, સરોજબેન હરેશકુમાર, વીણાબેન જીતેનકુમારના ભાઈ. સ્વસુર પક્ષ: નાગરદાસ કુંવરજી શાહ તનસા રાજપરાવાળાના જમાઈ, સાદડી તા. ૧૧-૧૨-૨૨ રવિવારના સમય: બપોરે ૩ થી ૭. એડ્રેસ: વસંતભાઈ હીરાલાલ શાહ, રૂપ પૂજા બિલ્ડિંગ, એ૨૦, પાંચમે માળે, સર્વોદય નગર, જૈન મંદિર રોડ, મુલુંડ (વે.).
શ્રી વીશા શ્રીમાળી ૧૦૮ના ગોળનું જૈન
ચાણસ્મા નિવાસી હાલ બોરીવલી અ.સૌ. મીનાબેન શાહ (ઉં.વ. ૬૦), તેઓ રોહિતભાઈ વ્રજલાલ શાહના ધર્મપત્ની. અંકુરભાઈ, અંકિતાબેન, નેહાબેનના માતુશ્રી. ચાહનાબેન, અંકિતકુમાર, રાજકુમારના સાસુ. કશ્ર્વીના દાદી. સાનવી, ધૂન, વંશ, વીરાના નાની. સ્વ. અતુલભાઈ, સ્વ. જયેશભાઈ, સ્વ. મહેશભાઈ, સ્મિતાબેન, લીનાબેન, સોનલબેન, રશ્મિકાબેનના ભાભી. પિયર પક્ષે હસમુખભાઇ કાંતિલાલ શાહ (ગાંધી) (ચાણસ્મા) તા. ૮/૧૨/૨૨ના અરિહંતશરણ થયેલ છે. સદગતની પ્રાર્થના સભા તા. ૧૧/૧૨/૨૨ ને રવિવાર બપોરે ૩ થી ૪.૩૦. પિયર પક્ષની પ્રાર્થના સભા સાથે રાખેલ છે. પ્રાર્થના સભા સ્થળ- પેરેડાઈસ હોલ, દોલતનગર રોડ નં-૧૦, બોરીવલી (ઈસ્ટ). નિવાસ સ્થાન: ૭૦૪, ૯૨ બેલેવ્યૂ, સોડાવાલા લેન, ગોવિંદનગર પોલીસ ચોકીની સામે, બોરીવલી (વેસ્ટ).
ઝાલાવાડી શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન
વઢવાણ હાલ તિલકનગર, સ્વ. ચંપાબેન મુગટલાલ ત્રિભુવનદાસ શાહના પુત્ર ભરતભાઇ (ઉં.વ.૮૮) તે સ્વ. કુસુમબેનના પતિ. તે અંજલીબેન ભરતભાઇ શાહ, કવિતાબેન, કાશ્મીરાબેનના પિતા. પ્રદ્યુતભાઇ, સુરેશભાઇ, સ્વ. યોેગેશભાઇ, સ્વ. તુષારભાઇ, સ્વ. વિનોદીનીબેન કોઠારી, સ્વ. દેવયાનીબેન કપાસી તથા રેખાબેન કાપડિયાના ભાઇ. સ્વ. રસિકલાલ નાનાલાલ, ગુલાબચંદ શાહના બનેવી. નિરવ-મોની, ચૈતાલી-હિમાંશુના નાના. ગુરુવાર, તા. ૮-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના, સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.