Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર હાલ કાંદિવલી જયાબેન અમૃતલાલ શાહના પુત્ર હેમંતભાઇ (ઉં.વ. ૮૧) તા. ૧૫-૧૧-૨૨ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે કોકીલાબેનના પતિ. છાયાબેન ભરતભાઇ, સરોજબેન અરુણભાઇ, સુરેશભાઇ, દિવ્યાબેન હરકિસનભાઇ, જયોતિબેન અરુણકુમારના ભાઇ. સોનલ અંબરીશ, વૈશાલી અશ્ર્વિનકુમારના પિતા. હર્ષ, સાક્ષી, દિયાના દાદા. પિયર પક્ષે પાલીતાણા નિવાસી હઠીચંદ જેઠાભાઇ શેઠના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. સી-૨, પી-૫૩, મહાવીર નગર, શંકર ગલી, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેવપુર હાલે હૈદ્રાબાદના તારાચંદ શામજી ગાલા (ઉં.વ. ૮૦) શનિવાર, તા. ૧૨-૧૧-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. ગોરબાઈ શામજીના પુત્ર. ઇન્દુના પતિ. દિપલ, શીતલના પિતાશ્રી. દેવચંદ, ગોધરા શાંતાબેન તલકશી મારૂ, દેઢિઆ સ્વ. નવલબેન જેઠાલાલ પાસડના ભાઈ. ડુમરા સ્વ. કુંવરબાઈ આણંદજી મણશી કારાણીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ઈન્દુ ગાલા, ૩-એચ, સુબોદયા એપાર્ટમેન્ટ, બોગુલકુન્ટા, હૈદ્રાબાદ-૧.
ટોડાના વલ્લમજી (બચુભાઇ) નાગજી દેઢીયા (ઉં.વ. ૭૬) તા. ૧૪-૧૧-૨૨ના મોક્ષગામી બન્યા છે. દેવકાબેન નાગજી ધારસીના સુપુત્ર. કસ્તુરબેનના પતિ. રાજેશ, જતીનના પિતાશ્રી. ચિમન, મણીબેન, લક્ષ્મીબેન, મંજુલાના ભાઇ. કારાઘોઘાના મણીબેન મેઘજી હીરજી છાડવાના જમાઇ. ગુણાનુવાદ હાલારી વાડી દાદા સાહેબ ફાલકે રોડ, દાદર (ઇ.) ટા. ૩.૦૦ થી ૪.૩૦ નિ. વલ્લમજી નાગજી દેઢીયા, ૧૦૭, હીંગવાલા બિલ્ડીંગ, ૩જે માળે, કેશવજી નાયક રોડ, મુંબઇ-૯.
દેશલપુર (કંઠી)ના માતુશ્રી કાન્તાબેન (જખીબાઇ) કલ્યાણજી મેઘજી વીરા (ઉં.વ. ૮૮) તા. ૧૩-૧૧-૨૨ના અરિહંતશરણ થયેલ છે. મા. ભાણબાઇ મેઘજીના પુત્રવધૂ. સ્વ. કલ્યાણજી મેઘજીના ધર્મપત્ની. રાજેશના માતુશ્રી. નાના ભાડીયા રતનબેન (વેજબાઇ) મેઘજી મુરજી ગાલાના પુત્રી. સ્વ. શામજી, યુએસએ ગાંગજી, નાની ખાખર હેમલતાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રાજેશ વીરા, હેપી હાઉસ, બી-૨૧, ત્રીજે માળે, ટાટા પ્રેસ લેન, પ્રભાદેવી, મું.૨૫.
