જૈન મરણ
વાગડ વિ.ઓ. જૈન
ગામ ભરૂડિયાના રમાબેન માડણ ગીંદરા (ઉં.વ. ૯૨) તા. ૨૨-૨-૨૩ મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. દેમતબેન ભારમલ ખીરા ગીંદરાના પુત્રવધૂ. સ્વ. માડણના પત્ની. ખીમજી, ચાંપશી, નેણશી, રમેશ, લક્ષ્મીબેન, વાલુબેન, શાંતિબેનના માતુશ્રી. જવેર, દમયંતી, કમળા, લતા, સ્વ. પ્રેમજી બૌવા, સ્વ. રાયશી બોરીચા, સ્વ. શામજી સતરાના સાસુ. સુવઈના સ્વ. લાડુબેન ભચુભાઈ જેઠા કારીઆના પુત્રી. પ્રાર્થના: તા. ૨૫-૨-૨૩, સવારે ૧૦થી ૧૧.૩૦ યોગી સભાગૃહ, દાદર-(ઈસ્ટ).
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
બોટાદ નિવાસી હાલ અંધેરી સ્વ. છોટાલાલ મોહનલાલ વોરાના પુત્ર ચંદ્રકાંતભાઈ વોરા (ઉં.વ. ૮૬) તા. ૨૩-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે આનંદીબેન (દેવીબેન)ના પતિ. હેમાંગ તથા મિતેષના પિતા. રીટા તથા નેહલના સસરા. સ્વ. રસિકભાઈ, સ્વ. સરસ્વતી, સ્વ. ઈન્દુબેન, સ્વ. હંસાબેન, સ્વ. કોકિલાબેનના ભાઈ. સ્વ. અમરચંદ મેઘજી દોશીના જમાઈ. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ગુર્જર વાગડ બે ચોવીસી જૈન
મૂળ લૌદ્રાણીના હાલે ઘાટકોપર-મુંબઈના રતનબેન અમૃતલાલ બાબરીયા (ઉં.વ. ૮૦) શુક્રવાર, તા. ૨૪-૨-૨૩ના અરિહંત શરણ થયેલ છે. તે સ્વ. અમૃતલાલ સોમચંદ બાબરીયાના ધર્મપત્ની. તે ચત્રભુજ ન્યાલચંદ દોશી બાદરગઢવાળાના દીકરી. તે ચંદ્રકાંત, નિતીન, હંસાબેન મોહનલાલ પારેખ, ચેતનાબેન દિલીપભાઈ દોશીના માતુશ્રી. તે જયશ્રીબેન તથા જાગૃતિબેનના સાસુ. તે બ્રિજ-આકાશ-ધ્વનિ-તેજના દાદી. તે રચીત-ધારા-બાદલના નાની. તે કિંજલના દાદી સાસુ. તે ડોલીનાં નાની સાસુ. તેમની પ્રાર્થનાસભા તા. ૨૫-૨-૨૩, શનિવાર બપોરે ૪.૩૦થી ૬.૦૦ ગુર્જરવાડી, લક્ષ્મીનારાયણ લેન, પહેલા માળે, માટુંગા. સે.રે. રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા નિવાસી હાલ ઘાટકોપર ઈંદુમતી હર્ષદરાય બાબુલાલ શાહના સુપુત્ર. સંદીપ (ઉં.વ. ૪૪) તે તા. ૨૩-૨-૨૩ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે મિતીબેનના પતિ. તે જૈનીના પિતા. તે કલ્પેશ અને નેહલ કૃણાલકુમાર મહેતાના મોટાભાઈ. તે શશીકાંતભાઈ, વિનોદભાઈ, નિતીનભાઈ, નિરંજનભાઈ, ભાનુબેન, હસમુખરાય, તરુણાબેન ભૂપતરાયના ભત્રીજા. તે સ્વ. રામબાબુ નગરીયા (ગ્વાલીયર)ના જમાઈ. તેમની બન્ને પક્ષની સાદડી રવિવાર, તા. ૨૬-૨-૨૩ના ૩થી ૫.૦૦ રહેઠાણ: ઠાકુર કોમ્પ્લેક્સ બિલ્ડિંગ સોસાયટી હોલ, પહેલા માળે, એલ.બી.એસ. માર્ગ, ગાર્ડન લેન, ઘાટકોપર (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
ધોરાજી નિવાસી હાલ સાયન સ્વ. રસીકલાલ ખુશાલચંદ દફતરીના પુત્ર. નરેન્દ્રભાઈ (ઉં.વ.૭૨) તા. ૨૩-૨-૨૩ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ જયશ્રીબેનના પતિ. તેઓ સ્વ. શાંતિલાલ કુલચંદ શેઠના (માંગરોળ) નિવાસીના જમાઈ. તેઓ ગં.સ્વ. સુધાબેન જીતુભાઈ દફતરી, સ્વ. હેમાબેન કિરીટભાઈ દફતરીના દિયર. તેઓ સુરેન્દ્રભાઈ, ધીરુભાઈ, વિરેન્દ્રભાઈ, સ્વ. રમીલાબેન, સરોજબેનના બનેવી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન તેમજ ત્વચાદાન કરેલ છે.)
