જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

ઝાલા. દશા શ્રી સ્થા. જૈન
સરા હાલ ઘાટકોપર જીતેન્દ્ર કેશવલાલ દોશીના ધર્મપત્ની અ. સૌ. ભારતીબેન (ઉં.વ. ૬૮) તે (ભાવ, દિક્ષીત, સમાધિ-સાધિકા), શિતલ, મૌલિક – રાજીવ, પૂજાના (મમ્મી-સાસુ). મેયાન, દેવરાજના (દાદી-નાની). સ્મિતા દિલીપ દોશીના ભાભી. પિયર પક્ષ સ્વ. શીતાબેન કેશવલાલ જસાણી (સુલતાનપુર – ગોંડલ)ના દીકરી તા. ૨૦-૭-૨૨, ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પરવડી હાલ ઘાટકોપર સ્વ. ગંભીરદાસ ગોપાળજી શાહના ધર્મપત્ની ધીરજબેન (ઉં.વ. ૮૩) તે રાજેશ, સ્વ. ભાવેશ, પ્રતીમાબેન, સાધ્વીજી વિશ્ર્વદર્શીતાશ્રીજી, કેતનના માતુશ્રી. નયના, આરતી, રીટા, પંકજકુમારના સાસુજી. મોટા સુરકાવાળા વિમલકાન્ત જીવણલાલ સુંદરજી શાહના બેન. પ્રિતેશ, નેમિશ, પ્રણાલી, જેની, પ્રથમના દાદી તા. ૧૯-૭-૨૨, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
છસરાના વાલજી ઉમરશી સોજપાર ગંગર (ઉં.વ. ૭૮) મુંબઇમાં ૧૯-૭-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. માતુશ્રી કુંવરબાઇ ઉમરશી સોજપારના પુત્ર. લક્ષ્મી ઉર્ફે વર્ષાના પતિ. દર્શના, કલ્પેશના પિતા. સ્વ. ઝવેરબેન, ગુલાબબેન, સ્વ. લક્ષ્મીબેન, માયા, સુર્યકાન્ત, પ્રકાશના ભાઇ. રતાડીયા (ગણેશ)ના સ્વ. દેવકાંબેન મુરજી છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કલ્પેશ વાલજી ગંગર, મુલુન્ડ મમતા કો.ઓ. હા. સોસાયટી, સી.૮., એલ.બી.એસ. માર્ગ, મુલુન્ડ (વે.).
મેેરાઉ (હાલે ભિલાઇ-સીમ્પલેક્સ)ના ચંદનબાળા હિરાલાલ દેઢિયા (ઉં.વ. ૮૫) તા. ૨૦/૭/૨૨ના અવસાન પામ્યા છે. પાનબાઇ ભાણજી મોનજીના પુત્રવધૂ. હીરાલાલ ભાણજીના પત્ની. વિજયના માતુશ્રી. લાયજાના નનીબાઇ ડુંગરશી કુરપાર ફુરિયાની પુત્રી. જમનાબેન, મણીલાલ, મોતીલાલ, ધીરજ, લીલાવંતી, નવિનના બહેન. દેહદાન કરેલ છે. પ્રાર્થના: શનિવાર, તા. ૨૩/૭/૨૨, સાંજના ૪.૩૦ થી ૬.૦૦ નપુ હોલ, માટુંગા (સે.રે.).
ડુમરાના નિર્મળાબેન નાનજી કારાણી (ઉં.વ. ૬૦) તા. ૨૦-૭-૨૨ના અવસાન પામેલ છે. જેઠીબાઇ ચાંપશીના પુત્રવધૂ. સ્વ. નાનજીના પત્ની. ડેનિસ (દિનેશ)ના માતુશ્રી. રાજબાઇ પ્રેમજીના પુત્રી. મહેન્દ્ર, અશોક, રક્ષાના બેન. પ્રાર્થના: તા. ૨૨-૭-૨૨, બપોરે ૩ થી ૪.૩૦. સ્થળ: શ્રી થાણા વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, જૈનાચાર્ય અજરામરજી ચૌક, ડો. મુસા રોડ, લાલબાગ, તલાવપાલી, થાણા (વેે.).
ભોજાયના હીરજી ઉમરશી ગાલા (ઉં.વ. ૭૬) તા. ૧૯/૭/૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી વાલબાઇ ઉમરશીના સુપુત્ર. કમળાબેનના પતિ. હર્ષા, લતા, પ્રિતી, સંદિપના પિતા. પાસુભાઇ, મુલબાઇ, રતનશીના ભાઇ. ધનબાઇ જેઠમલના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રાવક સંઘ, કરસન લધુ નીસર હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦.
ટોડાના માતૃશ્રી વેલબાઇ નેમજી સંગોઇ (ઉં.વ. ૮૭) તા. ૧૯/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. કેશરબેન મેઘજીના પુત્રવધૂ. નેમજીના પત્ની. દિનેશ, બિપીન, રતાડીયાના જ્યોતિ કીર્તિ, વડાલા નીતા નયનના માતા. સાડાઉ માતૃશ્રી સુંદરબેન રાયશી દેઢિયાની સુપુત્રી. મગનલાલના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. કીર્તિ શા. છેડા, મનીષ એપાર્ટમેન્ટ, જગડુશા નગર, ઘાટકોપર વેસ્ટ-૮૬.
નુતન ત્રંંબૌના શ્રી શાંતિલાલ નપુભાઇ શાહ (ઉં.વ. ૮૨) ૧૯/૭/૨૨ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. માતુશ્રી વિશાબેન નપુભાઇ રાઘવજી શાહના પુત્ર. ભારતીબેનના પતિ. હિતેશ, જતીન, અતુલ, સંધ્યાના પિતા. સ્વ. રતનશી, વસંતલાલ, જયંતિલાલ, મંજુલા, હેમલતાના ભાઇ. માતુશ્રી મણીબેન વીજપારભાઇ સામત નિસરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હિતેશ શાહ, પન્નાલાલ ટેરેસ, બી/૨, ગ્રાઉન્ડ ફ્લોર, ગ્રાન્ટ રોડ-૭.
ગઢશીશાના વસંતલાલ વાલજી દેઢિયા (ઉં.વ. ૭૬) ૨૦/૭/૨૨ના દેહ પરિવર્તન કરેલ છે. મા. દેવકાબાઇ વાલજી પાંચુભાઇના સુપુત્ર. શાંતાબેનના પતિ. જીજ્ઞા, જુલી, પિયુષના પિતાજી. ગઢશીશા રતિલાલ, નિર્મળા, શોભા, જયંતિલાલના ભાઇ. ડોણ માતુશ્રી દેવકાબાઇ કુંવરજી હરધણ ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. નિ. વસંત દેઢિયા, ૭૦૧, સુમંગલ સોસા. નિલમ નગર ફેસ-૨, મુલુંડ (ઇ.).
મોટા રતડીયાના નવિન વિશનજી દેઢિયા (ઉં.વ. ૬૭) ૧૪/૭/૨૨ના અવસાન પામેલ છે. સાકરબાઇ વિશનજીના પુત્ર. નૈનાના પતિ. સેજલ, હસ્મિતાના પિતા. માણેકલાલ, દામજી, રતીલાલ, પ્રવિણ, ચંદુલાલ, ચિમન, દીલીપ પ્રફુલ, દમયંતીના ભાઇ. રાયણધજર જવેરબેન વલ્લભજી ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નવિન દેઢીયા, આનંદ ભવન, આલશી પ્લોટ, અકોલા-૪૪૪૦૦૧.
