જૈન મરણ

વાગડ વિ.ઓ. જૈન
ગામ સુવઈના ચંદુલાલ સાવલા (ઉં.વ. ૬૨) તા. ૨૧.૧૦.૨૨ના શુક્રવારના અવસાન પામેલ છે. માતુશ્રી જેવીબેન રામજી ભીમશી સાવલાના સુપુત્ર. તે ચંચળબેનના પતિ. ઉમેશ, અમિતા, નિશા, મીતા, દીપાલીના પિતા. કિશોર, નિખિલ, વિનોદ, વિનોદના સસરા. મોતીલાલ સ્વ. નવીનચંદ્ર, મનસુખ, નાગશી, સ્વ. દિવાળી, ગં.સ્વ. ખેતઈબેનના ભાઈ. માતુશ્રી ભમીબેન કરશન લાલજી સત્રાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન. સી/૧૦૨, ઈન્ટિગ્રેટેડ આર્યા, નારાયણ નગર, ઘાટકોપર (વેસ્ટ).
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તણસા નિવાસી હાલ વિલેપાર્લા શ્રી રસીકલાલ ગંભીરદાસ વોરા (ઉં.વ. ૮૪) તારીખ ૨૨-૧૦-૨૨ના શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સુશીલાબેનના પતિ. નિખિલ તથા ચિરાગના પિતાશ્રી. ડિમ્પલ તથા કોમલના સસરા. રતિભાઈ, કાંતિભાઈ, ચીમનભાઈ, જયંતિભાઈ, કપૂરચંદ્રભાઈ, ગુણવંતભાઈ, લીલાવંતીબેન ઝવેરચંદ શેઠ અને નિર્મળાબેન હરિલાલ સલોતના ભાઈ. મોટા સુરકાવાળા હાલ બેંગલોર હઠીચંદ રાયચંદભાઈ શાહના જમાઈ. સાદડી રાખેલ નથી.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
કમળેજ નિવાસી હાલ કાંદીવલી સ્વ. જેચંદભાઈ કેશવજી શાહના ધર્મપત્ની દેવકુંવરબેન (હીરાબેન) (ઉં.વ. ૯૮) તે વિનોદભાઈ, મંજુલાબેન શશીકાંત ભગવાનદાસ દોશી, બાબુભાઈ, રમેશભાઈ, કીર્તિભાઈ તથા દિનેશભાઈના માતુશ્રી તથા મૃદુલાબેન, સ્વ. કોકીલાબેન, ઈલાબેન, રેખાબેન અને રીટાબેનના સાસુજી તેમજ પિયરપક્ષે સ્વ. ધરમચંદ હઠીચંદ હકાણી (ભાવનગરવાળા)ની દીકરી તા. ૨૪-૧૦-૨૨ને સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી જૈન
માતુશ્રી નવલબેન ચંદુલાલ પદમશી વોરા (ઉં. વ. ૮૩) ગામ દલતુન્ગી હાલ ગોરેગામ તા. ૨૨-૧૦-૨૨ના અરિહંતશરણ પામેલ છે. મા. લીલબાઇ પદમશી વેરશી વોરાના પુત્રવધૂ. ચંદુલાલભાઇના પત્ની. મા. લક્ષ્મીબાઇ ખીમજી શામજી દંડ દલતુન્ગીના દીકરી. માં. લક્ષ્મીબેન ઉત્તમચંદ ઠાકરશી લાપસીયાના વેવાણ. ચેતનના માતુશ્રી. ગાયત્રીના સાસુજી. લૌકિક વ્યવહાર બંધ છે અને પ્રાર્થના રાખેલ નથી.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઈના વેલજી વંજુના મોતા (ઉં.વ.૮૦) તા. ૨૩-૧૦-૨૨ના થાણા મધ્યે અવસાન પામેલ છે. સ્વ. પૂંજા વજુ મોતાના સુપુત્ર. મણીબેનના પતિ. દામજી, વિનોદ, મંજુલા, સાનુના પિતાશ્રી. કેસર, સ્વ. હેમાંગી, ઉર્મિ, પ્રદીપના સસરા. ડૉ. સુચિતા, દર્શીતા, રોનક, યશ્વી, શિવાંશના દાદા. સ્વ. ભાણજી, મોંઘીબેન, ડેમાબેનના ભાઈ. સ્વ. ઉમાબેન પોપટલાલ સત્રાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસસ્થાન: ૬૦૨, વાગડ એપાર્ટમેન્ટ, ચરઈ-થાણા (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ નંદાસરના દમયંતીબેન નંદુ (ઉં.વ.૫૨) થાણા મધ્યે અવસાન પામેલ છે. પરમાબેન હરખચંદ નંદુના પુત્રવધૂ. તે નવિનભાઈના ધર્મપત્ની. ડિમ્પલ, સ્વાતિના માતુશ્રી. પ્રતિક, યશના સાસુ. મણીલાલ, રમેશના ભાઈનાં પત્ની. ગિરિશ, જયંતી, પ્રવિણ, તારા અને કાંતાના ભાભી. જ્યોતિ, ચંદ્રિકાના દેરાણી વિંઝઈબેન રાયશી માલશીની સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. સ્થળ: બી-૭૦૬, જય જાનકી, ધોબી આલી થાણા.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના હર્ષદ કુંવરજી છેડા (ચોધરીયા) (ઉં.વ. ૬૨) ૨૨-૧૦-૨૨ના અવસાન પામેલ છે. તે મણીબેન કુંવરજીના પુત્ર. રેખાના પતિ. અંકિતા, કિંજલના પિતા. હરખચંદ, શાંતા કાંતીલાલ, મંજુલા નવિન, પ્રભા મહેન્દ્રના ભાઇ. બેરાજાના સાકરબેન દામજી મુરજી કક્કાના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રેખા છેડા, બી-૧૦૧, પ્રભાત દર્શન, શ્રીખંડે વાડી, ડોંબીવલી (ઇ.).
કુંદરોડી હાલે વાંગણીના અમૃતલાલ મેઘજી વોરા (ઉં.વ. ૬૫), ૨૨-૧૦-૨૨ના અવસાન પામેલ છે. હીરબાઇ મેઘજીના પુત્ર. સ્વ. મંજુલાના પતિ. ફાલ્ગુની, મનીષા, જીનલના પિતા. ધનજી, રમેશ, સતીષના ભાઇ. સમાઘોઘા હીરબાઇ દામજી જીવરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અમૃત એમ. વોરા, વૃંદાવન સોસાયટી, વાંગણી, જી. થાણા. ૪૨૧૫૦૩.
નવીનાળના મનસુખલાલ વેલજી બોરીચા (ઉં.વ. ૭૬) તા. ૨૨-૧૦-૨૨ના અવસાન પામેલ છે. મોંઘીબેન વેલજીના સુપુત્ર. મંજુલાના પતિ. મનીષાના પિતા. ગાંગજી, મંજુલાના ભાઇ. બિદડાના વેલબાઇ ડો. રામજી રતનશી પેથડના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મનસુખલાલ બોરીચા, ૬૦, ૨જે માળે, રામભુવન બિલ્ડીંગ, ડી.પી.રોડ, દાદર (પૂર્વ).
છસરાના ખુશાલ નાનજી ગંગર (ઉં.વ. ૭૦) તા. ૨૨-૧૦-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. મધુબેન (લક્ષ્મી)ના પતિ. સ્વ. નાનબાઇ, સ્વ. લક્ષ્મીબેન નાનજીના પુત્ર. જીગ્નેશ, મીનાના પિતા. સ્વ. રમેશ, પ્રદિપ, નિલેશ, રંજન જેન્તીલાલ, ચંદન નવિન, છાયા મહેશ, નીતા નીતીનના ભાઇ. લાખાપરના રતનબેન (વેજબાઇ) પ્રેમજી વિજપારના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જીગ્નેશ ગંગર, ૨૦૫, પુષ્પક-૧, એસ.વી. રોડ, મલાડ (પ.).
બિદડાના કેશવજી વીજપાર પોલડીયા (ઉં.વ. ૮૦) તા. ૨૨-૧૦-૨૨ના અવસાન પામેલ છે. મા. લાછબાઈ વીજપારના પુત્ર. કલ્પનાના પતિ. અલ્કા, રાજેશ, ચેતના, કિરણના પિતા. ખેતશીભાઈ, પ્રાગજી, લક્ષ્મીચંદ, લક્ષ્મીબેન કાંતીલાલ, મંજુલા જયંતીલાલ, સુશીલા કાંતીલાલ, ગુણવંતી ચંપક, વીમળા વીનોદના ભાઈ. તલવાણા મા. પુરબાઈ રવજી આસારીયાના જમાઈ. પ્રાર્થના: સ્થા. મહાજનવાડી, ડૉય એ. રોડ, વોલ્ટાસની સામે, ચીંચપોકલી (ઇ). ૩ થી ૪.૩૦ ઠે. કલ્પના કેશવજી, સુરજી વલભદાસ ચાલ, વરલી નાકા, મુ. ૧૮.
હમલા મંજલ હાલે દેવપુરના લીલબાઇ હરીયા (ઉં.વ. ૮૨) ૨૩-૧૦-૨૨ના અવસાન પામેલ છે. સુંદરજી પચાણના ધર્મપત્ની. વિમળા, અરવિંદ, જ્યોતિકાના માતા. દેવપુર વેજબાઇ ગોસરના સુપુત્રી. ખેરાજ, આણંદજી, પ્રેમજી, મુલચંદ, ભાણબાઇ કુંવરજી, પુરબાઇ મુળજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અરવિંદ હરીયા, ૧૫, દેવદયા હીમાલય સોસાયટી, ઘાટકોપર-૮૪.
