જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઘેટી હાલ કાંદિવલી કળાવતીબેન (ઉં. વ. ૭૮) તે રમણીકલાલ, પરશોતમદાસ મહેતાના ધર્મપત્ની ૨૭-૭-૨૨ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે જસવંતભાઈ, નીતિન, વિજય, ઈલા નિલેશકુમારના માતુશ્રી તથા અલ્કા, ભાવના તથા અલ્પાના સાસુજી. સ્વ. રસિકભાઈ, ધનુભાઈ તથા પન્નાલાલના ભાભી. પિયર પક્ષે સ્વ. નરશીદાસ હિરાચંદ વોરા સાંગણાવાળાના દીકરી. માતૃવંદના ૧-૮-૨૨ સોમવાર, સવારે ૧૦ થી ૧૨.૩૦. ઠે: સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચલાલા હાલ અંધેરી દિલીપ ભુપતરાય લાખાણીના ધર્મપત્ની કિરણબેન (ઉં. વ. ૬૮) ૨૬-૭-૨૨ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે અવની બ્રિજેશસિંહ અને ચિંતનના માતુશ્રી. પિયર પક્ષે સ્વ. દયાકુવર રતિલાલ હિરાચંદ પારેખની પુત્રી. ચંદ્રકાંતભાઈ, હિતેશભાઈ, રેખાબેન શાહ અને ભારતીબેન ગોડાના પિતરાઈ બહેન. પ્રાર્થનાસભા ૩૦-૭-૨૨, શનિવારે. ઠે: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એલટી રોડ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી પશ્ર્ચિમ બપોરે ૩ થી ૫. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ગુર્જર માકપટ જૈન
કચ્છ મંજલ હાલ દાદર મોહનલાલ શાહ (ઉં. વ. ૯૪) ૨૮-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રાણકુંવરબેન લવજીભાઈ ગેલાભાઈના પુત્ર. સ્વ. ચંચળબેનના પતિ. જયેન્દ્ર, જયેશ, ચુનિલ, અનિલા, મૃદુલા, સ્વ. ઉષા, નંદિનીના પિતાશ્રી. તે સપના, શનિલ, મનસુખ વોરા, જીતેન્દ્ર મહેતા, દિપક શાહ, શાલિભદ્ર શાહના સસરાજી. સ્વ. મણીલાલ રવજી શાહ વિથોણના જમાઈ. પ્રાર્થના ૪ થી ૫.૩૦. ૩૦-૭-૨૨ ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન, શ્રાવક સંઘ, દાદર વેસ્ટ.
દશાશ્રીમાળી જૈન
મોરબી હાલ કાંદિવલી નિર્મળાબેન પ્રવિણચંદ્ર શેઠ, તે જયશ્રી, નિલેશ, પ્રજ્ઞા, પરેશના માતુશ્રી. દિક્ષિતકુમાર, વિરેશકુમાર, રેખા, સંગીતાના સાસુજી. ઉષ્મા, મનનના નાની, પ્રિયાંશી, રાજવી, વૃદ્ધિના દાદીમા. તા. ૨૭/૦૭/૨૨ના અરિહંત શરણ પામ્યા છે. લોકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડી મહાદેવપુરીના અ.સૌ. ભાવના સંજય ખીમસરીયા (ઉં. વ. ૨૭) તા. ૨૬/૭ના અવસાન પામેલ છે. મુલબાઇ મુલચંદના પુત્રવધૂ. સંજયના પત્ની. જીઆનના માતા. સરાદીબેન જયંતીલાલની પુત્રી. નવીન, દિપકના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સંજય ખીમસરીયા, બી-૨૨, સાંઇ દર્શન બિલ્ડીંગ, પાંડુરંગવાડી દેરાસરની બાજુમાં, ડોંબિવલી (ઇ.).
મોટા આસંબીયાના અક્ષય જાદવજી સાવલા (ઉં. વ. ૩૨) ૨૭/૭/૨૨ના અવસાન પામેલ છે. સ્વ. પુરબાઇ રવજી કેશવજીના પૌત્ર. સ્વ. હીના જાદવજીના પુત્ર. સ્વ. જેકીનના ભાઇ. ગં.સ્વ. ચંચલબેન ખીમજી શીવજી રાંભીયાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. અક્ષય સાવલા, ડી/૦૦૪, ન્યુ કુમાર એપાર્ટમેન્ટ, રામાજાઉ નગર, આંબાવાડી, નાલાસોપારા (ઇસ્ટ).
ભીંસરાના લક્ષ્મીબેન છગનલાલ સાવલા (ઉં. વ. ૬૯) તા. ૨૭-૨-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. સુંદરબેન શામજી સાવલાના પુત્રવધૂ. છગનલાલ સાવલાના પત્ની. ક્રિષ્ણાના માતાજી. નાલાસોપારાના રામચંદ્ર બશવતના પુત્રી. ગણેશ, રમેશ, મોહનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. છગનલાલ શામજી સાવલા, વિરેન્દ્રનગર, ધાપશીપાડા, મનોર રોડ, પાલઘર (ઇ.).
બગડાના રમેશ લાલજી માલશી દેઢિયા (ઉં. વ. ૬૮) તા. ૨૭/૭ના અવસાન પામ્યા છે. સોનબાઇ લાલજીના સુપુત્ર. નયનાબેનના પતિ. સં. પ. મુનિ શ્રી ગુણવલ્લભસાગરજી મ.સા., સા.શ્રી તીર્થંકરગુણાશ્રી મ.સા., રિચાના પિતા. શાંતાબેન, ધીરજ, પ્રદીપના ભાઈ. ના. ભાડિયાના નાનબાઈ નાનજી નાથાના જમાઈ. નવકાર જાપ રાખેલ છે. ઠે. સેન્ટ્રલ પ્લાઝા હોલ, ગિરગામ ચર્ચની સામે, ચર્ની રોડ. તા. ૩૦-૭-૨૨, ટા. ૨.૩૦ થી ૪.૩૦.
દશા સ્થા. જૈન
સાવરકુંડલા હાલ ઘાટકોપર સ્વ. મનસુખલાલ રામજીભાઈ શાહ (ઠોસાણી)ના ધર્મપત્ની ગં. સ્વ. હંસાબેન (ઉં. વ. ૮૫) (મધુબેન) ગુરુવાર, ૨૮-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે દિપક, હેમંત, વિપુલ, કિરણના માતુશ્રી. તે સ્વ. રતીલાલભાઈ, સ્વ. દલીચંદભાઈ, સ્વ. નિર્મળાબેન જયસુખલાલ, સ્વ. હંસાબેન કાંતિલાલ, સ્વ. કુંદનબેન નવનીતલાલ, જયેન્દ્રભાઈના ભાભી. તે સ્વ. મગનલાલ મોહનલાલ ત્રિભોવનદાસ, સ્વ. દલસુખભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. હીરાબેન અમૃતલાલ, વિનુભાઈના બેન. તે ભાવના, પારૂલ, બિનીતા, રાખીના સાસુ. હાર્દિક, અનેરી, મોનીલ, પ્રિયંકા, યશ, ક્રિશા, ધ્રુવી, જાન્હવીના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઈના સ્વ. રમીલાબેન રવજી હરખચંદ ચરલા (ઉં. વ. ૬૯) મુંબઈમાં અવસાન પામેલ છે. તે રવજી હરખચંદ ચરલાના ધર્મપત્ની. માતુશ્રી દેશરીબેન હરખચંદ ધનજી ચરલાના પુત્રવધૂ. રાજેશ, જયેશ, મનીષાના માતુશ્રી. એકતા, ચેતના, પ્રફુલ્લાના સાસુ. ઉર્વી, સૃષ્ટિ, જૈમીનના દાદી. હિરકનના દાદીસાસુ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે.: ૨૧૪ પરમાર કો. સો. પરાંજ્યે બી સ્કીમ, હનુમાન રોડ, વિલેપાર્લા (ઈસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
કાનિયાડના હાલ માટુંગા સ્વ. ડો. જયંતિલાલ અમૃતલાલ દેસાઈના પુત્ર તુષારભાઈ (જીતુભાઈ) (ઉં. વ. ૭૪) ૨૭-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. તેજસ અને ડિમ્પલના પિતાશ્રી. યોગેનભાઈ, હર્ષાબેન દેવેન્દ્રભાઈ શાહના ભાઈ. અ. સૌ. પિંકલ તથા કિર્તીભાઈ કામદારના સસરા. સસરા પક્ષે સ્વ. નટવરલાલ હરખચંદ શાહના જમાઈ. સંજયભાઈ શાહ, ઈલાબેન હેમેન્દ્રભાઈ શેઠ, નીલાબેન ઉમેશભાઈ અજમેરા, વર્ષાબેન રશ્મિકાંત મહેતા, સ્વ. છાયાબેન જયેશભાઈ શાહના બનેવી. પ્રાર્થનાસભા ૩૧-૭-૨૨ને રવિવાર સવારે ૧૧ થી ૧૨. ઠે. નોર્થ ઈન્ડિયન એસોસિયેશન ભાઉદાજી રોડ, એક્ષટેન્શન ઓફ સાયન રોડ, સાયન, મુંબઈ-૨૨. લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.