Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

કાળધર્મ
શ્રી આઠ કોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પરમપૂજ્ય આચાર્યશ્રી હંસરાજજી સ્વામીનાં સંપ્રદાયના હાલ બિરાજતા પરમપૂજ્ય આચાર્યશ્રી મુલચંદજી સ્વામીની નિશ્રામાં બિરાજતા ગામ કુંદરોડીના મહાપુરૂષ દામજી સ્વામી ૬૬ વર્ષ સુધી પંચમહાવ્રતધારી દિક્ષા પાળી ૮૯ વર્ષની વયે શનિવાર, તા. ૨૦/૫/૨૩ના બપોરના ૧.૧૦ કલાકે કચ્છ વડાલા ગામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
મોટી પાનેલી નિવાસી હાલ ઘાટકોપર પ્રવીણભાઈ શેઠ (ઉં.વ. ૮૭) તે સ્વ. મુક્તાબેન તથા સ્વ. મનસુખલાલભાઈના જયેષ્ઠ પુત્ર. ચંદ્રકાંતાબેનના પતિ. તે કૌશલ અને ભાવિકાના પિતા. તે જવાહરભાઈ અને સ્વ. મીનાબેન જયસુખલાલ શેઠના મોટાભાઈ. તે લતાબેનના જેઠ. તે સોલાપુરવાળા સ્વ. ન્યાલચંદ માવજી શાહના જમાઈ તા. ૨૦-૫-૨૩ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.) નિવાસસ્થાન: ૧૪, કીર્તિ વિહાર, ત્રીજે માળે, સર્વોદય હોસ્પિટલની બાજુમાં, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (પશ્ર્ચિમ).
વાગડ વિ.ઓ. જૈન
ગામ લાકડીયાનાં ગં.સ્વ. દેમતબેન વણવીર નિસર (ઉં.વ. ૮૬) તા. ૧૯-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. ભચીબેન ચાંપશી માડણનાં પુત્રવધૂ. સ્વ. વણવીરના ધર્મપત્ની. ખેતશી, વાલીબેન, કુંવરબેન, કેશરબેનનાં માતુશ્રી. રાહુલ, વૈશાલીના દાદીમા. દામજી, શામજી, હંસરાજના સાસુમા. વિંઝઈબેન શીવજી હિરજી ગડાનાં દીકરી. પ્રાર્થના રાખેલ નથી. સ્થળ: ૧૯૦૧, હોરાઈઝન ગોલ્ડ, ભગવતી હોટેલની બાજુમાં, ચારકોપ મારકીટ, કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ખાટડી નિવાસી હાલ ડોમ્બિવલ સ્વ. પ્રેમકુંવરબેન તલકચંદ શાહના સુપુત્ર, રસિકલાલ તલકચંદ શાહ (ઉં.વ. ૮૫) તા. ૧૮-૫-૨૩, બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કમળાબેનના પતિ. જીજ્ઞેશ, જતીન, પંકજના પિતાશ્રી. મીના, જીજ્ઞાના સસરા. તે ભાવનાબેન વિનોદરાય, હર્ષાબેન અનિલકુમાર, જયશ્રીબેન નિલેશકુમાર, પાયલબેન ચિરાગકુમારના પિતાશ્રી. તે સ્વ. રમણીકભાઈ, સ્વ. નવીનભાઈ, રતુભાઈ, સ્વ. બટુકભાઈ, સ્વ. કિશોરભાઈ, રંજનબેન રસિકલાલ, આશાબેન જિતેન્દ્રકુમારના ભાઈ. તે સ્વ. રતિલાલ ભાઈચંદ સંઘવી વડિયાવાળા (સિહોર)ના જમાઈ. એડ્રેસ: એ-૨૦૧, નિતેશ ભુવન, સંત નામદેવપથ, ગોગ્રાસવાડી, ડોમ્બિવલી, (ઈસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ટંકારા, હાલ બોરીવલી સ્વ. નવનીતરાય વર્ધીચંદ મહેતાના પત્ની ઉષાબેન (ઉં.વ. ૭૧) તે હેમલ, કવિતાના માતુશ્રી. દીપા અને રાજુભાઈ શાહના સાસુ. કિશોરભાઈ, અશોકભાઈ, સ્વ. કિરિટભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. પરેશભાઈ, સ્વ. જ્યોસનાબેન નવીનચંદ્ર ગાંધી, વર્ષાબેન શરદભાઈ કોઠારીના ભાભી. સ્વ. મોરારજીભાઈ ભગવાનજીભાઈ વોરાના પુત્રી. નિરાલી, રાજ મહેકના દાદી-નાની તા. ૧૯-૫-૨૩, શુક્રવારના અરિહંત શરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૨-૫-૨૩ના ૩થી ૫ના પાવનધામ, પાવનધામ માર્ગ, ઓપોઝિટ સચિન તેંડુલકર ગ્રાઉન્ડ, કાંદિવલી (વેસ્ટ) (લૌકિક વ્યવહાર બંધ છે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરેલી હાલ મુંબઈ હસિતભાઈ નટવરલાલ હેમાણી તા. ૧૪-૫-૨૩, રવિવારના દિને અરિહંતશરણ પામેલ છે. તે મીનાબેનના પતિ તથા મેઘા શમીક કોઠારી તથા નિરવના પિતા. શમીકભાઈ કોઠારીના સસરા. કિશોરભાઈ, રમેશભાઈ, સુરેશભાઈના મોટા ભાઈ. ગૌતમ, ગૌરવ, હર્ષ, યશ, કરણ, હિરલ સમીર થોરીયાના મોટા ભાઈજી. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
દશા શ્રીમાળી સ્થા. જૈન
રાણપુર શોરઠ, હાલ ઘાટકોપર દિનેશભાઈ હીરાચંદ કામાણીના ધર્મપત્ની દિવ્યાબેન (ઉં.વ. ૬૯) તે સ્વ. પ્રભાબેન હિરાચંદ જીવરાજ કામાણીના પુત્રવધૂ. પિયર પક્ષે સ્વ. કુસુમબેન પરણાનંદ દોશીના દીકરી. તે મીહિર તથા ખુશબૂના માતુશ્રી. જીગર મોદી તથા લતાના સાસુ. કાવ્યાના નાની. તે સ્વ. ત્રિકમલાલ હરગોવિંદાસ અજમેરાના ભાણેજવહુ તા. ૨૦-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. નિર્મળાબેન મહાસુખભાઈ જેઠાલાલ દેસાઈના સુપુત્ર તનસુખભાઈ (ઉં.વ.૭૬)તે જ્યોતિબેનના પતિ. ચિ. ધીલન અને સ્વાતિના પિતાશ્રી. અ.સૌ. દિપાલી અને જીગરભાઈ શેઠના સસરા. તે શ્રી નવનીતભાઈ, હર્ષદભાઈ અને અ.સૌ. સરલાબેન ચંદ્રકાંતભાઈ દોશીના ભાઈ. તે ઢસા નિવાસી હાલ ઘાટકોપર મોહનલાલ શિવલાલ કપાસીના જમાઈ તા. ૧૯-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ સાંતાક્રૂઝ રસીલાબેન કાંતિલાલ વ્રજલાલ શાહના સુપુત્ર પ્રિયકેતુભાઈ (ઠેકુભાઈ) (ઉં.વ. ૭૧) તા. ૨૦-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મીનાક્ષીબેનના પતિ. મહેશભાઈ, જગતભાઈ, નીતિનભાઈ તથા રણજિતભાઈના ભાઈ તથા છાયાબેન, મીનાબેન, દિવ્યાબેન તથા પૂર્ણીમાબેનના દીયર તથા વિશાલ, ઉષ્મા, કેબિયન, જાસ્મીન, સિદ્ધાર્થ, અમીત, ધરા, નમી, રીષાના કાકા. લૌકિક વ્યવહાર બંધ છે. એડ્રેસ: પ્રિયકેતુ કે શાહ, બી, મીના એપાર્ટમેન્ટ, પાંચમો ગોળીબાર રોડ, સાંતાક્રૂઝ (ઈસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબી નિવાસી હાલ મલાડ (વે) સ્વ. મધુકરભાઈ રતિલાલ મહેતાનાં પત્ની તથા સ્વ. જયંતીલાલ વીરપાળ દેસાઈનાં પુત્રી હર્ષાબેન (ઉં.વ. ૭૯) તા. ૧૯-૫-૨૩નાં અરિહંતશરણ પામેલ છે. તેઓ અલ્કાબેન મુકેશભાઈ મહેતા, પિંકીબેન વિપુલભાઈ જસાણીનાં માતુશ્રી તથા ભાવિક, અમી, હર્મીત, સમ્યકનાં નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયધણજરના ચન્દ્રકાંત ગડા (ઉં.વ. ૭૫) ૧૯/૫ના અવસાન પામેલ છે. સ્વ. મુલબાઇ જેઠુભાઇના પુત્ર. સ્વ. નિર્મળાના પતિ. હેતલ, વિજયના પિતા. રમણીકલાલ, સ્વ. તલકશી, વલ્લભ, સ્વ. વિમલા (જવેર)ના ભાઇ. કોટડા (રો.) નાનબાઇ ગોસર ધારશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિજય ગડા, વિનય ટોવર, બિલ્ડીંગ નંબર-૩, ૬ઠે માળે, ૬૦૪/ મીરા રોડ, મીરા – ભાયન્દર રોડ, થાણે- ૪૦૧૧૦૭.
ભુજપુરના પ્રભાબેન જાદવજી સાવલા (ઉં.વ. ૮૫) તા. ૧૭/૫/૨૩ના અવસાન પામ્યા છે. ગંગાબેન શીવજી ધનજીના પુત્રવધૂ. જાદવજીના ધર્મપત્ની. ભરત, સુનિલના માતુશ્રી. બિદડાના લક્ષ્મીબેન વેરશી કેશવજી ફુરિયાના સુપુત્રી. બેરાજાના મંજુલાબેન કલ્યાણજી દેવરાજના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભરત સાવલા : એ-૬૨, આદર્શ રૂસ્તમજી રિગલ, આદર્શ કોમ્પલેક્ષ, ઓફ માર્વે રોડ, મલાડ-વે.
ગુંદાલાના કીર્તિકુમાર પોપટલાલ સાવલા (ઉં.વ. ૬૬) ૧૮/૫ના અવસાન પામેલ છે. રતનબાઇ પોપટલાલના સુપુત્ર. નીતાના પતિ. ઉર્વશી, દિપાલીના પિતા. રતાડીયા ગ. શાંતા હંસરાજ પ.પૂ. નિર્મળાબાઇ મ.સ., ગુંદાલા જવેર હીરજી, સમાઘોઘા રંજન કાનજી ભુજપુર નયના દેવચંદના ભાઇ. કેસરબેન કલ્યાણજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નીતા સાવલા : બી/૪૦૩, નીધી સો., ભક્તિ નગર, ઉંમરગામ (વે.).
નાની તુંબડીના મંજુલા (ઝવેર) મણીલાલ મેઘજી સાવલા (ઉં.વ. ૮૧) તા. ૧૯-૫ના અવસાન પામેલ છે. મઠાબાઈ મેઘજી પુંજાના પુત્રવધૂ. મણીલાલના પત્ની. ફરાદીના મણીબાઈ ભવાનજી સોજુના પુત્રી. અનીતા, જસ્મીના, ભાવિન, જાનવીના માતા. દામજીભાઈ, જીવીબાઈ, પ્રેમચંદ, નેમજી, રમેશ, હરખચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. અનિતા કિશોર દેઢિયા, ૫૦૧, મેગ્નોલીયા, ૮મો રોડ, સાંતાક્રુઝ (ઈ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરેલીનાં હાલ મુંબઇ રસીકભાઈ નટવરલાલ હેમાણી તા. ૧૪ મે રવિવારનાં અરિહંતશરણ પામ્યા છે. તે મીનાબેનનાં પતિ તથા મેઘા શમીક કોઠારીનાં પિતા તથા નીરવનાં પિતા. શમીક આર. કોઠારીનાં સસરા. કિશોરભાઈ, રમેશભાઈ, સુરેશભાઈનાં મોટાભાઈ. ગૌતમ, ગૌરવ, હર્ષ, યશ, કરણ, હિરલ, સમીર થોરીયાનાં મોટાભાઈજી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -