જૈન મરણ
ઝાલાવાડી દશા સ્થાનકવાસી જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ધીરજબેન નાગરદાસ દેવચંદ ટોળીયા (શાહ)ના પુત્ર જશવંતલાલ તે નિલાક્ષીબેનના પતિ. પ્રિતેશ-જીજ્ઞા, નેહા-ભાવેશકુમારના પિતાશ્રી. સ્વ. અનિલભાઈ, ચંદ્રકાંતભાઈ, રમેશભાઈ, નરેશભાઈ, સ્વ. મંજુલાબેન કિર્તીકાંત તલસાણીયા, સ્વ. કોકીલાબેન હરેશકુમાર વોરાના ભાઈ. સ્વ. રંભાબેન ચંદુલાલ મોહનલાલ વોરાના (શાહના) જમાઈ. શૈલી-આયુષ, રીયા-કેવીનના દાદા-નાના તા. ૧૫-૩-૨૩, બુધવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭-૩-૨૩, શુક્રવારે ૪ થી ૬ લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર ઈસ્ટ. લૌકિક વ્યવહાર રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે.
ઝાલાવાડ શ્ર્વે. મૂર્તિપૂજક જૈન
લીંબડી નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. પુષ્પાબેન પન્નાલાલ ચીમનલાલ કોઠારીના પુત્ર હેમાંગભાઈ (ઉં.વ. ૬૧) મંગળવાર, તા. ૧૪-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કોઠ ગાંગડ નિવાસી હાલ અમદાવાદ સ્વ. વિમળાબેન હીરાલાલ શાહના જમાઈ. અમી (માયા)ના પતિ. હર્ષિલ, વિધિના પિતાશ્રી. દક્ષાબેન ભુપેન્દ્રભાઈ કુવડિયા, જયશ્રીબેન અશોકકુમાર શાહ, પ્રજ્ઞાબેન કિરણકુમારના ભાઈ. શાહ બિપીનભાઈ અને ભદ્રેશભાઈ હીરાલાલના બનેવી. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કુંદરોડીના જયેશ હંસરાજ મામણીયા (ઉં.વ. પપ) તા. ૧૫-૩-૨૩ના અવસાન પામેલ છે. દેવકાબેન જેઠુના પુત્ર. રૂપાના પતિ. વિહાર, પૂજાના પિતા. કિરણ, કેતન, બારોઈના પ્રેમિલા વિનોદ કેનીયા, મોખાના ભાવના કાંતિલાલ છેડાના ભાઈ. પોરબંદરના નીલમબેન હરીષ કરસનદાસના જમાઈ. ચક્ષુ અને ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ.: રૂપા મામણીયા ડી-૧૦૨, તિરૂપતી દર્શન, ગોગ્રાસવાડી, ડોંબિવલી (ઈ).
રામાણીયા (હાલે અમદાવાદ)ના ગૌરક્ષ બચુભાઇ રાંભીયા (ચેરમેન: ગીતાબેન રાંભીયા સ્મૃતિ અહિંસા ટ્રસ્ટ) (ઉં.વ. ૬૯), તા. ૧૪-૩-૨૩ના અવસાન પામ્યા છે. માતુશ્રી લક્ષ્મીબેન હીરજી (પોપટલાલ) વીરજીના સુપુત્ર. અમર શહીદ-ગૌરક્ષ ગીતાબેન રાંભીયાના પતિ. તોરલ, ચૈતન્યના પિતાશ્રી. બાબુભાઇ (વસનજી), ભોગીભાઇ, પુનડીના કસ્તુરબેન ખીમજી ચાંપશી, તુંબડીના મંજુલાબેન રામજી મોરારજી, વાંકીના હંસાબેન રતીલાલ ગણસીના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. (ફોન-મેસેજ રૂબરૂ તુલ્ય) નિવાસ: ચૈતન્ય રાંભીયા, ૧૧૪૦, ગીતા ભવન, માંડવીની પોળ, માણેક ચોક, અમદાવાદ-૩૮૦૦૦૧.
મોટી ભુજપુર હાલે હૈદ્રાબાદના કિશોર મગનલાલ દેઢિયા (ઉં.વ. ૭૪) ૧૪-૩-૨૩ના અવસાન પામેલ છે. કાંતાબેન મગનલાલના પુત્ર. સ્વ. જયશ્રીના પતિ. દેજુલ, નિખીલના પિતા. મહેન્દ્ર, પુષ્પા, અરૂણા, દિનેશના ભાઈ. બિદડા વેજબાઈ તલકશી પાચુના જમાઈ. ચક્ષુ અને ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. કિશોર દેઢિયા, ૪૦૭ અરિહંત આસીયાના એપા. કાચીગુડા, હૈદ્રાબાદ-૨૭.