ક.ડી.ઓ. જૈન
માણેકજી ચાંપસી ભાટે (લાપસીયા) હાલે ભાંડુપ કચ્છ કોઠારા (ઉં.વ. ૮૮) તા. ૨૦ જુલાઈ, ૨૨ બુધવારના અરિહંતશરણ પામેલ છે. પુરબાઈ ચાંપસિંહ ચત્રભોજ ભાટેના સુપુત્ર અને બાયાબાઈ દેવશી પેથરાજ કાથાવાલાના જમાઈ. શિવજીભાઈ, મણીલાલભાઈ, પદમશીભાઈ, લક્ષ્મીબેન, જયાબેન લિલાબેનના ભાઈ. સ્વ. તારાબેનના પતિ. ભુપેન્દ્ર અને ઉષ્માના પિતા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
રામપુરા ભંકોડા હાલ ગોરેગાંવ સ્વ. બાબુલાલ મણિલાલ મહેતાના ધર્મપત્ની અનસુયાબેન મહેતા (ઉં.વ. ૯૪) તે સરોજબેન જગદીશભાઈ શાહ, ભારતીબેન દિલીપભાઈ દેસાઈ, નીતા હરેન્દ્રભાઈ શાહ તથા જ્યોત્સનાબેનના માતુશ્રી. ધ્રાંગધ્રા નિવાસી સ્વ. છોટાલાલ કશળચંદ શાહના દીકરી. ૨૧/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારી નિવાસી હાલ ઘાટકોપર ગં.સ્વ. કસુંબાબેન ધારશીભાઈ મોહનલાલ ઝાટકિયા (ઉં.વ. ૧૦૨), તા. ૨૦-૭-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. તે નિર્મલાબેન કાપડી, મુકુંદભાઈ, સ્વ. ભૂપતભાઈ, દિનેશભાઈ, સ્વ. શૈલેશભાઈના માતુશ્રી, સ્વ. હરજીવનદાસ ભગવાનજી ધોળકિયાના સુપુત્રી, સ્વ. ચંદુલાલ કાપડી, કિરણબેન, રંજનબેન, સ્વ. પ્રતિમાબેન, સ્વ. આશાબેનના સાસુ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૪-૭-૨૨ના સવારે ૧૦.૩૦ થી ૧૨, પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર-વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ ચંદીયાના હાલે દાદર માતુશ્રી ગુલાબબેન (ચંદનબેન) પદમશી મહેતા (ઉં.વ. ૯૭), બુધવાર, તા. ૨૦-૭-૨૨ના અરીહંતશરણ પામેલ છે. તે ગામ વોંધ કચ્છના પુનશી ઉજમશીની સુપુત્રી. કનકલાલ, જયસુખ, જયંતિ અને હંસા હસમુખ શાહ (ભુજ) ના માતૃશ્રી. શકુંતલા અને સ્વ. હિનાના સાસુજી. સ્વ. બીજલ, અલ્પા ધીરેન મહેતા, ભાવિક, કિંજલ સચિન ગડા, નિધિ વૈભવ ઠાકુર, ફોરમ જીગર ગાંધીના દાદીમા. અનુપચંદ, નાનાલાલ, વાડીલાલ, કેશવજી મહેતાના ભાભી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અરણીટીંબા (વાંકાનેર) હાલ ભાયંદર (વેસ્ટ), સ્વ. શાંતાબેન દેવચંદ ધરમશી શાહના સુપુત્ર રસિકભાઈ (ઉં.વ. ૭૨), તે નલીનીબેનના પતિ. ચિરાગ, જયદિપના પિતા. માનસીના સસરા. પ્રાચી, તે અરવિંદભાઈ, કિશોરભાઈ, સુરેશભાઈ, સ્વ. વિનોદભાઈના ભાઈ તથા કાલાવડ નિવાસી હાલ જામનગર સ્વ. રમણીલાલ તારાચંદ પટેલના જમાઈ, તા. ૧૮-૭-૨૨ને સોમવારે અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૭-૨૨ને શુક્રવારે સવારે ૧૦.૦૦થી ૧૧.૩૦ પ્રાર્થના સ્થળ- શ્રી મારૂતી હોલ, મારૂતી મંદિર, ૧લે માળે, મહારાણા પ્રતાપ રોડ, ભાયંદર-વેસ્ટ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.