જૈન મરણ
ઝાલાવાડી સ્થાનકવાસી વિશા શ્રીમાળી જૈન
સાણંદ નિવાસી હાલ ભાંડુપ નિવાસી સુમનબેન વિનોદચંદ્ર શાહ (ઉં.વ. ૭૮) તે વિનોદચંદ્ર સોમચંદ શાહની પત્ની સોમવાર, તા. ૧૩-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે પિયર પક્ષે સ્વ. જીવરાજ ઓઘડદાસ શાહ (બારભાયા) હાલ બોરીવલીની પુત્રી. નિમેષ, સમીર, વૈશાલીના માતુશ્રી. સપના, ઉર્વિ તથા હિતેષકુમારના સાસુજી. જાનવી, પાયલ, ભવ્ય, આંચલ, ધનવીના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઘોઘારી વિસા ઓસવાળ જૈન
મહુવા નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. તારાબેન કાંતિલાલ તલકચંદ શાહના સુપુત્ર પ્રવિણચંદ્ર શાહ (ઉં.વ. ૮૩) તે રંજનબેનના પતિ. પારુલ ધનેશકુમાર, સમીર -સોનલ અને જયેશના પિતા. સ્વ. અસુમતીબેન હર્ષદરાય, સ્વ. મનહરભાઈ, હંસાબેન, સ્વ. ભાનુમતીબેન ચંદ્રકાન્ત, સ્વ. નીતાબેન નરેન્દ્રકુમાર, વિરેનભાઈ, સ્વ. ઉષાબેનના ભાઈ. પાર્થ, બિનિતા, હિતાર્થ, દર્શન, કેજલ અને સિદ્ધિના દાદા તેમજ સાસરાપક્ષે સ્વ. ફત્તેચંદભાઈ છગનલાલ શાહના જમાઈ તા. ૧૩/૩/૨૩ સોમવારે અરિહંતશરણ પામેલ છે. તેમની સાદડી તા. ૧૬/૩/૨૩ ગુરુવારે ૩ થી ૫ વાગ્યે, દેવસ્થ ઋગ્વેદી બ્રાહ્મણ સંઘ હોલ, હનુમાન રોડ, આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની બાજુમાં, વિલેપાર્લે પૂર્વ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિસા શ્રીમાળી જૈન
જેસર નિવાસી હાલ બોરીવલી સ્વ. ઓતમચંદ મુલચંદ સંઘવીના ધર્મપત્ની સુરજબેન (ઉં.વ. ૯૨) તા. ૧૨/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ગીરધરલાલ, સ્વ. અમૃતલાલના નાનાભાઈના ધર્મપત્ની. ઇન્દ્રવદન, સ્વ. ખાંતીભાઈ, કીર્તિભાઇ, વિનોદભાઈ, રમીલાબેન હરેશકુમાર તથા અરુણાબેનના માતુશ્રી. આશાબેન, જયશ્રીબેન, કૃતિકાબેન અને કોમલબેનના સાસુ. પ્રિયાંક, અર્પિતા, નૈતીકકુમાર, ચિંતન, પ્રતિક, ધર્મિલ, રિયાંશ, મૈત્રીના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
૧૦૮ વિશા શ્રીમાળી જૈન
ઊર્મિલાબેન શાહ (ઉં.વ. ૭૨), મૂળ વતન – ધોળાસણ હાલ -કાંદીવલી, જયસુખલાલ જયચંદદાસ શાહના ધર્મપત્ની. નિલેશ, તેજસ, સ્વ. તૃપ્તિના માતુશ્રી. સ્વ. ચંપકલાલ, સ્વ. રમેશભાઈ, મહેન્દ્રભાઈના ભાભી. સ્વ. શોભણાબેન, સદગુણાબેનના જેઠાણી. પિયર પક્ષે: સ્વ. અમરતલાલ લહેરચંદ શાહ (કંથરાવી)ના દીકરી, તા. ૧૪-૩-૨૩, મંગળવારના અરીહંતશરણ થયેલ છે. નિલેશ જે શાહ, સી/૫૦૪, સ્કાયલોન સ્પેસીશ, ઈરાનીવાડી-૪, રોશન બેકરીની સામે, કાંદીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
લીંબડી નિવાસી હાલ દાદર, સ્વ. શ્રી જયંતીલાલ સુખલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ. શ્રીમતી ઈંદિરાબેન (ઉં.વ. ૭૭), તે વિપુલભાઈ, કલ્પનાબેન તથા મોનાબેનના માતુશ્રી. સ્વાતી, સ્વ. મનીષભાઈ ગાંધી તથા તૃપ્તેશભાઈ ગોસલીયાના સાસુ. સ્વ. વાડીલાલ જગજીવનદાસના સુપુત્રી. સ્વ. ભરતભાઈ, સ્વ. ધીરેનભાઈ, શ્રી દિપકભાઈ, શ્રી પ્રકાશભાઈ, સૌ. ગીતાબેન, પ્રતિમાબેનના બેન, તા. ૧૩-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તા. ૧૬-૩-૨૩, ગુરુવારના શ્રી શત્રુંજય ભાવયાત્રા, સ્થળ:- રામજી અંદરજીવાડી (રામ વાડી), ૩૦૯, ચંદાવરકર રોડ, માટુંગા સેન્ટ્રલ-૧૯, સવારે ૧૦ થી ૧૨.૩૦.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ભાવનગર નિવાસી હાલ બોરિવલી સ્વ. જયાબેન ભુપતરાય ભાયાણીના પુત્ર અશોકભાઈ ભાયાણી (ઉં.વ. ૬૯), તા. ૧૩-૩-૨૩ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. દીપેનભાઈના પિતા. જીતેન્દ્રભાઈ અને ચેતનભાઈના મોટાભાઈ. મધુબેન રમણીકલાલ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.