જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
મંજલ હમલાવાળીના ભારતી (ધનવંતી) દેઢિયા (ઉં.વ. ૬૨) ૧૩/૭/૨૨ના અવસાન પામેલ છે. કસ્તુરબેન ખીમજીના પુત્રવધૂ. મહેન્દ્ર (મનુ)ના ધર્મપત્ની. સન્નીના માતુશ્રી. પુરબાઇ પોપટલાલના સુપુત્રી. દિપક, પ્રદીપ, નીતીનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ખીમજી દેઢિયા, બી.એમ.સી બિલ્ડીંગ નં. ૬, રૂમ નં. ૫-૬, સાયન કોલીવાડા, મું. ૨૨.
ગોધરાના મહેન્દ્ર હંસરાજ વોરા (ઉં.વ. ૬૭) ૧૫-૭-૨૨ના અવસાન પામેલ છે. નાનબાઈ હંસરાજના પુત્ર. કુસુમના પતિ. સની, અમિતના પિતાશ્રી. શશિકલા, કીર્તિકુમાર, મીનાના ભાઈ. માતુશ્રી રતનબેન પોપટલાલ પાસડના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે: મહેન્દ્ર વોરા, સી/૨૦૪, શ્રી હરિ નિવાસ, એસએન રોડ, કાંદિવલી -૬૭.
ગુંદાલાના ભાસ્કરભાઇ સત્રા (ઉં.વ. ૭૦) કોલ્હાપુર મધ્યે તા. ૧૫-૭-૨૨ના અવસાન પામ્યા છે. ખેતબાઇ (પુરબાઇ) ધારશી લાલજી સત્રાના પુત્ર. ભાનુબેનના પતિ. મિથુન, પાયલ, હેમલના પિતા. લક્ષ્મી ઉર્ફે પ્રભા, ધીરજ, ઉર્મિલાના ભાઇ. સમાઘોઘા દેવકાંબેન વીરજી કુંવરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભાસ્કર સત્રા, ગીત ગોવિંદ એપાર્ટમેન્ટ, ૧૧૩૯ (બી.) સાઇક્સ એક્સટેન્સન, ન્યુ શાહુપુરી, કોલ્હાપુર-૪૧૬૦૦૧. ચક્ષુદાન કરેલ છે.
નાના આસંબીયાના વેજબાઇ લખમશી શિવજી છેડા (ઉં.વ. ૧૦૩), ૧૪-૭-૨૦૨૨ના અવસાન પામેલ છે. લખમશીના પત્ની. પુષ્પા દિનેશ ગડાના માતુશ્રી. ડેપાના સ્વ. કુવરબાઇ શિવજી ખેરાજના પુત્રી. સ્વ. ડુંગરશી, મો. આસંબીયાના સ્વ. વેલબાઇ જખુ, સ્વ. ખીશી, સ્વ. કંકુબેન કુવરજી, સ્વ. લાલજી, સ્વ. વીરબાઇ નરશી, સ્વ. મેઘજી, સ્વ. મણીબેન શામજી, સ્વ. કલ્યાણજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. રહેઠાણ: દિનેશ હીરજી ગડા, ૨૧, નંદાદીપ બિલ્ડીંગ, ત્રીજે માળે, તિલક ચોક, ડોંબિવલી (પૂર્વ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ મલાડ ગં. સ્વ. પ્રભાવતી રતિલાલ ડુંગરસી કામદાર (ઉં. વ. ૮૩) તા.૧૪-૦૭- ૨૨ ગુરુવારના અરિહંતશરણ થયેલ છે. તેઓ હર્ષદ, કિરણ, સરયુબેન, રક્ષાબેનના માતુશ્રી. શીલા, બિન્દુ, રાજેશભાઈ પ્રાણલાલ પંચમિયા, રાજેશભાઈ ચત્રભુજભાઇ દામાણીના સાસુ. બગસરા નિવાસી કાંતિભાઈ ગાંગજીભાઈ, ચુનીભાઈ, દેવચંદભાઈ, માનકુંવરબેન મોહનલાલ બાવિશી, મંછાબેન દેવકરણના બેન. મોહનલાલ ડુંગરસી, નાનાલાલ ડુંગરસીના ભાભી. દીપ્તી જીગર દોશી, વિરલ, વિશાલ, કેવલ, હાર્દિક ના દાદી-નાની. બંને પક્ષની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ હાલ મુંબઇ સ્વ. વિજયાબહેન ચત્રભુજભાઇ સંઘવીના સુપુત્ર પ્રફુલભાઇ તે વિભૂતિબેનના પતિ. વિરલ તથા પ્રેક્ષાના પિતા. સ્વ. ભાનુભાઇ, હસમુખભાઇ, મહેન્દ્રભાઇ, ચંદ્રિકાબેન રમેશભાઇ ઘાટલીયા, સ્વ. ભારતીબેન નરેન્દ્રભાઇ બદાણીના ભાઇ. સ્વ. ચંચળબેન ચંદુભાઇ ખોખાણીના જમાઇ. તા. ૧૪-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
સરદાર ગઢ (જૂનાગઢ) હાલ મુંબઇ કોકીલાબેન પારેખ (ઉં. વ. ૭૫) તે જગદીશભાઇ ખીમચંદ પારેખના ધર્મપત્ની. તે હેમાલી, અંજલીના માતુશ્રી. તે મનિષકુમાર, દિવ્યેશકુમારના સાસુજી. તે બીનોલી, ખુશી, કવિષના નાની. તે મોહનલાલ ઝવેરચંદ ઝવેરીના સુપુત્રી. શનિવાર, તા. ૧૬-૭-૨૨ના અવસાન પામેલ છે. બેસણું તા. ૧૭-૭-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. વાસ્તુ શિલ્પ, ગામડીયા કોલોની, તારદેવ, મુંબઇ.
