જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધામેલ હાલ વસઇ રોડ સ્વ. શાંતાબહેન ભાઇચંદ વોરાના પુત્ર જીતેન્દ્રભાઇના ધર્મપત્ની સૌ. રીટાબેન (ઉં. વ. ૫૮) તા. ૬-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રિતેશ, દર્શના વિજય મોદી, મમતા યોગેશ કામદારના માતુશ્રી. પૂજાના સાસુ. વત્સલ, સાહીલ, યશ, મિતાંશના નાની. પિયર પક્ષે સ્વ. હીરાલક્ષ્મી હરગોવિંદદાસ સંઘરાજકા (બાબરા નિવાસી)ની પુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના રાજેશ નટવરલાલ દેઢીયા (ઉં.વ. ૬૨) ૭-૧૨-૨૨ના અવસાન પામેલ છે. ચંદ્રીકાબેન નટવરલાલના પુત્ર. કલ્પનાના પતિ. ભાવિકના પિતા. મનોજના ભાઇ. કેશરબેન મુરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રાજેશ દેઢીયા, ડી-૨ કલ્પતરૂ સોસાયટી, સેક્ટર નં. ૧૪, નવી મુંબઇ-૪૦૦૭૦૩.
રાયધણજરના ગં.સ્વ. ઝવેરબેન વલ્લભજી ગાલા (હાલે આકોલા) (ઉં.વ. ૮૬) ૩૦/૧૧/૨૨ના અવસાન પામેલ છે. વલ્લભજીના પત્ની. અશોક, સ્વ. દીનેશ, વર્ષા, નૈના, નિતીન, જયા, ચેતનના માતુશ્રી. રાયધણજર હાંસબાઇ દેવરાજ ચાંપશીના પુત્રવધૂ. હાલાપુર રાણબાઇ હંસરાજ મુરજી છેડાની સુપુત્રી. કેશવજી, ખેરાજ, મેઘજી, તલકશી, ચાંગડાઇ ખેતબાઇ અરજણ, હાલાપુર રતનબેન ખેરાજના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રસ: નિતીન ગાલા, ઓબેરાય મેશન, ૧લે માળે, શીવાજી કોલેજની સામે, આકોલા (વિદર્ભ).
જામનગર વિશા ઓસવાળ જૈન
હાલ મલાડ સ્વ. દલસુખભાઈ ચત્રભુજ શાહના ધર્મપત્ની યશોતમીબેન (ઉં.વ. ૯૦) તે સ્વ. મગનલાલ પોપટલાલ શાહના પુત્રી. વિનયભાઈના માતુશ્રી. પ્રજ્ઞાના સાસુ. સ્નેહના દાદીસાસુ. ૭/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
દામનગર નિવાસી હાલ કાંદિવલી સુરેશભાઈ ડાહ્યાલાલ અમૃતલાલ અજમેરા (ઉં.વ. ૭૨) તે પ્રવિણાબેનના પતિ. અમિતના પિતા પૂર્વીના સસરા. જીતેન્દ્રભાઈ, ગીતાબેન વીણાબેન હર્ષદભાઈ સંઘવીના ભાઈ. સ્વ. ધીરજલાલ મગનલાલ ભાલવાળાના જમાઈ. ૭/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા ૧૦/૧૨/૨૨ના સવારે ૧૦ થી ૧૨. શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, પાંચમે માળે, એસ.વી. રોડ, પારેખ લેન કોર્નર, કાંદિવલી વેસ્ટ.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ સુરત અરવિંદભાઈ મલુકચંદ શાહ (ઉં.વ. ૮૨) તે ૭/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. ભારતીબેનના પતિ. સમીર-નિશા તથા સંજય-સેજલ તથા હેમા પ્રદીપ સોમાણીના પિતા. પિયરપક્ષે લીંબડી નિવાસી સ્વ. વ્રજલાલ પ્રેમચંદ ગોસલિયાના જમાઈ. સ્વ. છબીલદાસ મલુકચંદ શાહ તથા સ્વ. યશવંતભાઈ શાહના ભાઈ. નાઓમી, જશ, હિનલ, જયના દાદા. તેમની પ્રાર્થનાસભા ૧૦/૧૨/૨૨ના ૪ થી ૫ શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ કાંદિવલી વેસ્ટ.
શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
જુના ઘાંટીલા નિવાસી હાલ મીરા રોડ શ્રી જગદીશ છબિલદાસ લોદરીયાના ધર્મપત્ની શ્રીમતી સરલાબેન લોદરીયા (ઉં.વ. ૭૫) સોમવાર, તા. ૫/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. જે અ. સૌ. મોનાબેન સૌમિલકુમાર દેસાઈના માતુશ્રી. આયુષીના નાની. ભાઈ વિનોદ, સ્વ. મહેન્દ્ર, સ્વ. પ્રવિણ, રંજનબેન ભરતકુમાર શાહ અને રેખાબેન જયંતકુમાર ખંડોરના ભાભી. સૌ. શોભના વિનોદકુમાર, સ્વ. વર્ષાબેન પ્રવિણચંદ્રના જેઠાણી. પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. શિવલાલ હેમચંદ શાહના દિકરી. લૌકિક વ્યવહાર, પ્રાર્થના સભા તથા સાદડી પ્રથા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મોરબી હાલ ચેમ્બુર મુંબઈ સ્વ. શેફાલી ટોલીયા (ઉં.વ. ૫૯) તે શૈલેષભાઈ ટોલિયાના ધર્મપત્ની. તે સ્વ. ન્યાલચંદ ટોલિયાના પુત્રવધુ. સ્વ. નટવરલાલ મોદીના સુપુત્રી. કૃતિકા અને હર્ષના માતુશ્રી બુધવાર, તા. ૭ ડિસેમ્બર, ૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સભા શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર સાંજે ૪:૩૦ થી ૬:૦૦. સ્થળ: લાયન્સ કોમ્યુનિટી હોલ ૯૩-બી, ગારોડીયા નગર, ઘાટકોપર ઇસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બાલંભા હાલ માટુંગા વ્રજકુવરબેન મુલચંદ ઉદાણીના પુત્રવધૂ અ.સૌ. શારદાબેન નગીનભાઈ પત્ની (ઉં.વ. ૭૮), તે વિરેશ, રાજેશ તથા અ.સૌ. નીધિ ઠોસાણીના માતુશ્રી. તે અ.સૌ. હીના, મોહીની તથા નિલેશભાઈ ઠોસાણીના સાસુ. તે સ્વ. કાન્તીલાલ તથા શશીકાન્તભાઈના ભાભી. મોરબી નિવાસી શાંતાબેન અમૃતલાલ દફતરીના દિકરી, તા. ૭-૧૨-૨૨ બુધવારના અરિહંતશરણ પામ્યા છે. ત્વચાદાન તથા ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મુંબઈ નિવાસી સ્વ. બેનકુવરબેન અને સ્વ. હાથીભાઈ જગજીવન ઉદાણીના સુપુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૮૭), તા. ૭-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. લીલમભાઇ, સ્વ. તારાબેન, પન્નાબેન કિશોરભાઈ કામદાર, સ્વ. સરલાબેન, દિલીપ તથા નરેન્દ્રના ભાઈ. સ્વ. સ્નેહલતાબેન લીલમભાઇના દિયર. સ્વ. વર્ષા દિલીપ તથા સ્વ. ભારતી નરેન્દ્રના જેઠ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહારબંધ રાખેલ છે.
માંગરોળ દેરાવાસી જૈન
માંગરોળ હાલ સાંતાક્રુઝ સ્વ. સુશીલાબેન શાંતિલાલ હરકિશનદાસ દલાલના સુપુત્ર કિરીટભાઇ દલાલ (ઉં. વ. ૭૨) બુધવાર, તા. ૭-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે મધુબેનના પતિ અને સ્વ. પાનવંતીબેન પ્રભુદાસભાઇ વર્ધમાનભાઇ શાહના જમાઇ. તે પાયલ સૌરભભાઇ દલાલ અને રિદ્ધિ ગૌરાંગભાઇ પંડયાના પિતા. તે સ્વ. જયોત્સનાબેન નિરંજનભાઇ, વર્ષાબેન સ્વ. દિલીપભાઇ, ડો. જયોતિબેન ડો. રાજેન્દ્રભાઇના ભાઇ. તે કુશ અને દીપના નાના. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૨-૨૨ શનિવારના બિલાવા ભવન, ત્રીજે માળે, સ્ટેશન રોડ, સાંતાક્રુઝ ઇસ્ટ, બપોરે ૩થી ૫.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ગામ વાગડ (ઝાલાવાડ) હાલ કાંદિવલી (વેસ્ટ) સ્વ. જશવંતભાઇ તથા કનકબેનના પૌત્ર. કૌશિકભાઇ તથા ભાવનાબેનના પુત્ર દીપેન
(ઉં. વ. ૩૬) તે વૈભવી મોહનીશ બૈદના ભાઇ.
તે દિવ્યેશભાઇ, સ્વ. અંજનાબેન ભરતભાઇ શાહ તથા સુનિતાબેન અનિલકુમાર શાહના ભત્રીજા. સ્વ. શારદાબેન હસમુખલાલ સંઘવીના દોહિત્ર. સ્વ. ભાવેશ, કેતકી અને કાજલના ભાણેજ.
તા. ૬-૧૨-૨૨ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.