જૈન મરણ
પાટણ નિવાસી પ્રવિણાબેન લલીતભાઈ શાહ, ખડા ખોટડીનો પાડો હાલ મુંબઈ (ઉં. વ. ૮૨) લલીતભાઈના ધર્મપત્ની. જતીનભાઈ, અમિતભાઈ, મીતાબેનના માતા. નિલેશકુમાર, મનિષાબેન, નીલાબેનના સાસુ. ઋત્વિક, પ્રાંજલ, હિનલ, અસીતા જશના દાદી તા. ૩૦/૩ /૨૦૨૩ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે.
હરસોલ સત્તાવીસ વિસ શ્રીમાળી જૈન
અડપોદરા નિવાસી, હાલ મુંબઇ, વાડીલાલ મુલચંદ શાહના પત્ની વિમળાબેન (ઉં. વ. ૮૬) ૨૯/૩/૨૩ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે પ્રફુલ્લભાઈ, કૌશિકભાઇ, વિપૂર્ણાબેનના માતા. ઈલાબેન, બિનાબેન, અતુલભાઈ, વિશાલકુમાર, પ્રાથેકુમાર, કૃતિબેનના સાસુ. ગ્રીષ્મા, મીલોની, અભિષેક, પ્રિયાન, યુવાનના દાદી. પિયર પક્ષ: દોશી ચીમનલાલ લલ્લુદાસના દિકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ચોંડા નિવાસી, હાલ વિરાર સ્વ. શશીકાંતભાઈ વનમાળીદાસ પારેખના ધર્મપત્ની કોકીલાબેન (ઉં. વ. ૭૧) તા. ૨૯-૩-૨૩ બુધવારના અરિહંતશરણ પામેલ છે. નિલેશ, મનિષ, અમીષા, જીનેશાના માતુશ્રી. બીજલ, અમીત ઝવેરી, મેહુલ પારેખના સાસુ. મીલોની, નીલ, નીતી અને દિયાના નાની. બાબુલાલ વનમાળીદાસના ભાભી. પિયરપક્ષે લીલાવંતી લલ્લુભાઈ મહેતા આંબાવાળાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કારાઘોઘાના તલકશી દેવજી શેઠિયા (ઉં. વ. ૮૩) તા. ૨૬-૩-૨૩ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. કુંવરબાઇ દેવજી મુરજીના સુપુત્ર. સ્વ. ભારતીના પતિ. દિપેશ, અલ્પા, બીના, ભાવનાના પિતા. ટોકરશી, ભવાનજી, દામજી, કાંડાગરા લક્ષ્મીબેન નાનજી છેડા, પત્રી મણીબેન કાંતિલાલ ધરોડના ભાઇ. રતાડીયા ગણેશ મણીબેન પ્રેમજી છેડાના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સંઘ સં, કરસન લધુ નીસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦. નિ. દિપેશ શેઠીયા, ૩૦૧, વરૂણવેલી, અશોક નગર, કાંદીવલી (ઇ.) મું.૧૦૧.
છસરાના મેહુલ હરખચંદ ગંગર (ઉં. વ. ૪૨) તા. ૨૯/૩ના કાંડાગરામાં અવસાન પામેલ છે. પ્રેમલતા હરખચંદ ટોકરશીના પુત્ર. કુસુમના પતિ. હિતાર્થના પિતા. પાયલ, વિવેકના ભાઈ. માલગાંવ કમળા રમેશ પંડ્યાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ.: પ્રેમલતા હરખચંદ, ૨૦૨ લક્ષ્મીવીલા બીલ્ડીંગ, મોટા કાંડાગરા, તાલુકો મુન્દ્રા પીન-૩૭૦૪૩૫.
ખંભાત વિશા શ્રીમાળી જૈન
ખંભાતના હાલ મુંબઈ જીતેશ રજનીકાંત ભીખાભાઈ કાપડીયા (ઉં. વ. ૪૬) તે શુક્રવાર, ૩૧-૩-૨૩ના સ્વર્ગવાસ પામ્યા છે. તે કાશ્મીરા રજનીકાંતના પુત્ર. સેજલબેનના પતિ. પાર્થવી- આશવીના પિતા. સાગર- મિહીરના ભાઈ. દિલીપભાઈ જેઠાલાલ ઝવેરીના જમાઈ. આકાંક્ષા, રિયા, આત્મનના કાકા. પ્રાર્થના રવિવાર, ૨-૪-૨૩ના ૩ થી ૫. સ્થળ: શ્રીપાળનગર બી બિલ્ડિંગ-લોબી, ૧૨- જમનાદાસ મહેતા માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૬.
ઝાલા. સ્થા. દશા શ્રીમાળી જૈન
સુદામડા નિવાસી હાલ બોરીવલી સ્વ. કાંતાબેન છોટાલાલ તુરખીયાના પુત્ર જયવંત (ઉં.વ.૬૩) તે મીનાબેનના પતિ. તા. ૩૧-૩-૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે વિરેન્દ્રભાઇ, સ્વ. પ્રફુલભાઇ, સ્વ. અશ્ર્વીનભાઇ તથા હિતેશભાઇના ભાઇ. તેમ જ યશુમતીબેન શરદભાઇ વોરા, કોકીલાબેન અજીતભાઇ શાહ, મનીષા નિતીન કુમાર શાહના ભાઇ. સાસરા પક્ષે વાંકાનેર નિવાસી હાલ હૈદરાબાદ સ્વ. પ્રતીમાબહેન મનહરલાલ શેઠના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧-૪-૨૩ના શનિવારે ૪થી ૫.૩૦. ઠે. કાંદિવલી વર્ધમાન સ્થા. જૈન ઉપાશ્રય, ૪થે માળે, એસ. વી. રોડ., કાંદિવલી (વેસ્ટ).