કચ્છી વિશા ઓશવાળ જૈન
નરેડીના ખીમજી આસુ નાગડા (ઉં.વ. ૮૦) તા. ૨૭-૧૧-૨૨ના મુંબઇમાં અવસાન પામ્યા છે. ગંગાબાઇ આસુ નાગડાના સુપુત્ર. કેસરબેનના પતિ. લતાના પિતાશ્રી. ઉમરશી, મણીલાલ, હરખચંદ, વિમળાબેન કેશવજી, ઝવેરબેન ગોવિંદજી, રેખાબેન દેવચંદ, રેખા ઉદય, પ્રેમીલા નાનજીના ભાઇ. દેઢીઆના કસ્તુરબેન રાયશી મેઘજી પાસડના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ખીમજી આસુ, ૨૩, સત્યમ, ચિપલુણકર રોડ, અનુપમ હોસ્પીટલની પાછળ, ડોંબીવલી (ઇ.).
નાના ભાડીયાના અ.સૌ. શ્ર્વેતા વિનીત ધીરજલાલ રાંભીયા (ઉં.વ. ૩૮) તા. ૨૬-૧૧-૨૨ના અવસાન પામ્યા છે. ભારતીબેન ધીરજલાલ લાલજીના પુત્રવધૂ. વિનીતના ધર્મપત્ની. ધ્રુવી, કાવ્યના માતુશ્રી. ગં.સ્વ. રતનબેન કેશવજી લખમશી દેઢીયાના પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિ. ધીરજલાલ રાંભીયા: ૩૧/૫, નિલકંઠ સ્મૃતિ, જગડુશાનગર, ઘાટકોપર (વેસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ચોટીલા નિવાસી હાલ પૂના (ઔંધ) આસ્તિકકુમાર શાહ (ઉં.વ. ૬૮) રવિવાર, તા. ૨૭-૧૧-૨૨ના અરિહંતશરણ પામેેલ છે. અંતિમ સંસ્કાર, મંગળવાર તા. ૨૯-૧૧-૨૨ના રાખેલ છે. તે સ્વ. પુષ્પાબેન જસવંતરાય શાહના સુપુત્ર અને સ્વ. મીનાબેનના પતિ. અ. સૌ. શેફાલી અનિષ નારેચાણિયા, પ્રણવ-ચૈત્રીના પિતા. સુરેખાબેન હિમાંશુભાઇ શાહના ભાઇ. હર્ષિ અને આરવના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા હાલ બોરીવલી સ્વ. નારણદાસ વશરામ સંઘવીના પુત્ર સ્વ. જયંતિલાલના ધર્મપત્ની વીણાબેન (ઉં. વ. ૮૮) અવસાન પામ્યા છે. રાજેશભાઇ, નયનાબેન, ભારતીબેન, સ્વ. મીનાબેન, અતુલભાઇ અને પલ્લવીબેનના માતુશ્રી. ભદ્રાબેન, હર્ષદભાઇ, રાજુભાઇ, (યોગેશભાઇ), નકુલભાઇ, દિપ્તીબેનના સાસુ. સ્વ. ઉમેદભાઇ, સ્વ. કાંતિભાઇ, અશોકભાઇ, મહેશભાઇના ભાભી. પિયર પક્ષે સ્વ. રતિલાલ દુર્લભદાસ દોશીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ત્રંબોના ચાંપુબેન ગાલા (ઉં.વ. ૮૦) તા. ૨૬-૧૧-૨૨ના થાણા મધે અવસાન પામેલ છે. તે સ્વ. મુરઇબેન રતનશી લાધા ગાલાના પુત્રવધૂ. સ્વ. પુનશીના ધર્મપત્ની. પુષ્પા, સ્વ. પ્રિતી, રસીક, મિતેશ, પ્રિતીના માતુશ્રી. મણીલાલ, હેમલતા, મનીષા, રસીકના સાસુ. હર્ષ, આર્યા, શ્રીયાના દાદી. દિનેશ સુપ્રિયા, સ્વ. રણધીરના ભાઇના ઘરેથી. સ્વ. દેવઇબેનના દેરાણી. પ્રાર્થના રાખેલ છે. ઠે. થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, નૌકાવિહારની સામે, થાણા (વેસ્ટ). મંગળવાર તા. ૨૯-૧૧-૨૨ સવારે ૧૦.૩૦થી ૧૨. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે, ઠે. ૪૦૨, શારદાસ ન્યુ મદન વિલાસ, રામવાડી, નૌપાડા, થાણા (વેસ્ટ).