દેશલપુર-કંઠીના શાંતિલાલ હીરજી સોની (ઉં.વ. ૮૭) તા. ૨૨/૧૦/૨૨ના અવસાન પામ્યા છે. રાણબાઇ હીરજી દેવરાજના પુત્ર. ક્રિષ્નાબેનના પતિ. જતીન, સચિન, સલિલના પિતા. રાઘવજી, ગુલાબચંદ, લક્ષ્મીબેન વેરશી, સાકરબેન કુંવરજી, જવેરબેન જાદવજી, કુસુમબેન ભવાનજીના ભાઇ. નવાવાસના સુંદરબાઇ બેચરભાઇ શીવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ક્રિષ્નાબેન સોની: બી-૧૦૩, રેખા નિકેતન, લીબર્ટી ગાર્ડન રોડ નં.૩, મલાડ-વે.
વિજાપુર સત્તાવીશ જૈન
લિબોદ્દા, હાલ મલાડ જયંતીલાલ મંગળદાસ શાહ (ઉં.વ. ૮૩) તે રમીલાબેનના પતિ. ગીતાબેન દિલીપકુમાર શાહ, મનીષા ઉમેશકુમાર શાહ, હેમા ચેતનકુમાર વખારિયા તથા વીરેન-અ.સૌ. રૂપલના પિતાશ્રી. સ્વ. બચુભાઈ તથા સ્વ. કાંતાબેન બાબુલાલ શાહના ભાઈ. પૂનમ આવીશકુમાર તથા કેવિનના દાદા. સાસરાપક્ષે ગેરીતા નિવાસી હાલ પુના, સ્વ. શાંતિલાલ પોપટલાલ શાહના જમાઈ. ૨૦/૧૦/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ત્વચાદાન કરેલ છે.
સોરઠ વીશા શ્રીમાળી જૈન
જૂનાગઢ નિવાસી ધીરેનભાઈ શેઠ (ઉં.વ. ૮૦), સ્વ. ઈશ્ર્વરલાલ હરખચંદ શેઠ અને મંગળાબેન શેઠના પુત્ર. નીતાબેનના પતિ. હાલ કેનેડામાં છે. સ્વ. નવીનભાઈ, વસંતભાઈ, યતીનભાઈ, સ્વ. પીયુષભાઈ, શૈલેષભાઈ, શ્રીમતી ભાનુબેન જી. શાહ, હંસાબેન જે. વોરાના ભાઈ ૨૨-૧૦-૨૨ના રોજ કેનેડામાં અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી જામનગર હાલાર વિસા શ્રીમાળી જૈન
ભાણવડ નિવાસી (હાલ મુલુન્ડ-મુંબઈ) સ્વ. નિર્મળાબેન છોટાલાલ જાદવજી મહેતાના સુપુત્ર વિનેશભાઈ (ઉં. ૫૯) શનિવાર તા. ૨૨.૧૦.૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે હિનાબેનના પતિ. સ્વ. મુકેશભાઈના ભાઈ. આકાશ, પૂર્ણિમાના પિતાશ્રી. અંકિતા આકાશ મહેતાના સસરા. સસુરપક્ષ સ્વ. ભાનુમતીબેન વસંતલાલ મગનલાલ દેસાઈના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થળ: એ-૧૦-૨૦૩, વિના નગર, ફેસ ૧, એલ. બી. એસ. માર્ગ, મુલુન્ડ વેસ્ટ.
કાળધર્મ
ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણપરિવારના પૂ. તપ સમ્રાટ રતિલાલજી મ.ના તથા અધ્યાત્મયોગિની બા.બ્ર.પૂ. લલિતાબાઈ (બાપજી)ના સુશિષ્યા, રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ પૂ. નમ્રમુનીજી મ.ના કૃપાપાત્ર બા.બ્ર.પૂ. શ્રી અરૂણાબાઈ મ. તા. ૨૩-૧૦-૨૨, રવિવાર કાળધર્મ પામ્યા છે. તે સ્વ. કપુરબેન અમૃતલાલ ગાઠાણીની સુપુત્રી તથા સ્વ. જયસુખભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ. જયાબેન, ગુલાબબેન, વિલાસબેન, રંજનબેનના બહેન. પૂ. અરૂણાબાઈ મ.ની ગુણાનુવાદ સભા તા. ૨૫-૧૦-૨૨ના રોજ મંગળવારે સવારે ૯.૩૦ કલાકથી ૧૨.૦૦ કલાક સ્થળ: લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર ઘાટકોપર (ઈસ્ટ).

RELATED ARTICLES

Most Popular