જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

સ્થાનકવાસી જૈન
અમરાપુરના હાલ ઘાટકોપર ગં. સ્વ. પુષ્પાબેન બાબુલાલ દેસાઈ (ઉં. વ. ૯૦) શુક્રવાર, ૮-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભૂપેન્દ્ર, નરેન્દ્ર, સ્વ. નયના, મીના, રીટા, સુધા, આશાના માતુશ્રી. નીશાબેનના સાસુ. કેયૂર તથા કૃતિ જીગર શાહના દાદી. મિરલના દાદીસાસુ. તે પીપળવાના સ્વ. હરિલાલ દામોદરદાસ બીલખીયાના પુત્રીની પ્રાર્થનાસભા ૨૧-૭-૨૨ના ગુરુવારે ૪ થી ૬. ઠે. જોલીજીમખાના, ઘાટકોપર મધ્યે
રાખેલ છે.
કચ્છી દશા શ્રીમાળી વણિક જૈન
કચ્છ રામાણીયા નિવાસી હાલે ઘાટકોપર શ્રી વચ્છરાજ પુરુષોતમ મહેતાના પુત્ર મોહનભાઈ (ઉં. વ. ૮૭) ૧૮-૭-૨૨, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ સુનિતાબેન (સ્નેહલતા)ના પતિ. તેઓ હિતેશ, અલ્કા, મનીષાના પિતાશ્રી. તેઓ ઝવેરીલાલભાઈ, જેઠાલાલભાઈ, નવિનભાઈ, પ્રફુલ્લભાઈ, ગૌરીબેન, વેજુબેન, પ્રાણકુંવરબેન, પ્રભાબેન, શાંતાબેનના ભાઈ. તેઓ અ. સૌ. દિપાબેન, સંદીપભાઈ, મિહીરભાઈના સસરા. સાસરા પક્ષે કચ્છ માંડવીના મોહનલાલ જેવતભાઈ મહેતાના જમાઈ. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સિહોરના હાલ દાદર નરેન્દ્રભાઈ વર્ધમાનભાઈ શાહ (ઉં. વ. ૭૧) ૧૮-૭-૨૨ના અરિહંતશરણ થયેલ છે. જે મૃદુલાબેનના પતિ. હિરાલાલ રતિલાલ શાહના જમાઈ, સ્વ. બિપીનભાઈ મહેશભાઈ, દિલીપભાઈ તથા રમીલાબેનના ભાઈ. તીર્થેશ, શ્રેણિક, ધારીણી, પૂર્વીના પિતાશ્રી. પૂર્વી, મોક્ષદા, તુષારકુમાર, જેસીલકુમારના સસરા. મોક્ષા, ક્રિયા, કેયાંશ, વિરાંશ, રૂચક, હેત્વી, સ્નેહાના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પ્રતાપુરના કૈલેશ ધનજી વોરા (ઉં.વ. ૫૮) મુંબઇમાં ૧૮/૭/૨૨ના અવસાન પામેલ છે. ભારતી (ખેતબાઇ) ધનજીના પુત્ર. લતાના પતિ. સોનમના પિતા. મુકેશ, મનોજ, સ્મિતાના ભાઇ. કપાયા ભાનુબેન માવજી મોરારજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કૈલેશ વોરા, ૪૦૨, હરીૐ આશિક, લીબર્ટી ગાર્ડન રોડ નં. ૩, મલાડ (વે.).
સામખિયારી હાલે આધોઇના લીલાવંતી પુંજા ગડા (ઉં.વ. ૭૪) તા. ૧૪/૭/૨૨ના અવસાન પામેલ છે. ગોમાબેન વજા ગડાના પુત્રવધૂ. પુંજા વજા ગડાના ધર્મપત્ની. ભોજાય પ્રેમીલાબાઇ હંસરાજ ભૂલા છેડાની દિકરી. ઉષા, પ્રવિણ, વાસંતિ, પરબતના માતુશ્રી. પ.પૂ. નરેશ મુની મ.સા., લક્ષ્મીબાઇ, કલ્યાણજી, ચંચલબાઇ, સ્વ. જયંતિ, સ્વ. તારાચંદના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રવીણ ગડા, પાનબાઇ નગર ફ્લેટ નં. ૭૫૧, શ્રીપસ્તા રોડ નં.૨, નાલાસોપારા (વે.).
મોટા લાયજાના ડો. ગીતા તરૂણ મારૂ (ઉં.વ. ૫૯) તા. ૧૭-૭-૨૨ના નાગપુરમાં અરિહંતશરણ પામેલ છે. સ્વ. મુલવંતી વેલજીના પુત્રવધૂ. તરૂણના ધર્મપત્ની. પ્રિતમના માતા. નાગપુરના સ્વ. સરસ્વતી કેશવરાવ ઠોમરેના પુત્રી. સાહેબરાવ, પ્રભાકરરાવ, શકુંતલાબાઇ, ડો. દિવાકર, ભારતના બેન. પ્રા. શ્રી ક.વી.ઓ. સમાજ, લકડગંજ, નાગપુર. ટા. ૧૦.૩૦ થી ૧૧ રાખેલ છે.
