Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
મેરાઉના માતુશ્રી કસ્તુરબેન કેશવજી વીરા (ઉં.વ. ૧૦૦), તા. ૧૦-૧૧-૨૨ના આયખું પૂર્ણ કરેલ છે. કેશવજી વેલજીના ધર્મપત્ની. ખેતબાઇ વેલજી ઓભાયાના પુત્રવધૂ. પ્રવિણ, રજનીકાંત, ગુલાબ, મંજુલા, ભગવતી, યશવંતી, પ્રફુલ્લાના માતુશ્રી. રાયણના ખીમઇબાઇ મોના રાજુના પુત્રી. મેઘજી મોના, સં.પ. સાધ્વી ધર્માનંદશ્રીજી મ.સા., વાંઢના મઠાંબાઇ ગાંગજી રામજીના બેન. પ્રા. યોગી સભાગૃહ (દાદર), ટા. ૩.૩૦ થી ૫.૦૦. નિ. ગુલાબ વીરા, એ/૨૦૨-૨૦૩, પીનાકીન, સ્વામી વિવેકાનંદ સ્કૂલ પાસે, ડોંબીવલી (વે.).
પત્રીના રાજેશ (રાજુ) કાંતીલાલ ધરોડ (ઉં.વ. ૩૬) તા. ૧૦-૧૧-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. તેજબાઇ રામજી કચુ ધરોડના પૌત્ર. સ્વ. રતનબેન કાંતીલાલના પુત્ર. કીરીટના ભાઇ. ભોરારાના સ્વ. મોંઘીબાઇ નાનજી ગણશીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: કિરીટ કાંતીલાલ ધરોડ, પ્લોટ નં. ૧૪, રૂમ નં. ૩૦, રોઝી કોલોની, ખાંડવાલા લેન, દફતરી રોડ, મલાડ (ઇ.).
પ્રતાપરના નાનબાઈ ખીમજી વોરા (ઉં.વ. ૯૦) ૧૦/૧૧/૨૨ના દેવલોક પામ્યા છે. ખીમજી ભારમલના પત્ની. લાછબાઈ ભારમલના પુત્રવધૂ. રશ્મિન, મધુ, પરિમલ, જયશ્રીના માતા. ભુજપુરના નરશી ધનજી નાઇયાના દીકરી. મદન, ટુંડા વનિતા વેલજી, રામાણીયા હરખવંતી મેઘજી, લુણી કસ્તુરબેન રામજી, ગુંદાલા લીલાવંતી હરિલાલ, બિદડા ફૂલવંતી પ્રાગજી, મંજુલા, આશાના બેન. પ્રાર્થના રાખેલ નથી. રશ્મિન શાહ, ૧૩૦૧, સવિતા કો.ઓ.પ. સો., ૧૬મો રસ્તો, ચેમ્બુર-૭૧.
વિસા પોરવાડ જૈન
અમદાવાદ હાલ મુંબઈ ઓપેરા હાઉસ, સ્વ. કાન્તાબેન લાલભાઈ છોટાલાલ શાહના સુપુત્ર ભુપેન્દ્રભાઈ (ઉં.વ. ૮૧), શોભનાબેન મણીલાલ શાહના પતિ. નિરંજનાબેન રમેશભાઈ શાહ, સ્વ. નીનાબેન રમેશચંદ્ર શાહના ભાઈ. સેજલ અતુલ મસ્કાઈ, પ્રીતિ મનોજ સંઘવી, બીજલ ભાવિન ઝવેરી, નીરવના પિતાશ્રી. બિંદિયાના સસરા. મનનના દાદા. કૃણાલ, પાલ્મી, દિશાંક, નિયોમી, પ્રિયંકાના નાના શુક્રવાર, તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચુડા હાલ ઘાટકોપર સ્વ. સમજુબેન છોટાલાલ ગોસલીયાના સુપુત્ર રાજેશભાઇ (ઉં. વ. ૬૭) તા. ૧૦-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે લીનાબહેનના પતિ. તથા ભાવીન, જીનલના પિતા. હેતલ તથા ચીરાગભાઇના સસરા. તે નવીનભાઇ, સ્વ. બીપીનભાઇ, ભરતભાઇ, વમુબેન, સ્વ. ઇન્દુબેન, રમીલાબેન, રેખાબેનના ભાઇ. તે સ્વ. વાડીલાલ હરજીવનદાસ પારેખના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી જૈન
સ્વ. હરીશ નટવરલાલ મહેતાના ધર્મપત્ની રસીલાબેન (ઉં. વ. ૭૬) સ્વ. વિદ્યાબેન પ્રભુલાલ મહેતાના સુપુત્રી તા.૧૦-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે જીતુલ અને રાજીવના માતુશ્રી. ચંદન અને શીતલના સાસુ. રિદ્ધિ અને પ્રથમના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૨-૧૧-૨૨ના શનિવારે સાંજના ૪.૩૦થી ૫.૩૦. ઠે. લવંડરબોહ્, ૯૦ ફૂટ રોડ, સિંધુવાડી, ઘાટકોપર (ઇસ્ટ).
