Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. દલસુખરાય ત્રંબકલાલ દફતરી તથા સ્વ. કુમુદબેનના પુત્ર કેતનભાઈ દફતરી (ઉં.વ. ૬૩) તે તા. ૩૧-૩-૨૩ના અરિહંત શરણ પામેલ છે. તે હીનાબેન કોઠારી અને નીતાબેનના ભાઈ તેમ જ ફોરમ સુશીલ રવાનીના મામા. તેમ જ નિર્મલાબેન લાભશંકરના ભત્રિજા તેમ જ સ્વ. ભૂપતભાઈ પ્રાણજીવનદાસ મહેતાના ભાણેજ. બંને પક્ષ તરફથી લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન/સ્કિન દાન કરેલ છે. સરનામું: બી-૧૧, વલ્લભ સોસાયટી, બીજે માળે, આશીર્વાદ હૉસ્ટિપલની સામે, ઘાટકોપર (ઈસ્ટ).
શ્રી વાગડ વિ.ઓ. જૈન
ગામ લાકડિયાના સ્વ. જવેરબેન રીટા (ઉં.વ. ૮૬) તા. ૨૯-૩-૨૩, બુધવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. ભમીબેન પરબત ઉગા રીટાના પુત્રવધૂ. સ્વ. રવજીના ધર્મપત્ની. ધીરજ, નવિન, સુરેશ, દર્શના, ભારતીના માતુશ્રી. પ્રભાબેન, અરુણાબેન, ભાવનાબેન, ચંદ્રકાંતના સાસુ. વિરલ, રાજ, નીરવ, બિપિન, દીપિકા, શીતલ, સેજલ, સોનલ, કોમલના દાદી. સ્વ. હીરુબેન પુંજાલાલ જીવણ છેડાના દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસસ્થાન: સી/૮૦૨, માનવ મંદિર, એલ.ટી. રોડ નં. ૧૭, ઓફ.એમ.જી. રોડ, સિદ્ધાર્થ નગર, ગોરેગામ (વેસ્ટ).
શ્રી હરિપુરા લાડુઆ શ્રીમાળી સમાજ જૈન
સુરત નિવાસી હાલ વસઈ મનોજભાઈ અરવિંદલાલ કાપડિયા (ઉં.વ. ૫૯) ભારતીબેનના પતિ તથા દીપકભાઈ, સ્વ. સુધીરભાઈના ભાઈ તથા અ.સૌ. ગ્રીષ્મા સંજયકુમાર ઠાકુરના પિતા. ગં.સ્વ. અનસુયાબેન રમેશકુમાર મિઠાણીના જમાઈ. તા. ૩૧-૩-૨૩, શુક્રવારના અરિહંત શરણ પામેલા છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
ઝાલાવાડ શ્ર્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન
વિરમગામ નિવાસી, હાલ બોરીવલી તે સ્વ. સેવંતીલાલ રતીલાલ ઝવેરીના ધર્મપત્ની પુષ્પાબેન ઝવેરી (ઉં.વ. ૮૫) તા. ૧-૪-૨૩, શનિવારના અરિહંત શરણ પામેલ છે. તે વિપુલ, જાગૃત, હિમાંશુના મમ્મી. ઝરણા, અલ્પના, રોનકના સાસુ. પ્રિન્સી ઉમંગકુમાર શાહ, શ્રૈયા મૃણાલકુમાર શાહ, વિધિ વિરાજકુમાર શાહ, વૈભવ, મનસ્વી, હર્ષ, ખુશીના દાદીમા. (પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.).
કચ્છી વિશા ઓશવાળ જૈન
શેરડીના અ.સૌ. અમૃતબેન લીલાધર દેઢિયા (ઉં.વ. ૭૩), તા. ૩૦-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લીલાધર દેઢિયાના પત્ની. માતુશ્રી ચાંપુબાઈ વેલજીના પુત્રવધૂ. જતીન, અર્ચના, ઉર્વી, વિપુલના માતા. ગઢસીસા માતુશ્રી તેજબાઈ કુંવરજીના સુપુત્રી. હેમચંદ, કોટડા (રોહા) જવેરબેન ખીમજી, મોથારા હેમાબેન માવજી, પોરબંદર પ્રેમા સંજય, મકડા શાંતા તિલક, તલવાણા ધર્મિષ્ઠા નરેન્દ્ર, સાભરાઈ પ્રજ્ઞા ટિનેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. લીલાધર દેઢિયા. ૪ થે માળે, ૧૮૧ બોરા બઝાર, ફોર્ટ, મું -૧.
