જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા હાલ કલકત્તા – અમદાવાદ અનોપબેન પ્રેમચંદભાઈ શેઠના સુપુત્ર ચિ. સ્વ. ચન્દ્રકાંતભાઈના ધર્મપત્ની વર્ષાબહેન (ઉં. વ. ૮૦) તે જીજ્ઞેશ – સંગીતાના માતુશ્રી. જયેશભાઈ તથા ડિમ્પલના સાસુ. સ્વ. નગીનદાસ, વિનોદરાય, સ્વ. હરકિશનભાઈ તથા સ્વ. નિર્મળાબહેન, સ્વ. તારાબહેન, પૂ. સાધ્વીજી માર્ગોદયાશ્રીજી મ.સા. ઈંદિરાબહેન, રંજનબેન તથા મયણાબેનના ભાઈની પત્ની. ચિ. હિરેનભાઈ અમૃતલાલના માસી અમદાવાદ મુકામે ૨૪-૭-૨૨ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી વિસા શ્રીમાળી શ્ર્વે. મૂ. જૈન
મૂળી નિવાસી સ્વ. શાંતાબેન મનસુખલાલ કોઠારીના સુપુત્ર બિપિનભાઈ (ઉં. વ. ૭૯) તે જ્યોતિબેનના પતિ. વિપુલ-રાજેનના પિતા. હેમલ-મેઘનાના સસરા. જીમીત – ગોપી – મિહિરના દાદા. તે સ્વ. વિનોદભાઈ, નલીનીબેન, ભરતભાઈના ભાઈ. સ્વ. છબીલદાસ વર્ધમાન દોશીના જમાઈ ૨૨-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. શ્રી શત્રુંજય ભાવયાત્રા તા. ૨૬-૭-૨૨, મંગળવારે માધવબાગ એસી હોલ, સી. પી. ટેન્ક, સવારે ૯ થી ૧૧.
સ્થાનકવાસી જૈન
ભાવનગર હાલ મુંબઈ અનંતરાય ભુરાલાલ ગાંધી (ઉં.વ. ૮૫) તે શ્રીમતી હંસાબેનના પતિ. રૂપેશ, તેજલ, પ્રિતી, નીપા, ડો. જીગીશાના પિતાશ્રી. સ્વ. પ્રતાપરાય, સ્વ. વિનયકાંત, સ્વ. પ્રાણલાલભાઈ, હસમુખભાઈ, અનિલાબેન સુરેશભાઈ સંઘરાજકાના ભાઈ. અલ્પાબેન, મોન્ટુભાઈ, જિતેનભાઈ, વિજયભાઈ, ડો. સમીરભાઈના સસરા. રમેશભાઈ રાયચંદ પારેખના બનેવી તા. ૨૪-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૬-૭-૨૨ના સાંજે ૪ થી ૬ તારાબાઈ હોલ, ‘શિવપ્રસાદ’ ૯૭, મરીન ડ્રાઈવર, મરીન લાઈન્સ (વે.).
જામનગર વિશા ઓશવાળ જ્ઞાતિ જૈન
સેવંતીલાલ અમૃતલાલ પારેખ (ઉં.વ. ૮૧) હાલ મુંબઈ તા. ૨૪-૭-૨૨ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે માનવંતીબેનના પતિ. શિલ્પા પરેશભાઈ ઠાકુર, સીમા સમીરભાઈ શાહના પિતાશ્રી. સલોની, પાર્થ, આરવના નાના. મણીલાલ અમૃતલાલ પારેખના ભાઈ. મૂળજીભાઈ રતનશી લાલનના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
કાંદિવલી નિવાસી સ્વ. શાંતાબેન કુમુદચંદ્ર કોઠારીના પુત્ર ભરત (ઉં.વ. ૬૯) તા. ૨૫-૭-૨૨ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રેખાબેનના પતિ. અર્પણના પિતાશ્રી. કલ્પનાના સસરા. કિશોર, ઉષા, વર્ષા, જાગૃતિ, વિજયના ભાઈ. સ્વ. જેઠાલાલ મોહનલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ: ૪/૫ ચિંતામણી બિલ્ડીંગ, બગીચાની સામે, શંકર ગલ્લી, કાંદિવલી વેસ્ટ.
