Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

રાજકોટ જૈન
ડો. કાન્તીકુમાર છગનલાલ શાહ (ઉં. વ. ૮૮) તે લતાબેન કાન્તીકુમાર શાહના પતિ. સૂરજબેન છગનલાલ શાહના સુપુત્ર. ડો. મનિષ તથા અમિષના પિતા. જયોતિકા અને દિપ્તીના સસરા તથા પૂજા પાર્થ શાહ, ભાવિકા, અક્ષય અને એકતાના દાદાજી. લક્ષ્મીદાસ ત્રિભોવનદાસ ગોસલીયાના જમાઇ. રવિવાર તા. ૨૬-૩-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. અંતિમયાત્રા મંગળવાર તા. ૨૮-૩-૨૩ના સવારના ૮.૩૦ વાગે માતૃઆશિષ, ૩૯, નેપયન્સી રોડ, મુંબઇ-૩૬, લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ મુંબઇ હર્ષદભાઇ ચંદુલાલ ઉદાણી (ઉં. વ. ૮૧) સ્વ. ચંદુલાલ સી. ઉદાણી તથા સ્વ. નિર્મળાબેનના સુપુત્ર. તે ડો. રેખાબેન ઉદાણીના પતિ. તથા ધવલના પિતા. દીપાના સસરા. કિશાના દાદા. સ્વ. ડો. પી. વી. દોશી અને સ્વ. ચંદ્રીકાબેનના જમાઇ. તા. ૨૫-૩-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા કાંડાગરાના હેમલતા નાનજી ગાલા (ઉં. વ. ૮૨) તા. ૨૩-૩-૨૩ના અવસાન પામેલ છે. નાનજી રાયશીના પત્ની. પાનબાઇ રાયશીના પુત્રવધુ. ધનસુખ, બીપીન, વાંકી જયશ્રી નીતીન છેડાના માતુશ્રી. ભુજપુર મમીબાઇ માલશી હાજાના પુત્રી. ભાણજી, મેઘજી, દેશલપુર સુંદરબેન દામજી, સાડાઉ નાનબાઇ રતનશી, ડેપા સાકરબેન તલકશીના બેન. ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. કલ્પના ધનસુખ ગાલા, બી/૨૦૫, અંજલી બીલ્ડીંગ, અંબીકાનગર, એમ.જી.રોડ, ડોંબીવલી (વે) ૪૨૧૨૦૨.
ભુજપુર (કાનાણી શેરી)ના મણીબેન ગણપત દેઢીયા (ઉં. વ. ૮૩) તા. ૨૫-૩-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. પરમાબાઇ માલશી નરશી દેઢીયાના પુત્રવધૂ. ગણપતના પત્ની. કુંદરોડીના માતુશ્રી પાનબાઇ પાસુ કાનજીના સુપુત્રી. પ્રાગપુરના નાનબાઇ હરશીના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. મગનલાલ માલશી દેઢીયા, ૧, ચંદ્રલોક, કાનાણી શેરી, ભુજપુર-કચ્છ.
નાની તુંબડીના મણીબેન મગનલાલ સતીયા (ઉં. વ. ૯૨) તા. ૨૩-૩ ના અવસાન પામેલ છે. માતુશ્રી હીરબાઇ કુંવરજીના પુત્રવધુ. મગનલાલના પત્ની. કસ્તુર, હેમચંદ, કાન્તી, સરલા, પ્રભા, પ્રવિણ, રાજેશ, રમેશના માતા. મોટા આસંબિયાના માતુશ્રી જીવીબેન રવજી ગાલાના સુપુત્રી. બાબુભાઇ, ખેતબાઇના બહેન. પ્રા. તા. ૨૭-૩-૨૩ શ્રી વ.સ્થા.જૈ. શ્રાવક સંઘ સંચાલિત શ્રી કરસન લધુ નિશર હોલ, દાદર (વે), બપોરે ર થી ૩.૩૦. નિ. મણીબેન સતીયા, બી/૧૭, જીવનજ્યોતી, કાર્ટર રોડ નં.૧, બોરીવલી (ઈ).
ઉનડોઠના શ્રી રાયશી શીવજી ગાલા (ઉં. વ. ૯૩) તા. ૨૫-૩-૨૩ના અરિહંત શરણ પામેલ છે. સ્વ. જ્યોત્સનાબેન (જેઠીબાઇ) ના પતિ.સ્વ. શીવજી મણશી વિજયવાડાના પુત્ર. કસ્તુર, જીતેન્દ્રના પિતાશ્રી. માવજી, હીરજી, મોતીલાલ, ખુશાલચંદ, ડુમરાના ઝવેરબેન ખેરાજ, મોટા રતડીયાના હેમલતાબેન હીરજી, વીંઢના પુષ્પાબેન ખુશાલચંદના ભાઇ. મોટા રતડીયાના નાથબાઇ વીસનજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કૃતિ ભરાડીયા, એ-૨૪૦૨, લોઢા ધી પાર્ક, પી. બી. માર્ગ, બોમ્બે ડાંઇગ શોરૂમની સામે, વરલી – ૧૩.
પાટણ જૈન
ફોફલીયા વાડો, પાટણ. સ્વ. હંસાબેન રમેશચંદ્ર જવેરી (ઉં. વ. ૮૨) હાલ જૂહુસ્કીમ, વિલે પાર્લે (વેસ્ટ) તે રમેશચંદ્ર છબીલદાસ જવેરીના ધર્મપત્ની. શનિવાર તા. ૨૫.૩.૨૩ના અરિહંતશરણ પામેલ છે. શોકાતુર પરિવાર પતિ: રમેશચંદ્ર છબીલદાસ જવેરી, પુત્રો: નિલેશભાઈ, કલ્પેશભાઈ, પુત્રી: પારુલબેન,પુત્રવધૂ: બિનલબેન, જેહિલબેન, જમાઈ: રાજેશભાઈ શાહ. પિયર પક્ષ: સ્વ. નગીનચંદ લીલાચંદ જૈન (શિરપુર)ના સુપુત્રી. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૨૮. ૩.૨૩ ના સવારે ૯:૩૦ થી ૧૧.૦૦. સ્થળ: જલારામ હોલ, એન.એસ. રોડ નંબર ૬,જે.વી.પી.ડી.સ્કીમ, વિલેપાર્લે -વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. કનૈયાલાલ વીરચંદ શાહના ધર્મપત્ની હર્ષદાબેન (ઉં. વ. ૮૪) તા. ૨૫-૩-૨૩ના અવસાન પામેલ છે. તે ભરત, પંકજ, મીનાના માતુશ્રી. ચીમનભાઈ, હર્ષદભાઈ, નરેન્દ્રભાઇ, દિલીપભાઈ, સ્વ. હીરાબેન, સ્વ. જશુબેન, ઈન્દુબેન, શારદાબેનના ભાભી. મીતાબેન, કૃતિબેન, અરૂણકુમારના સાસુ. અને સ્વ.નાનચંદ ખોડીદાસ મહેતાની દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -