જૈન મરણ
પોરબંદર નિવાસી આદિત્ય (અતિત) બાબુ, તે સ્વ. યોગેન્દ્ર ચંપકલાલ બાબુ અને સ્વ. દક્ષા બાબુના પુત્ર. કૃપાના પતિ. અનન્યા અને શનાયાના પિતા. આલોક યોગેન્દ્ર બાબુના ભાઈ. મુકેશ ચંપકલાલ, પ્રીતિબેન મહેશ કુમાર, હેમંત ચંપકલાલ, મીનાબેન અને મિશેલબેનના ભત્રીજા. સ્વ. કનુભાઈ ભગુભાઈ દેસાઈ અને રંજનબેન દેસાઈના જમાઈ, સોમવાર, ૬ માર્ચ, ૨૦૨૩, અરિહંતશરણ પમ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૯ માર્ચ, ૨૦૨૩, સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ મંડપમ હોલ, ઈસ્કોન મંદિર, જુહુ મુંબઈ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કુંભણ નિવાસી હાલ મુલુંડ સ્વ. શાંતિલાલ કપૂરચંદ શાહના પુત્ર વિનોદભાઇના ધર્મપત્ની હીનાબેન (ઉ. વ. ૬૭) રવિવાર તા. ૫-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મેઘના તેજસકુમાર રામાણી, નીકીતા સંગીતકુમાર શાહના માતુશ્રી. તે હર્ષદરાય શાંતિલાલ શાહ, સ્વ. દમયંતીબેન રસીકલાલ દોશી, ભાવિકાબેન કીર્તિકુમાર પારેખના ભાભી. પિયર પક્ષે જેસર નિવાસી સ્વ. ચંદુલાલ રામચંદ શેઠની સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. રુમ. નં. ૧૨, રાજ દુલારી બી. શિવાજી નગર, મુલુંડ ચેકનાકા. થાણા.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તરસડા નિવાસી સ્વ. કાંતિલાલ દેવચંદભાઇ પારેખ (હાલ પાલઘર) ના સુપુત્ર કમલેશભાઇ કાંતિલાલ પારેખ (ઉં. વ. ૫૭) તા. ૪-૩-૨૩ના શનિવારના સ્વર્ગવાસ થયેલ છે. તે જયોતિબેનના પતિ. તથા સાક્ષી અને મીતના પપ્પા. અને કલ્પનાબેન પરેશભાઇ શાહ તથા વંદનાબેન જીજ્ઞેશકુમાર દોશીના ભાઇ. તથા જમનાદાસ દેવચંદભાઇ પારેખનાં ભત્રીજા. સસરા પક્ષે કેશવલાલ માવજીભાઇ દોશી (દુધાણાવાળા)ના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી જૈન
મુંબઇ નિવાસી સ્વ. કાશીબેન હરજીવનદાસ સંઘરાજકાના સુપુત્ર. મનુભાઇના ધર્મપત્ની મંજુલાબેન (ઉં.વ.૮૮) રવિવાર, તા. ૫-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. નીશીથ, સૌ. શિલ્પા અને નિમીશના માતુશ્રી. સૌ. લીના, દિપક શાહ, સૌ. નીતિના સાસુ. મોમ્બાસા (કેન્યા) નિવાસી સ્વ. મગનભાઇ જાદવજી દોશીના સુપુત્રી. નિકિતા-વિનીલ, કુનાલ-પૂજા, નીયોમી, અનિસા, આયુશના દાદી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૦ માર્ચ ૨૦૨૩, ૫.૩૦થી ૭. ઠે. એફ.પી.એચ. રેસકોર્સની બાજુમાં, હાજીઅલી, મુંબઇ-૪૦૦૦૩૪.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગુંદાલાના મંજુલા મણીલાલ દેઢિયા. (ઉં. વ. ૭૩) તા.૫-૩-૨૦૨૩ના ૨૧મા ઉપવાસે સંથારો સીજેલ છે. હાંસબાઈ ડુંગરશી ખીંશીના પુત્રવધૂ. મણીલાલના પત્ની. દિવ્યેશ, નયન, અલ્પાના માતા. નવીનાળ મઠાંબેન મોનજી જેતસીના પુત્રી. માવજી, કાનજી, હરખચંદ, ભાગ્યવંતી પોપટલાલ, કાંડાગરા વિમળાબેન હીરજી, નિર્મળાબેન લક્ષ્મીચંદ, રસીલા (વર્ષા) શાંતિલાલ, ધનવંતી મહેશના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ.નયન મણીલાલ દેઢિયા. બી-૧૮, મહાવીર એપાર્ટમેન્ટ, ન્યુમીલ રોડ, કુર્લા (વે).
