જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
ગુંદાલાના કુમારી કિંજલ ધરોડ (ઉં. વ. ૨૫) ૮-૭-૨૨ના અવસાન પામેલ છે. સીમા અતુલ કલ્યાણજી ધરોડની સુપુત્રી. કસ્તુરબેન કલ્યાણજીની પૌત્રી. એક્તાની બેન. અલીબાગના લક્ષ્મીબેન ચિંતામણ ગુરવની દોહીત્રી. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. અતુલ કલ્યાણજી ધરોડ, રૂમ નં. ૧૪, અમરકુંજ બિલ્ડીંગ, રઘુનાથનગર, થાણા (વે.).
કપાયાના નીખીલ પ્રેમજી ગોગરી (ઉં. વ. ૫૩) તા. ૬-૭-૨૨ના અવસાન પામેલ છે. મોંઘીબેન વીરજી વિજપારના પૌત્ર. મણીબેન પ્રેમજીના પુત્ર. નીતીનના ભાઇ. સમાઘોઘાના મોંઘીબેન કરમશી દેવજીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : નીતીન ગોગરી, એ-૩, ચિરાગ, છેડા પાર્ક, આચોલે રોડ, નાલાસોપારા (ઇસ્ટ) ૪૦૧૨૦૯.
મનફરાના શાંતાબેન શાંતીલાલ ભીમશી સત્રા (ઉં. વ. ૭૫) ૬-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. શાંતીલાલ ભીમશી સત્રાના ધર્મપત્ની. સ્વ. વેજબાઇ ભીમશી પરબતના પુત્રવધૂ. મનફરાના સ્વ. ચંપાબેન પાંચારીયા હીરજી સાવલાના સુપુત્રી. પરેશ, વિપુલ, નિલેશ, પ્રતિભા, દીપીકાના માતુશ્રી. સ્વ. ગાંગજી, દામજી, શાંતીલાલ, સરલા, ગં.સ્વ. લક્ષ્મી, ગં.સ્વ. રમીલાના બેન. પ્રા. સોમવાર, તા. ૧૧-૭-૨૦૨૨. સ્થળ: યોગી સભાગૃહ, દાદર (ઇસ્ટ) ટા. ૩.૦૦ થી ૪.૩૦. પ્રાર્થના પછી બરવિધિ રાખેલ છે. ઠે. વિપુલ સત્રા, મહારાણી, બી/૭૦૫, સેક્ટર-૧૭, વાશી, નવી મુંબઇ.
કોડાયના રતનબેન ધનજી સાવલા (ઉં. વ. ૮૬) તા. ૬-૭-૨૨ના અરિહંત શરણ પામેલ છે. પાનબાઇ પ્રેમજીના પુત્રવધૂ. સ્વ. ધનજીના પત્ની. પંકજ, દર્શના, જયશ્રીના માતુશ્રી. કપાયાના દેવકાંબેન કુંવરજીના પુત્રી. પ્રાગજી, મુલચંદ, ધીરજ, લક્ષ્મીબેનના બેન. પ્રા.: સ્થળ : જીવરાજ ભાણજી સભાગૃહ, અશોક નગર, મુલુંડ (વેસ્ટ), ટા.૪ થી ૫.૩૦. નિવાસ : પંકજ શાહ (સાવલા), ૨૦૪, ચંદનબાલા, જૈન ટેમ્પલ રોડ, સર્વોદય નગર, મુલુંડ (વે).
વડાલાના માતુશ્રી લક્ષ્મીબેન લાલજી ઇશરાણી (ગાલા) (ઉં. વ. ૯૧) તા. ૬-૭-૨૨ના અવસાન પામેલ છે. ભચીબાઇ હીરજીના પુત્રવધૂ. સ્વ. લાલજીભાઇના પત્ની. હીનાના માતુશ્રી. નાગબાઇ ગણપતના પુત્રી. રવજી, હંસરાજ, પાનબાઇ, સુંદરબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: ગિરીશ ગાલા, એ-૪૦૨, ઉમાશ્રી, સાને ગુરૂજી નગર, એલ.ટી. રોડ, મુલુંડ (પૂર્વ), મુંબઇ – ૮૧. (ત્વચાદાન કરેલ છે.).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ગામ મોટી વાવડી (હાલ મુલુંડ) જસરાજ રણછોડદાસ શાહના સુપુત્ર ચંપકલાલ (ઉં. વ. ૭૪) તા. ૮-૭-૨૨ શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હીરાભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. નગીનદાસ વાવડીકર. સ્વ. વિનુભાઇ, સ્વ. વીમળાબેન બાવચંદ શાહ, સ્વ. મંજુલાબેન ઉમેદરાય શાહ (સાવરકુંડલા)ના ભાઇ. તે પુષ્પાબેનના પતિ. જીજ્ઞેશ, મનીષા, હિતેશકુમારના પિતા. મોક્ષા અને આક્ષાનાં નાના. મહુવાવાળા અમૃતલાલ છગનલાલ ધામીનાં જમાઇ. લૌકિક વ્યવહાર
બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મૂળ ભડી ભંડારિયા હાલ ઘાટકોપર હરસુખરાય મણીલાલ બોટાદ્રા (ઉં. વ. ૮૪) બુધવાર, તા.૬-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ભાઇ વિમલ તથા દિપાબેનના પિતા. અ. સૌ. કવિતા તથા સ્વ. અમિષભાઇના સસરા. ચિ. રિયા અને આર્યના દાદા. તે ડો. કુશલના નાના. સ્વ. કાંતિભાઇ, મનુભાઇ, નવીનભાઇ, પ્રવિણભાઇ, વસંતભાઇ, ભુપેન્દ્રભાઇના ભાઇ. ગં. સ્વ. ભાનુબેન કપાસી, સ્વ. વિલાસબેન ભીમાણી, અ. સૌ. ઇલાબેન ભગત, ગં. સ્વ. હંસાબેન દોશી, ગં. સ્વ. મિનાક્ષીબેન શાહના ભાઇ. સાદડી પ્રથા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.