જૈન મરણ
વાગડ વિ.ઓ. જૈન
ગામ શિવલખાના સ્વ. હેમલતા મુકેશ ગડા (ઉં.વ.૫૧) તા. ૨૭-૩-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. ભચીબેન, સ્વ. ભમીબેન, ગં.સ્વ. લક્ષ્મીબેન ડુંગરશી ગડાના પુત્રવધૂ. મુકેશના ધર્મપત્ની. જયેશ, ખુશ્બુના માતુશ્રી. ગાગોદરના ગં.સ્વ. મીણાબેન હિરજી ડાઈયા નિસરના દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે: પિતૃછાયા, ઠાકુરનગર, જોગેશ્ર્વરી (ઈસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વિરપુર (ધારી) નિવાસી હાલ ઘાટકોપર જયંતીલાલ નાગરદાસ મકાણીના ધર્મપત્ની અ. સૌ. ચારૂલતા (ઉં.વ. ૮૧) તા. ૨૮-૩-૨૩, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે હેમાલી કેતનભાઈ કોરડીયા, સોનાલી નીલેશ બાવીશી, નેહા હિતેશ દેસાઈના માતુશ્રી. બગસરા નિવાસી સ્વ. હિંમતલાલ ગીરધરલાલ દેસાઈના પુત્રી. પંકજભાઈ, ધીરેનભાઈ, ઈન્દુબેન, હર્ષાબેનના મોટા બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના જયંતીલાલ ઉમરશી વીરા (ઉં.વ. ૭૫) તા. ૧૭-૩-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી મમીબેન ઉમરશીના પુત્ર. સ્વ. આશાબેનના પતિ. અનુના પિતાશ્રી. લક્ષ્મીચંદ, લાલજીના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. અનુ વીરા, બી૯/૭, પંચવટી બિલ્ડીંગ, ખીરાનગર, એસ.વી. રોડ, સાંતાક્રુઝ (વે.).
નરેડીના જયંતિલાલ નાગડા (ઉં.વ. ૭૩) તા. ૨૭-૩-૨૩ના અવસાન પામેલ છે. પુરબાઇ પ્રેમજીના પુત્ર વિમળાબેનના પતિ. હર્ષલ, રૂપેશના પિતા. ખુશાલચંદ, રમેશ, ભરત, હેમલતા, રંજનના ભાઇ. દેવપુરના જખીબાઇ કુંવરજીના જમાઇ. પ્રાર્થના: શ્રી વ.સ્થા.જૈ. શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે). ટા.: ૪ થી ૫.૩૦. ઠે. હર્ષલ નાગડા, એ-૩૦૧, કુશલ એપા. સહાજી રાજે માર્ગ, વિલેપાર્લા (ઇ).
પ્રાગપુરના માતુશ્રી રૂક્ષ્મણી (રાણબાઇ) ભાણજી દેઢીયા (ઉં.વ. ૮૪), તા. ૨૮-૩-૨૩ના મુંબઇમાં અવસાન પામ્યા છે. માતુશ્રી મેઘબાઇ નાનજી જીવનના પુત્રવધૂ. સ્વ. ભાણજીભાઇના પત્ની. ભરત, મીના, હીનાના માતુશ્રી. ગુંદાલાના કુંવરબાઇ/રતનબાઇ ભીમશી મોનાના સુપુત્રી. સ્વ. મોરારજી, સ્વ. ભવાનજી, સૂર્યકાંત, સાડાઉના મોંઘીબાઇ નાનજી, ભુજપુરના લક્ષ્મીબાઇ છગનલાલ, લુણીના નિર્મળા ગોવિંદજી, સાડાઉના ગુણવંતી પ્રેમજી, ગુંદાલાના જયવંતી ખુશાલના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. ભરત દેઢીયા, એ-૧૦૦૩, રૂસ્તમજી, એલ ૧, ગ્લોબલ સીટી, વિરાર (વે.).
બિદડાના માતુશ્રી ભાણબાઈ ડુંગરશી ગાલા (ઉં.વ. ૮૭) તા. ૨૮/૩/૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લધીબાઈ કાનજી પચાણના પુત્રવધૂ. સ્વ. ડુંગરશીના ધર્મપત્ની. નાના ભાડીયાના બુધ્ધીબાઈ ઉમરશી ગોગરીના સુપુત્રી. રંજન, રમેશ, હર્ષદ, અલ્કાના માતુશ્રી. નાના ભાડીયાના જેવીબાઈ, જેતબાઈ, ખીમજી, નાગલપુરના ગાંગબાઈના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હર્ષદ ડુંગરશી ગાલા : ૩, લક્ષ્મી નિવાસ, ખાભેકર વાડી, કોપરી રોડ, નવપાડા, થાણા-૪૦૦૬૦૨.
વિજાપુર સત્તાવીશ જૈન
આજોલ નિવાસી હાલ બોરીવલી મનુભાઈ સાંકળચંદ શાહ (ઉં.વ. ૮૨) તે ઉર્મિલાબેનના પતિ. પ્રદીપ, પ્રફુલ્લા, આશાના પિતા. અતુલકુમાર, વિક્રમકુમારના સસરા. માણસાનિવાસી શાહ મફતલાલ ચુનીલાલના જમાઈ. ૨૮/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ દશા પોરવાડ જૈન
દિલીપભાઈ સેવંતીલાલ ગભરૂચંદ શાહ (ઉં.વ. ૭૩) તંબોડીવાડો – ધીવટો) હાલ મુંબઈ સ્વ. કાંતાબેન શાહના પુત્ર. શિલ્પાબેનના પતિ. સ્વ. રમેશભાઈ, રજનીભાઇ, અશોકભાઈ, ચારુબેનના ભાઈ. સ્વ. કાંતાબેન ભગવાનદાસ શાહના જમાઈ. ૨૭/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસ સ્થાન: બી ૧૨૦૪, ગોકુલ વૃંદાવન ઈરાની વાડી, શાંતિલાલ ક્રોસ રોડ નં ૨, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ભાવનગર નિવાસી હાલ કાંદિવલી જયસુખલાલ છબીલદાસ શાહ (ઉં.વ. ૯૧) તે ૨૭/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સુશીલાબેનના પતિ. જયેશ-કાશ્મીરા, હંસા (હેમા) વીરેન્દ્રકુમાર ભગત, અભય – સ્વાતિના પિતાશ્રી. મીરેશ-શેફાલી, મિહિર-શ્રદ્ધા, અર્ણવ-રુચિ તથા શરવીલના બાપુજી. સ્વ. કુંદનબેન મનસુખલાલ, સ્વ. ધીરજલાલ-ગં. સ્વ. વસુમતિ તથા સ્વ. જીતેન્દ્ર-ગં. સ્વ. હેમલતાબેનના ભાઈ. સાસરાપક્ષે વડવા નિવાસી હાલ મુંબઈ સ્વ. કિશોરભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, પ્રતાપભાઈ, રાજુભાઈ જમનાદાસ જગજીવન, સ્વ. પુષ્પાબેન મનસુખલાલ, વીણાબેન રમેશચંદ્ર, સ્વ. કિરણબેન દિપકકુમારના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૩૦/૩/૨૩ના ૪ થી ૬ ઠઠ્ઠાઈ ભાટિયા હોલ નં ૪, શંકર ગલ્લી, કૈલાશ નગર, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ જૈન
પાટણ નિવાસી મણીયાતી પાડો હાલ ચર્ચગેટ-મુંબઈ શ્રી મુકુંદભાઈ સારાલાલ નગરશેઠ (ઉં.વ. ૮૩), તે હંસાબેનના પતિ, તા. ૨૯-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. દેવાંગ, પ્રિતીના પિતા. સોનલ, ઉમેશભાઈ-શ્રેયમભાઈના સસરા. બહેનો- ભારતીબેન, પ્રણયબેન, તરૂણીબેન, શોભનાબેન, દિપિકાબેન. તે કસ્તુરચંદ નહાલચંદ, ઢંઢેરવાડો -પાટણના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
સુરત વિશા ઓસવાલ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
સુરત નિવાસી હાલ મુંબઈ નિવાસી વીણાબેન નલીનભાઈ જવેરી (ઉં.વ. ૭૮), તે સ્વ. નલીનભાઈ બિપીનચંદ્ર જવેરીના પત્ની. કિરાટી-વિરાજના માતુશ્રી. જીગરભાઈ તથા ઉર્વીબેનના સાસુ. નિકાસ અને દ્રિતીના દાદી. તે બેનીતા(બકુબેન)ના ભાભી. લક્ષ્મીચંદ મોતીચંદ જવેરીના પુત્રી. સોમવાર, તા. ૨૭-૩-૨૩ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.