જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પિયાવા નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. દિનપ્રભાબેન ધીરજલાલ હરજીવનદાસ પટેલ (ઉં.વ. ૮૩) તે ૨૩/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે જયેશ-અ.સૌ. નીતા, હરેશ-અ.સૌ. શિલ્પા, ઉષા દિપકકુમાર દોશી, દક્ષા કેતનકુમાર સંઘવીના માતુશ્રી. પિયરપક્ષે અમરેલીવાળા હાલ ઘાટકોપર સ્વ. પુરુષોત્તમ દીપચંદ ધ્રુવના દીકરી. સમકિત- અ.સૌ. ચાંદની, કેવલ, વિધિ હાર્દિકકુમાર શાહ, આકાશ, અભિષેક, સૃષ્ટિના બા. સ્વ. શાંતિલાલ, સ્વ. રસિકલાલના ભાઈના પત્ની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગોધરાના વસનજી લાલજી છેડા (ઉં.વ. ૮૮) તા. ૨૧-૧૧-૨૨ના અવસાન પામેલ છે. મેઘબાઇ લાલજીના સુપુત્ર. જમનાબેનના પતિ. નિતીન, કિશોરના પિતા. અરવિંદ, સાકરબાઇ, વિમળાબેનના ભાઇ. ગોધરાના મેઘબાઇ કેશવજી શીવજીના જમાઇ. પ્રા.: યોગી સભાગૃહ, દાદર (ઈ), ટા. ૩ થી ૪.૩૦. નિ.: જમનાબેન છેડા, પ્લોટ નં. સી-૯૯, શાંતિ સદન, જૈન મંદિર માર્ગ, પવઇ આઇ.આઇ.ટી., મું-૭૬.
કોટડા રોહાના લીલબાઇ લખમશી પાસડ (ઉં.વ. ૮૮) તા. ૨૨/૧૧/૨૨ના અવસાન પામેલ છે. ભચીબાઇ કુંવરજી શીવજીના પુત્રવધૂ. લખમશીના પત્ની. રામજી, પ્રેમજી, પ્રવીણ, મણીબેન, દમયંતી, જ્યોતીના માતુશ્રી. દેવપુરના રાણબાઇ હંસરાજ વેરશીના પુત્રી. ગઢના લક્ષ્મીબેન હીરજી, મોથારાના મેઘબાઇ નાનજી, પાલનપુર ગોરબાઇ કાંતીલાલ, કોટડા રોહાના પુરબાઇ દેવચંદ, હાલાપરના ચંચળબેન દેવચંદ, સાભરાઇના ઉર્મીલા કાંતીલાલ, મુલચંદ, મણીલાલની બેન. ઘરે ન આવવા વિનંતી. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રવીણ પાસડ, રીગાલીયા, બી વિંગ, ફ્લેટ નં. ૪૦૩, પલાવા ફેઝ, ખોની ફાટા, ડોંબિવલી (ઇ.) ૪૨૧૨૦૧.
મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
રાજકોટના (હાલ ઘાટકોપર) સ્વ. ચંદુલાલ ખીમચંદ મહેતા તથા સ્વ. લલીતાબેનના પુત્ર રાજેશ (ઉં. વ. ૬૮) તે કેતન, સૌ. હર્ષાબેન હર્ષદભાઈ શેઠ. અ. સૌ. દક્ષા સુભાષભાઈ પુનાતરના ભાઈ. સૌ. જયશ્રીબેનના જેઠ. હંસીનના કાકા ૨૨-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન
ઝીંઝુવાડાના હાલ પેણ રાયગઢ સ્વ. સુશીલાબેેન નાનાલાલ વોરાના પુત્ર અક્ષયભાઈ (ઉં. વ. ૬૨) ૨૨-૧૧-૨૨, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે હેમાક્ષીબેનના પતિ. અપૂર્વના પિતા. કૈલાસબેન રાજેન્દ્રકુમાર શાહ, સ્વ. જશુભાઈ, સ્વ. નવીનભાઈ, મહેન્દ્રભાઈ તથા હેમેન્દ્રભાઈના ભાઈ. તે થાન નિવાસી સ્વ. નંદલાલ જગજીવનભાઈ શાહના જમાઈની ભાવયાત્રા ૨૪-૧૧-૨૨, ગુરુવારના સવારે ૧૧ થી ૧. સરનામું: જૈન સમાજ હોલ, પેણ (રાયગઢ).
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
પાલિતાણાના હાલ ડોંબીવલીના સ્વ. માતુશ્રી ગુલાબબેન કાંતિલાલ નરોત્તમદાસ ઝવેરીના પુત્ર રાજેશભાઈ (ઉં. વ. ૬૪) ૨૨-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હર્ષાબેનના પતિ. રિતેશના પિતા. જિગીશાના સસરા. મનીષાબેન નરેન્દ્રકુમાર, આશાબેન ભરતકુમારના ભાઈ. શ્ર્વસુર પક્ષે ગંભીરદાસ ફૂલચંદ દોશી (મહુવા)વાળાના જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સરનામું: રાજેશ કાંતિલાલ ઝવેરી, બી-વિંગ, રૂમ નં. ૨૧, ૧લે માળે, નિલેશભુવન, ગોગ્રાસવાડી ગેટની બાજુમાં, આમંત્રણ હોટેલની સામે, ડોંબીવલી (ઈસ્ટ).
દશાશ્રીમાળી જૈન
જેતપુર નિવાસી હાલ સાંતાક્રુઝ હંસાબેન દેસાઈ (ઉં. વ. ૭૮) તે સ્વ. ભૂપેન્દ્રભાઈ કાંતીલાલ દેસાઈના ધર્મપત્ની સોમવાર તા. ૨૧.૧૧.૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે વિરેન્દ્રભાઈ અને રૂપલબેનના માતુશ્રી. નિમિષાબેન અને બિમલભાઈના સાસુજી. સૌ. નલિનીબેન-દૌલતભાઈ, મધુબેન-હર્ષદભાઈ, વનબાળાબેન-અરવિંદભાઈ અને ઉલ્કાબેન-જિતેન્દ્રભાઈના ભાભી. વેદાંશી અને કરણના દાદી. તથા જૈનીલ અને મનનના નાની તેમની પ્રાર્થનાસભા – ગુરુવાર તા. ૨૪.૧૧.૨૦૨૨ના રોજ સાંજે ૫.૩૦ થી ૭.૩૦, ઉમંગ બૅન્કવેટ, હાઈલાઈફ મૉલ, પીએમ રોડ, રેલવે સ્ટેશનની પાસે, સાંતાક્રુઝ વેસ્ટ.