પાટણ દશા ઓશવાળ જૈન
પાટણ જૈન – કસુંબિયો વાડાના હાલ મુંબઈ વાલકેશ્ર્વર સ્વ. રોહિતલાલ લલ્લુભાઈ શાહના ધર્મપત્ની શ્રીમતી ઈન્દુમતીબેન (ઈંદિરાબેન) શાહ (ઉં.વ. ૮૮) તે રશ્મીબેન વી. શાહ, નિહારિકા એસ. લહેરી, નિલેશ આર. શાહ, મયુરીબેન આર. શાહના માતુશ્રી. મૌલિક એન. શાહના દાદી. બિજલબેન એમ. શાહના દાદીસાસુ. પિયર પક્ષે સ્વ. ભોગીલાલ મગનલાલ જૈનીના પુત્રીનું અવસાન સોમવાર, તા. ૨૫-૭-૨૨ના થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
થાનગઢ હાલ વિલેપાર્લે હિતેન્દ્ર પિતાંબરદાસ દોશીના ધર્મપત્ની અ. સૌ. હર્ષા (ઉં.વ. ૬૬) તે પૂજા ગૌરવકુમાર શાહ, રીમા અર્પિતકુમાર શાહ, નીરાલી રાહીલકુમાર શાહના માતુશ્રી. સ્વ. ભારતી કિર્તીકાન્ત ધ્રુવ, મહેન્દ્રભાઈ, સ્વ. બિપિનભાઈના ભાભી. પિયર પક્ષે નરેન્દ્રભાઈ કાલીદાસ શાહના દીકરી તા. ૨૫-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. ઠે. એ ૧/૯, સન્યાસ આશ્રમ, વિલેપાર્લે વેસ્ટ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
લીંબડી હાલ મુલુંડ સરોજબેન બીપીનચંદ્ર હરિલાલ શાહના પુત્ર મનીષ (ઉં.વ. ૪૬) તા. ૨૨-૭-૨૨, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે સૌમ્યગિરા શ્રીજી મ.સા.ના પૌત્ર. ચંદ્રપૂર્ણાશ્રીજી મ.સા. ચંદ્રકાન્તભાઈ, રસિલાબેન, નયનાબેનના ભત્રીજા. મીનલ, પ્રીતિ જીજ્ઞેશકુમાર, અમીતના ભાઈ. મોસાળ પક્ષે લીંબડી નિવાસી સ્વ. જગજીવદાસ મોહનલાલ શાહ, ચંદ્રકાન્તભાઈ, મનીષભાઈ, કોકીલાબેન, નયનાબેનના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી ઝાલાવાડી દિગંબર જૈન
પોલારપુર સોનગઢ નિવાસી હાલ બોરીવલીના સ્વ. સરસ્વતીબેન રતિલાલ હીરાચંદ શાહના પુત્ર વસંતભાઈ શાહ (ઉં. વ. ૮૦) તે સ્વ. ઇન્દીરાબેનના પતિ. નીરવ તથા રત્ના (મનીષા)ના પિતા. ધીરા તથા ભાવેશકુમારના સસરા. અવનીશભાઈ, સુભદ્રાબેન, સ્વ. શારદાબેન, સ્વ. હંસાબેન, ચેતનાબેન તથા પ્રજ્ઞાબેનના ભાઈ. સ્વ. છબીલદાસ ધરમશી શાહના જમાઈ. ૨૪/૭/૨૨ ના રોજ નિવાસસ્થાને દેહપરિવર્તન કરેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
પચ્છેગામ નિવાસી હાલ ડોમ્બિવલી લાખાણી પ્રભાબેન પ્રેમચંદ ધરમશીના પુત્ર રાજેન્દ્ર (રાજુભાઈ) ૨૨/૭/૨૨ના અવસાન પામેલ છે. તે મહેન્દ્ર, મુકેશ, કેતન, મંજુબેન શરદકુમાર, રેખાબેન શૈલેષકુમારના ભાઈ. સંગીતાબેનના દિયર. હેમાલી તથા નીલમના જેઠ. કાંતિલાલ ફુલચંદ મહેતાના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.