બિદડાના પુષ્પાબેન કલ્યાણજી શાહ (ફુરીયા) (ઉં.વ. ૮૬). તા. ૩૦-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સુંદરબેન હંસરાજના પુત્રવધૂ. કલ્યાણજીના ધર્મપત્ની. મનીષ, પારૂલના માતા. ભુજપુર હાંસબાઈ ગાંગજી ડુંગરશી સાવલાના પુત્રી. ભીમશી (અક્કા), પ્રેમજી, સુંદરબેન નેમીદાસ, કપાયા જયાબેન ભાણજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. મનીષ શાહ. ૨/૬, અમરવીલા, ૨૪, કે.એ. સુબ્રમનયમ રોડ, માટુંગા (સે.રે.), મું – ૧૯.
મંજલ રેલડીયાના હીરાચંદ પુનશી ગોસર (ઉં.વ. ૬૬) તા. ૩૧-૩-૨૩ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન પુનશી ધારશીના પુત્ર. દમયંતીબેનના પતિ. અમીતા, વીકીના પિતા. ઉમરશી કાંતીલાલ, નવલ, કલ્પનાના ભાઇ. ભારાપુરના પાનબાઇ રતનશી વેલજી ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દમયંતી હીરાચંદ, ૨૦૨, માતૃકૃપા, બી-મોરારકા માર્ગ, મલાડ (ઇ.).
છસરાના શશીકાંત ભીમશી દેવરાજ ગાલા (ઉં.વ. ૭૧) તા. ૩૧-૩-૨૩ના અવસાન પામ્યા છે. રતનબેન ભીમશીના સુપુત્ર. મયુરીના પતિ. દર્શના, રૂહી, આકાશના પિતા. કારાઘોઘાના મણિબેન ભવાનજી, બારોઇના પુષ્પાબેન લક્ષ્મીચંદ, વનીતાબેન હસમુખ શાહ, સુનીલભાઇના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. આકાશ શશીકાંત, આઈ.આર.ઈ. હા. સોસાયટી, ડી-૪ ડો. ચરતશીંગ કોલોની, ચકાલા, અંધેરી-ઇ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગઢડા (સ્વામિના) વતની લોણંદવાળા હાલ પૂના શ્રી ધીરજલાલ ખોડીદાસ વઘાણી (શાહ) (ઉં.વ. ૮૪), તે નિલમબેનના પતિ, તા. ૧-૪-૨૩ના અરિહંતશરણ થયા છે. જે સ્વ. ચંપકલાલ, સ્વ. જયંતીલાલના નાનાભાઈ. બાબુલાલના મોટાભાઈ. સ્વ. વિરેન, ચિ. વિરાજ, ચિ. દિપેશ તથા ભાવનાબેનના પિતાશ્રી. સોનકભાઈ, સૌ. રૂપલ તથા સૌ. દિપાલીના સસરા. બોટાદ નિવાસી સ્વ. દિપચંદ મુળજીભાઈ મોદીના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨-૪-૨૩ના રવિવાર, સમય ૪ થી ૬, સ્થળ- સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, લક્ષ્મીનારાયણ થિયેટરની પાછળ, વેલણકર લેન, પૂના.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા નિવાસી હાલ બોરીવલી કીર્તિભાઇ નગીનદાસ કરસનદાસ શાહ (ઉં.વ. ૬૯) તે ૩૦/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોત્સ્નાબેનના પતિ. નિહિર તથા ફોરમના પિતા. બીજલ અને સોહીલકુમાર મહેતાના સસરા. હર્ષાબેન નગીનદાસ, દિપ્તીબેન જીતેન્દ્રકુમાર, સ્વ. ભાવનાબેન જીતેન્દ્રકુમાર તથા મનીષાબેન સુરેશકુમારના ભાઈ. સાસરાપક્ષે ધીરજલાલ હીરાચંદ ગાંધી જાંબડાવાળા હાલ ઘાટકોપરના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એ/૧૭/૩ ચાણક્ય સોસાયટી, ડી.એન. દુબે રોડ, બોરીવલી ઈસ્ટ.
