કચ્છી વિશા ઓશવાળ જૈન
ગુંદાલાના કાંતીલાલ સતરા (ઉં.વ. ૬૮) તા. ૧૭-૧૧-૨૨ના અવસાન પામ્યા છે. હીરબાઇ દામજી વિરજી સતરાના સુપુત્ર. ભાવનાના પતિ. બીના, મિત્તલના પિતા. સ્વ. રમેશના ભાઇ. શાંતાબેન જયંતીલાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કાંતીલાલ સતરા, એ/૩૧૦, ઓમ શ્રી સાઇ દર્શન સો., સોડાવાલા લેન, બોરીવલી (વે.).
ભુજપુરના નવીન મેઘજી ગોગરી (ઉં.વ. ૭૦) તા. ૧૬-૧૧-૨૨ના દેહ પરિવર્તન કરેલ છે. કસ્તુરબેન (કુંવરબાઈ) મેઘજીના સુપુત્ર. મંજુલાના પતિ. રમેશ, નયના, કલ્પનાના ભાઈ. વાંકી કેશરબેન રામજી મેઘજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નવીન મેઘજી, ૧૪ સંગીત સાગર, લક્ષ્મી નારાયણ લેન, માટુંગા (સે.રે.), મું -૧૯.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બાડેર નિવાસી હાલ કલકત્તા સ્વ. ભૂપતભાઈ લાલજીભાઈ દેસાઈના ધર્મપત્ની મૃદુલાબેન (ઉં.વ. ૯૦), તા. ૧૬-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંપાબેન કેશવલાલ અવલાણીના પુત્રી. મંજુલાબેન, તે સ્વ. ગુણવંતભાઈ, સ્વ. જયસુખભાઈ, સ્વ. લીલમબેન લાઠીયા, મુક્તાબેન મિઠાણી, સ્વ. નિર્મળાબેન દોશી, કૈલાસબેન સંઘવીના બેન. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૯-૧૧-૨૨ના કલકતા મુકામે સવારે ૯.૩૦ તેઓ સંજયભાઈ, જયશ્રીબેન અજયભાઈ રૂપાણી, પારૂલબેન અતુલભાઈ દોશીના માતુશ્રી. તે બીનાના સાસુ. તનુશ્રી પુનીત ખારાના દાદી.
ઝાલાવાડી દશા શ્રી. સ્થા.જૈન
મૂળ થાનગઢ હાલ દેવલાલી (નાસિક) લીંબડી નિવાસી સ્વ. અનંતરાય ગંભીરદાસ શેઠના જમાઇ. પલ્લવીબેનના પતિ. ચંદ્રકાન્તભાઇ હરજીવનદાસ શાહ (દોઢીવાળા) (ઉં. વ. ૭૭) તા. ૧૭-૧૧-૨૨ના ગુરુવારના દેવલાલી મુકામે દેહપરિવર્તન થયેલ છે. (ચક્ષુદાન કરેલ છે). દિપ્તી, માધુરી, સમીર અને સ્વ. રાજુલના પિતા. નિલેશકુમાર, હિરેનકુમાર, મેહુલકુમાર અને પાયલના સસરા અને રાજના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ધાણધાર પોરવાડ જૈન
લાસલગાવ હાલ વાલકેશ્ર્વરના મીતુલ (ઉં. વ. ૩૯) તે રક્ષાબેન વિજયકુમારના પુત્ર. તે દિપીકા અનીલકુમારના ભત્રીજા. તે સોના, અમી, મિહીર, સૌરભ, પ્રાચીના ભાઈ. તે અમીતકુમાર નિલયકુમાર, મીતાલી, જુહી, હિમાંશુના સાલા. તે મીરાયાના કાકા. તે પ્રથમ, જીયાન, નીશકાના મામા. ૧૮-૧૧-૨૨ના અવસાન પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.
પાટણ વિશા શ્રીમાળી જૈન
શાંતિનાથની પોળના હાલ વિલે-પાર્લા સ્વ. ભગવતીબેન ભગવાનદાસ શાહના પુત્ર વિનોદચંદ્ર (ઉં. વ. ૮૩) ૧૮-૧૧-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે અરૂણાબેનના પતિ. સ્વ. પ્રભાવતીબેન ચીમનલાલ પટણીના જમાઈ. અલ્પા, જીજ્ઞેશ, અલ્પેશ, સ્વ. ધરાના પિતાશ્રી. રાજ્ઞેશબાઈ, મોનીકા, સોનાલી, અતુલભાઈના સસરા. સલોની આકાશ પરીખ, સોમીલ તથા રોહનના દાદા. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
પાલનપુર જૈન
રાજીવભાઈ મહેતા (ઉં. વ. ૬૧)નું સ્વર્ગવાસ ૧૬-૧૧-૨૨ના થયેલ છે. કમલાબેન જયંતીલાલ ચીમનલાલ મહેતાના પુત્ર. સ્વર્ગસ્થ રીનાબેનના પતિ. દિવ્યાના પપ્પા. રેખાબેન- સતિષભાઈ, અરૂણભાઈ- રૂપાબેન, સ્મિતાબેન- રોહિતભાઈના ભાઈ. સ્વર્ગસ્થ ગુલાબબેન સેવંતીલાલ મહેતાના જમાઈ. બોરીવલી (વે). ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.