જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

શ્રી મચ્છુકાંઠા વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ ભાયંદર (વેસ્ટ), સ્વ. શાંતાબેન દેવચંદ ધરમશી શાહના સુપુત્ર રસિકભાઈ (ઉં.વ. ૭૨), તે નલીનીબેનના પતિ. ચિરાગ, જયદિપના પિતા. તે અરવિંદભાઈ, કિશોરભાઈ, સુરેશભાઈ, સ્વ. વિનોદભાઈના ભાઈ તથા કાલાવડ નિવાસી હાલ જામનગર સ્વ. રમણીલાલ તારાચંદ પટેલના જમાઈ, તા. ૧૮-૭-૨૨ને સોમવારે અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૭-૨૨ને શુક્રવારે સવારે ૧૦થી ૧૧.૩૦.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા હાલ અંધેરી સ્વ. દિવાળીબેન રૂગનાથભાઈ તારાચંદ દોશીના પુત્ર શ્રી જશવંતભાઈ (ઉં.વ. ૮૨) શનિવાર, તા. ૧૬-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. ભદ્રેશ નિલેશ ચંદનના પિતા. કલ્પેશભાઈ સંઘરાજકા નેહલ તેજલના સસરા. બાબરા નિવાસી સુંદરજીભાઈ કાનજીભાઈ વોરાના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૨-૭-૨૨ના સાંજે ૪ થી ૬. સ્થળ: અમૃતબાગ, બજાજ રોડ, વિલેપાર્લે વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ટોડાના પ્રેમજી જીવરાજ ગોગરી (ઉં.વ. ૮૩) ૧૯/૭/૨૨ના અવસાન પામ્યા છે. મેઘબાઇ જીવરાજ ખેતશીના પુત્ર. ધનબાઇના પતિ. જયશ્રી, નિલેશ, ભાવેશના પિતાશ્રી. ગાંગજી, લક્ષ્મીચંદ, જવેરબેન, મણીબેન, સં.પક્ષે વિરતીકલાશ્રીજી મ.સા.ના ભાઇ. કુંદરોડીના લક્ષ્મીબેન હંશરાજ વીરપારના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન કરેલ છે. એડ્રેસ: ભાવેશ પ્રેમજી ગોગરી, ૫૦૪, આશિર્વાદ, પી.કે. રોડ, મુલુંડ વેસ્ટ-૮૦.
રતાડીઆ (ગ.) હાલે અહમદનગરના વિમળાબેન (વેજબાઇ) કુંવરજી આસુ છેડા (ઉં.વ. ૮૨) તા. ૧૮/૭/૨૨ના કાળધર્મ પામેલ છે. સ્વ. માકબાઇ આસુ વેરશીના પુત્રવધૂ. સ્વ. હીતેન્દ્ર, દીના, સ્વ. શૈલેષ, જયોતિ, નીલાના માતાજી. છસરા સ્વ. ભાણબાઇ લખમશી મુરજીના સુપુત્રી. સ્વ. મગનલાલના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. શૈલેશ છેડા, ૧૧૦ આનંદ પાર્ક, ધનગર ગલી-અહમદનગર-૪૧૪૦૦૧.
ગઢસીસાના પ્રફુલ્લચંદ્ર મોરારજી દેઢીયા (ઉં.વ. ૬૯) તા. ૧૮/૭/૨૨ના અવસાન પામ્યા છે. દેવકાંબાઇ હીરજી લાલજીના પૌત્ર. લક્ષ્મીબેન મોરારજી દેઢીયાના સુપુત્ર. ભારતીબેનના પતિ. વિશાલ, મયુરીના પિતાશ્રી. કોડાયના મઠાબાઇ નાનજી રવજી શીવરીવાલાના જમાઇ. પ્રા. યોગી સભાગૃહ, દાદર ટા. ૩ થી ૪.૩૦. નિ. પ્રફુલ્લ એમ. દેઢીયા: ચિત્રકુટ, ૬૦ ફીટ રોડ, ઘાટકોપર ઇ., મું.૭૭.
વિશા શ્રીમાળી પાટણ જૈન
પોળની શેરી, ફોફળીયા વાડો, પાટણ હાલ મુંબઈ નવનીતલાલ કાપડીયા (ઉં.વ. ૮૯) તા. ૧૯-૭-૨૨, મંગળવારના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. તારાબેન તેમજ સ્વ. મૂળચંદ મોકમચંદ શાહના પુત્ર. સ્વ. દેવયાનીબેનના પતિ. પીના, મિલનના પિતા. શ્ર્વેતા, રાયનના સસરા. રાહી, રેહાન, માયા, સાયન, અરમાન, ધ્રુવના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.
ભાવસાર જૈન
હિંમતલાલ હરિલાલ રાણપુરા (ધંધુકા) હાલ કાંદિવલી (પશ્ર્ચિમ) તા. ૧૮-૭-૨૨ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૬-૭-૨૨ સવારે ૧૨ કલાકે ગુરુકૃપા, રૂમ – ૨૦૫, દહાણુકરવાડી, કાંદિવલી પશ્ર્ચિમ ખાતે રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
(મોટા જાદરા નિવાસી- હાલ મહુવા) દોશી અનસુયાબેન રસિકલાલ રમણિકલાલના પુત્ર સંજય (ઉં. વ. ૫૨)નું ૧૯-૭-૨૨, મંગળવારે અવસાન પામેલ છે. તે રીટાબેનના પતિ. દિપ અને નિયતી દર્શનકુમારના પિતા. તરુણભાઈ, હેમંતભાઈ તથા ડિમ્પલબેન પરેશકુમાર મહેતા (કુંભણવાળા)ના ભાઈ. પ્રતિક, હર્ષ અને યશવી તથા ભૂમિ હેમાંગકુમારના કાકા. પીયર પક્ષ- મફતલાલ મોહનલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા ૨૧-૭-૨૨, ગુરુવારના સવારે ૧૦થી ૧૨ મહુવા મુકામે રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.