કચ્છી વિશા ઓશવાળ જૈન
રતાડીયા ગણેશના પિયુષ પ્રેમજી છેડા (ઉં.વ. ૫૬) તા. ૨૧-૨-૨૩ના અવસાન પામેલ છે. જવેરબેન પ્રેમજી હરશીના પુત્ર. બીના (પુજા)ના પતિ. રાજ, આકાશના પિતા. અશ્ર્વિન, વિપીનના ભાઇ. કપાયાના માતુશ્રી કેશરબેન મુલચંદ કુંવરજી સંગોઇના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ૪ થી ૫.૩૦. ઠે. પિયુષ છેડા, ૬૦૧, શ્રીનાથ ટાવર, સાને ગુરૂજી માર્ગ, મુલુંડ (ઇ.).
કોડાયના ધીરજલાલ સંગોઇ (ઉં.વ. ૭૯), તા. ૨૩-૨-૨૩ના અવસાન પામેલ છે. પાનબાઇ હેમરાજ કોરશીના પુત્ર. સ્વ. પ્રભાબેનના પતિ. હાલાપુરના મેઘજી મોરારજી મારૂના જમાઇ. મેરાવાના આશાના પિતાજી. દામજી, પ્રવિણ, સાકરબેન, પુષ્પાબેન, સુશીલાબેનના ભાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. નીતીન ભેદા, ૧૨, શીવલ નગર, પંતનગર, ઘાટકોપર (પૂર્વ).
વડાલાના શાંતીલાલ ગાલા (ઉં.વ. ૮૦) તા. ૨૩-૨-૨૩ના અવસાન પામેલ છે. નાનબાઇ સુરજી (લધુભાઇ) ગાલાના પુત્ર. જવેરબેનના પતિ. અરૂણ પ્રકાશ નેહલના પિતાજી. ભાનુબેન, જેઠાલાલના ભાઇ. બારોઇના વેજબાઇ મેઘજી હરશી દેઢીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અરૂણ ગાલા, સી-૬૦૩, મહાવીર યુનીવર્સ, એલ.બી.એસ. માર્ગ, ભાંડુપ (વે.).
દશા શ્રીમાળી સ્થા. જૈન
અમરાપુર ધાનાણી નિવાસી હાલ કાંદિવલી વર્ષાબેન મડીયા (ઉં.વ. ૬૪) તે ૨૩/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જયદિપ ચત્રભુજ મડીયાના ધર્મપત્ની. ઋષભના માતુશ્રી. આશા-નિરંજન, ગીતા-દિલીપ, હર્ષા, કિશોર, જીજ્ઞા-વિજય, ચારુ દિલીપના ભાભી. પિયરપક્ષે ગં. સ્વ. કુસુમબેન છોટાલાલ અચરતલાલ શાહના દીકરી. સુધા દિનેશ, વિજય કલ્પના તથા બીના સમીરના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા હાલ ચોપાટી, રાહુલ ચંદુલાલ મોતીચંદ મોદી (ઉં.વ. ૬૮), તે વીણાના પતિ. શ્રીપાલના પપ્પા. ભાવિકાના નાનાપપ્પા. તે ગોંડલ નિવાસી સ્વ. વિજયાબેન હરીલાલ કામદારના જમાઈ. તે સ્વ. નિલાબેન સુરેન્દ્રભાઈ ઉદાણી, ભારતીબેન પ્રફુલ્લભાઈ કામદાર, સ્વ. સાધનાબેન, રોહિતભાઈ ચંદુલાલ મોદીના નાનાભાઈ મંગળવાર, તા. ૨૧-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ જૈન
કટકિયાવાળા રજનીકાંત ચંપકલાલ શાહ (ઉં.વ. ૮૨) તે ૨૨/૨/૨૩ના અવસાન પામેલ છે. કીર્તિભાઇના ભાઈ. સ્વ. સુરેખાના પતિ. સ્વ. ચંદુલાલ જીવાભાઈ ખંભાતના જમાઈ. બીરેન, હિના વૈશાલીના પિતા. બીના મેહુલકુમાર, સ્વ. દિલીપના સસરા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ હાલ અંધેરી સ્વ. ચંદ્રકાન્તભાઈ નટવરલાલ કોઠારીના ધર્મપત્ની સૌ. જયશ્રી (જ્યોત્સના) (ઉં.વ. ૭૯), તા. ૨૧/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે . તે સૌ. હેમાલી રાજેન દોશી, સૌ. કિરણ જીતેન્દ્ર સંઘરાજકા, સમીર તથા હર્ષિતના માતૃશ્રી. સ્વ. મીનું તથા સૌ. માધુરીના સાસુ. પિયર પક્ષે તે બેંગ્લોર નિવાસી સ્વ. લીલમબેન પ્રભુલાલ મહેતાના સુપુત્રી. ગં. સ્વ. સરલાબેન અરુણભાઈ, સ્વ. રાજેન્દ્રભાઈ, સ્વ. શરદભાઈ અને દિલીપભાઈના મોટા બેન. પ્રાર્થનાસભા તા. ૨૫-૨-૨૩ ૧૦.૩૦ થી ૧૨.૦૦. પ્રાર્થના સ્થળ: મેયર હોલ, સ્થાનિકરાજ ભવન, સી. ડી. બરફીવાળા રોડ, જુહુ લેન, અંધેરી (વેસ્ટ).