કાંડાગરાના કેતન હીરજી (દરબાર) છેડા (ઉં.વ. ૫૫) તા. ૧૫-૩-૨૩ના અવસાન પામ્યા છે. વિમળાબેન હીરજીના પુત્ર. જ્યોતિના પતિ. સાગરના પિતા. મીના, શીલા, દિપ્તીના ભાઈ. સાકરબેન લાલજીના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે), ટા. ર થી ૩.૩૦. નિ. કેતન છેડા. ક્રિષ્ના નિવાસ, એ-૩, ચીપલુણકર માર્ગ, ડોંબિવલી (ઈસ્ટ).
બારોઇના (હાલે જલગામ) શ્રી અભય વેલજી ગુટકા (ઉં.વ. ૬૮) તા. ૧૩-૩-૨૩ના અવસાન પામેલ છે. હેમલતા વેલજીના સુપુત્ર. રંજનના પતિ. પૂર્વેશ, ભદ્રેશના પિતા. ભુજપુરના તરૂલતા શરદ શેઠીયા, રતાડીયા ગ.ના અલ્પા અમિષ છેડાના ભાઇ. વડાલાના જ્યાબેન જાદવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન, દેહદાન કરેલ છે. ઠે. અભય ગુટકા, હેમપાર્શ્ર્વ, લેકસાઇડ રેસીડેન્સી, મહેરૂન તળાવ, જલગામ- ૪૨૫૦૦૧.
દશા શ્રીમાળી સ્થા. જૈન
બગસરા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. શાંતાબેન મણીલાલ દડિયાના સુપુત્ર પ્રફુલ્લભાઇ (ઉં. વ. ૮૧) તા. ૧૫-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રતિભાબેનના પતિ. તરંગ અને જેસલના પિતા. ક્રિષ્ણા અને દિપેશકુમાર જોબાલીયાના સસરા. તે સ્વ. ધીરજલાલ, સ્વ. હસમુખભાઇ, જયંતભાઇ, હંસાબેન, સુધાબેન તથા કોકિલાબેનના ભાઇ. તે ગીરધરલાલ કેશવજી પંચમિયાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૩૨૮-૩૧, સુરભી કો. હા. સોસાયટી, આર. એન. નારકર રોડ, અરુણ વૈદ્ય ગાર્ડનની બાજુમાં, ઘાટકોપર (ઇસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ શીવલખા-સામખીયારી સ્વ. પરબત ગડાના (ઉં. વ. ૭૯) તા. ૧૨-૩-૨૩ના રવિવારના અવસાન પામેલ છે. સ્વ. કરમાબેન-સ્વ. મુરઇબેન લખમશી નાંઇયા ગડાના સુપુત્ર. શાંતિબેનના પતિ. સ્વ. ધનજી, ચાંપશી, રૂપશી, કાનજી, રવજી, ધીરજ, સ્વ. રંભી, દિવાળી, શાંતિ, ભાવલ, પ્રભાના ભાઇ. દમયંતી, કસ્તુર, ચંપાના જેઠ. સામખીયારીના પાલઇબેન ભારમલ અવચર ગાલાના જમાઇ. પ્રાર્થના તા. ૧૮-૩-૨૩ના શનિવાર સવારે ૯.૩૦થી ૧૧. ઠે. પીપલ્સ સ્કૂલ, એસ. વી. રોડ, ખાર વેસ્ટ, પ્રાર્થના પછી બરવિધી રાખેલ છે.
વિશા પોરવાડ વણિક સમાજ જૈન
ધોરાજી નિવાસી હાલ મુંબઇ સ્વ. પદમાબેન તથા સ્વ. વિનોદરાય મનસુખલાલ શાહના સુપુત્રી. કુ. મીતા વિનોદરાય શાહ (ઉં. વ. ૬૩)તે સ્વ. કીર્તિદા કિશોરભાઇ બેનાની. ચારુલતા ચંદ્રકાન્ત શાહ તથા હેમાલી નિલેશ મહેતાની બહેન. તે હિમલ, દીપલ, દર્શી, સાગર, રૂચી તથા તન્વીના માસી. બુધવાર તા. ૧૫-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ગુર્જર જૈન
કચ્છ ગામ માંડવીના હાલ બેંગલોર નિવાસી મધુસુદન લાલચંદ શાહ,તે માલાબેનના પતિ. પ્રિયંકા અને ધર્મિકાના પપ્પા. તે સ્વ. ચુનીલાલ, સ્વ. જયોતિચંદ્ર તથા સ્વ. ભરતભાઇના ભાઇ. તે સ્વ. પુષ્પાબેન ધિરજલાલ મહેતા અને સ્વ. પ્રભાવતિ ગુલાબરાય સંઘવીના ભાઇ અને કચ્છ માંડવી હાલ કલિકટ સ્વ. કાન્તિલાલ જેવત કચરાના જમાઇ તા. ૧૬ માર્ચ, ૨૦૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.