નરસિંગપુર દિગંબર જૈન
નરોડા હાલ વિલેપાર્લે નીતીનભાઇ શાહ (સ્વ. પ્રવીણચંદ્ર તથા ઇન્દુબેનના પુત્ર. નિવિદાબેનના પતિ. મિહિકા મિતેષ શાહ, જાનવી પ્રતીક શાહના પિતા. વ્હીદાનના નાના. પંકજભાઇ તથા કિરીટના ભાઇ. સ્વ. સેવંતીભાઇના જમાઇ. અલ્કેશ તથા રેખાંગના બનેવી (ઉં. વ. ૬૩) તા. ૨૮-૧૧-૨૨ના અરિહંત શરણ પામેલ છે. તેમના આત્માશ્રેયાર્થે તા. ૨૯-૧૧-૨૨ના મંગળવારના સાંજે ૪થી ૬, પ્રાર્થનાસભા રાખેલ છે. ઠે. રાજપુરિયા બાગ હોલ, ૩૯૮ , એન. પી. ઠક્કર રોડ, નવપાડા, વિલેપાર્લે (ઇસ્ટ).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
વવાણીયા નિવાસી (મોરબી) હાલ દેવલાલી રશ્મિકુમાર દોશી (ઉં. વ. ૫૯) તા. ૨૨-૧૧-૨૨ દેવલાલી મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સાધનાના પતિ. ક્રિષના પિતા. તે સ્વ. તારાબેન બુદ્ધિ ધન, મોહનલાલ દોશીના સુપુત્ર. તે સ્વ. ભરતભાઇ, બેન પ્રજ્ઞા, મનોજભાઇના ભાઇ તે આશાબેનના દિયર. તે સ્વ. સરોજબેન પ્રવીણચંદ્ર ઝવેરીના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ગામ લીંબડીના જયોત્સનાબેન (ઉં. વ. ૮૨) હાલ અંધેરી ઇસ્ટ તા. ૨૬-૧૧-૨૨ના અવસાન પામેલ છે. તે સ્વ. જયકુમાર ભીખાલાલના ધર્મપત્ની. સ્વ. શાંતાબેન વિજયલાલ દાદભાવાલાના દીકરી. કેતન, નિમેષ, બીના, મમતાના માતુશ્રી. સાસુ. શ્રેય-ધ્યેય ક્રિતિકાના દાદી-સાસુ. સ્વ. જશવંતીબેન, હસમુખલાલ કપાસીના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા તા. ૨૯-૧૧-૨૨. ઠે ગોયંકા હોલ જે. બી. નગર, કાંતિનગર, અંધેરી (ઇસ્ટ), સાંજે: ૪થી ૫.૩૦.
