જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
વડાલાના ચુનિલાલ જેઠાલાલ મોણશી દેઢિયા (ઉં.વ. ૬૧) દેશમાં તા. ૧૩-૧૧-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી કેસરબેન જેઠાલાલ (બુધ્ધુબાપા)ના પુત્ર. સ્વ. નેમજી, લુણીના સ્વ. સરલા (હેમકુંવર) શશીકાંત દામજી માલદે, લુણીના કંચન ચીમનલાલ શામજી ધરોડના ભાઇ. બારોઇના જેતબાઇ રામજી વેલજી છેડાના દોહિત્ર. (પ્રાર્થના રાખેલ નથી). એડ્રસ, ચુનિલાલ જેઠાલાલ મોણશી, શેઠિયો ફરીયો. ગામ: વડાલા, તા. મુન્દ્રા (કચ્છ), પીનકોડ નં. ૩૭૦૪૧૦.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણ શહેર નિવાસી હાલ વિરાર કંચનબેન શાંતીલાલ શાહ (વકીલ)ના સુપુત્ર ચિ. નરેશભાઈ (ઉં.વ. ૭૧) તા. ૧૬/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઉષાબેનના પતિ. વિશાલના પિતા. પૂ. હિતદર્શિજી મહાસતીજીના સંસારી પિતા. અ.સૌ. પ્રેક્ષાના સસરા. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકૂંડલા નિવાસી હાલ ગોરેગાંવ સ્વ. રતીલાલ મોહનલાલ શેઠના ધર્મપત્ની શાંતાબેન (ઉં.વ. ૯૧), તા. ૧૮-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે રાજેશ તથા હીનાબેનના માતુશ્રી. રીટાબેન તથા સ્વ. પંકજકુમારના સાસુ. ડો. જીમીતના દાદી. સ્વ. હસમુખભાઈ, સ્વ. અરવીંદભાઈ, સ્વ. પ્રભાબેન, સ્વ. નિર્મળાબેનના ભાભી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
માંગરોળ જૈન
માંગરોળ હાલ ચુનાભઠ્ઠી (સાયન) ગં. સ્વ. જશુબેન અમૃતલાલ શાહ (ઉં. વ. ૯૩) તે સ્વ. અમૃતલાલ હરકીશનદાસ શાહના પત્ની. તે સ્વ. લાભકુવરબેન ફૂલચંદ પ્રાગજી સવાઇની દીકરી. તે વિજયભાઇ, યોગેશભાઇ, સ્વ. જાસ્મિનભાઇ, અભયભાઇ, નિલેશભાઇના માતુશ્રી. તે વર્ષાબેન, હર્ષાબેન, આરતીબેન, સ્મિતાબેન, બેલાબેનના સાસુજી. તે પુનિત, ક્ષિતીજ, વત્સલ, દેવાંશ, સ્મિત, મિહિર, ભવ્યના દાદી. તે ક્રિના ધવલભાઇ, અદિતિ ઉત્કર્ષભાઇ કંપાની, દિક્ષીતા રાજભાઇ ખોખાનીના દાદી. શુક્રવાર, તા. ૧૮-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
વઢવાણ હાલ મુંબઇ, વૃજલાલ જસરાજના સુપુત્ર સ્વ. ચંદ્રકાન્તભાઇ (નાનુભાઇ)ના ધર્મપત્ની હિરાબેન (ઉં. વ. ૮૨) તે જગજીવનદાસ છગનલાલ ગાંધીના પુત્રી. તે સમીર-કેતનના માતુશ્રી. તે હિના-પારૂલના સાસુ. તથા પાર્થ-ઉન્નતિ, જાનવી તથા આયાનના દાદી. તા. ૧૮-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ત્રંબૌના કિરીટ ઉગમશી ગાલા (ઉં. વ. ૫૦) તા. ૧૮.૧૧.૨૨ શુક્રવારના અવસાન પામેલ છે. સ્વ. પુંજીબેન પાલણ વિરજીના પૌત્ર. મણીબેન ઉગમશીના પુત્ર. સ્વ. કાંતિલાલ, વિનોદ, સ્વ. અરૂણા, નિમિષના ભાઈ. તારા, પ્રિતીના દેર. જેમીસ, પ્રતિક, નમ્ર, મૈથીલાના કાકા. સુવઈના સ્વ. ખીમઈબેન ભચુ સત્રાના દોહિત્ર. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસસ્થાન એ/૩૦૧, વિનાયક એપાર્ટમેન્ટ, જવાહર નગર, ગોરેગામ (વે).
શ્રી સોરઠ/ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
કુતીયાણાનિવાસી હાલ લંડન (ઞઊં) શ્રી દીલીપભાઈ ધીરજલાલ અભેચંદ બખાઈ (ઉં. વ. ૭૦) બુધવાર તા. ૧૬.૧૧.૨૦૨૨ અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. કુમુદબેનના પુત્ર. મિનાક્ષીબેનનાં પતિ. ચિ. અમીષ-ચૈતાલી તથા ચિ. ખ્યાતી નીશ શાહના પિતાશ્રી. ચિ. આરવ, ચિ. રીયો તથા ચિ. અમાયાના દાદા/નાના. ટાણાવાળા સ્વ. જશવંતીબેન હરજીવનદાસ કુંવરજી શાહનાં જમાઈ. તેમની પ્રાર્થનાસભા લંડન મુકામે મંગળવાર તા. ૨૨.૧૧.૨૨ના સાંજના ૫ કલાકે રાતના ૧૦.૩૦ કલાકે રાખેલ છે. દેહદાન કરેલ છે.