લાડુઆ શ્રીમાળી શ્ર્વેતાંબર જૈન
આમોદ હાલ વિલેપાર્લે નિવાસી સ્વ. ખીમચંદ રાયચંદના પુત્ર તથા શ્રી રવિન્દ્રના પિતા. હેમાના સસરા તથા ક્રપી અને કવિશના દાદા. જયંતિલાલ ખીમચંદ શાહ (ઉં.વ. ૧૦૦), સોમવાર, તા. ૧૮-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ચોટીલા હાલ બોરીવલી નરેન્દ્રભાઈ શાંતિલાલ શાહના ધર્મપત્ની સૌ. હેમાક્ષીબેન શાહ (ઉં.વ. ૬૭) તે ૧૬/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે તેજસ-સ્નેહા, વિરલ-મેઘાના માતુશ્રી. જન્મિત, હર્ષવીના દાદી. પિયર પક્ષે અરવિંદ ચુનીલાલ મોહનલાલ શાહ તથા અશોક ચુનીલાલ મોહનલાલ શાહના બહેન. ઉર્મિલા, સ્વ. ભારતી, મીનાક્ષી, સોનલ (સ્નેહલતા) તથા સ્વ. મનોજના ભાભી. ભાવયાત્રા ૨૧/૭/૨૨ના ૯.૩૦ થી ૧૨.૩૦ કલાકે વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, ચોથે માળે, લોહાણા મહાજનવાડીની સામે, કાંદિવલી વેસ્ટ.
દશા શ્રીમાળી જૈન
ગોંડલ હાલ બોરીવલી સ્વ. પ્રભાબેન લીલાધર હીરાચંદ પીપલીયાના પુત્ર પ્રકાશ (ઉં.વ. ૭૫) તે નયનાબેનના પતિ. દેવાંગ તથા નમ્રતા જતીન સંઘરાજકાના પિતા. વ્રજલાલ હંસરાજ કામદારના જમાઈ. પારૂલના સસરા. ૧૭/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાણપુર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મઘુકાંતાબેન નગીનદાસ શિવલાલ શાહના સુપુત્ર કલ્પેશભાઈ (ઉં.વ. ૫૨) તે મેઘનાના પતિ. હાવીઁ અને યશ્વીના પિતા. કેતન, રૂપા હિતેશકુમાર સંઘવીના ભાઈ. તે પારૂલના દિયર. મીનાક્ષીબેન જયેન્દ્રભાઈ શાહ (નાથા ભવનવાળા)ના જમાઈ તા. ૧૯/૭/૨૨ના અરિહંતશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૧/૭/૨૨ના ઝવેરબેન સભાગૃહ, હિંગવાલા લેન, ઘાટકોપર ઇસ્ટ સમય ૩.૩૦ થી ૫.૦૦. (ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે).
મારવાડના વિશા પોરવાલ જૈન
ભરૂડી (રાજ.) ગ્રાન્ટરોડવાલા શા. સ્વ. વેલચંદજી ભુરમલજીના પુત્ર. ધનરાજ અશોકકુમાર, રમેશકુમાર, કમલાબેન, મીનાબેન, ચન્દ્રાબેન, પંકુબેન, કરૂણાબેનના ભાઈ. વિક્રમ, મુકેશના પિતાશ્રી. સ્વ ભાવનાદેવીના પતિ. દેવીચંદજી વેલચંદજી વાગોની (ઉં. વ. ૬૮)નું અવસાન શનિવાર, ૧૬-૭-૨૨ના મુંબઈમાં થયું છે. ઉઠમણું બુધવાર, ૨૦-૭-૨૨ના સવારે ૧૧ થી ૧. ઠે. નવજીવન સોસાયટીના કોમ્યુનીટી હોલ, એન્ગલ (ઉપવન), ગ્રાન્ટ રોડ, મુંબઈ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબી હાલ ઘાટકોપર સ્વ. હેમલતાબેન તથા સ્વ. ડો. પ્રવીણભાઇ વનેચંદ સંઘવીના દીકરા. દિપકભાઇ તે ડો. અશ્ર્વીનભાઇ, સ્વ. પ્રકાશભાઇ, સંજયભાઇ, વિરેનભાઇના ભાઇ, મનુભાઇ તેમ જ શિલાબેન ઉત્તમભાઇ સંઘવીના ભત્રીજા. ડો. વિભાના દેયર, અવી, શિવાની, આભા, ગૌરવના કાકા. સોમવાર તા. ૧૮-૭-૨૨ના ઘાટકોપર મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.