દશા શ્રીમાળી સુડતાળીસ જ્ઞાતી દેરાવાસી જૈન
વડાવલી હાલ ઘાટકોપર સ્વ. શાંતિલાલ ઉતમચંદ શાહના ધર્મપત્ની શારદાબેન શાહ (ઉં. વ. ૮૫) તા. ૨૭-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલા છે. સુનીલ, વિજય, સંજય, કલ્પનાના માતુશ્રી. રીટા, હીના, રાજુલ તથા વિનોદભાઇના સાસુ. પ્રિયંકા, કોમલ, ફોરમ, જયોતી, રૂતુ, જીગર, આશીષના દાદી. અંકિતા તથા રોનકના નાની. નરોતમદાસ તથા રસીકલાલ કેશવલાલ શાહ, કાન્તાબેન, સવિતાબેન, વિમળાબેન, લીલાબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વીસા શ્રીમાળી દેરાવાસી જૈન
રાજકોટ હાલ મુંબઇ સ્વ. ચમનલાલ અભેચંદ મનિયારના સુપુત્રી કુમારી કુમુદબેન (ઉં.વ.૯૧) તે સ્વ. જશવંતીબેન, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. જયોતીબેન અને સ્વ. ઉષાબેનના બેન. હિના તથા મનિષાના ફઇબા. નિલાબેન તથા નૂરજહાંબેનના માસી. તા. ૨૨ સપ્ટેમ્બરના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જાળીયા (હસ્તગિરી) હાલ ડોંબિવલી સ્વ. ઉમેદચંદ અમૃતલાલ શાહના સુપુત્ર પ્રવિણચંદ્ર શાહ (ઉં. વ. ૭૭) રવિવાર, તા. ૨૭-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. તે વિપુલભાઇના પિતા. તે હિનાબેન વિપુલભાઇ શાહના સસરા. તે ભરતભાઇ ઉમેદચંદ, હંસાબેન રમેશકુમાર, મધુબેન નવનીતરાય, નિર્મળાબેન પ્રવીણચંદ્ર, રેખાબેન શૈલેશકુમાર, વર્ષાબેન કિર્તીકુમાર, હિનાબેન કમલેશકુમારના મોટાભાઇ. તે સ્વ. ભીખાભાઇ નાગજીભાઇ વાસાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
રાધનપુરી જૈન
રાધનપુર તિર્થ નિવાસી કંચનબેન બાપુલાલ શાહના સુપુત્ર વસંતભાઇ બાપુલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. મીનાબેન શાહ (ઉં. વ. ૭૫) તે સીમા તથા ભવ્યના માતુશ્રી. પ્રશાંતકુમાર તથા મનીષાના સાસુ. કિંજલ હર્ષ, ધૃતિ હિતના દાદી. સ્વ. ચંદ્રાબેન મુક્તિલાલ કોઠારીના સુપુત્રી. તે સ્વ. સેવંતીભાઇ સ્વ. વિનોદભાઇ-સ્વ. દિનેશભાઇ-વિક્રમભાઇના ભાભી.રવિવાર, તા. ૨૭-૧૧-૨૨ના રોજ સ્વર્ગસ્થ થયેલ છે. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૩૦-૧૧-૨૨ના સવારના ૯.૩૦થી ૧૧.૩૦, દરમિયાન શ્રી વર્ધમાન સ્થાનકવાસી હોલ, પારેખ લેન કોર્નર, કાંદિવલી (વેસ્ટ).
કાળધર્મ
શાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના સમુદાયના તપચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના આજ્ઞાવર્તીની પ.પૂ. સાધ્વીશ્રી કલ્યાણોદયશ્રીજી મ.સા.ના શિષ્યા પ.પૂ.સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.સા. ૯૧ વર્ષની ઉંમરે સમાધિપૂર્વક સોમવાર, તા. ૨૮-૧૧-૨૨ના કાળધર્મ પામ્યા છે. તે સંસાર પક્ષે માતુશ્રી અમૃતબેન ખુશાલચંદ વસ્તાભાઇ મહેતા કચ્છ ભુજવાલાની સુપુત્રી તથા પ.પૂ. મુનિરાજશ્રી મહાભદ્રસાગરજી મ.સા.ના સંસાર પક્ષે ધર્મપત્ની. પ.પુ. ઉપાધ્યાયશ્રી પુર્ણભદ્રસાગરજી મ.સા. અને પ.પૂ. સાધ્વીશ્રી મહાપદ્મગુણાશ્રીજી મ.સા.ના માતુશ્રી.