Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

સ્થાનકવાસી જૈન
હાલ ઘાટકોપર, ગોંડલ નિવાસી નલિનીબેન કોઠારી તે સ્વ. લલિતાબેન અનુપચંદભાઈ કોઠારીના પુત્રવધૂ (ઉં.વ. ૭૧) તા. ૧૬-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે દિલીપભાઈ અનુપચંદ કોઠારીના પત્ની. તે રાહુલ, હેમાક્ષીના માતુશ્રી. શાલિનીના સાસુ. તે નલીનભાઈ, વિલાસબેન ચંદ્રકાંત શાહ, ઈલાબેન મહેન્દ્ર દેસાઈના ભાભી. સ્વ. રૂક્ષ્મણી જયંતીભાઈ કામદારના સુપુત્રી. સ્વ. મુકેશભાઈ, નીતિનભાઈ, કુમુદિની, હર્ષાના બેન. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
સુરત દશા ઓસવાલ જ્ઞાતિ જૈન
સ્વ. ગુણીયલબેન કનકકુમાર ઝવેરી (ઉં.વ. ૮૧) સુરત નિવાસી હાલ કિંગ સર્કલ (સાયન ઈસ્ટ) તે સ્વ. કનકકુમારના પત્ની. ધર્મેન્દ્રભાઈ, રાકેશભાઈ, રેશ્માબેન, હિનાબેનના માતુશ્રી. હેમિબેન, કૃપાબેન, શિરીષભાઈ, સ્વ. હિમાંશુભાઈના સાસુ. અક્ષિત, આયુષીના દાદી. કરણ, ધ્રુવ, મિહિર, દીપના નાની. મેઘાના દાદી સાસુ તા. ૧૬-૩-૨૩, ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૩-૨૩, શનિવારે ૫ થી ૭. પ્રાર્થનાસભાનું સરનામું: સ્વામી નિત્યાનંદ હોલ, મુખ્યાધ્યાપક ભવન, પ્લોટ નં. ૬-બી, રોડ નં. ૨૪, સાયન વેસ્ટ.
વિશા શ્રીમાળી ઝાલાવાડી મૂ. પૂ. જૈન
વઢવાણ શહેર નિવાસી હાલ વાપી સ્વ. ડો. ધીરજલાલ શાંતિલાલ શાહના ધર્મપત્ની ચંદ્રાબેન (ઉં.વ. ૮૩) તે રાજુલ અમરીષકુમાર, શિલ્પા વિપુલકુમાર, જીતેન બીનીતાના માતુશ્રી. કંકાવટીવાળા મણીલાલ ભાયચંદ વોરાની દીકરી. સ્વ. વિનોદભાઈ, સ્વ. નગીનભાઈ, સ્વ. ચંદ્રીકાબેન, સ્વ. સરોજબેન, સુલોચનાબેનના ભાભી. હસુભાઈ, અનીલભાઈ, સ્વ. અરુણાબેન, સ્વ. ઈન્દીરાબેનના બહેન તા. ૧૫-૩-૨૩, બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ નૂતન ત્રંબૌના સ્વ. પાંચાલાલ ડાઇયા ગાલા (ઉં. વ.૮૩) તા. ૧૬-૩-૨૩ના અવસાન પામેલ છે. ગં. સ્વ. અરઘાબેન ડાઇયા ગાલાના પૌત્ર. ગં. સ્વ. ખેતઇબેનના પતિ. સ્વ. કુંવરજી, હસમુખ, જયેશ, અમિતા, મ. સ. પ્રતિષ્ઠાજી, મ. સ. શ્રેયાસીજીના સંસાર પક્ષે પિતાશ્રી. લતા, શિતલ, રસીકના સસરા. સ્વ. જૈનમ, મીત, સમ્યક, ધ્રુવના દાદા. રવના હીરાબેન કાંથડ દેસર છેડાના જમાઇ. પ્રાર્થનાસમય ૧૦.૩૦થી ૧૨. ઠે. વર્ધમાન જૈન સ્થાનક, થાણા (વેસ્ટ).
પાલનપુરી સ્થાનકવાસી જૈન
સ્વ. કાંતિલાલ મોહનલાલ મહેતા તથા સ્વ. મંગળાબેનના પુત્ર રાજેશભાઈ (ઉં. વ. ૬૪) તે ૧૭/૩/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રીતિબેનના પતિ. સિદ્ધાર્થ તથા યશના પિતા. ભરત, ભદ્રેશ, હર્ષદા પ્રફુલકુમાર મહેતા તથા નયના મુકેશકુમાર દોશીના ભાઈ. નાગપુર વાળા રસીકલાલ ગોવિંદલાલ શાહના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૮/૩/૨૩ શનિવારે ૪ થી ૬. વિમળા એપાર્ટમેન્ટ, ઉમેદ આશ્રમ રોડ, એસ. વિ. રોડ, પેન્ટાલૂન શોરૂમની પાસે, બોરીવલી વેસ્ટ.
ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
બડોલી નિવાસી હાલ મુંબઈ ગં. સ્વ ગીતાબેન ભટ્ટ (ઉં. વ. ૭૯) તે સ્વ. કાંતિલાલ ઉમિયાશંકર ભટ્ટના પત્ની. રાજેશ તથા મેહુલના માતુશ્રી. સોનલ તથા રીનાના સાસુ. જીલ તથા તનિશીના દાદી. જયાબેન રમણલાલ ભટ્ટના દેરાણી, બ્રમ્હપુરી નિવાસી સ્વ. વિજયાબેન નરોત્તમદાસ જાનીના દીકરી. ૧૫/૩/૨૩ ના દેવલોક પામેલ છે. પ્રાર્થનાસભા ૧૮/૩/૨૩ શનિવારે ૫ થી ૭. હાલાઇ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
સોરઠ વિશાશ્રીમાળી જૈન
સણથલી (ભૂખલી) હાલ કાંદીવલી, સ્વ. ચંદનબેન વાડીલાલ વછરાજ દોશીના સુપુત્ર રાજેન્દ્ર (ઉં. વ. ૬૧), તે અલકાબેનના પતિ. સાગરના પિતા. તે જવાહરભાઈ, અરવિંદભાઈ, જીતુભાઈ, જયશ્રીબેન અને સરોજબેનના લઘુબંધુ, પોરબંદર નિવાસી હાલ કાંદીવલી સ્વ. કાંતિલાલ છોટાલાલ સાવડીઆના જમાઈ. ધોરાજી નિવાસી સ્વ. નાનાલાલ માધવજી ખાખરાના ભાણેજ તા. ૧૫.૦૩.૨૩ બુધવારના અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે. નિવાસ- ઈ-૮૮, મોહન નગર, દત્ત મંદિર રોડ, દહાનુકર વાડી, કાંદીવલી વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના ધીરજ ગોગરી, (ઉં. વ. ૪૮) તા.૧૫/૦૩ના મુંબઈમાં અવસાન પામેલ છે. રતનબેન મેઘજી કાનજીના પુત્ર. છાયાના પતિ. હર્ષ, કુંજના પિતા. પ્રવિણ, ભરત, અમૃતબેન, જયવંતીબેન, મંજુલાબેનના ભાઈ. ભોરારા રતનબેન રામજી મુરજી સોનીના જમાઈ. પ્રા. શ્રી. વ.સ્થા.જૈ.શ્રા.સં., શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે), ટા. ર થી ૩.૩૦. નિ. ધીરજ ગોગરી, સી-૩૦૨, પ્રથમેશ બિલ્ડિંગ, ૯૦ ફીટ રોડ, ઠાકુર્લી (ઈસ્ટ),૪૨૧૨૧૦.
ડોણ હાલે ઉમરગામ નિર્મલાબેન શાંતીલાલ ફુરીયા (ઉં. વ. ૮૮) તા. ૧૫/૩/૨૩ના અવસાન પામેલ છે. નેણબાઈ ભવાનજીના પુત્રવધુ. શાંતીલાલના ધર્મપત્ની. કિર્તી, લલિત, રસિકબેન, મંજુ, જ્યોતીના માતાજી. રાયણના માતૃશ્રી કુંવરબાઈ/લીલબાઇ વેલજી લીલાધરના પુત્રી. પોપટ, મણીબાઈ, મકાંબાઈ, પુરબાઈ, ઝવેર, હેમા, સુશિલા, હંસા, મીનાના બેન. પ્રાર્થના રાખેલ નથી. રહે. ભારતીબેન ફુરીયા, ગ્રાઉંડ ફ્લોર, સૂર્યભાનુ સો., જી.આઇ.ડી.સી. કોલોની, ઉમરગામ- ૩૯૬૧૬૫.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ધારગણી નિવાસી હાલ ઘાટકોપર (વે.) સ્વ.કાંતિલાલ કપુરચંદ વડાલીયાના ધર્મપત્ની મંછાબેન (ઉં. વ. ૯૨) શુક્રવાર તા: ૧૭/૩/૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મૃદુલાબેન, પ્રવિણાબેન મહેન્દ્રકુમાર તલકચંદ દોશી, નયનાબેન કીર્તિ કુમાર મહેતા, નીતિન તથા રક્ષાબેન શૈલેષકુમાર શાહના માતૃશ્રી તથા રોશનીના સાસુ તથા મગનલાલભાઈ, નાનાલાલભાઈ, અમરચંદભાઈ, પ્રભુદાસ ભાઈ. મનસુખભાઈ તથા હીરાબેન હિંમતલાલ શેઠના ભાભી તથા કુંભણવાળા મહેતા ચુનીલાલ ખીમચંદના દીકરી. તથા રુચિ, રીયાના દાદી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular