જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈન
ચરેલ હાલ દહીંસર કિરીટભાઇ ખુશાલચંદ બાવીસીના ધર્મપત્ની અ. સૌ. હંસાબેન (ઉં. વ. ૬૮) તા. ૧-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નીમીષ, મોના ચેતનકુમાર શાહના માતુશ્રી. ડિમ્પલના સાસુ. હેમાબેન હસમુખ, સ્વ. સોનલબેન કૌશીક, નીપા વિશ્ર્વાસ, લતા જીતેન્દ્ર મહેતાના ભાભી. સરધાર નિવાસી સ્વ. છોટાલાલ પોપટલાલ દોશીના સુપુત્રી. તે વિહાનના દાદી. ક્રીના, ક્રીપાના નાની. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી (હાલ મુંબઈ-સાયન) મનસુખલાલ હકમીચંદ દોમડીયા (ઉં.વ. ૯૯) તે સ્વ. રમાબેનનાં પતિ તથા કિરણબેન નીતિનભાઈ દલાલ, રૂપલબેન દીપકભાઈ કોઠારી, મીનલબેન ઈશભાઈ ચૌધરી અને કેતનભાઈનાં પિતાશ્રી તા. ૨૪-૨-૨૩નાં શુક્રવારનાં દિવસે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સ્થળ: રેખા સદન, ફ્લેટ નં. ૬, બીજે માળે, મેઈન સાયન રોડ, સાયન હોસ્પિટલ પાસે, સાયન-મુંબઈ.
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સિહોર નિવાસી હાલ મુંબઈ મંજુલાબેન શેઠ (ઉં. વ. ૮૩) બુધવાર તા ૧.૩.૨૦૨૩ના અરિહંત શરણપામેલ છે, તે સેવંતીલાલ શાંતિલાલ સુંદરજી શેઠના ધર્મપત્ની. પંકજ તથા વિપુલના માતૃશ્રી. જાગૃતિ તથા શિલ્પાના સાસુ. પિયરપક્ષે ત્રંબકલાલ જમનાદાસ શાહના સુપુત્રી. શ્લેષા પંકિત, નીતાન્ત, શૈલી પાર્થ, અને ફિઓનાના દાદી. પ્રાર્થના તા. ૩.૦૩.૨૩ ના ૩.૩૦ થી ૫.૩૦ તેમના નિવાસથાને રાખેલ છે: વિપુલશેઠ, ૧૧, ૧ માળે, ગાર્ડન વ્યૂ, ફેલોશીપ સ્કૂલની બાજુમાં, ગોવાલિયા ટેન્ક, મુંબઈ ૩૬.
કચ્છી દશા શ્રીમાળી સ્થાનવાસી જૈન
અંજાર નિવાસી, હાલ ભાંડુપ, સ્વ. ગુલાબબેન ચુનિલાલ દામજી વૈદના પુત્રવધૂ. સ્વ. અશ્ર્વિનભાઈના ધર્મપત્ની હસુમતીબેન (ઉં.વ. ૭૮) તા. ૨૮-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લલિતાબેન બાબુલાલ ગાંધીના પુત્રી (સાવરકુંડલાવાળા). તે જરણા અને વિરલના માતુશ્રી. અલકા તથા સ્વ. વિક્કીના સાસુ. સ્વ. મધુબેન, સ્વ. અનીલભાઈ, કુસુમબેન અને સ્વ. હરેશભાઈના ભાભી. (લૌકિક વ્યવહાર બંધ છે.)
દશા શ્રીમાળી સ્થા. જૈન
ભાયવદર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ગુણવંતીબેન રતીલાલ મહેતાના સુપુત્ર રજનીકાંતભાઈ (ઉં. વ. ૬૯) બુધવાર તા. ૧-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. કુમાર, રીના તથા દેવાંગના પિતાશ્રી. અમીષા, શ્વેતા તથા સંદિપના સસરા. ઈન્દોર નિવાસી વસંતબેન રતિલાલ શાહના જમાઈ. પ્રાર્થના સભા તા. ૩-૩-૨૦૨૩ના શુક્રવાર ના ૪ થી ૬, લાયન્સ કમ્યુનીટી હોલ, ગારોડીયાનગર, ઘાટકોપર-ઈસ્ટ.
ના. ભાડીયાના સુશીલા ભવાનજી રાંભીયા (ઉં.વ. ૬૧), ૨૮-૨-૨૩ના અવસાન પામેલ છે. લીલબાઇ ગાંગજી દેવજીના પુત્રવધૂ. ભવાનજીના પત્ની. પરેશ, નીલેશના માતુશ્રી. નવીનાળ રતનબેન શામજીની પુત્રી. હરીલાલ તનસુખ, ગુણવંતી, બીનાની બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, ટા. ૨ થી ૩.૩૦. દાદર (વે.).
નાની ખાખરના હરખચંદ દેઢીયા (ઉં.વ. ૭૬), તા. ૧-૩-૨૩ના અવસાન પામેલ છે. ભચીબાઇ ટોકરશી તેજશીના સુપુત્ર. સ્વ. હેમલતા/સુશીલાના પતિ. અનિલ, હીના, વિજયના પિતાજી. નાંગલપુર મમીબાઇ ખેરાજ, લુણી નિર્મળા રામજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: હરખચંદ ટોકરશી, ડી/૫, કામીની બિલ્ડીંગ, ૧૦૨, સેક્ટર-૭, શાંતીનગર, ઇન્દ્રા હૉસ્પિટલની પાછળ, મીરા રોડ (ઇ.).
ભુજપુરના દામજી ભીમશી ગાલા (ઉં.વ. ૯૨) તા. ૨૮-૨-૨૩ના અવસાન થયેલ છે. સ્વ. રતન ભીમશીના પુત્ર. ઉર્મિલાના પતિ. જ્યોતિ, પરેશ, મનિષ, દિવ્યેશના પિતા. સ્વ. પ્રવિણ, સ્વ. જાદવજી, સ્વ. તલકશી, સ્વ. વસંત, નિર્મળાના ભાઇ. કપાયા ગંગા દેવજી માલશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન કરેલ છે. નિ. પરેશ દામજી ગાલા, વી-૭૦૧, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
કપાયાના કમલેશ કેશવજી મામણીયા (ઉં.વ. ૪૬), તા. ૨૮-૨-૨૩ના અવસાન પામેલ છે. ગં.સ્વ. વેજબાઇ કેશવજીના પુત્ર. મનીષાના પતિ. ભવ્યના પિતા. પત્રીના હર્ષા કાંતીલાલ, મો.ખાખરના કુસુમ ધીરેનના ભાઇ. ચુનડીના ચંચળબેન ડુંગરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મનીષા મામણીયા, ૩૫૧/૨૩, નવ નિર્માણ હા.સો., સેક્ટર-૩, ચારકોપ, કાંદીવલી (વેસ્ટ).
દિગંબર જૈન
ગઢડા (સ્વામી) હાલ ઘાટકોપર હર્ષદભાઇ ગોસલીયા (ઉં.વ. ૭૪)નું તા. ૧/૩/૨૩ બુધવારે દેહપરીવર્તન થયેલ છે. તે ભારતીબેનના પતિ. લિલાવતીબેન રમણીકભાઇ ગોસલીયાના પુત્ર. જસવંતભાઇ તથા દિલીપભાઇના ભાઇ. ક્ષમા નયનકુમાર શુક્લા, સુવિધ, શીતલ, સેજલ ધર્મેશકુમાર બાવીશીના પિતા. વનિતાબેન વૃજલાલ વનમાળીદાસ ઘાટલીયા (ગોવિંદપુર)ના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૪/૩/૨૩ના શનિવારે ૧૦-૧૨ પરમકેશવબાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).
ઝાલાવાડી સ્થા જૈન
લીંબડી હાલ નાલાસોપારા રમીલાબેન બાબુલાલ મણિલાલ શાહ (ઉં.વ. ૯૦) તે ૧/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ધીરેન્દ્ર-હંસા, અશોક-બિંદુ, હર્ષા ગિરીશ દોશી, પારૂલ ભરત શાહ, અલકા સંજય શાહના માતુશ્રી. સ્વ. ચંદ્રકાન્ત મણિલાલ શાહના ભાભી. સ્વ. સુરજબેન, સ્વ. જયંતીભાઈ, પ્રેમચંદભાઈ વીરચંદભાઈ ધોળકિયા, દરિયાપુરી સંપ્રદાયના અમિષાબાઈ મ.સા.ના બેન. ધવલ-ધરા, પ્રિયાંક-દ્રષ્ટિ, મિહિર, ઝીલ-રાજ, બીનોય-નેહા, આયુષી-જય, અર્પિત -હિરલ, ટીન્સી-કૌશલ, ઋજૂતા-મિતેષના દાદી/નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
રાજકોટ હાલ કાંદિવલી પ્રવિણચંદ્ર ગુલાબચંદ મહેતાના ધર્મપત્ની અ. સૌ. નયનાબેન મહેતા (ઉં.વ. ૭૫) તે સીમિત તથા પૂજાના માતુશ્રી. ધૃતિ તથા નીરવકુમારના સાસુ. પાળીયાદ નિવાસી હાલ કાંદિવલી સ્વ. ઠાકરશી સુંદરજી બારજીયાનીના દીકરી. વિનયચંદ્ર, જયપ્રકાશ, સ્વ. વિમળાબેન, સ્વ. હીરાબેન, સ્વ. જ્યોત્સ્નાબેન, રેખાબેન તથા મીનાબેનના બેન ૨૮/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છ વાગડ સાત ચોવીસી જૈન
લાકડીઆના હાલે દાદર સ્વ. કુબડીઆ વેલજીભાઈ મલુકચંદભાઈના ધર્મપત્ની અંબાબેન (ઉં. વ. ૯૬) ૧-૩-૨૩, બુધવારના દેવગત થયેલ છે. તે કાંતીલાલ, ભોગીલાલ, ઘીરજલાલ, સોભાગચંદ, કિશોરભાઈ, વિનોદભાઈ તથા ભાગ્યવંતીબેન મહેતા, સ્વ. હંસાબેન વોરા તથા સાધ્વીજી ભગવંત વિશુદ્ધ દર્શના શ્રીજી મ.સા.ના (સંસારી પક્ષે) માતુશ્રી તથા મહેતા સ્વ. ચંદ્રકાંતભાઈ તથા વોરા અરવિંદભાઈના સાસુ. તે ગામ વાંઢીઆના વોરા મયાચંદ મહાદેવભાઈના દીકરી. ઠે. ભોગીલાલ વેલજીભાઈ કુબડીઆ ૮૦/ સન સાઈન હાઈટ્સ- જ્ઞાન મંદિરની સામે, દાદર (વે).