પાટણ જૈન
પાટણ મનમોહનજીની શેરી ફોફલીયાવાડો હાલ મુંબઇ સુરેશભાઇ (સફર) ઝવેરી (ઉં. વ. ૭૪) તે સ્વ. ભાનુમતીબેન-મણીલાલ ઝવેરીના સુપુત્ર. રૂપાના પતિ. સૌમીલના પિતા. સ્વ. કનુભાઇ, ઉષાબેન ભુપેન્દ્રભાઇ શાહ, સ્વ. મીનાબેન વિનોદભાઇ વજાણીના ભાઇ. શ્ર્વસુર પક્ષે સ્વ. જયંતિલાલ પોપટલાલ સફરીના જમાઇ મંગળવાર, તા. ૧૨-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
માળીયા મિયાણાં (મોરબી) હાલ ગોરેગામ સ્વ. દિનેશભાઇ હિરાચંદભાઇ ત્રિભોવનદાસ શેઠના ધર્મપત્ની ઇલાબેન (ઉં. વ. ૭૪) શુક્રવાર, તા. ૧૫-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે મયુર, લીનાબેન, આરતીબેન અને ભાવીશાબેનના માતુશ્રી. તે પ્રદીપભાઇ, સ્વ. હરેશકુમાર, મુકેશકુમાર બિંદુબેન (બાળાબેન) હર્ષદકુમાર મહેતા, આરતીબેન (મીનાબેન) નિલેશકુમાર શેઠના બેન. પિયર પક્ષે ચોરવાડ નિવાસી. સ્વ. જશવંતીબેન જમનાદાસ ત્રિભોવનદાસ ગાંધીની સુપુત્રી. ચિ. હેમના દાદી. હસમુખભાઇ, સ્વ. જિતેન્દ્રભાઇ, જવાહરભાઇ અને કોકીલાબેનના ભાભી. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.
ક. દ. ઓ. જૈન
માતુશ્રી ખમાબાઇ સ્વ. રમેશચંદ્ર લક્ષ્મીચંદ મહેશ્ર્વરી (ઉં.વ. ૮૫) ગામ સાંધાણ-માટુંગા, તા. ૧૪-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. નવલબેન લક્ષ્મીચંદ મહેશ્ર્વરીના પુત્રવધૂ. સ્વ. વેજબાઇ માણેકજી માડણના સુપુત્રી, ગં. સ્વ. હિના અશોક, સૌ. અમિતા અતુલ, સૌ. વર્ષા જયંત, સૌ. પોમલી વિજયના સાસુમાં. સ્વ. માનબાઇ પદમશી, સ્વ. કલાવતી લક્ષ્મીચંદ, સ્વ. નિર્મલાબેન દિનેશભાઇ, સ્વ. પુષ્પાબેન લક્ષ્મીચંદના ભાભી. સ્વ. ચંપાબેન મનસુખભાઇના બહેન. પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગમાબાઇ પીપળવા (હાલ કાંદિવલી) અ. સૌ. નિરંજનાબહેન સૂર્યકાંતભાઇ ઉદાણી (ઉં. વ. ૭૬) શનિવાર, તા. ૧૬-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જશવંતીબહેન શાંતિલાલ લાધાણીનાં સુપુત્રી. પૂર્ણિમાબહેન રાજેશભાઇ દેસાઇ, પારસભાઇ ઉદાણી, રાજકુમાર ઉદાણીના માતા. સંગીતા અને ભૈરવીના સાસુ. અભિશ્રી, જૈનમ, ક્રીશ, ઝલકના દાદી. ધ્રુવનાં નાની. લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.