કોટડા રોહા હાલે આકોદિયા (મ.પ્ર.) ના ભાવેશ ભાઇલાલ નાગડા (ઉં. વ. ૪૨) તા. ૨૭-૨ના અવસાન પામેલ છે. પદમાબેન ભાઇલાલના સુપુત્ર. ભાવનાના પતિ. યાહવી, હુનરના પિતા. જાવરાના સંતોષબાઇ અશોકજી ડુંગરવાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એ. ભાઇલાલ મેઘજી નાગડા,મા. પદમાવતી પેલેસ, વોર્ડ નં. ૧૧, ડાયારોડ, આકોદિયા મંડી (મ.પ્ર.).
નાગલપુરના ચુનીલાલ ખીમજી સાવલા (ઉં. વ. ૭૪) તા. ૬-૩ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન ખીમજી ખીયશીના સુપુત્ર. મંજુલા, હીરાલાલ, જયંતીલાલના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : હિતેશ સંગોઇ, બીબી/૧૦૯, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.) પીન-૪૨૧૨૦૩.
કોડાય હાલે બોરીવલીના મુલચંદ હીરજી લાલન (ઉં. વ. ૮૬) ૫-૩-૨૩ના રોજ અરિહંતશરણ થયા છે. માંકબાઇ, વેજબાઇ હીરજીના પુત્ર. મંજુલા (સાકર)ના પતિ. વિરેન, ભાવનાના પિતા. દેવકા, જયવંતી, જયેન્દ્ર, સતીષ, સરલા, મીનાના ભાઇ. ભુજપુર વેલબાઇ ઘેલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠે. મુલચંદ લાલન, બળવંત સોસાયટી, ૧૭/બી/૬, ગોવિંદ નગર, બોરીવલી (વે).
દશા શ્રીમાળી સ્થા. જૈન
મેંદરડા નિવાસી સ્વ. વિજયાબેન જેચંદ લવચંદ રવાણીના પુત્ર રશ્મિકાન્ત રવાણી (ઉં.વ. ૬૮) તે સ્વ. પ્રતિભાબેનના પતિ. પ્રફુલ તથા નરેશ, ઈલા જગદીશ ઉદાણી તથા સ્વ. કલા સંઘવીના ભાઈ. નિશિત તથા ખુશ્બુ દર્શિત કાપાડિયાના પિતા. હિતાંશના નાના. સાસરાપક્ષે સ્વ. પ્રેમાબેન વિઠ્ઠલભાઈ પંચાલના જમાઈ. ૨૬/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક પ્રથા સદંતર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા ઓશવાલ જૈન
વલ્લભીપુર નિવાસી હાલ મુલુંડ શ્રી જયસુખલાલ નેમચંદભાઈ શાહ (ઉં.વ. ૮૩) તા. ૫/૩/૨૩ને રવિવારના અરિહંતશરણ થયેલ છે. તે વનલિલાબેનના પતિ. હર્ષદભાઈના મોટાભાઈ. છાયા, અતુલ, નીક્ષિતના પિતા. તેજલ, ચિરાગ, મેઘનાના મોટાકાકા. યોગેશભાઈ, જીજ્ઞા, મયણાના સસરા. વત્સલ, ધ્યાન, આદિશના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા શ્રીમાળી ૧૦૮ ગોળ જૈન
વિપુલભાઈ રતીલાલ શાહ (ઉં.વ. ૫૮), મૂળ વતન કંથરાળી હાલ બોરિવલી, સ્વ. મંજુલાબેન અને સ્વ. રતિલાલ અંબાલાલ શાહના દીકરા. તે બેલાબેનના પતિ. મોક્ષા અને હેતવીના પપ્પા. કેયુરકુમારના સસરા. નીતેશભાઈ અને યામિનીબેનના ભાઈ, તા. ૬-૩-૨૩ સોમવાર, અરિહંતશરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૯-૩-૨૩ના ૧૦.૦૦ થી ૧૧.૩૦. સસરાપક્ષે રજનીકાંત રીખવચંદ શાહ, મણુંદના જમાઈ. તેમનું બેસણું પણ સાથે રાખવામાં આવેલ છે. બેસણાનું સ્થળ- વર્ધમાન સ્થાનકવાસી હોલ, એલ.ટી. રોડ, બોરીવલી-વેસ્ટ.
દશા શ્રીમાળી જૈન
ડો. જ્યોતિબેન કોઠારી, થાનગઢ નિવાસી હાલ – મલાડ, સ્વ. જ્યંતીભાઈ જગજીવનદાસ કોઠારીના ધર્મપત્ની. ભાવેશ, ક્રાંતિના માતુશ્રી. સુહાસ, નીરજના સાસુ. પ્રાણજીવનદાસ જમનાદાસ લોઢવિયાના દીકરી તા. ૩/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૯/૩/૨૩ના ૫:૦૦ થી ૭:૦૦ ઓન લાઈન રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
સાયલા નિવાસી, હાલ નાલાસોપારા સ્વ. નંદલાલ હરજીવનદાસ મહેતાની દીકરી નલીનીબેન પારેખ (ઉં. વ. ૮૪) તે બાલાસિનોરવાળા સ્વ. રજનીકાન્ત મણીલાલ પારેખની પત્ની. તથા તે સ્વ. પ્રવિણકાન્તભાઇ, સ્વ.નવીનભાઇ, સ્વ. મહેન્દ્રભાઇના બેન. તથા સ્વ. વીરબાળાબેન રસીકભાઇ, સ્વ. સૂર્યાબેન વસંતલાલ, સ્વ. ધનલક્ષ્મીબેન રમેશભાઇના બેન. શુક્રવાર, તા. ૩-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણા નિવાસી હાલ સાયન સ્વ. શાહ માનચંદ મેઘજીભાઇના સુપુત્ર સ્વ. હરગોવિંદભાઇના ધર્મપત્ની ચંદ્રાબેન (ઉં.વ.૮૨) તા. ૬-૩-૨૩ના સોમવારના અવસાન પામેલ છે. તે નરેન્દ્ર અને જીતેન્દ્રના માતુશ્રી. ભુપતભાઇ, કસ્તુરભાઇ, રમેશભાઇના ભાભી. તથા કળાબેન, રમીલાબેન, વસંતબેનના જેઠાણી. તથા રશ્મિનબેન, લીનાબેનના સાસુ. પિયર પક્ષે પારેખ હરીચંદ લલ્લુભાઇ ટીમાણાવાળા (હાલ મુલુંડ)ની દીકરી. બન્ને પક્ષની સાદડી સાથે રાખેલ છે. સાંજે ૪થી ૮. ઠે. ૫૩-૫, શક્તિભવન, મેનરોડ, નીયર ગંગાવિહાર હોટેલ, સાયન (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરાના સ્વ. લક્ષ્મીબેન રસીકલાલ ખીમજી ગાલા (ઉં.વ. ૭૮) તા. ૫.૩.૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. દિવાળીબેન ખીમજી મેઘજી ગાલાના પુત્રવધૂ. સ્વ. રસીકલાલના પત્ની. નયના, નરેન્દ્ર, દિલીપના માતુશ્રી. વર્ષા, અનીતા, અશોક સાવલાના સાસુ. રૂષભ, આશના, ગર્વના દાદી. સ્વ. ગંગાબેન પરબત ફુરીયાના દિકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૩૦૪, માતૃછાયા, રામ મારુતિ રોડ, દાદર વેસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ નૂતન ત્રંબૌના સ્વ. જવેરબેન કરશન સતરા (ઉં.વ. ૮૫) તા. ૫.૩.૨૩ના મુંબઈમાં અવસાન પામેલ છે. માતુશ્રી સ્વ. ભમીબેન વિરજી ભોજાના પુત્રવધૂ. કરશનભાઈના ધર્મપત્ની. સ્વ. રૂપશીના ભાભી. સ્વ. ગોમતીબેનના જેઠાણી. કેસર, મંજુલા, અમૃતલાલ, સ્વ. કિરીટ, જયંતી, રમેશના મોટીમા. સુવઈના સ્વ. બુદ્ધીબેન કરમણ છાડવાના દિકરી. પ્રાર્થના તા.૮.૩.૨૩, બુધવારના સવારે ૧૦.૩૦ થી ૧૨. સ્થળ: શ્રી થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, ૩જે માળે, તળાવપાણીની સામે, થાણા વેસ્ટ.