શ્રી સુરત દશા શ્રીમાળી (માંડવી) જૈન
માંડવી હાલ બોરીવલી સ્વ. શાંતાબેન ફકીરચંદ ઝવેરી (શાહ)ના પુત્ર ચંદ્રકાંત ઝવેરી (ચંદુકાકા) (ઉં.વ. ૮૦) તે સુવર્ણાબેનના પતિ. સમીર તથા અક્ષયના પિતા. સ્વાતિ (સુષ્મા) તથા રુપાલીના સસરા. અનિલભાઈ, જગદીશભાઈ, કિરીટભાઈ તથા દિપકભાઈના ભાઈ. તા. ૧૩-૧૧-૨૨ના રવિવારે સાંજે અરિહંતશરણ પામેલ છે. તેમની સ્મૃતિવંદના તા. ૧૭-૧૧-૨૨ ગુરુવાર સવારે ૧૦ થી ૧૨ કલાકે વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ (સર્વોદય હોલ), એલ.ટી. રોડ, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી વિશા. શ્ર્વે. મૂ. જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ દહીંસર (વેસ્ટ) સ્વ. ચીમનલાલ લાલચંદ દેસાઈના સુપુત્ર. સ્વ. કાંતિલાલ દેસાઈના ધર્મપત્ની. પુષ્પાબેન (ઉં. વ. ૮૮) તે પ્રતિભાબેન પ્રદિપકુમાર, માધવીબેન નરેશકુમાર, કમલેશભાઈ તથા જયેશભાઈના માતુશ્રી. દિપિકાબેન તથા બીનાબેનના સાસુ. સ્વ. જ્યોત્સનાબેન ધીરજલાલ, રમીલાબેન, રંજનબેન દિલીપભાઈ, નયનાબેન મહેન્દ્રકુમાર, સ્વ. દિપકભાઈ તથા સ્વ. હસુભાઈ, સ્વ. ભાવનાબેન સુરેશકુમારના ભાભી. દમયંતીબેન કેશવલાલ શાહ તથા કિર્તીકુમાર ગુલાબચંદ શાહના બેન. મંગળવાર તા. ૧૫.૧૧.૨૨ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ઝાલાવાડી સ્થા. જૈન
ચારણકી નિવાસી (હાલ મુંબઈ) ઉષાબેન ભલાણી (ઉં. વ. ૬૬) ગં. સ્વ. લીલાવંતીબેન તથા તે સ્વ. પ્રભુદાસ વિઠ્ઠલજી શેઠના દીકરી. રમેશભાઈ ભલાણીના પત્ની. ભાવિન અને ભૈરવીના મમ્મી. સિદ્ધાર્થકુમારના સાસુ. તાશીના દાદી તે રવિવાર તા. ૧૩.૧૧.૨૨ના રોજ અરિહંતશરણ પામ્યા છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી વિશા પોરવાડ વણિક સમાજ જૈન
જામનગર નિવાસી હાલ ઘાટકોપર શ્રી પ્રવિણચંદ્ર વૃજલાલ શાહના ધર્મપત્ની અ.સૌ. અનસૂયાબેન (ઉં. વ. ૮૩) તે સ્વ. પ્રિતમભાઈ તથા વિલાસબેનના ભાભી. તે રીટા, હિતેશ, ગૌતમના માતુશ્રી. તે ઉમેશકુમાર, ભાવના, મીતાના સાસુ. તે કિંજલ, કેવલ, ભવ્યા, રૂચી, દિપીકાના દાદી. પિયરપક્ષે જેચંદ વિઠ્ઠલજી વોરાના સુપુત્રી. જેઓ તા. ૧૪-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. હિતેશ પ્રવિણચંદ્ર શાહ, ૪૦૫, પૂર્ણિમા બિલ્ડીંગ, સાઈનાથ નગર, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ હલરાના મણીબેન બાબુભાઈ રામજી છેડા (ઉં. વ. ૮૦) મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. જેતીબેન રામજી લધા છેડાના પુત્રવધૂ. હર્ષાબેનના જેઠાણી. દામજીભાઈના ભાભી. ધીરેન, જીતેન, સંગીતા, શીતલના માતુશ્રી. ચંદ્રિકા, છાયા, દિપેનના સાસુ. મનફરાના સ્વ. પાલઈબેન ખેતશી મેઘજી સાવલાના દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૪ માળે, શાંતિસદન, લેમિંગ્ટન રોડ, ગ્રાન્ટરોડ, મુંબઈ-૪૦૦૦૦૭.
ગામ ભરૂડિયા, હાલે ઘાટકોપરના મણીબેન મેઘજી સત્રા (ઉં. વ. ૬૭) તા. ૧૨-૧૧-૨૨ના રોજ અવસાન પામેલ છે. તે સ્વ. જીવાબેન પેથા સત્રાના પૌત્રવધૂ. સ્વ. મેઘજીના ધર્મપત્ની. મહેન્દ્ર, અનિલ, ભારતીના માતુશ્રી. મનીષા, રેવંતી, શૈલેષના સાસુ. વિરમના ભાઈના ઘરેથી. સુવઈના સ્વ. મોંઘીબેન ભચુ છાડવાના પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ સ્થાન એ-૧૦૧, પ્રેમકુંજ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ.

RELATED ARTICLES

Most Popular