સોરઠીયા વિશા શ્રીમાળી જૈન
ભાદા જાડિયા નિવાસી હાલ નાલાસોપારા સ્વ. ખુશાલચંદ પરમાણંદ રામાણીના ધર્મપત્ની ગં. સ્વ. કંચનબેન (ઉં.વ. ૮૭) તે કેતનભાઈ, હર્ષાબેન અનિલકુમાર મહેતા, મધુબેન વિજયકુમાર પારેખના માતુશ્રી. રૂપાબેનના સાસુ. હર્ષના દાદી. મજેવડી નિવાસી હાલ જાલના સ્વ. નેમચંદ લક્ષ્મીચંદ મહેતાના દીકરી. ૩૦/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થા. જૈન
મોરવાડ નિવાસી હાલ જોગેશ્ર્વરી સ્વ. લક્ષ્મીકાંત મણિલાલ ગોસલિયાના ધર્મપત્ની ગં. સ્વ. માધુરીબેન (ઉં.વ. ૯૯) તે ૩૧/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કૌશિકભાઈ, પ્રશાંતભાઈ, જયશ્રીબેન રમેશભાઈ, પ્રજ્ઞાબેન દિલીપભાઈ, વિભૂતિબેન ધામીના માતુશ્રી. ગં. સ્વ. દિવ્યાબેન તથા હંસાબેનના સાસુ. સ્વ. જયંતીલાલ, સ્વ. બંસીભાઇ, સ્વ. વિક્રમભાઈ, અશોકભાઈ તથા સ્વ. નીલાબેન ધીરજલાલના ભાભી. પિયરપક્ષે સ્વ. છોટાલાલ અંબાવિદાસ શાહ (ઘડિયાળી)ના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ બોરીવલી સ્વ. સવિતાબેન દ્વારકાદાસ કાપડિયાના પુત્ર જગદીશ કાપડિયા (ઉં.વ. ૭૪) તે ૧/૪/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વર્ષાબેનના પતિ. સ્વ. શાંતિલાલ પોપટલાલ શાહના જમાઈ. નિશાંત – અ. સૌ. નીતલના પિતાશ્રી. સ્વ. હેમંતબેન કિશોરભાઈ કોઠારી, સ્વ. લતાબેન લલિતભાઈ મહેતા, સ્વ. નયનભાઈ, નલીના દીપકભાઈ શાહ તથા નિલેશના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
કિશોરભાઇ હિંમતલાલ દોશી (ઉં. વ. ૮૬) તા. ૩૧-૩-૨૩ અરિહંતશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. સ્વ. વિનીત, રીટા પ્રણયકુમાર મહેતાના પિતા. તે હેતલબેનના સસરા. તે હર્ષદ, સ્વ. કીરીટ, હસમુખ, વિજય, વસંત, દક્ષા લલિતકુમાર હેમાણી, ભારતી મહેન્દ્રકુમાર મીયાણીના ભાઇ. સસુર પક્ષે સવિતા હિંમતલાલ દોશી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી વિશા સ્થા. જૈન
બોટાદ નિવાસી હાલ ભાયંદર ગં.સ્વ. પ્રભાવતીબેન રમણિકલાલ શાહના સપુત્ર હર્ષદભાઇના ધર્મપત્ની અ. સૌ. તૃપ્તિબેન (ઉં.વ.૫૫) શુક્રવાર તા. ૩૧-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ઋષભ અને મિતના માતા. પ્રિયાના સાસુ. લીંબડી નિવાસી સ્વ. હસમુખલાલ રતીલાલ ગાંધીના દિકરી. કમલેશભાઇ, ગીરીશભાઇ, વિકાસભાઇ, ભરતભાઇ, પ્રશાંતભાઇ, દક્ષાબેન હરેશકુમાર શાહ, ભારતીબેન અશોકકુમાર ગાંધીના ભાભી. પ્રાર્થનાસભા તા. ૨-૪-૨૩ના રવિવારે ૩થી ૫. ઠે. કપોળવાડી, ગીતાનગર, ફાટક રોડ, ભાયંદર (વેસ્ટ).
પાટણ વિશા શ્રીમાળી જૈન
પાટણ નિવાસી કનાશાનો પાડો, હાલ મુંબઇ મરીન ડ્રાઇવ સ્વ. અનસુયાબહેન બાલુભાઇ નાનાલાલ શાહના સુપુત્ર વિમળભાઇ (ઉં. વ. ૬૯) તે કલ્પનાબેનના પતિ. તે હેતલ અભયભાઇ અને ધ્વનિ ભાગ્યેશભાઇના પપ્પા. તે દિશાનના નાના. તે સ્વ. મીતીનભાઇ, જનકભાઇ, સ્વ. જતીનભાઇ, મિનાક્ષીબેન રાજેન્દ્રભાઇ, સ્વ. મલ્લિકાબેન દિનેશભાઇ ઝવેરીના ભાઇ. તે સ્વ. હસુમતીબેન રમેશભાઇ શાહના જમાઇ. તા. ૩૧-૩-૨૩ના પાટણ મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૭૫-રસિક નિવાસ, પાટણ જૈન મંડળ માર્ગ, મરીન ડ્રાઇવ, મુંબઇ-૨૦.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -