Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

વાગડ વિ. ઓ. જૈન
ગામ ખારોઈના રાજાભાઈ સાવલા (ઉં.વ. ૮૫) તા. ૨૭-૧૧-૨૨ના દેશમાં અવસાન પામેલ છે. તે સ્વ. ગૌરીબેન પરબત સાવલાના પુત્ર. રાજીબેનના પતિ. પુષ્પા, જયંતીલાલ, ખીમજીના પિતાશ્રી. પ્રેમજી, ઉર્મિલા, રેખાના સસરા. ચિરાગ, ડોલી, મોહિની, મોનિકા, મનાલી, હર્ષના દાદા. કકરવાના સ્વ. ગૌરીબેન માઈયા મેઘજી કારિયાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૧૩૦૪, રાજયોગ રેસીડેન્સી, એમ. જી. રોડ, ગોરેગાંવ વેસ્ટ.
જામનગર વિશા ઓશવાલ જૈન
જામનગર હાલ અંધેરી અમુલખ મગનલાલ શાહના પુત્ર પ્રવિણચંદ્ર (ઉં.વ. ૭૮) તે સ્વ. વસુબેનના પતિ. મયાકોર પોપટલાલ ઝવેરીના જમાઈ. વિનોદભાઈ, સ્વ. જશુભાઈ, હર્ષદભાઈ, નિર્મળાબેન, કુમુદબેન, નિરૂબેનના ભાઈ. મીતા મુલચંદ રાહી, કાજલ નિલેશ શાહ, સેજલ તુષાર કામાણી, રચના પ્રિતેશ શાહના પિતાશ્રી તા. ૨૭-૧૧-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: ૧૪/વિજયકુંજ, જુના નાગરદાસ રોડ, ૩જે માળે, અંધેરી ઈસ્ટ.
ઝાલાવાડી જૈન
વિછિયા હાલ કાંદિવલી સ્વ. દલસુખભાઈ તથા સ્વ. કંચનબેન શાહના પુત્ર ડૉ. યોગેશભાઈ (ઉં.વ. ૭૭) તે રોહિણીબેનના પતિ. ડૉ. નીરજ અને ડૉ. તેજલ ઠક્કરના પિતાશ્રી. જુગલ ઠક્કર તથા પુત્રવધૂ ડૉ. જીજ્ઞાના સસરા. સૌ. મીનાબેન, ભાવનાબેનના ભાઈ. બાબરા નિવાસી સ્વ. નાનાલાલ સંઘવીના જમાઈ તા. ૨૫-૧૧-૨૨, શુક્રવારના દેહ પરિવર્તન કરેલ છે. લૌકિક વ્યવહાર તથા સાદડીની પ્રથા બંધ રાખેલ છે.
ક. દ. ઓસવાલ જૈન
ગામ કચ્છ જખૌ હાલે મુલુંડ ચેકનાકા સૌ. વિમલાબેન જવેરચંદ હિરજી મૈશેરીના પુત્રવધૂ અ. સૌ. મીનાબેન (ઉં.વ. ૫૦) તા. ૨૭-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે પરેશભાઈના પત્ની. હિમાંશુ, અ. સૌ. હિરલ કુનાલ નંદુના માતાજી. અ. સૌ. વર્ષા જીતેશ મૈશેરી, અ. સૌ. રાજેશ્રી જીગ્નેશ પોલડિયાના ભાભી. ગં. સ્વ. પ્રેમાબાઈ નારાયણજી શામજી લોડાયા (રાપર ગઢવારી)ના પુત્રી. રમેશભાઈ, અ. સૌ. કલ્પનાબેન પંકજ દંડ, રાજેશભાઈ, શરદભાઈના બહેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૫/૨, ત્રિમૂર્તિ સદન, કિસન નગર-૨, રોડ નં. ૧૬, થાણા ૪૦૦૬૦૪.
વિશા-નિમા જૈન
કપડવંજ હાલ મુંબઇ અ. સૌ. કલાવતીબેન પરીખ (ઉં.વ. ૯૩) તે ફતેચંદભાઇ કસ્તુરલાલ પરીખના ધર્મપત્ની. પંકજ, બીના અને સમીરના માતુશ્રી. દીના, હેમા, પ્રદીપભાઇના સાસુ. તથા રિદ્ધિ, સિદ્ધી અને ચિંતનના દાદી. તથા પાર્થિક, રોશનના નાની. તા.૨૯-૧૧-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧-૧૨-૨૨ ગુરુવારના સાંજે ૫થી ૭. ઠે. તારાબાઇ હોલ, મરીન લાઇન્સ, મુંબઇ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોખાના ગં.સ્વ. વિમળાબેન પ્રવિણચંદ્ર ધરોડ (ઉં.વ. ૬૧), તા. ૨૮-૧૧-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. સાકરબેન લાલજીના પુત્રવધૂ. સ્વ. પ્રવિણના પત્ની. ધવલ, દીપા, અલ્પા, બીજલ, મીતલના માતુશ્રી. પત્રીના મમીબાઇ/વેલબાઇ ઠાકરશી સાવલાના પુત્રી. નરેન્દ્ર, દિનેશ, ભરત, જયશ્રીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિમળા પ્રવિણ ધરોડ, ૨૩/૨૩૧, સર્વોદય સોસાયટી, મહાવીરનગર, કાંદીવલી (વે.).
ઝાલાવાડી સ્થા. જૈન
બરવાળા ઘેલાશા નિવાસી હાલ મીરા રોડ સ્વ. શારદાબેનના પતિ, રસિકલાલ હરિલાલ પારેખ (ઉં.વ. ૯૦) તે ૨૬/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રી પ્રકાશ ગોસલિયાના પિતા. રતિલાલ, મરઘાંબેન હિંમતલાલ ધોળકિયાના ભાઈ. જીજ્ઞેશ તથા કેયુરના નાના. મોહનલાલ લવજી શાહના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
મોરબી હાલ બોરીવલી ભોગીલાલ વલમજી ગાંધીના ધર્મપત્ની જ્યોત્સનાબેન (ઉં.વ. ૮૨) રવિવાર, તા. ૨૭/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે શૈલેષ – ભાવના, રોહિત – જાગૃતિ , અજય – સોનલના માતૃશ્રી તથા હિંમતલાલ – સવિતાબેન, રવિચંદભાઈ – રંજનબેન, સુરજબેન – ભુદરલાલ, લલીતાબેન – ઠાકોરદાસ, જયાબેન – વનેચંદભાઈના ભાભી તથા પીયર પક્ષે ખાખરેચી નિવાસી હાલ વાપી રાજપાલભાઇ મગનલાલ વોરાના દીકરી તથા રૂક્ષ્મણીબેન – ધારશીભાઈ, જયાબેન -પ્રાણજીવનદાસ, નિર્મળાબેન – કનુભાઈ, ધનસુખભાઈ – જયોત્સનાબેન, વિદ્યાબેન – સુરેશભાઈ, નીલમબેન – બીપીનભાઈના બેન. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧ ડિસેમ્બરના સવારે ૧૦ થી ૧૧:૩૦ સ્થળ: શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.
ડીસા શ્રીમાળી જૈન

જુનાડીસા તીર્થ નિવાસી પુષ્પાબેન નરેન્દ્રકુમાર હેક્કડ (ઉં.વ. ૭૨) તેઓ સમીર અને કલ્પેશના માતા. પ્રીતી અને અમીષાના સાસુ. દર્શન, પાર્શ્ર્વ, સંયમ અને યશ્ર્વીના દાદી. તેઓ સ્વ. રમણીકભાઇ, પ્રકાશભાઈ, રમીલાબેન, કલ્પનાબેનના ભાભી. તેઓ બિપીનભાઈ, અતુલભાઈ, રૂપેશભાઈ, શર્મિષ્ટાબેન, શિલ્પાબેન, મનીષાબેનના બેન. તેઓનું તા. ૨૯/૧૧/૨૦૨૨ મંગળવારના મુંબઈ મુકામે અવસાન થયેલ છે. એડ્રેસ: ૪૨-એ સૂર્ય કિરણ બિલ્ડિંગ, શ્રી ગોવાલિયા ટેન્ક જૈન દહેરાસરની બાજુમાં, પાન ગલ્લી, મુંબઇ.
શ્રી સોરઠ વિશા શ્રીમાળી જૈન
માખિયાળા હાલ સાંતાક્રુઝ સ્વ. સૌભાગચંદ ત્રિભોવનદાસ ધોળકિયાના પત્ની ઈન્દુમતી (ઉં.વ. ૮૨) મંગળવાર, તા. ૨૯-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નિતીનભાઈ, હર્ષદના માતુશ્રી. સીતાના સાસુ. સ્વ. નિર્મળાબેન મહાસુખભાઈ, સ્વ. લલીબેન મનસુખલાલ તથા ગુણીબેન શાંતિલાલ ભાભી. પિયરપક્ષે સ્વ. ચંપાબેન વરજીવનદાસ હાથીની દીકરી. નિવાસ સ્થાન: ૪૦૨, મહાવીર જૈન દેરાસર માર્ગ, પોદાર સ્કૂલની બાજુમાં, સાંતાક્રુઝ વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ગાધકડા હાલ સાયન, શેઠશ્રી બાવચંદ રામચંદ દૂધવાળાના સુપુત્ર સ્વ. રસિકલાલના ધર્મપત્ની શ્રીમતી પ્રભાવતીબેન (ઉં.વ. ૮૮), તે અશ્ર્વિનભાઈ, પિયુષભાઈ, સુધીરભાઈ, મુકેશભાઈ તથા હર્ષાબેન જીતેન્દ્રકુમારના માતુશ્રી. શિલ્પા, મીતા, સોનલ, પારૂલના સાસુ. પ્રતિક-ધ્વની, મિહિર-મિરાલી, રાહુલ-આયુષી, શ્રદ્ધા-વિરાજ, રિદ્ધિ-મિતેષ, મીઠીના દાદી. પિયરપક્ષે અમદાવાદ નિવાસી સ્વ. શ્રી ચુનીલાલ ત્રિભોવનદાસ દોશીના દિકરી, શુક્રવાર, તા. ૨૫-૧૧-૨૨ના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહર બંધ રાખેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular