જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

દામનગર હાલ ઘાટકોપર, દિલીપભાઇ જુઠાલાલ જોબાલીયા (ઉં. વ. ૮૩) તા. ૬-૭-૨૨ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સુધાબેનના પતિ. મિતુલ, સોનલ પ્રતિક સંઘવી, રૂપા ચંદ્રકાંત શાહ, સેજલ હનીષ માલવિયા, તૃપ્તી રાજેશ છેડાના પિતા. સ્વાતીના સસરા. સ્વ. પોપટભાઇ, મનસુખભાઇ, વાડીલાલ, દલીચંદભાઇ, પ્રવીણભાઇ તથા સ્વ. નર્મદાબેન અજમેરાના ભાઇ. મોરબી નિવાસી સ્વ. ઉમીયાશંકર કેશવજી મહેતાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી દશા શ્રીમાળી વણિક જૈન
ગામ અંજારના હાલ સાયન શ્રી દીપકભાઈ મગનલાલ મહેતા (ઉં.વ. ૭૭) મંગળવાર, તા. ૫-૭-૨૦૨૨નાં રોજ અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. મધુબેનનાં પતિ, આશિષ મહેતા તથા પૂજાનાં પિતાશ્રી. શ્રીમતી પ્રિયા આશિષ મહેતા તથા શ્રી સચીન દિનેશભાઈ ત્રિવેદીનાં સસરા. ચિ. અર્જુનનાં દાદા તથા ચિ. અવિયાનાનાં નાના. સ્વ. કમળાબેન તથા સ્વ. શ્રી શાંતિલાલ જદુલાલ ચોકસીનાં જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
બેલા મોરબી નિવાસી હાલ ડોમ્બિવલી મુંબઈ સ્વ. વૃજકુંવરબેન કેશવલાલ ગોપાલજી પારેખના પુત્રવધૂ ગં.સ્વ. કુંદનબેન (કુસુમબેન) (ઉં.વ.૮૦) તે સ્વ. સ્વરૂપચંદભાઈના ધર્મપત્ની. તથા સ્વ. મનીષ સંજય મયુરીના માતુશ્રી. તથા ઈન્દુભાઈ, ચંદ્રકાંતભાઈ મહાસુખભાઈ તથા સ્વ. ભાનુબેન રજનીકાંત શાહ, પુષ્પાબેન હરિશકુમાર વોરા, ચંદ્રિકા અશોકકુમાર પૂનાતરના ભાભી તથા હિતેષકુમાર-કવિતાના સાસુ. પિયર પક્ષે સ્વ. સાકરચંદ પ્રભુદાસ મહેતાની સુપુત્રી. તા. ૬-૭-૨૦૨૨ના બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બાડાના સૌ. જીજ્ઞા અતુલ વિસરીયા (ઉં.વ. ૪૪), તા. ૫-૭-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. ચંચલબેન કાંતીલાલના પુત્રવધૂ. અતુલના ધર્મપત્ની. પ્રીશાના મમ્મી. સ્વ. ધનવંતી રતીલાલના સુપુત્રી. સ્વ. મનિષા, દીપા, સ્વ. ભાવેશ, હેતલ, કુંજલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અતુલ વીસરીયા, ૧૦૧, કંમ્ફર્ટ સોસાયટી, સંત રામદાસ રોડ, બીપીઆઇએસ સ્કૂલ પાસે, મુલુંડ-પૂર્વ, ૪૦૦૦૮૧.
નારાણપુરના ખુશાલ દેવજી વોરા (ઉં.વ. ૫૭), તા. ૫-૭-૨૨ના અવસાન પામેલ છે. કેસરબેન દેવજીના સુપુત્ર. દિવ્યાના પતિ. સાભરાઇ રતનબેન મુરજી, દેઢીયા રાજબાઇ માવજી, ડુમરા કુસુમ પ્રેમજી, લઠેડી ગુણવંતી પ્રવિણ, મંજુલા મણીલાલ, ધર્મેન્દ્રના ભાઇ. નિર્મલા દેવચંદના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.
બિદડા (ખાખરીયા ફરીયા)ના અરૂણા રતિલાલ દેઢિયા (ઉં.વ. ૬૨), મંગળવાર, તા. ૫-૭-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી દેવકાંબેન શામજી દેઢિયાની પૌત્રી. ઝવેરબેન રતિલાલની પુત્રી. લેખા, નુતન, ઉદય, નિલેશના બહેન. ડેપાના દેવકાંબેન / વેજબાઇ માલસી મારૂના દોહિત્રી. ભાવયાત્રા: તા. ૮-૭-૨૨, શુક્રવાર, ટા. ૩ થી ૫, શ્રી મુનીસુવ્રતસ્વામી દેરાસર, ટેંબી નાકા, થાણા (વે.).
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટા ખુંટવડા હાલ મુલુંડ મોહનલાલ નાગજી શાહના સુપુત્ર સુરેશભાઈના ધર્મપત્ની જ્યોતિબેન (ઉં.વ. ૭૩) બુધવાર, તા. ૬/૭/૨૨ના અવસાન પામેલ છે. સ્વ. ચેતનાબેન-સ્વ. જસુભાઇ અને સ્વ. રવીન્દ્રભાઇ-પ્રિતીબેનના ભાભી. તે કમલભાઈ, દેશનાબેન, બીજલબેનના માતુશ્રી. પિયરપક્ષે અમૃતલાલ મોહનલાલ મોનજી વોરા ત્રાપજવાલાની દીકરી. પ્રાર્થનાસભા શનિવારે તા. ૯/૭/૨૨ના ૧૦ થી ૧૨ એડ્રેસ: જીવરાજ ભાણજી અશોક હોલ, અશોક નગર, મેહુલ સિનેમાની પાછળ, મુલુંડ વેસ્ટ.
કચ્છી ગુર્જર જૈન
માંડવી નિવાસી સ્વ. કાંતિલાલ પુરષોતમ શાહના ધર્મપત્ની ભાગ્યવતી શાહ (ઉં.વ. ૮૭) તે માણેક દીપચંદ વસાના દીકરી. અનિલ, સ્વ. કંદર્પ તથા ભરતના બા. બીજલ હાર્દિકના દાદી, ૫/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
અમદાવાદી દશા શ્રીમાળી જૈન
સુરત હાલ કાંદિવલીના સ્વ. ગિરીશભાઈ કાંતીલાલ શાહ, તા. ૬-૭-૨૨ બુધવારના અરિહંતશરણ પામેલ છે. પન્નાબેન ગિરિશકુમાર શાહ, અંકુર શાહ, વિધી અંકુર શાહ, વિયોના અંકુર શાહ, ઝુલા-હિરેન, પૂર્વી-પ્રગ્નેશ, હિમાની-પલક-સ્તુતિ-નીતિ.
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
સુરેન્દ્રનગર હાલ મુંબઈ તારાબેન છબીલદાસ શાહ (ઉં.વ. ૮૭) મંગળવાર, તા. ૫/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે પિયરપક્ષે રસિકલાલ ભોગીલાલ મહેતાના દિકરી. દક્ષાબેન જગદીશભાઈ શાહના માતા. જગદીશભાઈ ચીમનલાલ શાહના સાસુ. રિચી રિકીના નાની. વિધી જુહીના નાની સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી વીશા શ્રીમાળી જૈન-શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
લાઠિદડ હાલ ભાયંદર (મુંબઇ) સ્વ. ભીખાલાલ વખતચંદ સંઘવીના ધર્મપત્ની ગં. ભારતીબેન (ઉં. વ. ૬૯) તે મેહુલ તથા રાજુલના માતુશ્રી. ડિમ્પલના સાસુ. પ્રીશા ને નમનના દાદી. પીયર પક્ષે શીવલાલ કલ્યાણજી બગાડિયાની દીકરી. સ્વ. મનહરભાઇ, સ્વ. દિલીપભાઇ, સ્વ. હિરાબેન રસીકલાલ શાહ તથા જયશ્રીબેન દિલીપકુમાર શાહના બહેન. તે તા. ૭-૭-૨૨ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.