ક. દ. ઓ. જૈન
શોભાબેન કિશોર ખોના (કાયાણી) (ઉં. વ. ૬૨) ગામ જખૌ હાલ મુલુન્ડ તા. ૮-૧૧-૨૨ના અરિંહતશરણ પામેલ છે. તે ઝવેરબેન ગોવિંદજી નેણશી ખોના (કાયાણી) સોનબાઇ ખીમજી લખમશી ખોના (કાયાણી)ના પુત્રવધૂ. મણીબાઇ-લક્ષ્મીબાઇ ઉમરશી પિતાંબર મોતા સુથરીવાળાના દીકરી. રિતેશ અને રચનાના માતુશ્રી. તથા પૂનમ અને વિનોદ ભીમશી દેઢિયાના સાસુજી. મોક્ષા અને અક્ષાના દાદી. કાંતિલાલ, પંકજ, સૌ. જયોતિબેન રાજેન્દ્ર ડાઘા, તરુલતાબેન વિજય લોડાયાના ભાભી. પ્રાર્થનાસભા (માતૃવંદના) તા. ૧૨-૧૧-૨૨ શનિવારના બપોરે ૩.૩૦થી ૫. ઠે. જીવરાજ ભાણજી શાહ સભાગૃહ, અશોકનગર, નાહુર રોડ, મેહુલ ટોકીઝ પાસે, મુલુંડ (વેસ્ટ).
કચ્છી ગુર્જર જૈન
ભુજપુર નિવાસી સ્વ. નાનાલાલ હાથીભાઈ શાહના ધર્મપત્ની (હાલ બોરીવલી) શ્રીમતી નિરંજનાબેન શાહ (ઉં. વ. ૮૭)નું અરિહંતશરણ બુધવાર તા. ૯.૧૧.૨૨ના થયેલ છે. તે સ્નેહલતા, જીતેન્દ્ર, રાજેશ, પ્રીતીના માતુશ્રી. રમેશભાઈ, પરેશભાઈ, જ્યોતિ, ક્રિષ્નાના સાસુ. સ્વ. ચાંદુબેન, સ્વ. સૂરજબેન, સ્વ. કમલાબેન, ચંપાબેન, સ્વ. રવિલાલ ભાઈ, સ્વ. ચંદુભાઈ, પ્રવિણભાઈના ભાભી. જશવંતીબેન, ચેતનાબેન, સ્વ. તરલાબેનના જેઠાણી. પિયર પક્ષ: ચંચળબેન જાદવજી દોદરીયાના દીકરીની માતૃવંદના ૧૨.૧૧.૨૨ના બપોરે ૨ થી ૪ વાગ્યે લોટસ બૅંકવેટસ, રઘુલીલા મોલ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી દશાશ્રીમાળી દેરાવાસી જૈન
પાલીતાણા નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. શાંતાબેન છોટાલાલ શાહના પુત્ર શશીકાંતભાઈ (ઉંં. વ. ૭૩) તા. ૧૧-૧૧-૨૨ને શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે. મિનાક્ષીબેનના પતિ. કવિતા નિકેતન બદાણી, ભાવના સિદ્ધાર્થ મયુર, આશિષના પિતાશ્રી. મોનાના સસરા. વિનુભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. ઉત્તમભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. વસુમતીબેન પ્રભુદાસભાઈ ગોસળીયાના ભાઈ. ચારણીયા નિવાસી હાલ મુંબઈ સ્વ. દલસુખરાય (નાનુભાઈ) અભેચંદ કામદારના જમાઈ. તેમની પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૩.૧૧.૨૨ના બપોરના ૪ થી ૬ કલાકે ગેલેક્ષી હોટેલ, પ્રભાત કોલોની રોડ નં. ૨, યશ બેંક હાઉસની બાજુમાં, સાંતાક્રુઝ ઈસ્ટ.

RELATED ARTICLES

Most Popular